Main Menu

March, 2019

 

બ્રેકિંગ ન્યૂઝ .. અમરેલી જીલ્લા ના રાજુલા શહેરના બાયપાસ રોડ પર આવેલ બીડીકામદાર વિસ્તાર ની ઘટના દીપડોએ 5 બકરાનો કર્યો શિકાર…….

બ્રેકિંગ ન્યૂઝ ..

અમરેલી જીલ્લા ના રાજુલા શહેરના બાયપાસ રોડ પર આવેલ બીડીકામદાર વિસ્તાર ની ઘટના દીપડોએ 5 બકરાનો કર્યો શિકાર…….

રાજુલા શહેરી વિસ્તારમા દીપડાના આંટાફેરા થી વનવિભાગ એલર્ટ થયુ…..

દીપડા ને પાંજરે પુરવા વનવિભાગ દ્વારા પાંજરૂ મુકાયુ…..


સાવરકુંડલા ખાતે તાજેતરમાં ગધઈ સુન્ની મુસ્લિમ જમાતની મીટીંગ અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીના અધ્યક્ષ સ્થાને મેમણ જમાતખાનામાં મળી

સાવરકુંડલા
સાવરકુંડલા ખાતે તાજેતરમાં ગધઈ સુન્ની મુસ્લિમ જમાતની મીટીંગ અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીના અધ્યક્ષ સ્થાને મેમણ જમાતખાનામાં મળેલી હતી જેમાં મોટી સંખ્યામાં ગધઈ સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ નો હેતુ મુસ્લિમ શરીયાતને અનુસરવાની સૂફીસંત અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીની તમન્નાને મુસ્લિમ ગધઈ સમાજે હર્ષભેર વધાવી હતી ગધઈ સમાજના લોકો મોટાભાગે ખેતી પર નિર્ભર ખેડૂતો છે અને ખેતીના પાક ઉપર નીકળતા ઉછર કાઢીને ઇસ્લામ ધર્મની પાંચ ફરજ પૈકીની ઉછર (ખેરાત) દરેક ખેડૂત કાઢવાની બાહેધરી આપીને સૂફીસંત દ્વારા ચાલતી મિશન નેકકામમાં આ ઉછરની રકમ આપવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો હતો આ સાથે કાશ્મીરના પુલવામાં થયેલ આંતકવાદી હુમલામાં શહીદ થયેલા વીર શહીદોને શ્રદ્ધાંજલી પાઠવીને શહીદોની કુરબાની એળે ન જાય અને પાકિસ્તાન ની આંતકવાદી નાપાક પ્રવૃતિને સખત શબ્દો માં વખોડી કાઢવામાં આવી હતી સાથે સૂફીસંત ના મિશન નેકકામનું કાર્ય સૂફીસંતના સાહેબજાદા અલ્હાઝ સરકાર મુનીરબાપુ કાદરી સંભાળતા હોય ત્યારે સુન્ની મુસ્લિમ ગધઈ સમાજના અગ્રણીઓએ ફુલહાર પહેરાવીને સન્માનિત કરવાનું સદભાગ્ય ગધઈ સમાજના લોકોએ ઐતિહાસિક ગણાવીને પ્રથમવાર મળેલી સુન્ની મુસ્લિમ ગધઈ સમાજની આ મિટિંગમાં સૌરાષ્ટ્રના ગધઈ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા

બ્રેકીંગ…પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના રાષ્ટ્રીય સંત પૂ. મોરારી બાપુ એ દર્શન કર્યા.

બ્રેકીંગ…
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના રાષ્ટ્રીય સંત પૂ. મોરારી બાપુ એ દર્શન કર્યા…

પુ.મોરારીબાપુએ દર્શન, અભિષેક કરી ધન્ય બન્યા…

આ પ્રસંગે ટ્રસ્ટ ના જનરલ મેનેજર દ્વારા તેઓનુ સ્વાગત સન્માન કરવામાં આવેલ….


