Main Menu

Saturday, March 2nd, 2019

 

અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા માં બે સ્વાઈન ફ્લૂ ના પોઝીટીવ કેસ…

ખાંભાના દલડી ગામના મહિલા સરપંચ ત્રિવેણીબેન ધોધારીના સ્વાઇન ફ્લૂમાં મોતના બનાવની શાહી સુકાણી નથી ત્યાજ ત્રિવેણીબેનના દિયર નરોતમભાઈ ધોધારીને સુરત ખાતે સ્વાઇન ફ્લૂએ લપેટમાં લેતા નાના એવા દલડી ગામમાં ફફડાટ ફેલાવા સાથે ખાંભા તાલુકાના મોટા સરાકડિયા ગામ શારદાબેન કનુભાઈ પાંચાણીને ચાર પાંચ દિવસ તાવ આવતા તેઓને અમરેલી ખાતે ખાનગી દવાખાનામાં દાખલ કરતાં ત્યાં તેઓને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા શારદાબેનના કુટુંબીઓએ ભીખુખાઈ બારાને જાણ કરતાં તેઓએ બી.એચ.ઓ. અજમેરાને જાણ કરતાં આરોગ્ય કર્મચારીઓની ટીમ તાબડ તોબ પહોચેલ દલડી ગામમાં મેડિકલ ચેકઅપ કરી વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થીઓને માસ્કનું વિતરણ કરવામાં આવેલ દલડીના સરપંચ ત્રિવેણીબેનને તાવ આવતો ત્યારે તેઓની સારવારમાં મદદ કરનાર દિયર નરોતમભાઈ ઘોઘારી ત્રિવેણીબેનના મોતના બે દિવસ અગાવ કુટુંબીકામે સુરત જતાં ત્યાં તેઓને તાવ આવતા તેઓએ હોસ્પિટલમાં સારવાર લેવા દાખલ કરતાં ત્યાં તેઓને સ્વાઇન ફ્લૂ પોઝેટિવ આવતા નાના એવ દલડી ગામમાં અને તેઓને પરિવારમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે
છેલ્લા થોડા દિવસથી ખાંભા તાલુકામાં શિયાળો-ઉનાળો અને વાદળ છાયા વાતાવરણના કારણે તાલુકા ભરમાં વાયરલ ઇન્ફેક્સનના કારણે શરદી અને તાવના દર્દીઓમાં વધારો થતાં ખાનગી દવાખાના ઉભરાવા સાથે સરકારી દવાખાનાઓમા દર્દીઓની લાંબી લાઈનો જોવા મળવા સાથે દરરોજની ૨૦૦ ઓ.પી.ડી.માં દર્દીઓ સારવાર મેળવી રહ્યા હોય
ખાંભા તાલુકામાં વ્યાપક પણે મેડિકલ સર્વે કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે


વિસાવદર વિધાનસભા સીટ માં વિજય વિશ્ર્વાસ ‌બાઈક રેલી નું સફળ આયોજન થયું ચણાકાથી વિસાવદર સુધી વિશાળ સંખ્યામાં બાઈક સવારો જોડાયા

કૌશિકપૂરી ગૌસ્વામી દ્વારા: વિસાવદર વિધાનસભા સીટ માં વિજય વિશ્ર્વાસ ‌બાઈક રેલી નું સફળ આયોજન થયું ચણાકાથી વિસાવદર સુધી વિશાળ સંખ્યામાં બાઈક સવારો જોડાયા

આજરોજ વિસાવદર વિધાનસભા સીટ માં પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા આયોજીત વિજય વિશ્ર્વાસ ‌બાઈક રેલી નું ચણાકા ગામે થી જીલ્લા અદયશ શ્રી કિરીટભાઇ પટેલ અને કનુભાઈ ભાલાળા દ્વારા કરવામાં આવ્યું હતું આ બાઈક રેલી ચણાકા થી મોટા કોટડા વિછાવડ છાલડા સુખપુર રાવણી માડાવડ થઈ ને વિસાવદર પહોંચી હતી લગભગ 500થી700જેટલા યુવાન ભાઈ ઓ અને ભાજપ આગેવાનો જોડાયા હતા વિસાવદર માં પહોચી સરદાર સાહેબની પ્રતીમા અને ડોક્ટર આંબેડકર સાહેબ ની પ્રતિમા ને હાર પહેરા વિને સુત્રોચાર કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી રેલી ડીજેના નાદ ના તાલ સાથે વિસાવદર માં ફરી હતી આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ માજી મંત્રી કનુભાઇ ભાલાળા દિપકભાઈ ડોબરીયા કેતનભાઈ પટેલ હરીભાઇ રીબડિયા ગાડુભાઈ કથીરીયા રમણીકભાઈ દુધાત્રા નરેન્દ્રભાઇ કોટીલા કિસોરભાઈ ભાયાણી પ્રવિણભાઇ યુવા પ્રમુખ ભેંસાણ ચંદુભાઈ ભાખર રસીકભાઈ પરમાર સહિત યુવા ભાજપ તેમજ મંડલ ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.


