Main Menu

Monday, March 4th, 2019

 

બ્રેકીંગ… સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આજનાં મહાશિવરાત્રી પર્વે શિવભક્તો દ્વારા ૨૮ ધ્વજારોહણ કરવામાં આવ્યું.

એસ. એન.ન્યૂઝ દ્વારા : સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આજનાં મહાશિવરાત્રી પર્વે શિવભક્તો દ્વારા ૨૮ ધ્વજારોહણ કરવામાં આવ્યું.

સાયં શૃંગારમાં ૫૦૦ કિલો જેટલા વિવિધ ફૂલોનો ઉપયોગ થયો.

બહોળી સંખ્યામાં શિવભક્તો એ સોમનાથ મહાદેવનાં દર્શન,પૂજન અને અભિષેક કરી ધન્યતા અનુભવી.


બ્રેકીંગ…. કેન્દ્રશાસિત દિવમાં આવેલ ગંગેશ્વર મહાદેવની પાંચેય શિવલિંગ ને સમુદ્ર કરે છે જળાભિષેક

દિલીપ મોરી દ્વારા : કેન્દ્રશાસિત દિવમાં શિવરાત્રીપૂર્વે શિવાલયો માં ઉમટ્યા ભક્તો ના ઘોડાપુર.

દીવ અનેક શિવાલયો આવેલા છે જેમાં ગંગેશ્વર, તલેશ્વર, હાટકેશ્વર સહિતના શિવાલયો ભક્તો ની ભીડ જોવા મળી.

ખાસ દિવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ પર્યટક સ્થળની સાથે ભક્તોનું પણ પસંદગી નું સ્થળ છે.

ગંગેશ્વર મહાદેવની પાંચેય શિવલિંગ ને સમુદ્ર કરે છે જળાભિષેક.

લોકવાયકા મુજબ આ ગંગેશ્વર મહાદેવની સ્થાપના પાંડવો એ પોતાના વનવાસ દરમિયાન કરી હતી.


કાન્હા વિશ્વવિદ્યાલય ના પ્રજવલિત શિક્ષણ યજ્ઞમાં ઉમેરાયુ એક નવું બીદું

યોગેશ કાનાબાર દ્વારા :કાન્હા વિશ્વવિદ્યાલય ના પ્રજવલિત શિક્ષણ યજ્ઞમાં ઉમેરાયુ એક નવું બીદું. ઈન્દ્ર ધનુષના રંગો સમાન ઝળહળતાં કાન્હા વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ અર્થે અમરેલી જિલ્લામાં સર્વપ્રથમ વાર જ સંપૂર્ણ એક અઠવાડિયા સુધી ચાલનારા “ખેલ મહોત્સવ-2019” નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજકારણ જગતના પ્રતિભાવંત વ્યક્તિઓ, સમાજના શ્રેષ્ઠીજનો તથા તમામ વાલીશ્રીઓ એ કાર્યક્રમની શોભા માં અભિવૃદ્ધિ કરી આંતરરાષ્ટ્રીયસ્તરે રમાતી રમતો નો પ્રારંભિક તબક્કો આજરોજ ખુલ્લો મુકાયો. આ ઉપરાંત બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે અભિમુખ કરવાના ઉદ્દેશ્યથી “સાયન્સ ફેર 2019” નું પણ ભવ્ય આયોજન થયું જેમાં 50થી પણ વધારે પ્રયોગો વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયા. આ ઉપરાંત ઈસ.1947થી લઈ ઈસ. 2018 સુધીની દુર્લભ ટિકિટોનું પણ પ્રદર્શન યોજાયું…


આટકોટ મુકામે તા 4.2.2019 ના સર્વજન હિતાય સેવા સંસ્થાન દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ

