Main Menu

Friday, March 1st, 2019

 

પાકિસ્તાન માંથી હેમખેમ પરત ફરેલા દેશના જવા મર્દ સૈનિક અભિનંદન ની વાઘા બોર્ડર પર ઘર વાપસી થતા સાવરકુંડલાના પાલિકાના કોંગી સદસ્યોએ પેંડા ખાઈને એકબીજાના મો મીઠા કરીને ખુશહાલી વ્યક્ત કરાઈ હતી

પાકિસ્તાન માંથી હેમખેમ પરત ફરેલા દેશના જવા મર્દ સૈનિક અભિનંદન ની વાઘા બોર્ડર પર ઘર વાપસી થતા સાવરકુંડલાના પાલિકાના કોંગી સદસ્યોએ પેંડા ખાઈને એકબીજાના મો મીઠા કરીને ખુશહાલી વ્યક્ત કરાઈ હતી સાવરકુંડલા પાલિકાના પ્રમુખ વિપુલ ઉનાવા, પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ નાસિર ચૌહાણ, શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હસુભાઈ સૂચક, શહેર કોંગ્રેસ પ્રમુખ કિરીટ દવે, હિતેષ સરૈયા, હસુભાઈ બગડા, અશોકભાઈ ખુમાણ, ભરતભાઈ પથ્થર, ફિરોઝભાઈ ચૌહાણ, બકાભાઈ અઢીયા, બીજલ બતાડા, અતુલ કાપડીયા, ભાવેશ બગડા, ભૂપત ચુડાસમા, ચંદ્રેશ દેગામાં, નૈમીશ તેરૈયા, ઈકબાલભાઈ ગોરી, જાહિદ (ટકાભાઈ) ચૌહાણ, અને ફારૂક કાદરીએ પેંડા થી મો મીઠા કરીને ખુશી વ્યકત કરાઈ હતી


જુનાગઢ માં ગરવા ગિરનાર ની ગોદ માં આવેલ ભવનાથમાં શિવરાત્રી કુંભ મેળાના બીજા દિવસે અંદાજે  ૧(એક) લાખ લોકો ઉમટી પડયાં હતાં યુ. પી. ના મુખ્ય મંત્રી યોગી આદિત્ય નાથ ની હાજરી

એસ. એન.ન્યૂઝ જૂનાગઢ: જુનાગઢ માં ગરવા ગિરનાર ની ગોદ માં આવેલ ભવનાથમાં શિવરાત્રી કુંભ મેળાના બીજા દિવસે અંદાજે  ૧(એક) લાખ લોકો ઉમટી પડયાં હતાં. તેમાંથી હજારો લોકોએ અન્નક્ષેત્રોમાં ભોજન-પ્રસાદ લીધો હતો. હાલ ભવનાથ ક્ષેત્રમાં રાત પડતા જ દિવસ ઉગ્યો હોય તેવો માહોલ છવાયો છે. આશ્રમો-જગ્યાઓમાં સંતવાણી-ભજનોની રંગત જામે છે.
ગઇકાલે મહા વદ નોમના ભવનાથ ગિરનાર મંદિરે ધ્વજારોહણ સાથે ગિરનાર શિવરાત્રી કુંભમેળાનો પ્રારંભ થયો. પ્રથમ દિવસે લોકોની પાંખી સંખ્યા હતી. આજે બીજા દિવસે કુલ એકાદ લાખ લોકો મેળામાં ઉમટી પડયા હતાં. જેમાંથી અનેક લોકોએ અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ લીધો હતો. સવારે સ્થાનિક લોકો ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો મેળો જાણવા પહોંચ્યા હતાં અને ભવનાથ મહાદેવ તથા રૂદ્રાક્ષથી બનેલા શિવલીંગના તેમજ નાગા સાધુઓના દર્શન કર્યા હતાં.
આ અગાઉ જૂનાગઢમાં ભવનાથ નજીક મુચકુંદ ગુફા અને મુચકુંદ મહાદેવ તેમજ લક્કડ ભારથી બાપુની સમાધીના પરિસરમાંથી મીન કુંભ મેળા અંતર્ગત સંતોની નગર યાત્રાનો પ્રારંભ થયો હતો.
સાધુ-સંતોએ વંદનીય મહંતોની ઉપસ્થિતિમાં પૂજન વિધિ કરી હતી. મુચકુંદ મહાદેવ તથા રાધારમણ મંદીર ખાતે પણ પૂજનવિધિ કરવામાં આવી હતી. અને હર હર મહાદેવના નાદ અને જય ગિરનારીના નાદ સાથે સંતો ભવનાથ તરફ નીકળ્યા હતાં.
આ નગરપ્રવેશ સંતયાત્રા ભવનાથ તિર્થનાં વિવીધ અખાડા ખાતે ધ્વજદંડ ખાતે પહોંચી હતી જ્યાં ભાવીકોએ નગરપ્રવેશ યાત્રામાં સંમલીત સંતોને આવકારી દર્શન પુજન કર્યા હતાં. પાલખીમાં ઇષ્ટદેવનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.
આ નગરપ્રવેશ સંતયાત્રા ભવનાથ તિર્થનાં વિવીધ અખાડા ખાતે ધ્વજદંડ ખાતે પહોંચી હતી જ્યાં ભાવીકોએ નગરપ્રવેશ યાત્રામાં સંમલીત સંતોને આવકારી દર્શન પુજન કર્યા હતાં. પાલખીમાં ઇષ્ટદેવનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.


અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકાના વિક્ટર-ચાંચ બંદર ગામના લોકો ને પુલની સુવિધા ક્યારે?


બ્રેકિંગ ન્યૂઝ…. જુનાગઢ ના ભવનાથ મેળામાં નહીં આવે રૂપાણી તબિયત નાદુરસ્ત હોવાના કારણે વિજય રૂપાણી નો કાર્યક્રમ થયો રદ્દ

બ્રેકિંગ ન્યૂઝ.. જુનાગઢ ના ભવનાથ મેળામાં નહીં આવે રૂપાણી તબિયત નાદુરસ્ત હોવાના કારણે વિજય રૂપાણી નો કાર્યક્રમ થયો રદ્દ

રૂપાણી આજે જૂનાગઢ માં યોજાનાર શિવ રાત્રી કુંભ મેળા માં ધર્મ સભામાં આપવાના હતા હાજરી

ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ નિયત સમયે આવશે જુનાગઢ


બ્રેકિંગ ન્યૂઝ.. તાલાલા ના કોંગી ધારાસભ્ય ને સુત્રાપાડા કોર્ટે ફટકારી સજા.

બ્રેકિંગ ન્યૂઝ.. ગીર સોમનાથ
તાલાલા ના કોંગી ધારાસભ્ય ને સુત્રાપાડા કોર્ટે ફટકારી સજા…

ખનિજચોરી ના ગુન્હા માં 2 વર્ષ અને 9 માસ ની ફટકારી સજા…

વર્ષ 1995 માં સુત્રાપાડા ની સરકારી ગોચર ની જમીન માંથી 2.83 કરોડ ની કરી હતી ખનિજચોરી…

આઈ. પી.સી 379 અને 420 મુજબ નોંધાયો હતો ગુન્હો…

સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કોર્ટે ફટકારી સજા…

કોંગી ધારાસભ્ય ને સજા ના પગલે ચકચાર..


મહા વદ દશમ પરમ પૂજ્ય ભક્ત ભૂષણ સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ તથા રામ ધુન નુ આયોજન..

મહા વદ દશમ
પરમ પૂજ્ય ભક્ત ભૂષણ સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની પુણ્યતિથિ નિમિત્તે
યોગેશ કાનાબાર દ્વારા :રાજુલા શહેર માં પૂજ્ય શ્રી જલારામ બાપાના મંદિરે રઘુવંશી સમાજ રઘુવનસી પરિવાર એક મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ તેમજ રાત્રી ના પ્રસાદ બાદ રામધૂન પણ યોજવામાં આવશે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ મંદિર માં દર ગુરુવારે રઘુવનસી સમાજ દ્વારા રામધૂન યોજવામાં આવે છે..
યોગેશ કાનાબાર રાજુલા


error: Content is protected !!