Main Menu

એમડી ગ્રુપ સુરત દ્વારા કૃષ્ણ ગઢ ના પ્રગતી શીલ ખેડૂત નું સન્માન કરાયું . કૃષ્ણ ગઢ ના પ્રગતી શીલ ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી હતી .જેથી સુરત ના એમડી ગ્રુપ દ્વારા ખેડૂત ને નવી ટેકનીક માટે ઈજરાઈલ મોકલવાનો હતો પરંતુ ખેડૂત સંજોગો વશ ઇજરાઇલ જઈ નશક્યો તેથી એમ ડી ગ્રુપ ના ભગીરથ પીઠવડી દ્વારા આ ખેડૂત નું ભવ્ય આર્થિક સન્માન કરી ૬૦.૦૦૦ નો ચેક અર્પિત કરાયો

એમડી ગ્રુપ સુરત દ્વારા કૃષ્ણ ગઢ ના પ્રગતી શીલ ખેડૂત નું સન્માન કરાયું .
કૃષ્ણ ગઢ ના પ્રગતી શીલ ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી હતી .જેથી સુરત ના એમડી ગ્રુપ દ્વારા ખેડૂત ને નવી ટેકનીક માટે ઈજરાઈલ મોકલવાનો હતો પરંતુ ખેડૂત સંજોગો વશ ઇજરાઇલ જઈ નશક્યો તેથી એમ ડી ગ્રુપ ના ભગીરથ પીઠવડી દ્વારા આ ખેડૂત નું ભવ્ય આર્થિક સન્માન કરી ૬૦.૦૦૦ નો ચેક અર્પિત કરાયો

પ્રદેશ ભાજપ નાં ડો કાનાબાર દ્વારા આ પગલાં ને આવકારાયું.

ગીર કાંઠા ના નાનકડા ગામ કૃષ્ણ ગઢ માં રહી ૫ વીઘા ની નાની જમીન માં ઓર્ગેનિક ખેતી કરી કૃષ્ણ ગઢ ના ખેડૂતે ઈતિહાસ રચી દીધો હતો જેથી ટીવી ૯ ચેનલ સહીત પ્રમુખ અખબારો માં આ અંગે નોઘ લેવાઈ હતી જે પ્રગતી શીલ ખેડૂત સતીશ વરિયા ની મહેનત ની નોઘ લઈ સુરત ના એમડી ગ્રુપ ના ચેરમેન ભગીરથ ભાઈ પીઠવડી વાળા દ્વારા આ પ્રગતી શીલ ખેડૂત નું સન્માન કરાયું હતું અને આ ખેડૂત ને ખેતી ની નવી ટેકનીક શીખવા માટે એમડી ગ્રુપ તરફ થી ઇજરાઇલ મોકલવા નો હતો અને પાસપોર્ટ પણ ખેડૂત નો બની ગયેલ પરંતુ સંજોગો વશ આ પ્રગતી શીલ ખેડૂત સતીશ વરિયા ઈજરાઈલ જઈ ન શક્યો હતો તેથી એમ ડી ગ્રુપ ના ભગીરથ ભાઈ દ્વારા આ ખેડૂત ને સુરત સ્થિત એમડી ગ્રુપ ની ઓફિસે રૂબરૂ બોલાવી આ પ્રગતી શીલ ખેડૂત નું ૬૦.૦૦૦ રૂપિયા નો ચેક આપી આ ખેડૂત નું ભવ્ય સન્માન કરતા આ નાનકડો ખેડૂત સતીશ ભાવુક બની ભગીરથ ભાઈ નો આભાર માન્યો હતો ,ત્યારે અનેક નવીનતમ કામ અને સોશ્યલ એક્ટીવીટી માટે એમડી એમ ડી ગ્રુપ હમેશા મોખરે રહ્યું છે જેમાં દીકરી ઓ ના લગ્ન નો કરીયારવ હોય કે રાજુલા ના ધોળિયા ધાર માં શાળા ના ઓરડા હોય કે ગોલ્ડ મેડાલીસ્ટ દલીત દીકરી નો આજીવન નિર્ધાર હોય તેમાં હમેશા એમડી ગ્રુપ મોખરે રહી ગુપ્ત મદદ કરતુ આવ્યું છે ત્યારે આ કૃષ્ણ ગઢ ખેડૂત ને માતબર રકમ આપી ફરી ખેડૂતો નું સન્માન કરતા હાજી અશરફ કાશમાંણી કૃષ્ણ ગઢ ના ચંપુ .ભાભા પરબત પટેલ ભયલુ ભાઈ ખુમાણ સહીત ચિરાગ ભાઈ આચર્ય તેમજ સંજય દોંગા દ્વારા ભગીરથ ભાઈ નો આભાર વ્યકત કરાયો હતો .