Main Menu

Sunday, March 3rd, 2019

 

અમરેલી જિલ્લાના પીઠવડી માં લોકસભા ની ચૂંટણી નો ગ્રામ્ય જનો દ્વારા બહિષ્કાર

અમરેલી જિલ્લાના પીઠવડી માં લોકસભા ની ચૂંટણી નો ગ્રામ્ય જનો દ્વારા બહિષ્કારપીવાના પાણી, વિકાસના કામો અટકતા ગામ માં લાગ્યા બેનરો ચૂંટણી બહિષ્કાર કરીને તંત્ર સામે પીઠવડી ગ્રામજનોનું આંદોલન લોકસભા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા…..

લોકસભા ચૂંટણી પહેલા ગામડાઓમાં ઉઠ્યો પાણીનો પોકાર……


બ્રેકીંગ ન્યૂઝ… શીવરાત્રી ની પૂર્વ સંધ્યા એ સોમનાથ મંદીર ને રોશની થી સુશોભિત કરવામાં આવ્યું …

બ્રેકીંગ ન્યૂઝ….

શીવરાત્રી ની પૂર્વ સંધ્યા એ સોમનાથ મંદીર ને રોશની થી સુશોભિત કરવામાં આવ્યું …


પ્રથમ આદિ જયોતિર્લીગ સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે મહાશિવરાત્રીની ભાવભેર ઉજવણીની તડામાર તૈયારી…

એસ. એન.ન્યૂઝ સોમનાથ :પ્રથમ આદિ જયોતિર્લીગ સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે મહાશિવરાત્રીની ભાવભેર ઉજવણીની તડામાર તૈયારી….

લાખો શિવભકતો શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ પહોંચશે…
સોમનાથ મંદિર શિવરાત્રીએ 42 કલાક સળંગ ખુલ્‍લુ રહેશે…
સોમનાથ મહાદેવ યાત્રાઘામ નગરની નગરચર્યાએ નિકળશે…
વેરાવળ થી સોમનાથ મંદીર સુઘી વિશાળ શોભાયાત્રા તેમજ પાલખીયાત્રા યોજાશે…
પ્રાત:મહાપૂજા સાથે ચાર પ્રહર ની પુજા-આરતી- શૃંગારદર્શન, નુતન ઘ્‍વજાપુજા, મહામૃત્‍યુંજય યજ્ઞ, હોમાત્‍મક લઘુરૂદ્ર,પાલીખીયાત્રા સહીતના ઘાર્મીક આયોજન…
સોમનાથ મંદીર ની સુરક્ષા માં વઘારો સાથે સુરક્ષાને લઇ યાત્રી ઓને અગવડતા ન પડે તેવી સુચારૂ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ…

અરબી સમુદ્રકાંઠે બિરાજમાન દેવાઘિ દેવ સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે તા.4 ને સોમવારે મહાશિવરાત્રીની વિવિઘ ઘાર્મીક અને સાંસ્‍કૃતીક કાર્યક્રમો થકી ભવ્‍ય ઉજવણી થશે. મહાશિવરાત્રીના દિવસે ભાવિકોના ઘસારાને ઘ્‍યાને લઇ સોમનાથ મંદિર વ્‍હેલીસવારે 4 વાગ્‍યે ખુલ્‍યા બાદ સળંગ 42 કલાક સુઘી ખુલ્‍લુ રહેશે. જે દરમ્‍યાન મહાદેવને ઘ્‍વજારોહણ, આરતી સહિત ચાર પ્રહરની મહાપૂજા-આરતી થશે.

પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના સાંનિઘ્‍ય મહાશિવરાત્રીની ભવ્‍ય ઉજવણી કરવા થઇ રહેલ તૈયારીઓ અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્‍ટના જીએમ વિજયસીંહ ચાવડાએ જણાવેલ કે,
તા.4 ને સોમવારે વ્‍હેલીસવારે 4 વાગ્‍યે મંદિરના દ્રાર ભાવિકો માટે ખોલ્‍યા બાદ સળંગ 42 કલાક ખુલ્‍લા રહયા બાદ બીજા દિવસે એટલે કે મંગળવારની રાત્રે 10 વાગ્‍યે બંઘ થશે. શિવરાત્રીને ઘ્‍યાને લઇ ભાવિકો શિવભકિત કરી શકે તે માટે તા.3 અને 4 બે દિવસ મહામૃત્‍યુંજય યજ્ઞનું આયોજન કરાયુ છે. સમગ્ર વર્ષમાં કરેલ શિવપુજાઓ જેટલુ પુણ્‍ય માત્ર શિવરાત્રીના દિવસે શિવ પૂજા-દર્શન કરવાની પ્રાપ્‍ત થતી હોવાથી તેને ઘ્‍યાને લઇ ભાવિકો તત્‍કાલ શિવપુજન, ઘ્‍વજાપુજન ભાવિકો મોટીસંખ્‍યામાં કરી શકે તે માટે વિશેષ વ્‍યવસથા કરાય છે.

સોમનાથ આવતા ભાવિકો માટે પરીસર આસપાસ દ્રાદશ જયોતિર્લીંગ દર્શન-પ્રદક્ષીણા, સેલ્‍ફી પોઇન્‍ટ, શિવરાત્રીના દિવસે સવારે 11 થી 12 પરીસરમાં બ્રાહમણો દ્રારા વેદગાન, પાલખીયાત્રા સહિતના કાર્યક્રમો વિશેષ આકર્ષણ નું કેન્‍દ્ર રહેશે.

