Main Menu

અમરેલી જીલ્લાની વિધાનસભામાં ભાજપનો સફાયો બાદ નગરપાલિકાની ચુંટણી માં અમરેલી જીલ્લાના ભાજપ ફરી સજીવન થયું છે અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢમાં ગાબડું પાડ્યું

અમરેલી
દિલીપ જીરૂકા
            અમરેલી જીલ્લાની વિધાનસભામાં ભાજપનો સફાયો બાદ નગરપાલિકાની ચુંટણી માં અમરેલી જીલ્લાના ભાજપ ફરી સજીવન થયું છે અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢમાં ગાબડું પાડ્યું છે જાફરાબાદ, ચલાલા અને લાઠી નગરપાલિકા પર ભાજપ નો ભગવો લહેરાઈ ગયો છે લાઠી નગરપાલિકા જીતવા ભાજપના ગોપાલભાઈ ચમારડી ની મહેનત રંગ લાવી અને ભાજપે 28 બેઠકો માંથી 23 બેઠકો કબ્જે કરીને ઇતિહાસ રચી દીધો હતો
             વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના અમરેલી જીલ્લામાં ભાજપનો ભગવો કેસરિયો લહેરાઈ ગયો છે લાઠી નગરપાલિકામાં કુલ 6 વોર્ડમાં 24 બેઠકો માટેની મત ગણતરીમાં પ્રથમ પાંચ રાઉન્ડ માં 20 બેઠકો ભાજપે કબજે કરી હતી જાણે કોંગ્રેસનો વાઈટ વોશ થાય તેવા સમીકરણો રચાયા હતા પણ તાજેતર માજ કોંગ્રેસના ચુટાયેલા ધારાસભ્ય વીરજી ઠુમ્મર પોતાનો ગઢ જાળવી ના શક્યા અને વિરજી ઠુમ્મર સામે પરાજય મેળવેલ ભામાશા ગોપાલભાઈ ચમારડી એ બદલો લઈને વિરજી ઠુમ્મર નું નાક કાપી લીધું હતું છેલ્લા છઠા વોર્ડમાં કોંગ્રેસને માંડ માંડ 3 બેઠકો મેળવીને કોંગ્રેસની લાજ રહી હતી  24 બેઠકો માંથી 21 બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો હતો કોગ્રેસ ને ફક્ત 3 જ બેઠકો પ્રાપ્ત થતા લાઠી ભાજપે અબીલ ગુલાલ સાથે ઢોલ થી કાર્યકરોએ ઉત્સવ ઉજવાયો હોય તેવો માહોલ સર્જ્યો હતો અમરેલી જીલ્લાની ૩ પાલિકા ભાજપે કબજે કરતા અમરેલી ભાજપના નેતા દિલીપ સંઘાણી સહિતના નેતાઓએ ગોપાલભાઈ ચમાંરડીની મહેનતને બિરદાવી હતી અમરેલી જિલ્લાની કુલ 4 નગરપાલિકા માં કુલ 67 બેઠકો ભાજપે કબજે કરી છે કોંગ્રેસના ફાળે 37 બેઠકો આવી છે કોંગ્રેસે વિરોધ પક્ષે રચનાત્મક કાર્યવાહી ને બદલે જાતિવાદ, જ્ઞાતિવાદ ને સમર્થન આપીને રાજ્યમાં અશાંતિ ફેલાવનારા ની સંગાથે કોંગ્રેસ રહેવાથી ગુજરાત ની જનતા ની અપેક્ષાઓ પર પાણી ઢોળ કર્યું છે અને આગામી દિવસોમાં કોંગ્રેસનો સફાયો થવાનું દિલીપ સંઘાણી સાથે ગોપાલભાઈ ચમારડીએ જણાવ્યું હતું