Main Menu

          સાવરકુંડલા ની શ્રી કે.કે હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ પર રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ હિન્દુસ્તાન કપ નું શાનદાર ઉદ્ધાટન સંત શિરોમણી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને રાજકીય મહાનુભાવોની વિશેષ હાજરી વચ્ચે ક્રિકેટના ઉદ્ધાટનનો રોમાંચ બેટ બોલથી લઈને દર્શકોને ખુશખુશાલ કરી દીધા હતા

ફારૂક કાદરી
સાવરકુંડલા
          સાવરકુંડલા ની શ્રી કે.કે હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ પર રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ હિન્દુસ્તાન કપ નું શાનદાર ઉદ્ધાટન સંત શિરોમણી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને રાજકીય મહાનુભાવોની વિશેષ હાજરી વચ્ચે ક્રિકેટના ઉદ્ધાટનનો રોમાંચ બેટ બોલથી લઈને દર્શકોને ખુશખુશાલ કરી દીધા હતા
           સાવરકુંડલા ખાતે રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થયું છે ઉદ્ધાટન ના પ્રથમ દિવસે માનવ મંદિર ના સંત શિરોમણી પૂજ્ય ભક્તિરામ બાપુ એ બેટથી ચોકકા છક્કાની રમઝટ બોલાવીને શોભારંભ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના દિગગજ ચંદ્રેશભાઈ રવાણી એ ગુગલી બોલ ફેંકીને સંત શિરોમણી ને બેટિંગમાં બીટ કર્યા હતા તો હૃદય ના સ્પેશિયાલિસ્ટ ડો.વ્હોરા એ બેટથી અમુક બોલરોના ઓપરેશનો કરીને ચોક્કો ફટકારતા રમતવીરો ખુશ થઈ ગયા હતા પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઇ દોશીએ બેટિંગનો પરચો બતાવીને ફિટનેસ જાળવી રાખી હોવાનો અહેસાસ કરાવ્યો હતો તો નાગરીક બેંકના એમ.ડી. હિતેષ સરૈયાએ સભાસદો ને ગિફ્ટ આપે તેવી રીતે દર્શકોને બેટિંગની મજા કરાવી હતી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ જયાણી એ વેસ્ટઇન્ડિઝ ના બ્રાયન લારાની યાદ તાજી કરાવી હતી તો અશ્વિનભાઈ સાગરે બેટથી કમાલ બતાવી હતી જ્યારે નાગરિક બેંકના કો-ઓપ ડિરેકટર અને મુસ્લિમ સમાજના અગ્રણી ઉસ્માનખાન પઠાણે ફાસ્ટ બોલિંગના બાદશાહ ગણાતા પૂર્વ ઓસ્ટ્રેલિયન બોલર હ્યુજસ ની યાદો તાજી કરાવી હતી વિપુલભાઇ જ્યાંણી, હિતેષ જ્યાં ણી, તાઝુદ્દીન કુરેશી, પત્રકાર ઇકબાલ ગોરી, એ.બી.પી.અસ્મિતાન રિપોર્ટર ફારૂક કાદરી, સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી સહિતના લોકો પણ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર રહયા હતા હિન્દુસ્તાન કપ નાઈટ ક્રિકેટ મેચનું આયોજન ફજલબાપુ કાદરી, મહેબૂબભાઈ કાદરી, આરીફ જાદવ, અતુલ પરમાર, રમીજ મલેક, મનું પરમાર, કિરણ ગાંગુલી સહિતના ક્રિકેટરોએ સુંદર આયોજન કર્યું છે સાવરકુંડલા, અમરેલી, રાજકોટ,ધારી, ચલાલા રાજુલા જાફરાબાદ સહિતની 60 જેટલી ટીમો આ ટુર્નામેન્ટ માં ભાગ લેશે આ હિન્દુસ્તાન કપ રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ 15 દિવસ સુધી રમાશે.