શિવરાત્રીને લઇ સોમનાથ મંદિર અને પ્રવેશદ્રાર ખાસ રંગબેરંગી લાઇટીંગની ઝળહળતુ કરાશે. પરીસરમાં એલઇડી સ્‍ક્રીન થકી દર્શન કરવાની વ્‍યવસથા ગોઠવાય છે.

દાતાઓ ના સહયોગથી મહાશિવરાત્રીના દિવસે પ્રસાદના ભંડારા ભાવિકો માટે ઘમઘમશે.

સોમનાથ ચોપાટી ખાતે તા.3 તથા 4 ની રાત્રીના ઘાર્મીક સાંસ્‍કૃતીક કાર્યક્રમો યોજાશે. મંદિરે દર્શાનાર્થે અાવતા અશકત, દિવ્‍યાંગો, વૃઘ્‍ઘો માટે પાર્કીગથી મંદિર સુઘી વિનામુલ્‍યે રીક્ષાની વ્‍યવસથા તેમજ મંદિર પરીસરમાં ઇ-રીક્ષા, વ્‍હીલચેરની તથા મેડીકલ ટીમને રાખવાની વ્‍યવસથા કરાઇ હોય જેના માટે મંદિરના મુખ્‍ય પ્રવેશ પાસે સ્‍વાગત કક્ષ ઉભો કરાયો છે.
વિજયસિંહ ચાવડા ( જનરલ મેનેજર – સોમનાથ મંદીર ટ્રસ્ટ )

સોમનાથ મંદીર પ્રથમ થી જ આતંકી ઓ ના હીટલીસ્ટ માં હોવાથી સોમનાથ મંદીર ખાતે ઝેડપ્લસ સુરક્ષા વ્યવસ્થા હોય છે ત્યારે હાલ ની પ્રવર્તમાન પરીસ્થીતી ને ઘ્યાને લઇ ગુજરાત સહીત સોમનાથ મંદીર ખાતે પણ ખાસ એલર્ટ હોવાથી આવતી કાલે મહાશિવરાત્રી ના સોમનાથ મંદીર ખાતે લાખો ની સંખ્યા માં ભાવીકો આવનાર હોય જેથી સોમનાથ મંદીર ની સુરક્ષામાં પણ ખાસ વઘારો કરાયો છે તો બીજી તરફ સુરક્ષા ને લઇ ભાવીકો ને કોઇ અગવડતા ન પડે તેવી સુચારૂ સુરક્ષા વ્યવસ્થા સુરક્ષા વિભાગ દ્વારા ગોઠવવા માં આવી છે.

સુભાષ વાઢેર ( ડી.વાય.એસ.પી – સોમનાથ મંદીર સુરક્ષા )

મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરમાં થનાર કાર્યક્રમો પર એક નજર કરીએ તો….
સોમનાથ મંદિર સવારે 4 વાગ્‍યે ખુલ્‍યા બાદ 6 વાગ્‍યાથી પ્રાત:મહાપૂજા-આરતી, 7:30 વાગ્‍યે મહામૃત્‍યુંજય યજ્ઞ, 8 વાગ્‍યે નુતન ઘ્‍વજારોહણ, 8:30 વાગ્‍યે હોમાત્‍મક લઘુરૂદ્ર, 9 વાગ્‍યે પાલીખીયાત્ર (મંદિર પરીસરમાં) અને શોભાયાત્ર (વેરાવળથી પ્રારંભ થશે..), બપોરે 11 વાગ્‍યાથી મઘ્‍યાહન મહાપૂજા-આરતી, સાંજે 4 થી 8:30 શૃંગાર દર્શન, સાંજે 7 વાગ્‍યે સાયં આરતી, પ્રથમ પ્રહર પૂજન-આરતી રાત્રીના 8:45 વાગ્‍યાથી, જયોતપૂજન રાત્રીના 10:45, દ્રીતીય પ્રહર પૂજન-આરતી 11 વાગ્‍યાથી, તૃતીય પ્રહર પૂજન-અારતી રાત્રીના 2:45 વાગ્‍યાથી, ચતુર્થ પ્રહર પૂજન વ્‍હેલીસવારના 4:45 વાગ્‍યાથી થશે.


અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકામા અનેક શાળાઓમા શિક્ષકોની જગ્યા વણપુરાયેલી હોય…

રાજુલા જાફરાબાદ તાલુકામા અનેક શાળાઓમા શિક્ષકોની જગ્યા વણપુરાયેલી હોય અનેક વિદ્યાર્થીઓને અભ્યાસમા પારાવાર મુશ્કેલી પડી રહી હતી. ત્યારે આ પ્રશ્ને અગાઉ રજુઆત કરવામા આવતા રાજુલા અને જાફરાબાદની શાળાઓમા ૪૯ નવા શિક્ષકોની નિમણુંક કરાઇ છે. આ બાબતે રાજુલા તાલુકા શિક્ષણાધિકારી મણીબેન ગામીત અને જાફરાબાદ તાલુકા શિક્ષણ અધિકારી વાઢેર પાસેથી જાણવા મળેલી વિગત મુજબ રાજુલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ભાષાના ૩૫ શિક્ષકો મુકાયા છે. જયારે જાફરાબાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૪ શિક્ષકો મુકવામાં આવ્યા હતા. જેમાં ચાંચ, સમઢીયાળા, પટવા, ડુંગર, રાજુલા, ભેરાઇ, રામપરા, મોરંગી, ખેરા, ડોળીયા સહિતના ગામોના ખાલી પડેલી જગ્યાઓ ભરવામા આવી છે.

આ પ્રશ્ને અગાઉ પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી,  સહિતના આગેવાનોએ રજુઆત કરી હતી.


error: Content is protected !!