ભારત દેશ ને પાકિસ્તાન ની સીમા પર એક સૈનિક તરીકે જોડાવવાની ઈચ્છા વ્યકત કરતા ફારૂક કાદરી….

કાશ્મીરના પુલવામાં થયેલા આંતકવાદી હુમલા બાદ ભારત દેશની વાયુસેનાએ વળતો પ્રહાર કરીને આંતકવાદને છાવરતા પાકિસ્તાન સામે યુદ્ધ થવાના સમીકરણો સાકાર થઈ રહ્યા છે પણ જો ભારત દેશને પાકિસ્તાની સીમા પર એક સૈનિક તરીકે મારી જરૂરિયાત જણાઈ તો હું પત્રકાર નું ફિલ્ડ છોડીને દેશ સેવા કરવાના અવસરને જતો ન કરું અને દેશ માટે કદાચ શહીદ થઈ જાવ તો પણ મારી જાત સાથે એક મુસ્લિમ તરીકે હું ગૌરવ અનુભવું અને મારો પરિવાર, મારો સમાજ અને મારું ગામ પણ ગૌરવ અનુભવે એ ચોક્કસ…..

ફારૂક કાદરી
રિપોર્ટર
એબીપી અસ્મિતા
અમરેલી


આંતકવાદ મુદ્દે ચાલી રહેલી ભારત અને પાકિસ્તાન ની યૂદ્ધ કરવાની ઘડીઓ વચ્ચે એક મુસ્લિમ તરીકે મને ગૌરવ થાય કે કાશ્મીરની સરહદ પર એક સૈનિક તરીકે હું પહોંચું

આંતકવાદ મુદ્દે ચાલી રહેલી ભારત અને પાકિસ્તાન ની યૂદ્ધ કરવાની ઘડીઓ વચ્ચે એક મુસ્લિમ તરીકે મને ગૌરવ થાય કે કાશ્મીરની સરહદ પર એક સૈનિક તરીકે હું પહોંચું અને દેશની સેવા કરવાનો મને સુવર્ણ અવસર મળે જો દેશ સેવાના પાકિસ્તાન સામે યુદ્ધ કરીને આંતકવાદના આકા પાકિસ્તાન ને ઘુળ ચાટતું કરવાના ધ્યેય સાથે ઉતરવાની મારી દિલી તમન્ના છે

ઈરફાન કુરેશી
પ્રમુખ
સુન્ની મુસ્લિમ જમાત
સાવરકુંડલા


રાજુલા તાલુકા ના મજાદર ગામે આજથી રામકથા નો પ્રારંભ નવ નિમૅિત રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નુ ભવ્ય આયોજન.

એસ. એન.ન્યૂઝ દ્વારા :રાજુલા તાલુકા ના મજાદર ગામે તારીખ ૦૨/૦૩/૨૦૧૯ ને શનિવાર ના રોજ નવ નિમૅિત રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ રામકથા નુ ભવ્ય આયોજન. તેમજ પદ્મ કવિશ્રી દુલાભાઇ ભાયાભાઈ કાગ ની . ૪૨. મી પુણૅતિથી નીપણ કાગ પરીવાર દ્વારા ધામધુમ થી ઉજવણી. રામકથા નો પ્રારંભ.. . . ૨/૩/૨૦૧૯ થી૧૦/૩/૨૦૧૯ સુધી કથા નુ રસપાન વકતા શ્રી. શ્રી ૧૦૦૮ મહામંડલેશ્ચર વંસતબાપુ હરીયણી દ્વારા પોતાની આગવી શ્રેણી મા રામ કથા નુ રસપાન કરાવશે આકથા પુજય મોરારીબાપુ ના માગૅ દશૅન મુજબ તેમજ તેમની દેખરેખ તેમજ તેમની ખાસ ઉપસ્થિત મા ચોજાશે કથા દરમીયા અનેક સાધુસંતો. તેમજ રાજકીય અગ્રણી પધારશે તેમજ તારીખ. ૧૦/૩/૨૦૧૦ ને રવિવાર ના રોજ નવનિમિૅત રામજી મંદિર ની મુતૅી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ દર વર્ષે પૂજય શ્રી મોરારી બાપુ દ્વારા કાગ એવોર્ડ નુ ભવ્ય આયોજન કરવામાં આવે છે. કાગ બાપુની ૪૨ મી પુણ્યતિથી નિમિતે પણ કાગ પરીવાર દ્વારા ધામધુમ થી ઉજવણી તો આ પાવન પ્રંસગે દરેક ધમૅ પ્રેમી ભાઈ બહેનો ભાવી ભકતો એ કાગ ના ફળીયે કાગ ની વાતો સાંભળવા તેમજ કથા શ્રવણ કરવા ભજન કીતૅન સાંભળવા તેમજ મહપ્રસાદ નો લાભ લેવા કાગપરીવાર નુ ભાવભયૅુ નિમત્રણ છે નિમંત્રક બાબુભાઇ રામભાઇ કાગ તેમજ સમસ્ત પરીવાર કથા સ્થળ . મુ. મજાદર (કાગધામ ) રાજુલા . જી અમરેલી.


