Main Menu

બીટકોઈન કેસ: અડાલજ પાસે ક્રાઈમ બ્રાન્ચે કરી PI અનંત પટેલની ધરપકડ…

ગુજરાતમાં ચકચાર મચાવનાર 12 કરોડના બીટકોઈન મામલામાં અમરેલીના પીઆઈ અનંત પટેલની અડાલજ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પટેલ સહિત નવ પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરાયા બાદ કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે પીઆઈની ધરપકડ કરતાં પોલીસ બેડાં તરખાટ મચી ગયો છે.અમરેલીમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ દરમિયાન અનંત પટેલની ઓળખ સમી તેની બ્લેક કલરની સફારી કારમાં તે નીકળે ત્યારે ફિલ્મી હીરોની સ્ટાઈલમાં જતા તેને લોકો જોઈ રહેતા હતા. દરમિયાન બીટકોઈન મામલે તેનું નામ સપાટી પર આવતા જ રજા પર ઉતરી ગયા હતા તેમજ અનંત પટેલનો ક્યાંય પત્તો મળતો ન હતો.પોલીસ તેની શોધખોળ કરીને થાકી હતી. સીઆઈડી ક્રાઈમે ગુનો દાખલ કર્યા અનંત નાસતોફરતો હતો.