Main Menu

સાવરકુંડલાના મેકડા ખાતે સમસ્ત તળપદા કોળી સમાજના ભવ્ય સમુહલગ્ન સમારોહ યોજાયો.

સુભાષ સોલંકી દ્વારા

સાવરકુંડલાના મેકડા ખાતે સમસ્ત તળપદા કોળી સમાજના ભવ્ય સમુહલગ્ન સમારોહ યોજાયો.
સંતો,મહંતો,રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત.
સા.કુંડલાના મેકડા ગામે આવેલ લાલજી મંદિર ખાતે આજરોજ સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા આયોજીત તૂતિય ભવ્ય સમુહલગ્નનુ આયોજન કરવામા આવેલ.તૂતિય સમુહલગ્નમા ૧૫ નવદંપતિએ પ્રભુતામા પગલા માંડી નવજીવનની શરૂઆત કરેલ.પૂ.સેવાદાસ બાપુ( લાલજી મંદિર- મેકડા) ની મુખ્ય ઉપસ્થિતી વચ્ચે યોજાયેલ આ પ્રસંગે નવદંપતિને આશિવાૅદ આપવા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંઞી અને સમાજ અગ્રણી શ્રી મનુભાઈ ચાવડા, મહંતશ્રી ભીમપુરીબાપુ ( કંટાળા આશ્રમ), ધારી કોળી સમાજ પ્રમુખ શ્રી જમોડ,સમાજ અગ્રણી મધુભાઈ મકવાણા, સા.કુંડલા/ લિલીયા સમસ્ત કોળી યુવા બ્રિગેડ પ્રમુખ સુભાષ સોલંકી,ઉમેશભાઈ મકવાણા ( ગાંધીનગર) તેમજ અન્ય સાધુ, સંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેલ.
મેકડાના સમસ્ત ગ્રામજનો તેમજ મોટી સંખ્યામા કોળી સમાજ હાજર રહેલ.સમુહલગ્ન દરમિયાન સમગ્ર કાયૅક્રમનુ સંચાલન રાજાભાઈ શિયાળે કરેલ.