Main Menu

કોંગી સભ્યોને સસ્પેન્ડ કરી મતદાનથી વંચિત રાખવાના પ્રયાસ સામે કાનૂની લડતની વિચારણા : પરેશ ધાનાણી

કોઇપણ સભ્યને સત્ર સમાપ્તીથી વધુ સમય સુધી સસ્પેન્ડ કરી શકાય નહિ

વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતાશ્રી પરેશ ધાનાણીએ કોંગી સભ્યોને સસ્પેન્ડ કરી રાજયસભાના મતદાનથી વંચિત કરાવનો ભાજપ સરકારનો પ્રયાસ હોવાનું જણાવી તેને હાઇકોર્ટમાં પડકારવાની તૈયારી બતાવી છે. શ્રી પરેશ ધાનાણીએ જણાવેલ કે ભાજપ સરકારના રર વર્ષના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવા કોંગ્રેસના ધારાસભ્યો સક્રિય છે. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા અમારા સભ્યોને ઉશ્કેરે છે અને સસ્પેન્ડ કરે છે. વિધાનસભાના નિયમ પર-ર મુજબ કોઇ સભ્યને સત્ર સમાપ્તીથી વધુ સમય સુધી સસ્પેન્ડ કરી શકાય નહિ. તા. ર૩ મીએ રાજયસભાની ચૂંટણીનું મતદાન છે. ભાજપમાં આંતરિક વિખવાદના કારણે ભાજપની એક બેઠક જોખમમાં મુકાઇ શકે તેમ છેે તેથી ભાજપ કોંગ્રેસના અમુક સભ્યોને સસ્પેન્ડ કરી વિધાનસભા સંકુલમાં પ્રવેશતા રોકવા માંગે છે. જો સંકુલમાં જ ન આવી શકે તો મતદાન ન કરી શકે. ભાજપની આ ચાલને અમે કાનૂની રાહે પડકારવા માટે વિચારી રહ્યા છીએ ગૃહમાં અમારો સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તો પણ છેલ્લો એક સભ્ય બાકી રહે ત્યાં સુધી લોકો માટેની સરકાર સામેની અમારી લડત ચાલુ રહેશે.