Main Menu

સાવરકુંડલા ખાતે ઠાકોર યુવા સેના દ્વારા આયોજીત તૃતીય સમૂહ લગ્ન સમારોહ યોજાયો. પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર રહ્યા ખાસ ઉપસ્થિત.

સુભાષ સોલંકી

સાવરકુંડલા ખાતે ઠાકોર યુવા સેના દ્વારા આયોજીત તૂતિય સમૂહ લગ્ન સમારોહ યોજાયો.
પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર રહ્યા ખાસ ઉપસ્થિત.
સાવરકુંડલા ઓપન થિયેટર ગ્રાઉન્ડમા આજરોજ સા.કુંડલા તાલુકા ઠાકોર યુવા સેના દ્વારા આયોજીત ઞીજા સમૂહ લગ્ન સમારોહનુ ભવ્ય આયોજન સંપન્ન થયેલ.
સમુહલગ્નમા મુખ્ય અતિથી તરિકે ગુજરાત પ્રદેશ ઠાકોર સેના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્યશ્રી અલ્પેશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહેલ.અતિથી વિશેષ ઉપસ્થિતીમા અખિલ ભારતીય કોળી સમાજના મહામંઞી તેમજ જીજેપીના રાષ્ટ્રીય સંયોજક શ્રી મનુભાઈ ચાવડા, જીલ્લા ઠાકોર સેના પ્રમુખ મથુરજી ઠાકોર, પૂવૅ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી, સા.કુંડલા પાલિકા સદસ્યો, તાલુકા કોંગ્રેસ અગ્રણી મનુભાઈ ડાવરા, અજયભાઈ ખુમાણ, બટુકભાઈ ઉનાવા, સુમન સેવા ટ્રસ્ટ (અમરેલી)ના પ્રમુખ રમેશભાઈ ગોહિલ,સહિત રાજકીય,સામાજીક અાગેવાનો ઉપસ્થિત રહી નવદંપતિઓને આશિવાૅદ પાઠવેલ.
સમુહલગ્ન દરમિયાન રક્તદાન કેમ્પ તેમજ નેઞ નિદાન કેમ્પનુ પણ આયોજન થયેલ.
સમગ્ર આયોજનને સફળ બનાવવા સા.કુંડલા તાલુકા ઠાકોર યુવા સેના પ્રમુખ જગદિશજી ઠાકોર તેમજ શહેર ઠાકોર સેના પ્રમુખ વિપુલજી ઠાકોર,ગોરધનજી ઠાકોર તેમજ ઠાકોર યુવા સેના દ્વારા ભારે જહેમત ઊઠાવી આયોજનને સફળ બનાવેલ.
સમગ્ર કાયૅક્રમનુ સંચાલન જગદિશજી ઠાકોરે કરેલ