બ્રેકીંગ : ગીર સોમનાથઉના શહેર માં ચાલતી જુગાર કલબ પર સ્ટેટ વિજિલન્સ નો સપાટો..

બ્રેકીંગ : ગીર સોમનાથ
ઉના શહેર માં ચાલતી જુગાર કલબ પર સ્ટેટ વિજિલન્સ નો સપાટો…

ધર્મેશ જેઠવા દ્વારા :શહેર ની મધ્યે લાયબ્રેરી ચોક વિસ્તાર માં ચાલતી જુગાર કલબ પર દરોડો…

સ્થાનિક પોલીસ ને અંધારા માં રાખી પડ્યો દરોડો…

1.81 લાખ ની રોકડ સાથે 14 જુગારી ઓ ઝડપાયા…

સ્થાનિક પોલીસ ની મીઠી નજર ની ઉઠી ચર્ચા…

સ્ટેટ વિજિલન્સ ની કાર્યવાહી ના પગલે પોલીસ બેડા માં ખળભળાટ…


રાજુલા શહેર ના સેવાભાવી યોગેશ કાનાબાર નો આજે જન્મ દિવસ 51 મા વર્ષ માં કર્યો પ્રવેશ

રાજુલા શહેર ના સેવાભાવી યોગેશ કાનાબાર નો આજે જન્મ દિવસ 51 મા વર્ષ માં કર્યો પ્રવેશ

યોગેશ કાનાબાર શહેર ની સામાજિક સંસ્થા અને મીડિયા શેત્રે પણ સંકળાયેલા છે ઇમરજન્સી નો માહોલ ઉભો થાય એટલે લોકો યોગેશ કાનાબાર ને યાદ કરે

રાજુલા શહેર નું ગૌરવ અને 20 વર્ષ થી સેવા આપતા લોહાણા સમાજ ના યોગેશ કાનાબાર નો આજે જન્મ દિવસ છે 51 વર્ષ માં પ્રવેશ કર્યો છે સાથે સાથે એમ્બ્યુલન્સ સાથે સંકળાયેલા છે અનેક લોકો ના જીવ બચાવવા મા યોગેશ કાનાબાર નો સિંહ ફાળો છે સાથે સાથે અડધી રાતે ઇમરજન્સી જરૂર પડે કોઈ અકસ્માત જેવી ઘટના હોય એટલે તુરંત 108 ની જેમ એમ્બ્યુલન્સ સાથે યીગેશ કાનાબાર અથવા તેમની ટીમ દોડી આવે છે અને લોકો ને મદદ કરે છે આ પ્રકાર ના તેમના કામો છે સાથે સાથે દિવસ ભર મોટા ભાગે હોસ્પિટલમાં તેમની હાજરી રહે છે અને સાથે સાથે આ પ્રકાર ના માહોલ વચ્ચે યોગેશ કાનાબાર મીડિયા સાથે પણ સંકળાયેલા છે જેથી લોકો સુધી સમાચાર મળે તે માટે શોશ્યલ મીડિયા માં ખૂબ એક્ટિવ રહે છે જેના કારણે શહેર તથા ગ્રામીણ વિસ્તાર ના સમાચારો પણ વારંવાર શેર કરતા જોવા મળે છે સાથે સાથે પત્રકારત્વ સાથે પણ વર્ષો થી સંકળાયેલા છે જેના કારણે શહેર ભર મા યોગેશ કાનાબાર તમામ જ્ઞાતિ સામાજિક સગઠન વિવિધ રાજકીય પાર્ટી અને ઉચ્ચ અધિકારી ઓ ના પણ સતત સંપર્ક માં જોવા મળે છે આજે તેમના જન્મ દિવસ હોવાને કારણે તેમનો પરિવાર મા પણ ખુશી જોવા મળશે આજે તેમનો જન્મદિવસ પ્રસંગે તેમને ચારો તરફ થી શુભેચ્છા મલી રહી છે મો ન…9824861414