Main Menu

સાવરકુંડલા માં સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખની ટીમનો ફરીવાર થયો ઝળહળતો વિજય…… ક્રિકેટ મેચમાં જીતની ફિફટી ફટકારતા પ્રમુખ ઈરફાન કુરેશી..

ફારૂક કાદરી દ્વારા

સાવરકુંડલા માં સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખની ટીમનો ફરીવાર થયો ઝળહળતો વિજય……
ક્રિકેટ મેચમાં જીતની ફિફટી ફટકારતા પ્રમુખ ઈરફાન કુરેશી…..

સાવરકુંડલા ના કોલેજ ગ્રાઉન્ડ પર યોજાયેલી ક્રિકેટ મેચમાં પાલિકાના પૂર્વ પ્રમુખ યુનુસભાઈ જાદવ ની ટીમ સામે સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી વચ્ચે ક્રિકેટ જંગ ખેલાયો હતી જેમાં ઈરફાન કુરેશી ઇલેવને 160 રન ખડકયા હતા જેમાં મોહસીન મલેકના શાનદાર 45 રન તો અચુ ના 25 રન હતા જ્યારે 160ના ટારગેટ ચેજ કરવા ઉતરેલી પાલિકાના પૂર્વ પ્રમુખની ટીમનો 40 રને ઘોર પરાજય થયો હતો પાલિકા પ્રમુખની ટીમનો સંપૂર્ણ દારોમદાર રમીજ મલેક પર હતો પણ રમીજ મલેકના સસ્તામાં દાંડીયા ડુલ થતા 120 રન આસપાસ ટીમ ઘર ભેગી થઈ હતી સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ અને ટીમના કેપ્ટન ઈરફાન કુરેશીએ રંગ રાખ્યો હતો અને મહત્વની ચાર વિકેટો ખેરવીને હરીફ ટીમને ભો ભીતર કરી દીધી હતી મોહસીન મલેકની શાનદાર બેટીગ સામે રમીજ મલેક ને ધોબી પછડાટ મળી હતી