રાજુ કારિયા વડિયા દ્વારા: આટકોટ મુકામે તા 4.2.2019 ના સર્વજન હિતાય સેવા સંસ્થાન દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ આ સમૂહ લગ્ન માં 12 યુગલો એ પ્રભુતા માં પગલાં પાડયા આ પ્રસંગે સંસ્થા દ્વારા અનેરું આયોજન કરવામાં આવેલ ખાસ કરી ને પુલવા માં 44 સૈનિક શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ પ્રસંગ ને દીપવવા ચારણ આઈ વાલ બાઈ માં તેમજ ભાજપ સાંસદ નારણભાઇ કાછડીયા તેમજ કોંગ્રેસ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર પણ હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ માં બાળકો એ દેશ ના જવાનો સરહદ ઉપર કઇ રીતે ધુસમનો નો સામનો કરે છે એ આબેહૂબ સ્ટેજ ઉપર કરી બતાવ્યો હતો લોકો માં દેશ માટે એક માહોલ ઉભો થયો હતો


બાબરા તાલુકાના મોટા દેવળીયા ખાતે ૧૪ લાખના ખર્ચે ગટર બનશે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરના વરદ હસ્તે ખાત મુરત કરાયુંજિલ્લા પંચાયતના સભ્ય જેનીબેન ઠૂંમર દ્વારા ગામલોકોની રજૂઆતના પગલે ૧૪ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરાવી

બાબરા તાલુકાના મોટા દેવળીયા ખાતે ૧૪ લાખના ખર્ચે ગટર બનશે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરના વરદ હસ્તે ખાત મુરત કરાયું
જિલ્લા પંચાયતના સભ્ય જેનીબેન ઠૂંમર દ્વારા ગામલોકોની રજૂઆતના પગલે ૧૪ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરાવી

બાબરા તાલુકાના મોટા દેવળીયા ખાતે ૧૪ લાખના ખર્ચે નિર્માણ ખુલ્લી ગટરનું ખાત મુરત સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા
બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામમાં ગટર નો મોટી પ્રશ્ન સ્થાનિક લોકોને સતાવતો હતો કારણ અહીં ગામના અમુક વિભાગનું ગટરનું પાણી રસ્તામાં વહી જતા ભારે ગંદકી થતી હતી અને મચ્છરો નો ઉપદ્રવ વધતો જેના કારણે રોગચાળાની ભીતિ ગામલોકોને સતાવતી હતી
ત્યારે સ્થાનિક ગામલોકોની રજૂઆતના કારણે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય અને માજી પ્રમુખ જેનીબેન ઠૂંમર દ્વારા પોતાની ગ્રાન્ટ અને જિલ્લા આયોજનની ગ્રાન્ટમાં થી રૂપિયા ૧૪ લાખ ગટર માટે મંજુર કરાવતા સ્થાનિક ગામલોકોમાં આનંદ ની લાગણી છવાય ગઈ હતી
ગટરની ગ્રાન્ટ પૂરતી આવી જતા તાત્કાલિક અસર થી આયોજન કરી કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા ખાત મુરત કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય દ્વારા ગટરનું કામ ઝડપ થી અને પૂર્ણ કરવા ગુણવત્તા યુક્ત કામગીરી કરવા જરૂરી સૂચના પણ તંત્ર ને આપી હતી આ તકે ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયતના સભ્યો તેમજ સ્થાનિક ગ્રામનજો અને કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા


રાજુલા ખાતે શિવરાત્રી નિમિતે રાજુલા ની મુખ્ય માર્ગો પર હર હર મહાદેવ ના નાદ સાથે ભવ્ય શિવજી ની શોભાયાત્રા નીકળી

