Main Menu

February, 2019

 

એસ. એન.ન્યૂઝ અપડેટ….

🔴 પીપાવાવના દરિયામા પોલીસનુ કોમ્બીંગ – SP નિલીૅપ્ત રાય, કોસ્ટ ગાડૅ, પોલીસ જવાનો દ્વારા દરિયામા કોમ્બીંગ કરાયુ – જીલ્લા પોલીસ તંત્ર સુરક્ષાને લઈ સજજ

🔴 રાજુલા- જાફરાબાદ પંથકમા કમોસમી વરસાદ – પીપાવાવમા અડધો ઈંચ વરસાદ – કેરી,જીરૂ,ઘઉં જેવા પાકને નુકશાનથી ખેડુતો ચિંતીત
🔴 ધારીના ગોપાલગ્રામની સીમમા બે વષૅના બાળકને ફાડી ખાનાર દિપડો અંતે પાંજરે પુરાયો – ખેડુત, મજુરો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
🔴 જવાનોની સેવા માટે મેડીકલ કોલેજ સ્ટાફ તૈયાર – અમરેલી મેડીકલના સ્ટાફે યુદ્ધની સ્થિતીમા જરૂર પડ્યે જવાનોની સેવામા લાગી જવા તૈયારી બતાવી – આરોગ્યકમીૅઓનો એક જ સુર- કહેશો તો બોડૅર પર જઈ મદદ કરીશુ
🔴 NSUI પ્રદેશ મહામંઞી કેતન ખુમાણનુ અમદાવાદ ખાતે સન્માન કરાયુ – સા.કુંડલાના વતની છે કેતન ખુમાણ
🔴 બગસરા શહેર ભાજપ પ્રમુખ પર હુમલો – પાલિકાના ભાજપના જ સદસ્ય પુઞએ કયોૅ ખુની હુમલો – સારવાર માટે હોસ્પિ.ખસેડાયા- મોડી રાત સુધી કોઈ પોલીસ ફરીયાદ ન્હોતી નોંધાઈ
🔴 લીલીયામા પેટ્રોલપંપના માલિકને મોડી સાંજે લુંટવાનો નિષ્ફળ પ્રયાસ – બે અજાણ્યા બુકાનીધારીઓએ રસ્તામા બાઈક આંતરી હૂમલો કયોૅ – પોલીસે ફરીયાદ નોંધી તજવીજ હાથ ધરી
🔴બાબરા પાલિકાનુ 17.42 કરોડનુ બજેટ સવાૅનુમતે મંજુર – શહેરની સુવિધામા થશે વધારો
🔴 વધુ એક સિંહનો મળ્યો મૂતદેહ: તુલશીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડના સોહરીયા વિસ્તારમા સિંહણનો કોહવાયેલી હાલતે મળ્યો મૂતદેહ – વનવિભાગે કબ્જો લઈ પીએમ માટે ખસેડાઈ – 25 દિવસ પહેલા મૂત્યુ થયાનુ તારણ
🔴 સા.કુંડલાના જીરા ગામે ખેડુત ખાતેદારનુ અકસ્માતે અવસાન થતા માકેૅટયાડૅના ચેરમેન શ્રી માલાણી/ વા.ચેરમેન શ્રી તળાવીયાના હસ્તે વારસદારને 50 હજારના વિમા સહાય ચેક અપૅણ કરાયો
🔴 અમરેલી જીલ્લામા રાજ્ય સરકાર દ્વારા સુજલામ યોજના અંતગૅત જળસંચય કરવા તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવામા આવશે – સંસ્થા, દાતાઓ વતનની વ્હારે આવે તે માટે અનુરોધ
🔴 સા.કુંડલા ખાતે આયુષ્યમાન કાડૅ કેમ્પ યોજાયો – મોટી સંખ્યામા લાભાથીૅઓએ કાડૅનો લાભ લીધો
🔴 ચલાલાનો ખેડુત યુવાન થયો ગુમ – પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે ગુમ યુવકને શોધવા તપાસ હાથ ધરી
🔴 ભારત- પાક.વચ્ચે તણાવભરી સ્થિતી – ઈન્ડિયન એરફોસૅના બહાદુર વિંગ કમાન્ડર પાયલોટ અભિનંદન પાક.ના કબ્જામા – પાયલોટને સલામત રીતે ભારતને સોંપી દેવા પાક.ને જણાવ્યુ
🔴 ભારતનો ટી-20 સિરીઝમા ઓસી.સામે 2-0 થી પરાજય

