Main Menu

સાવરકુંડલા નગરપાલિકા એ વેરા વસુલાત સાથે સ્વચ્છતા અભિયાનના સરકારના મિશનને સાર્થક કરવા નવતર પ્રયોગ આદર્યો છે વેરો ભરવા આવનાર મિલકત ધારકને સ્વચ્છતા માટે ડસ્ટબિન ની ટોપલીઓ આપીને પાલિકા

સાવરકુંડલા

  •             આકારણી વર્ષ હોય અને પાલિકા દ્વારા વેરા વસુલાત ની કામગીરી વેગવંતી બનાવવા અમરેલી જીલ્લાની સાવરકુંડલા નગરપાલિકા એ વેરા વસુલાત સાથે સ્વચ્છતા અભિયાનના સરકારના મિશનને સાર્થક કરવા નવતર પ્રયોગ આદર્યો છે વેરો ભરવા આવનાર મિલકત ધારકને સ્વચ્છતા માટે ડસ્ટબિન ની ટોપલીઓ આપીને પાલિકા સિવાય અલગ અલગ કેન્દ્રો ખોલીને વેરા વસુલાત થઇ રહી છે

              સાવરકુંડલા ની નગરપાલિકા દ્વારા પાણી વેરો અને હાઉસટેક્સ ઉઘરાવવા માટે નવતર પ્રયોગ આદરીને આજથી સાવરકુંડલા ના નવ વોર્ડ વાઇજ અલગ અલગ વેરા વસુલાત કેન્દ્રો ઉભા કરીને વેરા વસુલાત ઝુબેશ શરુ કરી છે પણ વેરા વસુલાત સાથે પાલિકા દ્વારા સરકારના સ્વચ્છતા મિશન ને સાર્થક કરવા વેરો ભરવા આવનાર મિલકત ધારકને વેરાની પન્હોચ બતાવીને ડસ્ટબિન ની બાર લીટરની બે ડોલ આપવામાં આવે છે જેથી વેરા વસુલાત સાથે સ્વચ્છતા જળવાઈ અને સ્વચ્છતા મિશનના અભિયાન જળવાઈ રહે…. વેરા ધારકો પણ પાલિકાના આ સ્વચ્છતા સાથેના વેરા વસુલાત ઝુબેશથી પાલિકા માં વેરાઓ ભરવા આવી રહ્યા છે વેરા ભરવા આવનાર મિલકત ધારકને વેરા ની પાવતી રજુ કર્યે પાલિકા કચેરી માજ ડસ્ટબિન ની ડોલો આપવામાં આવે છે આ વેરા વસુલાત સાથે સ્વચ્છતા અભિયાનથી પાલિકાને વેરની આવક થઇ રહી છે અને લોકો પણ વેરો ભરવા પાલિકામાં ભીડ જમાવી રહ્યો છે ત્યારે પાલિકાના ટેક્સ ઇન્સ્પેકટર મનોજ ત્રિવેદી સાથે હાઉસ ટેક્સ સ્ટાફ દ્વારા વેરા વસુલવા માટે વોર્ડ વાઇજ ગોઠવાઈ ગયા છે સાવરકુંડલા નગરપાલિકા માટે હમેશા પ્રજાકીય સેવા સાથે પ્રાથમિક સુવિધાઓ જાહેર જનતાને મળી રહે તેવા હેતુને સાકાર કરવા અગેસર રહેતા કોંગ્રેસના અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી ના સંપૂર્ણ માર્ગદર્શન તળે શહરે કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સૂચક ની આગેવાનીમાં પાલિકા પ્રમુખ કુંદનબેન અઢીયા, પાલિકાના ઉપપ્રમુખ નાસીરભાઈ ચૌહાણ, કારોબારી ચેરમેન કિરીટભાઈ દવે એ સ્વચ્છતા અભિયાન સાથે વેરા વસુલાત ની નવી જ થીમ સાથે નો પ્રયોગ પ્રથમ દિવસે જ સફળ થયો હતો અત્યાર સુધીમાં ૨ કરોડ જેવી વેરા વસુલાત થઇ ગઈ છે હજુ ૩ કરોડ જેવી પાણી કર, અને મકાન વેરની વસુલાત બાકી છે જેથી વોર્ડ વાઇજ વસુલાત કેન્દ્રો ઉભા કરીને લોકોને પાલિકા કચેરી સુધી ધક્કો ન થાય તેવા હેતુ સાથે સ્વચ્છતા અભિયાન મિશન અંગે પાલિકા સતાધીશો પણ નવતર પ્રયોગ આદર્યો હતો જે સફળ થયો છે સાવરકુંડલા નગરપાલિકાના વેરા વસુલાત સાથેના સ્વચ્છતા મિશન સાર્થક કરવા નવ વોર્ડ માં પાલિકાનો સ્ટાફ ગોઠવીને ટેબલો નાખીને વેરા વસુલાત જુંબેશ સધન બનાવી છે લોકો પણ જાતે  વેરો ભરવા પાલિકા સુધી આવી રહ્યા છે અને સ્વચ્છતા માટે ની ડસ્ટબીનો લઈને સ્વચ્છતા મિશન અભિયાન પણ વેરા વસુલાત સાથે કરીને સાવરકુંડલા નગરપાલિકા એ અન્ય પાલિકાને નવો રાહ ચીધ્યો છે