Main Menu

બાબરા તાલુકા પંચાયત ની ઊંટવડ સીટ નાં ભાજપ નાં બિન હરીફ ઉમેદવારે ફોમ પરત ખેંચ્યું . રાજકીય હડકમ્પ

રાજુ બસિયા દ્વારા

બાબરા તાલુકા પંચાયત ની ઉટવડ બેઠક પર ભાજપ ના ઉમેદવાર રતીબેન સંજયભાઇ ખૂટે ગત આઠ ફેબ્રુઆરી ના રોજ ઉમેદવારી નોંધાવી હતી અહીં અનુ આદિવાસી ની આ બેઠક માં માત્ર ભાજપ ના જ ઉમેદવારે ઉમેદવારી કરી હતી જેથી આ બેઠક ભાજપ ને બિન હરીફ મળે તેમ હતી પણ આજે દસ ફેબ્રુઆરી ના રોજ ઉમેદવારી પરત ખેંચવા ના દિવસે ભાજપ ના ઉમેદવાર રતીબેન સંજયભાઈ ખૂટ દવરા બાબરા મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી એન.કે.ખીમાણી સમક્ષ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ઉટવડ ની આ બેઠક ખાલી રહી હતી

ઉટવડ બેઠક પર ભાજપ ના ઉમેદવાર બિન હરીફ થયા હોય તેમ ભાજપ દવરા કાગારોળ કરી રહયા હતા ત્યારે આજે તેમના ઉમેદવાર દવરા ફોમ પરત ખેંચતા તાલુકા ભાજપ માં સન્નાટો છવાય ગયો હતો

ભાજપ ના ઉમેદવાર રતીબેન ખૂટ દવરા શા માટે ઉમેદવારી પરત ખેંચી તેનેલય ભાજપ માં ભારે સર્ચાઓ થવા લાગી હતી જ્યારે કોંગ્રેસ ના આગેવાનો ભાજપ ની આ સ્થિતિ ના કારણે મૂછ માં મલકાય રહ્યા હતા

ઉટવડ બેઠક ના ભાજપ ના ઉમેદવાર રતીબેન સંજયભાઈ ખૂટ આજે બપોરે મામલતદાર કચેરી માં પોતાના ટેકેદાર સાથે મળી ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું