Main Menu

સાવરકુંડલાના મિતીયાળા ગામના લોકો તરસી રહ્યા છે પાણી વગર. ગ્રામ પંચાયત દ્વારા મનસ્વી વતૅન રખાઈ રહ્યાનો ગ્રામજનોનો આક્ષેપ.

સાવરકુંડલા, તા.૬/૪

સુભાષ સોલંકી

સાવરકુંડલાના મિતીયાળા ગામના લોકો તરસી રહ્યા છે પાણી વગર.
ગ્રામ પંચાયત દ્વારા મનસ્વી વતૅન રખાઈ રહ્યાનો ગ્રામજનોનો આક્ષેપ.
સાવરકુંડલાના ગીરકાંઠે અંતરીયાળ વિસ્તારમા વસેલ મિતીયાળા ગામના લોકો સહિત પશુઓ પાણી માટે રીતસર વલખા મારી રહ્યા છે.ગીરકાંઠે આવેલ મિતીયાળા ગામ ૨૦૦૦ થી ૨૫૦૦ની વસ્તી ધરાવે છે.આ ગામ વષોૅથી વિકાસથી વંચિત રહેલ છે.હાલ ગામની મુખ્ય સમસ્યા પીવાના પાણીની છે.ગામના સુભાનભાઈ મકવાણાનુ કહેવુ છે કે ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે કુવા, બોર છે જેમા પાણી પણ છે પરંતુ ગામના સરપંચ દ્વારા ગામના અમુક વિસ્તારોમા જાણી જોયને પાણી અપાતુ ન હોવાથી ભરઉનાળે ગામની મહિલાઓ માથે બેડા ઉંચકી દુર દુર વાડીમાથી પાણી લાવી પોતાના પરિવારની તરસ છીપાવે છે. પશુઓ માટે ગામમા અવેડાઓ પણ છે પરંતુ અવેડામા પાણી નહી અપાતા પશુઓ પણ પાણી માટે તરસી રહ્યા હોય મિતીયાળા ગામની પ્રજા સાથે પશુઓની પણ માઠી દશા હોય પંચાયત દ્વારા યોગ્ય કરવા ગ્રામજનો દ્વારા અનેકવાર મૌખિક રજુઆતો કરવા છતા સરપંચ અને તલાટીમંઞી દ્વારા ઉડાવ જવાબ આપી ગામની ભોળી પ્રજા સાથે મજાક કરી રહી હોવાનો ગામના સુભાનભાઈ મકવાણા, કરશનભાઈ બગડા, અશરફભાઈ મકવાણા, દિલાભાઈ રાઠોડ, ખીમજીભાઈ બગડા સહિત પાણી પિડીત લોકોએ ગ્રામ પંચાયત પર આક્ષેપ કરેલ હોવાનુ અશરફ મકવાણાએ જણાવેલ.