Main Menu

Wednesday, February 20th, 2019

 

બ્રેકિંગ ન્યૂઝ… ગીર ના જંગલમાં 23 સિંહોના મોતનો મામલો… હવે 34 સિંહો ને જંગલમાં મુક્ત કરી વન વિભાગ આપશે આઝાદી…

બ્રેકિંગ ન્યૂઝ…

ગીર ના જંગલમાં 23 સિંહોના મોતનો મામલો…

હવે 34 સિંહો ને જંગલમાં મુક્ત કરી વન વિભાગ આપશે આઝાદી…

ગત ઓકટોબર માં કેનાઇન ડિસ્ટેમપર વાઇરસ ના કારણે 23 સિંહોના થાય હતા મોત…

ગીર ઇસ્ટ ની દલખાણીયા રેન્જ માં એક સાથે સિંહોના મોત ની બની હતી ઘટના…

જોકે 34 સિંહો ને વન વિભાગે બચાવી લીધા હતા…

હવે બચી ગયેલા 34 સિંહો થયા છે CD વાઇરસ થી ભય મુક્ત…

આ 34 સિંહો પાંચ માસ થી દેવળીયા પાર્કના રેસ્ક્યુ સેન્ટર રખાયા છે…

સિંહોને રસિકરણની પ્રક્રિયા નો સમય પૂર્ણ થતાં સિંહો ઉપરથી ટળયો છે ખતરો…

હવે તમામ 34 સિંહો ભય મુક્ત થતા તેમને ફરીથી જંગલમાં કરવામાં આવશે મુક્ત…

ઓક્ટોબર પછી એકપણ સિંહનું કેનેઇન ડિસ્ટેમ્પર ના કારણે નથી થયું મોત…

34 સિંહોના બચાવ માટે વન વિભાગના સ્ટાફ ની મહેનત લાવી રંગ…

વન્ય પ્રાણી પ્રેમીઓ અને પર્યાવરણવાદીઓ એ નિર્ણય ને આવકારી વ્યક્ત કરી ખુશી…


ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૫૪૩ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૫૪૩ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલાના કાનાતળાવ ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ છે.

*પકડાયેલ આરોપીઃ-*
1⃣ ભીખભાઇ રામભાઇ ભુવા ઉ.વ. ૩૨ ઘંઘો.વેપાર રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, નાગનાથ સોસાયટી
2⃣ ભરતભાઇ કાળુભાઇ ગુડાળા ઉ.વ. ૨૩ ધંધો. હીરા ઘસવાનો રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, પટેલ બોર્ડીંગની પાછળ
3⃣ સંજયભાઇ બાબુભાઇ લાલુવાડીયા ઉ.વ. ૨૦ ધંધો. મજુરી રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, આંખની હોસ્પીટલ

*આરોપીને દારૂ આપનારઃ-     કનકસીંહ ઉર્ફે કાળુ જોધુભાઇ ગોહીલ રહે. જુના પાદર તા. જેસર જી. ભાવનગર*l

*દારૂ રાખવા માટે વાડી આપનારઃ-* ભગાભાઇ કાનાભાઇ રાનાણી રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, પટેલ બોર્ડીંગની પાછળ( હાજર નહી મળી આવેલ)

*પકડાયેલ મુદામાલઃ-*           ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાડની બોટલો નંગ – ૫૪૩ કિ.રૂ. ૧૬૨૯૦૦/- મોબાઇલ ફોન નંગ – ૪ કિ.રૂ. ૬૦૦૦/- તથા મોટર સાયકલ નંગ – ૩ કિ.રૂ. ૪૧૦૦૦/- મળી કુલ રૂ. ૨૦૯૯૦૦/- ના મુદામાલ મળી આવેલ છે.

*આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસઃ-* આ કામે પકડાયેલ આરોપી ભીખાભાઇ રામભાઇ ભુવા અગાઉ ત્રણ થી ચાર વખત સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીના ગુન્હાઓમાં પકડાયેલ છે.

ઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ કનકસીંહ ઉર્ફે કાળુ જોધુભાઇ ગોહીલ રહે. જુના પાદર તા. જેસર ગઇકાલ રાત્રીના પોતાની સફેદ કલરની પીકઅપ કારમાં આપી ગયેલ હોવાની વિગત જણાવેલ હોય તેની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરવામાં આવેલ છે. આગળની વધુ તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ ચલાવી રહેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ- ૫૪૩ કિ.રૂ. ૧,૬૨,૯૦૦/- મળી કુલ મુદામાલ સહિત કિ.રૂા.૨,૦૯,૯૦૦/- ની સાથે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.


પુલવામાં થયેલ આંતકવાદી હુમલાથી સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સમાજ ખફા…. આંતકવાદીના આકા પાકિસ્તાનને સબક શીખડવાની માંગ…. સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશી લાલઘૂમ…..