🔴 ગીર પંથકના ૧૫ લાખ આંબામ મોર સુકાવા લાગતા ખેડૂતો ચિંતામાં

🔴 જુનાગઢ દૂષકમૅના આરોપી સાઘુઓને પકડવા વડીયા-ગોંડલમાં પોલીસ તપાસ

🔴 સૌરાષ્ટ્ર સાગર કાંઠે હાઈ એલર્ટ સમુદ્ર માં મજબૂત સુરક્ષા ચક્ર સોમનાથ ની સુરક્ષામાં NSG કમાન્ડો

🔴 અમરેલી જીલ્લાની હોસ્પિટલનો નર્સિંગ હોમમાં સીસીટીવી કેમેરા ફરજિયાત

 


ગુજરાત એલર્ટ બાદ દરિયાઈ સીમા પર પોલીસ દ્વારા સતત બોટ પેટ્રોલિંગ રાખી તમામ દરિયાઈ ગતિવિધિ પર નજર રાખવા માં આવી રહી છે..

ગુજરાત એલર્ટ બાદ દરિયાઈ સીમા પર પોલીસ દ્વારા સતત બોટ પેટ્રોલિંગ રાખી તમામ દરિયાઈ ગતિવિધિ પર નજર રાખવા માં આવી રહી છે આજે ભાવનગર રેન્જ આઇજી અશોક યાદવ દ્વારા અમરેલી અને  ભાવનગર ની દરિયાઈ સીમા પર બોટ મારફત પેટ્રોલિંગ કરી ઉદ્યોગ ગૃહો ને એલર્ટ કરી દરિયાઈ વિસ્તાર માં કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસ ને જાણ કરવા માટે અપીલ કરી છે
ભારત પાકિસ્તાન વચ્ચે ની હાલ ની પરિસ્થિતિ તણાવ ભરી બનતા ગુજરાત પોલીસ અને કોસ્ટગાર્ડ સહીત ની સુરક્ષા એજન્સી ઓ દ્વારા સમગ્ર વિસ્તાર માં દરિયાઈ પટી પર પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાય છે ત્યારે આજે ભાવનગર રેન્જ આઇજી અશોક યાદવ અમરેલી એસપી નિર્લિપ્ત રાય સહીત આઈબી એસઓજી એલસીબી જેવી સુરક્ષા એજન્સી ઓ સાથે લઇ અમરેલી અને ભાવનગર ની દરિયાઈ સીમા પર કોમ્બિંગ કરી દરિયા કાંઠા ના વિસ્તાર ને એલર્ટ કરી જાગૃત કરવા માં આવ્યો હતો સાથે સાથે અહીં પીપાવાવ પોર્ટ સહીત ની કંપની ની સિક્યુરિટી અને સમગ્ર વિસ્તાર ઔદ્યગિક જોન હોવાને કારણે તમામ લોકો સાથે બેઠક કરી એલર્ટ કરી દેવા માં આવ્યો છે મહત્વ ની વાત તો એ છે ખુદ રેન્જ આઇજી અશોક યાદવ અને પોલીસ કાફલા દ્વારા પીપાવાવ જેટી વિસ્તાર માંથી 2 પોલીસ ની બોટ મારફત રાજુલા જાફરાબાદ મહુવા અલંગ વિસ્તાર ના મહત્વ ના લેન્ડિંગ પોઇન્ટ પર પેટ્રોલિંગ કરી કેટલાક વિસ્તાર માં વિજિત કરી મુકાલાત લીધી હતી જેને લઇ ને રાજુલા જાફરાબાદ પંથક માં આવેલ દરિયાઈ વિસ્તાર વધુ એલર્ટ થયો છે સાથે સાથે રેન્જ આઇજી એ જાહેર જનતા ને અપીલ પણ કરી છે કોઈ શંકાસ્પદ પ્રવુતિ અથવા તો કોઈ હિલચાલ સામે આવે તો તાત્કાલિક પોલીસ નો સંપર્ક કરવા માટે અપીલ કરવા માં આવી હતી અશોક યાદવ રેન્જ આઇજી ભાવનગર
અમરેલી જિલ્લા માં આવેલ જાફરાબાદ પીપાવાવ પોર્ટ વિસ્તાર ના દરિયા માં 2008 મુંબઈ હુમલા વખતે અહીં થી કસાબ પસાર થયો હોવાથી પોલીસ વધારે એલર્ટ થઈ છે આ વિસ્તાર અતિ સેન્સેટિવ હોવાને કારણે પોલીસ જરા પણ કચાસ રાખવા માંગતી નથી 2008 માં કસાબ પીપાવાવ સવાયપીર નજીક થી કુબેર નામની બોટ લઇ ને પસાર થયો હોવાનું અનુમાન છે જેને લઇ ને આ વિસ્તાર પર પોલીસ દ્વારા કડક ચેકીંગ અને સુરક્ષા વ્યવસ્થા સધન બનાવી દેવાય છે