બાબરા તાલુકાના ચમારડી ગામે ૭૦ લાખના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર

બાબરા તાલુકાના ચમારડી ગામે ૭૦ લાખના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર
આરોગ્ય કેન્દ્રનું શિલાન્યાસ બાદ લોકાર્પણ કરવાના અવસરને સૌભાગ્ય ગણાવતા ધારાસભ્ય ઠૂંમર
જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન સહિતના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
—————————————————————–
બાબરા તાલુકાના ચમારડી ગામે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા ૭૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેન પ્રદીપભાઈ કોટડીયા,બાબરા નગરપાલિકાના પ્રમુખ વનરાજભાઈ વાળા,તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી,ઉપ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા,તાલુકા પંચાયતના સભ્ય કુલદીપભાઈ બસિયા,જસમતભાઈ ચોવટિયા,બાબુભાઇ કારેટિયા,અરવિંદભાઈ મેમકીયા,જગદીશભાઈ વિરોજા,સહિતના આસપાસ ગામના સરપંચો ગ્રામજનો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો
આરોગ્ય વિભાગના અધિકારીઓ રાજુભાઇ,નિલેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા ધારાસભ્ય તેમજ આરોગ્ય સમિતિ ચેરમેનનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું
ચમારડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા જણાવ્યું હતું કે આસપાસના ૧૩ ગામડાઓ ના લોકોને તબીબી સારવાર ઝડપી અને સરળતાથી નિઃશુલ્ક મળી રહે તે હેતુ સાથે બે વરસ પહેલાં રાજ્ય સરકારપાસેથી મંજુર કરાવી તાત્કાલિક અસરથી શિલાન્યાસ કરી કામ શરૂ કરાવ્યું હતું અને આજે લોકાર્પણ કરવાનો અવસર મળતા આનંદ વ્યક્ત કર્યો હતો
જ્યારે આરોગ્ય સમિતિ ચેરમેન દ્વારા લોકોને પૂરતી આરોગ્ય લક્ષી સારવાર તેની ખાસ કાળજી લેવા આરોગ્ય વિભાગના અધિકારી અને સ્ટાફ ને અનુરોધ કર્યો હતો
બાબરા તાલુકાના ચમારડી ખાતે રૂપિયા ૭૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓ ધરાવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માં બે મેડિકલ ઓફિસર,એક લેબ ટેક્નિશયન,એક ફાર્મશીટ,મેલ અને ફિમેલ હેલ્થ વર્કર મળી કુલ ૧૮ નો તબીબી સ્ટાફ છે પાંચ બેડ ધરાવતું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુલ ૧૩ ગામના લોકો વિના મૂલ્યે સારવાર મેળવશે


બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૨૦ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પ્રોહીબિશનના ગુન્હામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૨૦ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલાના સાવરકુંડલા શહેરમાં જલારામ સોસાયટીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઃ-
1⃣ ગૌતમ ઉર્ફે ગવો ભરતભાઇ ઉનાવા ઉ.વ.૩૩ ધંધો.હીરા ધસવાનો રહે.સા.કુંડલા જલારામ સોસાયટી જેસર રોડ

બનાવ સ્થળેથી નાસી ગયેલઃ-
1⃣ શારદાબેન બાવચંદભાઇ ઉનાવા રહે.સા.કુંડલા જલારામ સોસાયટી જેસર રોડ

*દારૂનો જથ્થો લાવનાર*
હાજર નહી મળી આવેલ આરોપીઓ

1⃣ અલ્પેશ ઉર્ફે આલકુ બાવચંદભાઇ ઉનાવા રહે.સા.કુંડલા જલારામ સોસાયટી
2⃣ અમીત ઉર્ફે કાનો ભરતભાઇ ઉનાવા રહે.સા.કુંડલા જલારામ સોસાયટી

*પકડાયેલ મુદામાલઃ-*  ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાડની બોટલો નંગ – ૨૨૩ કિ.રૂ.૭૨૨૨૫/- નો મુદામાલ મળી આવેલ છે.

*આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસઃ-*
આ કામે પકડાયેલ આરોપી  ગૌતમ ઉર્ફે ગવો ભરતભાઇ ઉનાવા સનેઃ- ૨૦૧૮ ના વર્ષના દારૂના ગુન્હામાં વોન્ટેડ હતો*.અને અગાઉ દારુના કેસોમાં પકડાયેલ છે.

