Main Menu

બાબરા તાલુકા ના ચરખા ગામે રાજા શાહી વખત ની વાવ જર્જરિત હાલત માં પુરાતત્વ વિભાગ દવરા મરામત કરી જાળવણી કરવામાં આવે તે જરૂરી

  1. રાજુ બસિયા
બાબરા તાલુકા ના ચરખા ગામે રાજા શાહી વખત ની વાવ જર્જરિત હાલત માં પુરાતત્વ વિભાગ દવરા મરામત કરી જાળવણી કરવામાં આવે
—————————   ———————————–
 બાબરા તાલુકા ના ચરખા ગામ માં વર્ષોજુની રાજાશાહી વખત ની વાવ ખંઢેર હાલત માં જોવા મળી રહી છે પુરાતત્વ વિભાગ દવરા મરામત કરીજાળવવી કરવામાં આવે તો તાલુકા ની જનતા ને જોવાલાયક સ્થળ મળી શકે તેમ છે
બાબરા તાલુકા ના ચરખા ગામ માં  રાજાશાહી વખત ની વાવ જર્જરિત હાલત માં ગામ ના પાદર માં આવેલ વાવ હાલ જાળવણી ના અભાવે અવાવરું જગ્યા બની છે જેના કારણે ગામ ના લોકો અહીં વાવ માં કચરો નાખે છે જોકે અમુક ગામ ના જાગૃત યુવાનો ની અપીલ ના કારણે ગામ લોકો એ કચરો નાખવાનું બંધ કરતા હાલ આ વાવ થોડી ઘણી જોવા મળી રહી છે નહિતર કચરા ના ગંજ માં બુરાય ગય હોત
ગામ લોકો ના જણાવ્યા અનુસાર આ વાવ નું નિર્માણ ૧૮૦૦ સદી માં આશરે ૨૦૦ વર્ષ પહેલાં કોઈ રાજવી એ નિર્માણ કરેલ છે આ વાવ ત્રણ માળ ની આલીશાન પથ્થરો ની બનેલી છે તેમજ વાવ નું નિર્માણ પણ કોઈ મહેલ થી જરાય કમ નથી અહીં પથ્થરો નું કોતરણી અને નક્ષી કામ થી જેતે સમયે વાવ નું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે અહીં દેવી દેવતા સહિત અન્ય મૂર્તિઓ નું પણ પથ્થરો માં થી નિર્માણ કરી મુકવા માં આવી છે આ વાવ ની અંદર એક ગુપ્ત દ્વાર પણ આવેલ છે જેને જેતે વખતે દીવાલ ચણી ને બૂરી દેવામાં આવેલ છે
ત્યારે પુરાતત્વ વિભાગ દવરા અહીં ચરખા ગામ માં આવેલ ૨૦૦ વર્ષ જૂની રાજાશાહી વખત ની વાવ ની મરામત કરી પૂરતી જાળવણી કરે તો બાબરા તાલુકા ની પ્રજા માટે એક જોવા લાયક સ્થળ બની શકે તેમ છે