Main Menu

રાષ્ટ્રીય પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત સાવરકુંડલા ખાતે સમૂહ લગ્નોત્સવ માં અર્બન હેલ્થ કચેરી દ્વારા થયેલ પોલીયો બુથ પર હાઈએસ્ટ 400 ઉપરાંતના ટીપા બાળકોને પીવરાવીને સરકારના અભિગમને સાર્થક કરવા અર્બન હેલ્થ ડિપાર્ટમેન્ટ સફળ રહ્યું હતું

ફારૂક કાદરી દ્વારા

સાવરકુંડલા

રાષ્ટ્રીય પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત સાવરકુંડલા ખાતે સમૂહ લગ્નોત્સવ માં અર્બન હેલ્થ કચેરી દ્વારા થયેલ પોલીયો બુથ પર હાઈએસ્ટ 400 ઉપરાંતના ટીપા બાળકોને પીવરાવીને સરકારના અભિગમને સાર્થક કરવા અર્બન હેલ્થ ડિપાર્ટમેન્ટ સફળ રહ્યું હતું
સાવરકુંડલા ખાતે ઓપન એર થિયેટર ખાતે અર્બન હેલ્થ કચેરી દ્વારા પોલીયો નું બુથ ઉભું કરવામાં આવેલ હતું આ પોલીયો બુથનું ઉદ્ધાટન સૂફીસંત સરકાર સૈયદ દાદાબાપુ કાદરીએ કર્યું હતું અને 0 થી 5 વર્ષના નાના ભૂલકાઓને પોલીયો નું દુષણ નેસ્ત નાબૂદ કરવાના સરકારના અભિગમને સારો પ્રતિસાદ મળ્યો અને 400 ઉપરાંતના બાળકો એ પોલિયા ના બે ટીપાં પી ને પોલીયો નાબુદી અભિયાન સાર્થક કર્યો હતો લાઠી ના ધારાસભ્ય વિરજી ઠુમમર, વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના બંધુ શરદ ધાનાણી, સાથે સાવરકુંડલા ના માનવતાના મસીહા કહેવાતા ડૉ. જે.બી.વડેરા, મેહુલભાઈ વ્યાસ (ગજાનન લેબોરેટરી), રફીકભાઈ કુરેશી, ડો.ગફારભાઈ જાદવ, બ્લોક હેલ્થ કચેરીના ડૉ. મીના, સહિતના નામાંકિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અર્બન હેલ્થ કચેરીના ડો.સમીર સવટ ની જહેમત રંગ લાવી હતી અને 400 ઉપરાંતના બાળકોએ પોલીયા ના ટીપાં પીધા હતા