Main Menu

અમરેલી જિલ્‍લામાં બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા મળતી થઈ

 અમરેલી,

અમરેલી શહેર જિલ્‍લાનું મુખ્‍ય મથક હોવા છતાં, આઝાદીના 7 દાયકા પછી પણ આજે બ્રોડગેજ રેલ્‍વે લાઈનથી વંચિત છે. અમરેલી જિલ્‍લાના વેપાર ઉદ્યોગોના વિકાસ આડે આ એક મોટી અડચણ છે. દરેક ચુંટણીમાં પાર્ટીઓ અને નેતાઓ તેના માટે વાયદા લોકોને આપતાં રહયા છે. 6 દાયકાથી પણ વધુ સમયના કોંગ્રેસના શાસન પછી આ સમસ્‍યા માટે કોઈ નકકર કાર્યવાહી થઈ નહોતી.
ર014માંકેન્‍દ્રમાં નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભાજપ સરકાર શાસનમાં આવતાં જ આ પ્રશ્‍ન અંગે વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયાએ અને હાલના કેન્‍દ્રીય મંત્રી રૂપાલા આ પ્રશ્‍ને સરકારમાં ગંભીર રજુઆતો કરી. અનેક વખત આ બન્‍ને આગેવાનોએ પુર્વ રેલ્‍વે મંત્રી સુરેશ પ્રભુને મળી આ માટે જોરદાર રજુઆત કરી. આ બન્‍ને આગેવાનોના સતત પ્રયત્‍નોથી કેન્‍દ્ર સરકારને આ પ્રશ્‍ન હાથમાં લેવાની ફરજ પડી અને અમરેલી બ્રોડગેજ લાઈનના નકશા પર આવે તે માટે 3 અલગ – અલગ ટ્રેકોના ગેજ પરિવર્તનની માંગણી સ્‍વીકારી. આઝાદી પછી સૌપ્રથમ વાર અમરેલી શહેરને બ્રોડગેજ રેલ્‍વેની સુવિદ્યા મળવી જોઈએ, તે માંગણી સાથે રેલ્‍વેમંત્રી સહમત થયા અને ર વર્ષ અગાઉ બજેટમાં આ બધી યોજનાના પ્‍લાન- એસ્‍ટીમેટ બનાવવા તથા સર્વે કરવા રકમની ફાળવણી કરવામાં આવી.
ત્‍યારબાદ પણ નારણભાઈ આ પ્રશ્‍નને લઈ અનેક વખત વર્તમાન રેલ્‍વે મંત્રી પિયુષભાઈ ગોયેલને મળતાં રહયા. આ બધા પ્રયત્‍નો પછી, હમણાં જ રજુ થયેલ કેન્‍દ્રીય બજેટમાં આ બધી યોજનાઓને આગળ ધપાવવા ખાસ્‍સી રકમ મંજુર કરવામાં આવી છે.
ર018-19ના બજેટમાં વિવિધ યોજના – નેટવર્ક માટે ફાળવવામાં આવેલ નાણાંની વિગતોમાં  (1) અમરેલી-વિસાવદર 170 કિ.મી. (ઢસા-ખીજડીયા-લુણીધાર-જેતલસર યોજનાનો કુલ ખર્ચ 4ર8.પ9 કરોડ, ર018-19માંફાળવેલ રકમ રપ0 કરોડ છે. (ર) ખીજડીયા-વિસાવદર 91.ર8 કિ.મી. (ખીજડીયા- અમરેલી-ચલાલા-ધારી-વિસાવદર) યોજનાનો કુલ ખર્ચ પ47.6ર કરોડ છે. ર018-19માં ફાળવેલ રકમ 10 કરોડ છે. (3) જુનાગઢ-વિસાવદર 4ર.ર8 કિ.મી.માં યોજનાનો કુલ ખર્ચ રપ6.68 કરોડ છે. ર018-19માં ફાળવેલ રકમ 10 કરોડ છે. (4) વેરાવળ-તાલલા-વિસાવદર 71.9પ કિ.મી. માટે યોજનાનો કુલ ખર્ચ 460.ર3 કરોડ છે. ર018-19માં ફાળવેલ રકમ 10 કરોડ છે.
આ બધા જ કામો રેલ્‍વે વિકાસ નિગમ લિ. (આરવીએનએલ) દ્વારા કરવામાં આવનાર છે. જેના કારણે કામોની ગુણવતાં અને સમયમર્યાદામાં રેલ્‍વેને અને લોકોને 100% વળતર મળશે. ઢસા-જેતલસર બ્રોડગેજ માટે કુલ અંદાજીત રકમના લગભગ 60% જેટલી માતબર રકમ આ નાણાંકીય વર્ષ (ર018-19) ના બજેટમાં જ ફાળવાય ગયેલ છે. જેના કારણે આગામી ર વર્ષમાં આ ટ્રેક ચાલું થઈ જશે. આનાથી અમરેલીથી અમદાવાદ- સુરત, મુંબઈ સુધી બ્રોડગેજ ટ્રેઈન ઉપલબ્‍ધ થશે. અમરેલી જિલ્‍લાના વેપાર-ઉદ્યોગનો આને કારણે જબરો વિકાસ થશે.
આ ઉપરાંત અમરેલી શહેરને જોડતી ખીજડીયા- વિસાવદર ટ્રેકના પ્‍લાન – એસ્‍ટીમેટ બનાવવાની કામગીરી વેગ પકડશે જેના કારણે આગામી ર વર્ષમાં જ અમરેલી શહેરને બ્રોડગેજ ટ્રેનની સુવિદ્યા ઉપલબ્‍ધ બનશે. અમરેલીના લોકોનું વર્ષો જુનુસ્‍વપ્‍ન પૂર્ણ કરવા માટે સાંસદ નારણભાઈ કાછડીયા અને રૂપાલા પર જીલ્‍લાભરમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.