Main Menu

બાબરા તાલુકા ની પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી યોજવા તંત્ર સજ્જ ઉમેદવારો ની હાજરી માં ઇવીએમ મશીનો ની તપાસ કરી સ્ટ્રોંગ રૂમ માં મૂક્યા

રાજુ બસિયા દ્વારા
બાબરા તાલુકા ની પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી યોજવા તંત્ર સજ્જ ઉમેદવારો ની હાજરી માં ઇવીએમ મશીનો ની તપાસ કરી સ્ટ્રોંગ રૂમ માં મૂક્યા
——————————————————————
બાબરા તાલુકા ની સાત ગ્રામપંચાયત ની ચૂંટણી જાહેર થયા બાદ ત્રંબોડા,અને કોટડાખીજડીયા સમરસ થતા હવે પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી આગામી ચાર ફેબ્રુઆરી ના રોજ યોજસે
પાંચ ગ્રામપંચાયત માં વાવડા,રાણપર,પાનસડા, કોટડાપીઠા,અને નાની કુંડળ ગામ ની ગ્રામપંચાયત ની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ કરવા તંત્ર કામે લાગ્યું છે
ત્યારે આજે અહીં સવારે સરકારી કમલશી હાઈસ્કૂલ માં ઇવીએમ મશીન નું પરિપ્રેશન કરવામાં આવ્યું હતું પાંચેય ગ્રામપંચાયત ચૂંટણી ના ઉમેદવારો ની ઉપસ્થિતિ માં મામલતદાર કચેરી ની ચૂંટણી શાખા ના અધિકારીઓ દવરા તમામ ઇવીએમ મશીનો નું પ્રિપ્રેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીં સ્કૂલ ના સ્ટ્રોંગ રુમ માં તમામ ઇવીએમ મશીનો ને મુકવામાં આવ્યા હતા
બાબરા ચૂંટણી અધિકારી પંકજભાઈ ચોટલીયા એ જણાવ્યું હતું કે અહીં સ્ટ્રોંગ રૂમમાં તમામ ઇવીએમ મશીનો મુકવામાં આવ્યા છે અને તેની સુરક્ષા અને પૂરતી સલામતી માટે ચોવીસ કલાક પોલીસ નો પહેરો રહેછે ત્રણ ફેબ્રુઆરી ના રોજ બપોરબાદ અહીં થી તમામ ઇવીએમ મશીનો ગ્રામપંચાયત ની ચૂંટણી ના મતદાન મથક પર પહોચાડવા માં આવસે
આગામી ચાર ફ્રેબ્રુઆરી ના રોજ આ પાંચ ગ્રામપંચાયત ની ચૂંટણી માં મતદાન કરવામાં આવશે અને છ ફ્રેબ્રુઆરી ના રોજ મત ગણતરી બાબરા મામલતદાર કચેરી માં કરવામાં આવશે