બ્રેકીંગ ન્યૂઝ.. અમરેલી-ખાંભાના ભાણીયા માં ખેડૂત પર દીપડાનો હુમલો..ખેતીકામ કરતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો…

બ્રેકીંગ…..
અમરેલી-ખાંભાના ભાણીયા માં ખેડૂત પર દીપડાનો હુમલો..
ખેતીકામ કરતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો…
ખેડૂતને માથાના ભાગે ગંભીર થઈ ઇજા…
ઇજગ્રસ્ત ખેડૂતને અમરેલી સારવારમાં ખસેડાયો….
બે દિવસમાં દીપડાનો બીજો હુમલો…
ગઈકાલે ધારીના ગોપાલગ્રામમાં 1 બાળકને દીપડાએ ફાડી ખાધો હતો…


બ્રેકીંગ ન્યૂઝ.. અમરેલી- તુલસીશ્યાન રેંજના ખાંભામાં સિંહણનું મોત…

બ્રેકીંગ…..

અમરેલી- તુલસીશ્યાન રેંજના ખાંભામાં સિંહણનું મોત…..
ખાંભાના ભાણીયા જંગલ વિસ્તાર માંથી સિંહણનો મળ્યો મૃતદેહ…..
10 થી 12 વર્ષની સિંહણનું મોત કુદરતી થયા હોવાનું વનવિભાગનું કહેવું….
છેલ્લા છ માસમાં 40 આસપાસના સિંહોના થયા મોત….
દલખાણીયામાં 23 સિંહો, સાવરકુંડલા, રાજુલા, ખાંભા વિસ્તારોમાં કુલ 40 જેટલા સિંહોના થયા છે મોત….
સિંહોની સુરક્ષામાં વનતંત્ર વામણું….


બ્રેકીંગ ન્યૂઝ.. આજ રોજ રાજુલા તાલુકા ના રામપરા ભેરાઇ પીપાવાવ બંદર કોવાયા વાઢ મીતીયાળા જેવા આજુબાજુ ના ઘણા ગમડા મા કમોસમી વરસાદ.