સાવરકુંડલા
      જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આંતકવાદી ફિદાયની હુમલામાં દેશની રક્ષા કરતા 44 નૌ જવાન સૈનિકો શહીદ થતા સાવરકુંડલા સમસ્ત મુસ્લિમ સમાજમાં શોકની લાગણી વ્યાપી છે આંતકવાદીને કોઈ ધર્મ કે નાત જાત હોતી નથી અને ફિદાયની હુમલાખોરોના આકા પાકિસ્તાન આવા આંતકવાદીઓને પોષતા હોય તો પાકિસ્તાનને ઇટનો જવાબ પથ્થરથી આપવાનો સમય હવે પૂર્ણ થઈ ગયો છે હવે દેશની સેનાને છૂટો દોર આપીને આંતકવાદીઓનો સફાયો કરીને આપણા ભારત દેશની આન બાન અને શાન જાળવીને વીર શહીદ સૈનિકોને આજ સાચી શ્રદ્ધાંજલી કહેવાશે તેવી આશા સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશીએ વ્યક્ત કરી છે દેશની સેવા કરતા આપણી સેનાના શહીદ થયેલા સૈનિકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશીએ શહાદત વરેલા શહીદ સૈનિકોના પરિવાર પર આચનક આવી પડેલી અણધારી વસમી ઘડી સામે હવે સરકાર સેનાને ખુલ્લી છૂટ આપીને દેશની એકતા અખંડિતતાને ભંગ કરવામાં મનસૂબા ધરાવતા નાપાક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી તાકીદે કરવાની સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ કુરેશીએ વ્યક્ત કરી છે

રાજુલામાં મોડીરાત સુધી ધમધમતી સરકારી ઓફિસો…

રાજુલામાં મોડીરાત સુધી ધમધમતી સરકારી ઓફિસો
-સાડા બાર હજાર ફોર્મ ભરાયા પ્રધાનમંત્રી યોજના માં કાર્યવાહી શરુ

રાજુલા શહેરમાં મોડીરાત સુધી સરકારી ઓફિસો ધમધમી રહી છે અને ખેડૂતોના પ્રધાનમંત્રી યોજનામાં સમાવેશ કરવા હાલ ધમધમાટ ચાલી રહ્યો છે

રાજુલા તાલુકાના ૭૨ ગામોના ખેડૂતો ના પ્રધાનમંત્રી યોજના હેઠળ ૬૦૦૦ રૂપિયાની ચુકવણી માટે હાલ ફોર્મ ભરવાની કાર્યવાહી શરુ કરાઈ છે મોડીરાત સુધી તાલુકા પંચાયત મામલતદાર કચેરી ધમધમી રહી છે.હાલમાં કાર્યવાહી તંત્ર દ્વારા ચાલી રહી છે

રાજુલા તાલુકાના હાલ સાડા બાર હજાર ફોર્મ ભરાયા છે અને હાલ કાર્યવાહી શરુ કરાઈ છે ટીડીઓ એનપી ત્રિવેદી જીતુભાઇ મહેતા મામલતદાર ચૌહાણ સહિતનો સ્ટાફ મોડીરાત સુધી બેસીને કાર્યવાહી કરી રહ્યા છે


રાજુલાના પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અતિ સામાન્ય દીકરી સાથે પોતાના પુત્રના લગ્ન કરી સામાજિક ઉદારહણ પૂરું પડ્યું

અનોખી સામાજિક સમરસતા

રાજુલાના પૂર્વ ધારાસભ્યએ અતિ સામાન્ય દીકરી સાથે પોતાના પુત્રના લગ્ન કરી સામાજિક ઉદારહણ પૂરું પડ્યું
-ઉના ખાતે અતિ ગરીબ દીકરી ને પિતા પણ નથી ત્યારે પિતા બની કર્યા લગ્ન
-મુખ્યમંત્રી સહિતનાએ હાજરી આપી આ
ભગીરથ કાર્ય કર્યું

હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે રાજુલામાં અનોખી ઘટના બનતા સમાજને નવો રાહ ચીંધી છે ત્યારે આવી ભાગ્યે જ બનતી ઘટના રાજુલામાં પ્રથમ બની હતી

જાણવા મળતી વિગત મુજબ ઉનાના દેલવાડા ખાતે રહેતી દીકરી આરતી બાંભણીયા અતિ સામાન્ય કુટુંબમાંથી આવે છે વળી આ દીકરીને પિતા પણ નથી ત્યારે રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ પોતાના પુત્ર ભાવેશના લગ્ન આ દીકરી સાથે તેના લગ્ન કરી એક પિતા તરીકેની જવાબદારી નિભાવી હતી ત્યારે હાલ સમકક્ષ પરિવાર શોધવા હાલ પડાપડી લોકો કરતા હોય છે ત્યારે એક અતિ સામાન્ય પરિવાર ની દીકરી માટે સોનાનો સુરજ ઉગ્યો હતો અને એક પિતા બની અનોખો રાહ સમાજને ચીંધ્યો હતો

