Main Menu

ગોંડલી નદીમાં ફાટી નિકળેલ ગાંડીવેલના કારણે શહેરને બાનમાં લેતું મચ્છર સામ્રાજ્ય : જિલ્લા કલેકટરને રજૂઆત કરાઈ

રિપોર્ટર :- નરેન્દ્ર પટેલ

શહેરનીમધ્યમાંથી પસાર થતી ગોંડલી નદી માં ગાંડીવેલ ફાટી નીકળી હોય જેના કારણે ભગવતપરા, ભોજરાજપરા સહિત શહેરભરમાં યાદવ મચ્છરોનો આતંક ફાટી નીકળ્યો હોય વિપક્ષી સદસ્ય દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકાના એકમાત્ર કોંગ્રેસે સદસ્ય એવા અનિલભાઈ માટે જિલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે પાલિકા દ્વારા ગોંડલી નદીમાં ફાટી નીકળેલ ગાંડીવેલ કાઢવામાં આવી રહી નથી. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ કેન્દ્ર બનવા પામી છે, મચ્છરોના આતંકના કારણે ભગવતપરા, ભોજરાજપરા સહિત શહેરભરમાં લોકોને રહેવા મુશ્કેલ બન્યું છે આ ઉપરાંત પાલિકા દ્વારા શહેરમાં યોગ્ય રીતે સાફ કરવામાં આવતી ન હોય ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાવા પામ્યા છે આવી ગંદકી મચ્છરોના ઉત્પાદન ને વેગ આપી રહી છે તો યોગ્ય પગલાં લેવા અંતમાં માંગ કરી હતી.