આતાભાઇ વાઘ દ્વારા :આજ રોજ રાજુલા તાલુકા ના રામપરા ભેરાઇ. પીપાવાવ બંદર . કોવાયા વાઢ મીતીયાળા જેવા આજુબાજુ ના ઘણા ગમડા મા કમોસમી વગર વાટે વરસાદ. ઉધોગીત વિસ્તાર મા ઓચિંતા આ વરસાદ. ના કારણે કીંમતી ખુલ્લો પડેલ માલ ઢાકવા દોડદોડી


તા.૨૬/૦૨/૨૦૧૯ ના વહેલી સવારે ભારતીય વાયુસેના દ્વારા સરહદી વિસ્તારમાં આતંકવાદી હુમલા વિરોધી કાર્યવાહી કરેલ હોય અમરેલી જીલ્લો હરિયાઇ સરદહ ધરાવતો જીલ્લો છે અને છંછેડાયેલ આતંકીઓ દ્વારા આતંકી પ્રવૃતિ હાથ ધરવામાં આવે તેવી આશંકા હોય..

તા.૨૬/૦૨/૨૦૧૯ ના વહેલી સવારે ભારતીય વાયુસેના દ્વારા સરહદી વિસ્તારમાં આતંકવાદી હુમલા વિરોધી કાર્યવાહી કરેલ હોય અમરેલી જીલ્લો હરિયાઇ સરદહ ધરાવતો જીલ્લો છે અને છંછેડાયેલ આતંકીઓ દ્વારા આતંકી પ્રવૃતિ હાથ ધરવામાં આવે તેવી આશંકા હોય જેથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે જાગૃત નાગરિક એક સૈનિક સમાન જ છે અને દેશની આંતરિક સુરક્ષા માટે સતત કાર્યરત ગુજરાત પોલીસને સહકાર આપી દેશના નાગરિક તરીકે ની પ્રાથમિક ફરજ અદા કરીએ.

ભીડભાડ વાળા વિસ્તારો જેમ કે મોલ, માર્કેટ, રેલ્વે સ્‍ટેશન, બસ સ્ટેેશન, ટ્રેન, વિ. જાહેર જગ્યાઓએ કોઇ શંકાસ્પાદ વ્યક્તિ કે બિનવારસી વસ્તુ દેખાય તો તુર્ત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો.
દરીયાકાંઠાના વિસ્તારના લોકોએ દરીયાઇ વિસ્તારમાં કોઇ શંકાસ્પદ ઇસમો કે બોટ જણાય તો તુર્ત જ મરીન પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો.
*સંપર્કઃ-*
1⃣ *શ્રી.ડી.કે.વાઘેલા, ઇ.ચા.પોલીસ ઇન્સ. એલ.સી.બી. અમરેલી. મો.નં. 9687748484*
2⃣ *શ્રી.આર.કે.કરમટા, પો.સબ ઇન્સ. એસ.ઓ.જી.અમરેલી. મો.નં. 9978299793*
3⃣ *અમરેલી પોલીસ કન્ટ્રોલ રૂમ ફોન નં. 02792-223498*


બ્રેકિંગ ન્યૂઝ… ગુજરાતમાં હાઇએલર્ટ, NSG કમાન્ડો સોમનાથ મંદિર આવવા રવાના..

બ્રેકિંગ ન્યૂઝ… ગુજરાતમાં હાઇએલર્ટ, NSG કમાન્ડો સોમનાથ મંદિર આવવા રવાના

આતંકી હુમલા માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારો સરળ રસ્તો છે. તે અગાઉ પણ આપણે જોઇ લીધુ છે. મુંબઇ હુમલા વખતે આતંકીઓએ પોરબંદરથી બોટનો ઉપયોગ કરી ખેલનો અંજામ પાડ્યો હતો. આ અગાઉ પણ ગોસાબારમા આતંકી પ્રવૃતિના પાયા નંખાયા હતા. તે જગજાહેર છે. આજે વહેલી સવારે એરફોર્સ દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક-2 કર્યા બાદ ફરી ગુજરાત હાઇ એલર્ટ પર છે ત્યારે સરળ રસ્તો સૌરાષ્ટ્રનો દરિયો છે. કે જ્યાંથી બેરોકટોક આતંકીઓ ઘુસી શકે છે.

