Main Menu

બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યાઃ ચારેય સત્તાવાર ઉમેદવારો રાજયસભામાં બિનહરીફ

રૂપાલા, માંડવીયા ફરી વખત અને નારણભાઇ, અમીબેન પ્રથમ વખત રાજયસભામાં

 

ગાંધીનગર : રાજયસભાની ગુજરાતની ચારેય બેઠકો માટે  ભાજપ-કોંગ્રેસના વધારાના એક-એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા ચારેય સતાવાર ઉમેદવારો બિનહરીફની સ્થિતિમાં આવી ગયા છેે. સતાવાર જાહેરાત સાંજ સુધીમાં થશે. ભાજપના જીતુ વાઘાણી અને કોંગીના પરેશ ધાનાણી વચ્ચે મંત્રણા થયા બાદ સમાધાનનો તખ્તો ગોઠવાયો છે. ભાજપના પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવીયા ફરી રાજયસભામાં જશે. કોંગીના નારણભાઇ રાઠવા અને અમીબેન યાજ્ઞીક પ્રથમ વખત રાજયસભામાં જઇ રહયા છે. ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના સમર્થક પી.કે.વાલેરાએ ફોર્મ પાછુ ખેંચી લેતા ગુજરાતમાં રાજયસભાની ચુંટણી ટળી છે.