Main Menu

રાજુલા ના વિક્ટર નજીક શંકાસ્પદ મળી આવેલા સિંહ ના કમોત ની તપાસ ઠેર ની ઠેર ..સવા મહિના જેવો સમય થયો હોવા છતાં નથી મળી કોઈ નકર કડી …

શાહિદ જીરૂકા દ્વારા  વિકટર

રાજુલા ના વિક્ટર નજીક શંકાસ્પદ મળી આવેલા સિંહ ના કમોત ની તપાસ ઠેર ની ઠેર

..સવા મહિના જેવો સમય થયો હોવા છતાં નથી મળી કોઈ નકર કડી …

સિંહ ના હતિયારા શું ?હવા માં ઓગળી ગયા

સિંહ ના રક્ષણ માટે કરોડો નો ધુમાડો છતાં વન વિભાગ થયું વામણું પૂર વાર

રાજુલા ના વિક્ટર નજીક આવેલ ડુંગર ફાટક પાસે થી ગત તા .24/2/ના રોજ આશરે 4વર્ષ ના નર સિંહ નો શંકાસ્પદ મ્રુત દેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું અને ખુદ અમરેલી જિલ્લા ડી .એફ .ઑ .શાકિરા બેગમ પણ અહીં દોડી આવ્યા હતા અને એફ .એસ .એલ .અને ડોગ સ્કોડ ની મદદ લય ને તપાસ શરૂ કરાય હતી અને ડી .એફ .ઑ .મેડમ ની સૂચના થી જુદી જુદી 3ટુકડી બનાવી ને તપાસ પણ શરૂ કરાય હતી પરંતુ ઘટના બન્યા ને આજે સવા મહિના જેવો સમય વીતવા છતાં ફિફા ખાંડતું વનવિભાગ ની તપાસ ઠેર ની ઠેર છે
……….વિક્ટર નજીક થી મળી આવેલ સિંહ નું મોત વાડીઓ માં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રીક શોક થી થયું હોવા નું પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું હતું અને વાડી માલિક દ્વારા બનાવ ને અકસ્માત માં ખપાવવા ના બંદ ઇરાદે વાડી માલિક દ્વારા વાહન તેમજ જાનકારોં ની મદદ લય ને સિંહના મ્રુત દેહ ને તન માર્ગ પર બાવળ ની કાંટ માં ફેંકવા માં આવ્યો જેથી કરી ને સિંહ નું મોત અકસ્માત માં થયું હોય તેમ ખપાઈ જાય પરંતુ મ્રુત દેહ પર કોઈ ઈજા ના નિશાન ના મળ્યા હતા જેથી બનાવ શંકાસ્પદ જણાયો હતો પણ વન વિભાગ ની તપાસ હજુ ઠેર ની ઠેર હોય તેવું લાગી રહ્યું છે …….
……કારણ કે સિંહો ની પંજવણી મામલે વન વિભાગ દ્વારા સાઇબર ક્રાઇમ ની મદદ વડે ગુન્હો ઑ ઉકેલી નાખવા માં આવતા હોય છે પરંતુ સિંહની હત્યા ના મામલે હજુ સુધી શા ? માટે વન વિભાગ સાયબર ક્રાઇમ ની મદદ લેતું નથી તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે
આ મામલે સીધી જ તપાસ ડી.એફ .ઓ .શકીરા બેગમ ના માર્ગ દર્શન હેઠળ ચાલી રહી છે અને ડુંગર પોલીસ સ્ટેશન માં લગાવેલા સી .સી .ટી .વી .ની પણ મદદ લેવાઈ હોવા નું વનવિભાગ ના સૂત્રો પાસે થી જાણવા મળ્યું હતું તેમાં પણ કોઈ નકર પુરાવા મળ્યા ના હતા તેમજ અહીં આજુ બાજુ ના 10કી .મી .ના એરિયા પણ વન વિભાગ દ્વારા ખૂંદી નાખવા માં આવ્યા હતા તેમાં પણ કોઈ કડી હાથ લાગી ન હતી અહીં સિંહ ના મ્રુત દેહ નજીક થી ગોદડાં પણ મળી આવ્યા હતા તે પણ હજુ શોભના ગાંઠિયા સમાન પંડ્યાજ છે ત્યારે સિંહ પ્રેમી ઑ માં એવી માંગ ઉઠવા પામી છે કે અહીં મળી આવેલા મ્રુત દેહ ની તપાસ માં વન વિભાગ ના અધિકારીઓ દ્વારા સાયબર ક્રાઇમ ની મદદ લીધી જ નથી ત્યારે સિંહો ની પંજાવણી કરતો વિડીઓ વાયરલ થાય તેમાં તુરંત જ સાયબર ક્રાઇમ ની મદદ લય ને ગુન્હો ઉકેલવા માં આવતો હોય છે ત્યારે અહીં પણ જો વન વિભાગ દ્વારા બનાવ ની રાત્રિ દરમિયાન ના કુલ કેટલા લોકો ના મોબાઇલ ના લોકેશન અહીં ના આવે છે તેમાંથી કેટલા લોકો ની શંકાસ્પદ હિલ ચાલ છે અને આવા શંકાસ્પદ લોકો ના પણ કોલ ડિટેલ કાઢવા માં આવે તો ગુન્હો ઉકેલવા માં મોટી સફળતા મળે તેમ છે સિંહોના હત્યારા હવા માં તો ઓગળી ગયા નથી ને ? ત્યારે જો સિંહો ની પંજવણી મુદ્દે વન વિભાગ ઊંધે માથે થાય ને કસૂરવાર ને સજા અપાવતું હોય છે તો સિંહો ની સુરક્ષા માટે કરોડો રૂપિયા ના ખર્ચા થાય છે છતાં પણ આવા બનાવો બનવા પામે છે તો શું ?સિંહો ની હત્યા માં વન વિભાગ સાયબર ક્રાઇમ ની મદદ ન લય શકે અને શા માટે સાયબર ક્રાઇમ ની મદદ લેવા માં આવતી નથી તે પણ એક શંકા ઉપજાવતો સવાલ છે ત્યારે વન વિભાગ દ્વારા આ અંગે સાયબર ક્રાઇમ ની મદદ લય ને કસૂરવાર ને કડક સજા કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમી ઑ માં માંગ ઉઠવા પામી છે…..