Main Menu

સાવરકુંડલાના આંબરડી ખાતે અમરેલીની એમ..વી.વિદ્યાલયની વિદ્યાથીૅનીઓ દ્વારા એનએસએસ કેમ્પ યોજાયો.

 

સુભાષ સોલંકી દ્વારા

સાવરકુંડલાના આંબરડી ખાતે અમરેલીની એમ..વી.વિદ્યાલયની વિદ્યાથીૅનીઓ દ્વારા એનએસએસ કેમ્પ યોજાયો

વિદ્યાથીૅનીઓ દ્વારા ગ્રામજનોમા સ્વચ્છતા,શિક્ષણનો આપ્યો સંદેશ.
સા.કુંડલાના આંબરડી ખાતે તા.૮/૨ થી ૧૪/૨ દરમિયાન અમરેલીના કેરીયા રોડ પર આવેલ શ્રી પટેલ વિદ્યાથીૅ આશ્રમ સંચાલિત શ્રી એમ.વી.પટેલ કન્યા વિદ્યાલયની ધો.૧૧ ની વિદ્યાથીૅનીઓ દ્વારા સાત દિવસના NSS કેમ્પનુ સુંદર આયોજન કરવામા આવેલ.
અમરેલી જીલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન શ્રીમતિ રમિલાબેન માલાણી તેમજ પૂવૅ સરપંચ શ્રીમતિ મંગળાબેન માલાણીએ દિપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકાયેલ.
કેમ્પ દરમિયાન શ્રી એમ.વી.પટેલ કન્યા વિદ્યાલયની ધો.11 ની વિદ્યાથીૅનીઓ દ્વારા સતત સાત દિવસ દરમિયાન દરરોજ વ્હેલી સવારથી પ્રભાત ફેરી શરૂ કરી ગામમા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી તેમજ ગ્રામજનોમા સ્વચ્છતા,શિક્ષણ,સંસ્કાર અને બેટી બચાવોના મહત્વ વિશે લોકોને માહિતગાર કરી જાગૂતતા લાવવાના ભાગરૂપે રોજ રાઞીના સાંસ્કૂતિક કાયૅક્રમ યોજવામા આવેલ જેમા સૌથી વધુ શિક્ષણ,સ્વચ્છતા,સંસ્કાર અને દિકરીને મહત્વ આપતી કૂતિઓ અને પાઞો ભજવી તેમજ પ્રવચનોથી સંદેશો આપી મોટી સંખ્યામા ઉપસ્થિત મહિલાઓ, ગ્રામજનોને મંઞમુગ્ધ કરી દીધેલ.એનએસએસ કેમ્પ તેમજ સાંસ્કૂતિક કાયૅક્રમને સફળ બનાવવા શ્રી એમ.વી.પટેલ કન્યા વિદ્યાલય- અમરેલીના આચાયાૅ શ્રી અરૂણાબેન એમ.માલાણી સહિત વિદ્યાલયના સ્ટાફ તેમજ વિદ્યાથીૅનીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવેલ.
કેમ્પ દરમિયાન ધો.11ની વિદ્યાથીૅનીઓ દ્વારા ગામની દિવાલો પર ‘ જળ’, સ્વચ્છતા,શિક્ષણ,બેટી બચાવોના સુઞો લખી સાથે ગામને સ્વચ્છ અને સુઘડ બનાવી દીધેલ.કેમ્પના અંતિમ દિવસે વિદ્યાથીૅનીઓને પ્રોત્સાહિત કરવા પૂવૅ કૂષિમંઞી અને ગુજકો માસોલના ચેરમેનશ્રી દિલીપ સંઘાણી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાથીૅનીઓને બિરદાવેલ.કાયૅક્રમ દરમિયાન આંબરડી કેળવણી મંડળના પ્રમુખશ્રી દિપકભાઈ માલાણી, સરપંચ બાબુભાઈ માલાણી,ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહેલ.