Main Menu

— ધારીમાં જંગલખાતા સામે ઉપસરપંચના અનશન નવા પાંચ સિંહ, બે લકઝરીયસ કાર, એમફ્રી થિયેટર અને કેન્ટીન નિર્માણની લેખીત બાંહેધરીની માંગ સાથે આમરણાંત

અજડ વનખાતા સામે અજેય જીજ્ઞેશગિરિ
—————————————-
આજથી ધારીમાં જંગલખાતા સામે ઉપસરપંચના અનશન

નવા પાંચ સિંહ, બે લકઝરીયસ કાર, એમફ્રી થિયેટર અને કેન્ટીન નિર્માણની લેખીત બાંહેધરીની માંગ સાથે આમરણાંત
—————————————-
ધારી નજીક કંડારવામાં આવેલા આંબરડી સફારીપાર્કમાં વધુ નવા પાંચ સિંહ અને પાર્કને મળેલી બે લકઝરીયસ કાર તુરંત અસરતળે ફાળવવામાં આવે અને સફારીપાર્કમાં માત્ર ત્રણ ટુરિસ્ટ બસ હોય જે વધારી કુલ છ બસ કરવામાં આવે તેવી માંગણી સાથે ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈ આજે સવારે ૧૧ વાગ્યાથી વેકરીયાપરામાં બેસતી ગીર ( પુર્વ ) વન વિભાગની ડી.એફ.ઓ.કચેરી સામે અનશન આદરસે સિંહ અને કાર સિવાય પર્યટકો માટેનુ એમફ્રી થિયેટર અને કેન્ટીનના નિર્માણ સંદર્ભે લેખીત બાંહેધરી પણ માંગવામાં આવશે જંગલખાતાએ ઉપસરપંચ દ્વારા કરવામાં આવેલી માંગણીઓ સંદર્ભેની રોજમદારોને પગાર બાબતની એક માંગ અનશન આદર્યા પહેલા જ ધુળેટી અગાઉ સંતોષી લીધી હતી અને ૨૨ જેટલા રોજમદારોને પગારનુ ચૂકવણુ કરી આપ્યું હતું
હિન્દુસ્તાનનો સૌથી વિશાળ અને અમરેલી જિલ્લાનો ગૌરવ સમાન ધારી નજીક આવેલો આંબરડી સફારીપાર્ક જે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિધાનસભાની ચૂંટણી પૂર્વે લોકાર્પણ કરવામાં આવ્યો પણ જૂનાગઢ બેઠેલા સી.સી.એફ.ના પાપે કોમામાં સરકી રહ્યો હોય તેવા સંજોગોમાં આંબરડી સફારીપાર્કની હકની અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ધારીના ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈ દ્વારા આજથી વિધિવત અનશન આદરવામાં આવશે ઉપસરપંચની માંગણીઓ મુજબ હાલ સફારીપાર્કમાં માત્ર ત્રણ સિંહો હોય અને પાર્કની ક્ષમતા વિશાળ હોય ત્યારે નવા પાંચ સિંહ ફાળવવામાં આવે કલાસવન અધિકારી કે ઉચ્ચ પદાધિકારીઓ પાર્ક અંદર જઈ મુલાકાત લઈ શકે માટે આંબરડી સફારીપાર્કને મળેલ મહિન્દ્રા સ્કોર્પીયો અને ટાટા સુમોગોલ્ડ જે અનઅધિકૃત રીતે જૂનાગઢ સી.સી.એફ.ના ઉપયોગમાં હોય એ બન્ને કાર ધારી પાર્કમાં આપવામાં આવે આ ઉપરાંત પર્યટકો પાર્કમાં પ્રવેશ મેળવે તે પહેલાં કંટાળીને બોર ન થઈ જાય અને તેમનામાં વન્ય જીવ સિંહ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવતી મુવી બતાવવામાં આવે તેના માટેનુ એમફ્રી થિયેટર નિર્માણ કરવામાં આવે જેની લેખીત બાંહેધરી આપવામાં આવે કે કયારે નિર્માણ કરો છો અત્રે ઉલ્લેખનીય છે કે સાસણના દેવળીયા સફારીપાર્કમાં આવુ એમફ્રી થિયેટર ઉપલબ્ધ છે અને સહેલાણીઓ માટે સુવિધા સભર કેન્ટિન નિર્માણની પણ લેખીત બાંહેધરી ઉપરાંત આંબરડી સફારીપાર્કમાં પ્રવાસીઓ માટે માત્ર ત્રણ બસ જ હોય જે વધારી કુલ છ બસ કરવામાં આવે તેવી માંગણી પણ કરાય છે