આજ રોજ રાજુલા ખાતે શિવરાત્રી નિમિતે રાજુલા ની મુખ્ય માર્ગો પર હર હર મહાદેવ ના નાદ સાથે ભવ્ય શિવજી ની શોભાયાત્રા નીકળી હતી જેમાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા બાબુભાઇ રામ તથા રાજુલા નગરપાલિકા ના સદસ્ય તથા રાજુલા શહેર તથા તાલુકાના શિવ ભક્તો બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તથા સમસ્ત મુસ્લિમ સમાજના યુવા સંગઠન દ્વારા ઠંડાપાણી વિતરણ કરવામાં આવ્યું હતું..રાજુલામાં શિવરાત્રીની ભવ્ય શોભા યાત્રા સાથે એક કોમી એકતાનું ઉદાહરણ નજરે જોવા મળેલ જેમાં “એક્ટિવ ઇસ્લામિક યુથ” સમસ્ત મુસ્લિમ યુવા સંગઠન રાજુલા તથા સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા મેઈન બજાર પોલીસ સ્ટેશન ની બાજુમાં શિવરાત્રીની શોભા યાત્રા નીકળેલી જેમાં શિવ ભક્તોને કોલડ્રિન્કસ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરીને માનવતા સાથે કોમી એકતા સંકલનનું ઉદાહરણ પૂરું પડેલ છે ત્યારે શોભા યાત્રામાં સાથે સામેલ થયેલ ભાજપ તથા કોંગ્રેસના આગેવાનોને જાણ તથા તમણે પણ સ્ટોલની મુલાકાત લઈ આ કામગીરીને અભિનંદન પાઠવેલ તથા સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તથા હિન્દૂ સમાજના આગેવાનો દ્વારા પણ મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડી કામને બિરદાવી અભિનંદન આપેલા છે…


સાવરકુંડલા નોર્મલ રેન્જ ના મિતિયાળા ખાતે વિશ્વ વાઈલ્ડ લાઈફ દિવસ ની ઉજવણી કરવામાં આવી

દિલીપ જીરૂકા
ધારી ગીર પૂર્વ ના સાવરકુંડલા નોર્મલ રેન્જ ના મિતિયાળા ખાતે વિશ્વ વાઈલ્ડ લાઈફ દિવસ ની ઉજવણી કરવામાં આવી
રેન્જ આરફો કપિલ ભાટિયા દ્વારા પ્રાઇમરી શિક્ષકો ની ઉપસ્થિ માં વાઈલ્ડ લાઈફ અંગે માર્ગ દર્શન અપાયું .

3 જી માર્ચ એટલે વિશ્વ પ્રાણી દિવસ જેને વલ્ડ વાઈલ્ડ લાઈફ ડે તરીકે સમગ્ર જગત માં ઉજવવામાં આવે છે જે અંતર ગત ધારી ગીર પૂર્વ ના સાવરકુંડલા નોર્મલ રેન્જ કચેરી દ્વારા મિતિયાળા માં શિક્ષકો અને બાળકો નો કાર્યક્રમ રખાયો હતો જેમાં સાવરકુંડલા રેન્જ ના ઉચ્ચ અધિકારી કપિલ ભાટિયા દ્વારા આ કાર્યક્રમ માં ઉપસ્થિત સમગ્ર શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા જેમાં વન્ય જીવન અને વન્ય પ્રાણી જંગલો આપડા માટે લોકો માટે કેટલા ઉપયોગી છે તે અંગે માર્ગ દર્શન અપાયું હતું અને ખાસ કરી રેન્જ અધિકારી ભાટિયા દ્વારા શિક્ષકો ને વિનંતી કરાઈ હતી કે શિક્ષકો બાળકો ને વિદ્યાર્થીઓ ને વન્ય જીવન વન પ્રકૃતિ અંગે ખાસ તાલીમ આપે જેથી કરી વાઈલ્ડ લાઈફ વન્ય જીવન ને વર્ષો બાદ પણ સાચવી શકાય અને તે અંગે જાગૃતિ આવે. જે અંગે કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે કાણકીયા કોલેજ ના આચાર્ય શૈલેષ ભાઈ રવીયા સત્યમ ધકાણ સહિત સાવરકુંડલા ના વન્ય જીવી પ્રેમી ઓ સામાન્ય નાગરિકો સહિત સાવરકુંડલા ના શિક્ષણ ગણ સાવરકુંડલા વન વિભાગ ના રાઉન્ડ ફોરેષ્ટ ઓફિસર પ્રતાપ ચાંદુ ખાંભા રેન્જ ના અધિકારી પરિમલ પટેલ સહિત સાવરકુંડલા રેન્જ ના તમામ કર્મી ઓ તેમજ વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ અંગે માર્ગ દર્શન મેળવ્યું હતું


error: Content is protected !!