Main Menu

બાબરા તાલુકા ની પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી ના પરિણામો જાહેર

રાજુ બસિયા દ્વારા
બાબરા તાલુકા ની પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી ના પરિણામો જાહેર
પાંચ માં થી ચાર ગ્રામપંચાયત માં ભાજપ તરફી સરપંચ ચૂંટાયા હોવાનો તાલુકા ભાજપ નો દાવો

બાબરા તાલુકા ની પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી ગત રવિવારે યોજાયા બાદ આજે સવારે અહીંની કમલશી હાઈસ્કૂલ માં પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી
મામલતદાર એન કે ખીમાણી,તાલુકા વિકાસ અધિકારી સોલંકી ની ઉપસ્થિતિ માં મતગણતરી કરવામાં આવી હતી
બાબરા તાલુકા ના વાવડા,નાની કુંડળ,રાણપર,પાનસડા, કોટડાપીઠા,ગ્રામપંચાયત ની ચૂંટણી ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા
ગ્રામપંચાયત ની ચૂંટણી પરિણામ બાદ વિજેતા ઉમેદવારો ના સમર્થકો માં ભારે ઉત્સાહ અને આનંદ છવાય ગયો હતો
બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડે જણાવ્યું હતું કે કોટડાપીઠા, નાની કુંડળ,રાણપર,અને પાનસડા ગ્રામપંચાયત માં ભાજપ ની સમર્થન પેનલ વિજેતા થઈ છે તમામ વિજેતા ઉમેદવારો ને ભાજપ દવરા આવકારી અભિનંદન પાઠવ્યા હતા
બાબરા તાલુકા ની કોટડાપીઠા ગ્રામપંચાયત માં સરપંચ ગોરધનભાઈ વાઢેર ૩૨૧ મત સાથે પોતાની પેનલ ના ૬સભ્યો સાથે વિજેતા થયા હતા તેમજ નાની કુંડળગ્રામપંચાયત માં સરપંચ માં વલ્લભભાઈ લખમણ ભાઈ મકવાણા પોતાની પેનલ ના ત્રણ સભ્યો ચૂંટાયા હતા તેમજ વાવડા ગ્રામપંચાયત માં રીટાબેન ભાયાણી ૩૨૬મત થી સરપંચ તરીકે પોતાની પેનલ સાથે વિજેતા થતા હતા તેમજ પાનસડા ગ્રામપંચાયત માં ચંપાબેન ઠુંમર ૨૫૪ મત થી સરપંચ તરીકે વિજેતા થયા હતા તેમજ રાણપર ગ્રામપંચાયત માં રંજનબેન સોલંકી ૧૨૭મત થી સરપંચ તરીકે વિજેતા થતા હતા
અહીં કોટડાપીઠા,અને નાની કુંડળ ગ્રામપંચાયત ની ચૂંટણી માં ત્રિપાખીયો જંગ હતો

અહીં વૉર્ડ ની ચૂંટણી ના પરિણામો માં પાતળી સરસાય ઉમેદવાર વિજેતા થયાં હતાં જેમાં વાવડા ગ્રામપંચાયત માં વૉર્ડ ત્રણ માં શિલ્પાબેન નરેશભાઈ ચાવડા માત્ર એક મત થી વિજેતા થયા હતા
તેમજ કોટડાપીઠા ગ્રામપંચાયત વૉર્ડ સાત માં અશોકભાઈ ધનજીભાઈ ચોવટીયા માત્ર ત્રણ મત થી વિજેતા થયા હતા
આમ બાબરા તાલુકા ની પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી ના પરિણામ આજે જાહેર થયાં હતાં