આંબરડી સફારીપાર્ક મુદ્દે ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈ દ્વારા જે કોઈ માંગણી કરવામાં આવી છે તે પૈકીની ૨૨ જેટલા રોજમદારોને પગારનુ ચૂકવણુ કરી નખાયુ છે છેલ્લા છ છ મહિનાથી પગાર માટે તરસતા યુવા રોજમદારોને ધુળેટી પુર્વે જ જંગલખાતાએ પગાર કરી નાંખતા આ નવયુવાન નેતા અને ઉપસરપંચને પગાર બાબતનો આ બીજો જસ પ્રાપ્ત થયો છે કારણ કે દિવાળી પુર્વે આવી જ હાલત ધારી ગામપંચાયતના કર્મચારીઓની હતી અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીની અણઆવડતના કારણે પગાર થતા નહોતા પણ ઉપસરપંચે અનશન આદરી ગામપંચાયતના કર્મચારીઓના પગાર કરાવ્યા

લોકો દ્વારા જંગલખાતા માટે જડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈ દ્વારા લોકો માટે જેટલી પણ વાર અનશન કરવામાં આવ્યા છે તેમા તેમને સફળતા જ મળી છે માટે જડ સામે અજેય કહી શકાય હા એ પણ સત્ય છે કે ધારીમાં નેતાઓ અને આગેવાનો ઘણા છે જેઓએ ઘણી વાર અનશનની ચીમકીઓ જરૂર ઉચારી છે પણ કર્યા નથી નૌટંકીઓ પણ ચાલે છે જે જસ ખાટવા પ્રેસનોટો અને રજુઆતો કરી છાપામાં સમાચાર આપી પોતાની ખોખલી ટીઆરપી વધારવા માથયા કરે છે પણ આમ કોઈ પ્રજાના પ્રશ્નોને પોતાના સમજી અનશન પર બેસી જતુ હોય તો એ છે ધારીના નવયુવાન ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈ આ સંદર્ભે આ યુવાનેતાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે અમો ડી.એફ.ઓ.કચેરીમાં ધ્વજવંદનના ઓટા નીચે કોઈ પણ માંડવો કે પાથરણ પાથરયા વગર ઉઘાડા ડીલે ધોતી પહેરી પરમાત્માની માળા કરતા અનશન કરીશુ અને સુર્યનો તાપ વેઠસુ જેથી અમારી ભુખ્યા પેટે જેટલી પણ આંતરડી દુભાય તેનો તાપ સી.સી.એફ.જૂનાગઢને લાગે જેના પાપે અને ભ્રષ્ટાચારના કારણે આંબરડી સફારીપાર્કની આ દશા છે અમારા દ્વારા કરવામાં આવેલી અનશનની જાહેરાત બાદ અમોને જનતાનુ જબરૂ સમર્થન મળી રહ્યું છે માટે મીડિયાના માધ્યમથી લોકો પાસે જંગલખાતાની અવળ ચંડાઈને ધોઈ પીવા માંગણી કરીશુ અને અમરેલી જિલ્લાના ગૌરવસમા સફારીપાર્કના હિત માટે આંદોલનમાં જોડાવા જિલ્લા ભરની જનતાને આહવાન પણ કરીશુ અને જંગલખાતા સામે લોકજુવાળ ઉભો કરી વ્યાજબી માંગણી સંતોષાય નહી ત્યાં સુધી માંડયા રહેશું અન્યથા પ્રાણનો ત્યાગ ન થાય ત્યાં સુધી ઉપવાસ કરીશુ