આ ભગીરથ કાર્ય માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ તમામ રાજકીય અગ્રણીઓ આ ઘટનાના સાક્ષી બન્યા હતા


રાજુલાના કર્મચારીઓ એ દેખાવો કર્યા -વિવિધ માંગણીઓ બાબતે રેલી કાઢી

રાજુલાના કર્મચારીઓ એ દેખાવો કર્યા
-વિવિધ માંગણીઓ બાબતે રેલી કાઢી

રાજુલા એમએસડબલ્યુ સહિતના હોસ્પિટલના કર્મચારીઓ પરિચારિકાઓ સહિતના એ વિવિધ પડતર માંગણીઓને ધ્યાને નહિ લેવાતા આ બાબતે કર્મચારીઓના ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો

આ વિવિધ માંગણીઓને સંબધિત અવાજ સરકાર દ્વારા યોગ્ય પગાર ગ્રેડપે સહિતની માંગણીઓ બાબતે રેલી કાઢી રજુઆત કરી હતી


રાજુલા જાફરાબાદ મત વિસ્તાર માં ગેર કાયદે થતી ખનીજ ચોરી નો પ્રશ્ન વિધાન સભા માં ગાજયો રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા વિધાનસભા માં પ્રશ્ન ઊઠાવાયો …સ્વાન એનર્જી અંગે પણ પ્રશ્ન વિધાન સભા માં ચર્ચાણો

અમરેલી
રાજુલા જાફરાબાદ મત વિસ્તાર માં ગેર કાયદે થતી ખનીજ ચોરી નો પ્રશ્ન વિધાન સભા માં ગાજયો
રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા વિધાનસભા માં પ્રશ્ન ઊઠાવાયો
ઇકો જોન માં ખનીજ ચોરી રોકવા અને પરવાના રદ કરવા માંગ કરાઈ

રાજુલા જાફરાબાદ માં હાલ બે ફામ ખનીજ ચોરી થઈ રહી છે અને અનેક ભૂ માફિયા ઓ બેખોફ બની ખનીજ ની ચોરી કરી રહ્યા છે જે ખનીજ રોડ રસ્તા માં અને દરિયો બુરવા માં વપરાઈ રહ્યો છે જેથી અનેક વાર તંત્ર દ્વારા કાર્યવાહી પણ થવા પામી છે છતાં રાજુલા અનેક વિસ્તાર માંથી બેફામ ખનીજ ચોરી થઈ રહી હોય સ્થાનિક ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા આ પ્રશ્ન ચાલુ સત્ર માં ઉઠાવી પોતાના આંઠ મિનિટ ના વ્યક્તવ્ય માં અધ્યક્ષ સમક્ષ મુક્યો હતો ત્યારે શિક્ષણ સહિત નિવાસી હોસ્ટેલ . આધુનિક લેબોરેટરી સહિત 6000 કરોડ ના શ્વાન એનર્જી અંગે પણ પોતાનું વ્યક્તવ્ય ધારાસભ્ય દ્વારા વિધાન સભા ના ચાલુ સત્ર માં આપવામાં આવ્યું હતું


બાબરાના કરિયાણા રોડ પર અકસ્માત.. કાર ચાલકે બે બાઈક ને લીધી હડફેટે.. અકસ્માતમા બાઈક સવાર બે સગા ભાઈઓના ઘટના સ્થળે મોત…

બ્રેકીંગ……

અમરેલી-બાબરાના કરિયાણા રોડ પર અકસ્માત..
કાર ચાલકે બે બાઈક ને લીધી હડફેટે..
અકસ્માતમા બાઈક સવાર બે સગા ભાઈઓના ઘટના સ્થળે મોત…
અન્ય બે બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત….
ડાયાભાઈ મનજીભાઈ જાદવ ઉવ ૬૦ રહે કરીયાણા (માધુપુર)

2-નરસિંહભાઈ મનજીભાઈ જાદવ ઉવ ૭૦ રહે કરીયાણા (માધુપુર)
બંને મૃતક સગા ભાઈઓ….

બને સગા ભાઈઓ બાબરા ખાતે બેન્ક ના કામે આવ્યા હતા અને પરત પોતાના ગામ જય રહ્યા હતા ત્યારે બનાવ બન્યો અને ઘટના સ્થળે મોત નિપજ્યા…..


error: Content is protected !!