આતંકી હુમલાના ખતરાને લઈ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારાઈ છે. પરંતુ દરિયાઈ વિસ્તારમાં આતંકી પ્રવૃતિઓ સક્રીય થઈ હોવાના ઈનપૂટ પણ મળ્યા છે. આ અંતર્ગત પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે NSG કમાન્ડોની સુરક્ષા તૈનાત કરાશે. એન.એસ.જી ની ટિમ સોમનાથ મંદિર આવવા રવાના પણ થઇ ચૂકી છે.

આ પહેલા વેરાવળ માછીમાર બોટ એસોસિયેશનના પ્રમુખ તુલસી ગોહેલે સંદેશ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દરિયાઈ વિસ્તારમાં પરપ્રાંતિય બોટોનાં છેલ્લા 48 કલાકમાં આંટાફેરા વધી ગયા છે અને ત્યાંના લોકોને કોઈ ઓળખતું પણ નથી. જેને કારણે સોમનાથ મંદિરથી લઈ વેરાવળ બંદર પર હુમલા થવાની શક્યતા છે.


રાજુલા શહેર કોંગ્રેસ ના પ્રમુખ અને રાજુલા બ્રહમસમાજ ના અગ્રણી યુવા આગેવાન અમિતભાઇ જોષી નો આજે જન્મ દિવસ

રાજુલા શહેર કોંગ્રેસ ના પ્રમુખ અને રાજુલા બ્રહમસમાજ ના અગ્રણી યુવા આગેવાન અમિતભાઇ જોષી નો આજે જન્મ દિવસ છે. રાજુલા શહેર કોંગ્રેસ ના પ્રમુખ અમીત ભાઈ જોશી નો આજે જન્મ દિવસ છે. તેઓ રાજુલાના ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર ના અંગત અને વિશ્ચાસુ છે. નાની વયે જ સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવેલા અને સાથે બ્રહ્મ સમાજ ના યુવા અને સક્રિય આગેવાન છે. તેઓ બહોળુ મિત્ર વર્તુળ ઘરાવે છે. જેથી તેના મિત્રો તથા ચાહકો દ્વારા અભિનદન ની વર્ષા થઇ રહી છે.મો. નં. ૯૪૦૯૧૫૫૫૫૫


કથીવદર પ્રાથમિક શાળાના શિક્ષકોના ખર્ચે શાળાના બાળકોને ઓળખકાર્ડ આપવામાં આવ્યા

કથીવદર પ્રાથમિક શાળાના શિક્ષકોના ખર્ચે શાળાના બાળકોને ઓળખકાર્ડ આપવામાં આવ્યા

આતાભાઇ વાધ દ્વારા :રાજુલા તાલુકાની કથીવદર પ્રાથમિક શાળા માં શાળાના શિક્ષકો એ શાળાના બાળકોના ઓળખકાર્ડ નો 5000 હજાર જેવો ખર્ચ ઉપાડી લીધો.
શાળાના 150 જેવા બાળકોને શાળાના ઓળખકાર્ડ શાળાના શિક્ષકો દ્વારા આપવા મા આવેલ રાકેશભાઈ,પ્રવિણભાઇ,જયશ્રીબેન તથા વિભાબેન એ પોતાના સ્વ-ખર્ચે આઇ કાડૅ બનાવી ને બાળકોને આપેલ છે.કથીવદર ગામ દરેક બાબત મા અગ્રેસર જ હોય છે કોઇ પણ સારાકામ ની શરુઆત કદાચ કથીવદર ગામથી જ થાય છે એમ કહીએ તો ખોટુ નહી તો પછી કથીવદર પ્રા. શાળા નો સ્ટાફ પાછળ કેમ રહે તે સાબીત કરી બતાવેલ.આ સદર કાડૅ બાળકો ની જન્મતારીખ જી. આર. નંબર. આધાર નંબર. વાલી નો મોબાઇલ નંબર. બાળક નો યુનિક આઇ ડી નંબર શાળા નો સંપૅક નંબર જેવી વિગતો સામેલ છે આ કાડૅ ધો . ૧થી ધો ૮ સુધી તેમજ બાળક ના પુરાવા તરીકે પણ ઉપયોગ થઇ શકે તેવુ છે
પોતાની શાળાના બાળકો માટે કંઈક કરી છૂટવાની તમન્ના આ પ્રસંગે દેખાઈ આવે છે તેવું આતાભાઈ વાઘની યાદીમાં જણાવાયું.


