Main Menu

ગોંડલ નગરપાલિકા દ્વારા શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્ડનું વિતરણ કરાયું

રિપોર્ટર :- નરેન્દ્ર પટેલ

ગોંડલ નગરપાલિકા કચેરી દ્વારા શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરમાં ફેરી કરી રોજીરોટી કમાતા લોકો અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તે સર્વેના અનુસંધાને એનયુએલએમ યોજના અંતર્ગત ૬૩૩ લાભાર્થીઓને ઓળખકાર્ડ આવ્યા હતા. આ તકે પાલિકા પ્રમુખ મનિષાબેન સાવલિયા, ઉપપ્રમુખ હર્ષદભાઈ વાઘેલા, સદસ્ય આશિફભાઈ ઝકરિયા, બટુકભાઈ સવાલિયા સહિતનાઓ હાજર રહ્યાં હતાં અને લાભાર્થીઓને ઓળખકાર્ડના ફાયદા શું-શું છે એ માહિતગાર કર્યા હતા આ કાર્યને સફળ બનાવવા માટે એનયુએલએમ યોજનાના મેનેજર ચંદ્રિકાબેન પરમાર આજ સંગઠક તેમજ ખુશ્બુબેન ચાવડાએ જહેમત ઉઠાવી હતી.