Main Menu

અમરેલી શ્રીલંકા પાસે સર્જાયેલ સાયકલોન ઇફેક્ટ નાં કારણે રાજુલા જાફરાબાદ નાં બંદર પર એક નંબર નું સિગ્નલ લાગવાયું રાજુલા નાં ધારાસભ્ય દ્વારા તંત્ર ને તાકીદ કરાઈ

અમરેલી
શ્રીલંકા પાસે સર્જાયેલ સાયકલોન ઇફેક્ટ નાં કારણે રાજુલા જાફરાબાદ નાં બંદર પર એક નંબર નું સિગ્નલ લાગવાયું
રાજુલા નાં ધારાસભ્ય દ્વારા તંત્ર ને તાકીદ કરાઈ
હાલ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે જેથી વાદળ છાયું વાતાવરણ નું આવરણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં જૂવા મળી રહ્યું છે  જેની સીધી અસર અરબ સાગર માં થતી હોવાથી  અહીં સાવચેતી નાં ભાગ રૂપે રાજુલા જાફરાબાદ બંદર પર જીએમ બી દ્વારા 1 નંબર નું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે દરિયા માં પવન ની ગતિ અને લો પ્રેશર ની અગમચેતી નાં કારણે આ સિગ્નલ લગાવી દેતા અમરેલી વહીવટી તંત્ર સજ્જ બન્યું હતું જે ની સીધી અસર માં ગુજરાત ના તમામ બંદર આવતા હોય જેમાં રાજુલા જાફરાબાદ નો પણ સમાવેશ થતો હોવાના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા આ અંગે તંત્ર ને તુરંત એલર્ટ કરાયું હતું અને  તમામ લગત અધિકારી ઓ સાથે વાત કરી તમામ પરિસ્થિતિ ને પહોંચી વળવા સૂચના અપાઈ હતી . ત્યારે હજુ બે દિવસ આ ની અસર રહેતી હોવાથી હાલ લોકો ને ગરમી થી રાહત મળશે અને વાદળ છાયું વાતાવરણ રહે શે ની હાલ સંભાવના છે