ખાંભા ના સમઢીયાળા મા આહિર સમાજ નો પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયો

ખાંભા ના સમઢીયાળા મા આહિર સમાજ નો પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયો

આજ રોજ તારીખ ૨૪/૨/૨૦૧૯ ને રવિવાર ના રોજ સમઢીયાળા ગામે આહીર સમાજ નો પ્રથમ સમુહલગ્નોત્સવ યોજાયો હતો 08 નવ દંપતી ઓએ પ્રભુતામા પગલા માંડેલ . આ તકે સાધુ સંતો મંહતો . મહાનુભાવો દ્વારા દિપ પ્રાગ્ટય કરી આ આયોજન ની શુભ આરંભ કરેલ. આ તકે પુજય દુર્ગાદાસબાપુ તથા બીજલ ભગત,કુષ્ણચૈતન્યદાસબાપુ જેવા અનેક સાધુ સંતો એે હાજરી આપી ને નવદંપતીઓ ને આશીર્વાદ આપેલ. તેમજ આહીર સમાજ ના આગેવાનો જેવા કે બાબુભાઈ રામ. બાઘાભાઇ લાખણોત્રા કોવાાયા. કાળુભાઇ લાખણોત્રા કોવાયા. સામતભાઇ વાઘ રામપરા . પીએસઆઇશ્રી પ્રવીણભાઈ. જે.બીભાઈ.લાખણોત્રા. જીલુભાઇ નોળ. ભગવાનભાઇ વાઘ. ગાજાવદર દડુભાઇ વાઘ જોલાપર બીજલભાઇવાઘ કથીવદર. ટપુભાઇરામ ભેરાઇ. આહીર એકતા મંચ ના પ્રમુખો. ખાંભા રાજુલા . તેમજ દરેક ગામેગામ થી આહીર સમાજ ના આગેવાનો વડીલો. રાજકીય આગેવાનો. સામાજીક કાયૅક્રરો એ હાજરી આપેલ. તેમજ. આહીર સમાજ. ના દાતા ઓ તરફ થી દિકરીયુ ને ૫૫. પ્રકાર ની નાની મોટી સીજ વસ્તુઓ કરીયાવર. મા આપેલ. તેમજ. રોકડ રકમ પણ ઘણી મળેલ . આ તકે પધારેલ દરેક મહેમાનો નુ સમઢીયાળા પ્રા. શાળા ની બાળાઓ એ કુમકુમ તિલક કરી પુષ્પગૂષ થી સ્વાગત કરેલ. સાથે સાથે સમુહ લગ્ન સમારોહ ને અનુરુપ વિવિધ વક્તા ઓએ પોતાનુ વ્યકતવ્ય આપેલ હાલ ના જડપી જમાના મા સમય ની બહુકટોકટી છે સંગઠીત થવાની બહુ જરુર છે કુ રીવાજો દુર કરવા ની ખાસ જરુર છે. ખોટા વધારા ના ખચૅ ઓછા થાઇ તેપણ જરુરી છે તેવા વિવિધ વકતા ઓ દ્વારા વ્યકત્ય આપેલ. આ આયોજન ને સફળ બનાવવા સમઢીયાળા આહીર યુવક મંડળ ના દરેક સભ્ય દ્વારા તનતોડ મહેનત કરી ને આ કાયૅક્રમ ને દિપાવેલ સમઢીયાળા ના દરેક આહીર સમાજ ના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી ને આ સમુહલગ્ન સમારોહ ના આયોજન ને સફળ બનાવેલ. રીપૉટૅ. આતાભાઇ. વી વાઘ. વિકટર. રાજુલા .


error: Content is protected !!