આ કામનો વાન્ટેડ આરોપી અલ્પેશ ઉર્ફે આલકુ બાવચંદભાઇ ઉનાવા રહે.સા.કુંડલા જલારામ સોસાયટી વાળો લીસ્ટેડ બુટલેગર્સ છે.અને અગાઉ અનેક વખત દારૂના કેસોમાં પકડાયેલ છે.

ઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલ્પેશ ઉર્ફે આલકુ બાવચંદભાઇ ઉનાવા તથા અમીત ઉર્ફે કાનો ભરતભાઇ ઉનાવા એ રીતેના અલ્પેશની સફેદ કલરની આઇ-૨૦ કારમાં લાવેલ હતા.

આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને ભારતીય બનાવટના વિદેશી દારૂ અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ – ૨૨૩ કિ.રૂ.૭૨૨૨૫/- નો મુદામાલ સાથે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે


બ્રેકીંગ……અમરેલી-પીપાવાવ પોર્ટથી 30 નોટિકટ માઈલ દૂર અકબરી નામની બોટના માછીમારને એટેક આવ્યો….

બ્રેકીંગ……અમરેલી-પીપાવાવ પોર્ટથી 30 નોટિકટ માઈલ દૂર અકબરી નામની બોટના માછીમારને એટેક આવ્યો….
આ બાબતે કોસ્ટ ગાર્ડે મરીન કમાન્ડોને જાણ કરતા મરીન કમાન્ડો આવ્યા માછીમારની સહાયે….
દરિયાઈ સીમા સુરક્ષા અર્થે પેટ્રોલિંગ કરતા મરીન કમાન્ડોએ અકબરી નામની બોટનું લોકેશન મેળવી બોટનું રેસ્ક્યુ કરી પહોંચાડી દરિયા કિનારે…..
પીપાવાવ મરીન કમાન્ડોએ કર્યું 108 જેવું કાર્ય. આજ રોજ તારીખ 5/ 3/ 2019 ના સવારે 9 : 30 વાગ્યે મળેલ મેસેજ મુજબ પીપાવાવ પોર્ટ થી 30 નોટિકલ માઈલ દૂર અકબરી નામની બોટ માં બોટ માસ્ટર ( ટંડેલ ) ને એટેક આવતા ગંભીર તબિયત હોય તેવો મેસેજ કોસ્ટ ગાર્ડ ને આપેલ સદર મેસેજ કોસ્ટ ગાર્ડે મરીન કમાન્ડો ને પાસ કરતા દરિયાઈ સીમાની સુરક્ષા અર્થે પેટ્રોલિંગમાં મરીન કમાન્ડોની એક હિટ ટીમ હોય હિટ ટીમ કમાન્ડર નરેશ કથીરિયા નાઓએ આ અકબરી નામની બોટ નું લોકેશન લઈ લોકેશન સ્થળે પહોંચી માછીમારોને મરીન કમાન્ડો ની બોટમાં લઈ કિનારે પહોંચાડી જીવ બચાવેલ છે હિટ કમાન્ડર નરેશ કથીરિયા ની સાથે હિટ કમાન્ડો
(1) પ્રહલાદ સિંહ, ચૌહાણ (2) દિનેશભાઈ ચૌહાણ (3) નરેશભાઈ સાગઠીયા તેમજ બોટ (4) માસ્ટર શબ્બીર (5) મહેશ મજેઠીયા (6) પ્રતાપ સોલંકી તેમજ બોટ નો સ્ટાફ જેઓએ કામગીરી કરેલ છે દરિયાઈ સીમાની સુરક્ષા ની સાથે માછીમારોનો જીવ બચાવતા મરીન કમાન્ડો દરિયામાં પણ 108 જેવી કામગીરી કરે છે


પીપાવાવ પોર્ટથી 30 નોટિકટ માઈલ દૂર અકબરી નામની બોટના માછીમારને એટેક આવ્યો.મરીન કમાન્ડો અને તેની બોટ 108 બની માછીમાર નો જીવ બચાવ્યો

બ્રેકીંગ……

અમરેલી-પીપાવાવ પોર્ટથી 30 નોટિકટ માઈલ દૂર અકબરી નામની બોટના માછીમારને એટેક આવ્યો….
આ બાબતે કોસ્ટ ગાર્ડે મરીન કમાન્ડોને જાણ કરતા મરીન કમાન્ડો આવ્યા માછીમારની સહાયે….
દરિયાઈ સીમા સુરક્ષા અર્થે પેટ્રોલિંગ કરતા મરીન કમાન્ડોએ અકબરી નામની બોટનું લોકેશન મેળવી બોટનું રેસ્ક્યુ કરી પહોંચાડી દરિયા કિનારે…..
પીપાવાવ મરીન કમાન્ડોએ કર્યું 108 જેવું કાર્ય. મરીન પોલીસ દ્વારા માછી માંર નો જીવ બચાવાયો

 


અમરેલી નગરપાલિકાની બજેટ બેઠકનો મામલો…..ધાંધલ ધમાલ વચ્ચે પાલિકામાં મળી બજેટ બેઠક કોંગ્રેસ ના જ કાઉન્સીલરો આવ્યા સામે સામાં

બ્રેકીંગ……
અમરેલી-અમરેલી નગરપાલિકાની બજેટ બેઠકનો મામલો…..
ધાંધલ ધમાલ વચ્ચે પાલિકામાં મળી બજેટ બેઠક….
કોંગી વિપક્ષ નેતા સંદીપ ધાનાણી અને મહિલા સદસ્યે પાલિકા પ્રમુખ સાથે કરી રકઝક…..
કોંગ્રેસનો વહીપ બજાવવા માટે પાલિકા પ્રમુખ સાથે હળવી થઈ માથાકૂટ……
કોંગ્રેસના સદસ્યોએ ખુરશીઓ ખાલી કરીને ભારતીય બેઠક પર બેઠા……
5 મીનીટમાં બજેટ બેઠક પૂર્ણ કરીને સાધારણ સભા સાથે બોલવતા ફરી થયો હોબાળો…..
રકઝક વચ્ચે બજેટ અને સાધારણ સભા પસાર કરવામાં આવી……
કોંગ્રેસના બળવાખોર 15, ત્રણ અપક્ષ અને 6 ભાજપના સદસ્યોના સહકારથી બજેટ થયું પસાર……
બજેટની તરફેણ.માં 26 મતો પડ્યા….
બજેટની વિરોધમાં 16 મત પડયા….
2 સદસ્યો રહયા ગેરહાજર…..


બ્રેકીંગ… સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આજનાં મહાશિવરાત્રી પર્વે શિવભક્તો દ્વારા ૨૮ ધ્વજારોહણ કરવામાં આવ્યું.

એસ. એન.ન્યૂઝ દ્વારા : સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આજનાં મહાશિવરાત્રી પર્વે શિવભક્તો દ્વારા ૨૮ ધ્વજારોહણ કરવામાં આવ્યું.

સાયં શૃંગારમાં ૫૦૦ કિલો જેટલા વિવિધ ફૂલોનો ઉપયોગ થયો.

બહોળી સંખ્યામાં શિવભક્તો એ સોમનાથ મહાદેવનાં દર્શન,પૂજન અને અભિષેક કરી ધન્યતા અનુભવી.


બ્રેકીંગ…. કેન્દ્રશાસિત દિવમાં આવેલ ગંગેશ્વર મહાદેવની પાંચેય શિવલિંગ ને સમુદ્ર કરે છે જળાભિષેક

દિલીપ મોરી દ્વારા : કેન્દ્રશાસિત દિવમાં શિવરાત્રીપૂર્વે શિવાલયો માં ઉમટ્યા ભક્તો ના ઘોડાપુર.

દીવ અનેક શિવાલયો આવેલા છે જેમાં ગંગેશ્વર, તલેશ્વર, હાટકેશ્વર સહિતના શિવાલયો ભક્તો ની ભીડ જોવા મળી.

ખાસ દિવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ પર્યટક સ્થળની સાથે ભક્તોનું પણ પસંદગી નું સ્થળ છે.

ગંગેશ્વર મહાદેવની પાંચેય શિવલિંગ ને સમુદ્ર કરે છે જળાભિષેક.

લોકવાયકા મુજબ આ ગંગેશ્વર મહાદેવની સ્થાપના પાંડવો એ પોતાના વનવાસ દરમિયાન કરી હતી.


error: Content is protected !!