Main Menu

Wednesday, January 9th, 2019

 

આંબરડી ગામે સવા બે કરોડના ખચેૅ બનનાર 20 કિ.મી.નવા માગૅનુ ખાતમુહતૅ કરાયુ

આંબરડી ગામે સવા બે કરોડના ખચેૅ બનનાર 20 કિ.મી.નવા માગૅનુ ખાતમુહતૅ કરાયુ.

સાંસદશ્રીની ગ્રાન્ટ માથી મંજુર નવા માગૅનુ સાંસદ શ્રી કાછડીયા અને પૂવૅ કૂષિમંઞી શ્રી વઘાસીયાના હસ્તે કરાયુ ખાતમૂહતૅ.

સુભાષ સોલંકી દ્વારા:અમરેલી જીલ્લામા નોન પ્લાનીંગ માગોૅના નવિનીકરણ માટે જીલ્લા સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ ઝુંબેશ ઉપાડેલ છે. જીલ્લાના વિવીધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા એકપછી સંસદસભ્યની ગ્રાન્ટ માથી નોન પ્લાનિંગ નવા માગોૅના નવિનીકરણ માટે કરોડોની ગ્રાન્ટ મંજુર કરાવી વષોૅ જુના ઉબડ ખાબડ રસ્તાઓને પેવરથી મઢી પ્રજાને પડતી અગવડતાને દુર કરી સુવિધામા વધારો કરવા સાંસદશ્રી કાછડીયા કટીબદ્ધ થયા છે.ત્યારે આજરોજ સાવરકુંડલાના આંબરડી ગામે સવા બે કરોડના ખચેૅ બનનાર 20 કિમી.ના નોન પ્લાનીંગ માગૅનુ આજે વિધીવત રીતે ભવ્ય ખાતમૂહતૅ કરવામા આવેલ.સાંસશ્રી કાછડીયા તેમજ પૂવૅ કૂષિમંઞીશ્રી વી.વી.વઘાસીયાના હસ્તે ખાતમૂહતૅ કરવામા આવેલ માગૅ આંબરડી થી કૂષ્ણગઢ, કૂષ્ણગઢ થી મિતીયાળા, અને મિતીયાળાથી સાકરપરા સુધીના ૧૮ થી ૨૦ કિમી.ના અંતર સુધીના માગૅના નવિનીકરણનુ ખાતમૂહતૅ કરેલ. કાયૅક્રમ દરમિયાન સાંસશ્રી નારણભાઈ, પૂવૅ કૂષિમંઞીશ્રી વી.વી.વઘાસીયા, જી.પં.ના પૂવૅ કારોબારી ચેરમેનશ્રી નિમૅળભાઈ ખુમાણ, આંબરડીના સરપંચ બાબુભાઈ માલાણી,ઉ.સરપંચ બાવચંદભાઈ, ભાજપ અગ્રણી મહેશભાઈ સુદાણી,નિતીનભાઈ નગદિયા, જાબાળ સરપંચ ભુપેન્દ્રભાઈ ખુમાણ, તેમજ આસપાસના ગામોના સરપંચો,ઉપસરપંચો, આગેવાનો સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહેલ અને નવા માગૅના ખાતમૂહતૅ બદલ સૌ લોકોએ સાંસદશ્રી કાછડીયા અને શ્રી વઘાસીયાનો આભાર વ્યક્ત કરેલ. કાયૅક્રમ બાદ મોટી સંખ્યામા ઉપસ્થિત લોકોએ ઉપસરપંચ બાવચંદભાઈના નિવાસ સ્થાને અલ્પાહાર લીધેલ.


અમરેલી સાવરકુંડલા ના કોંગી નેતાઓ ભષ્ટાચારમાં ગળાડુબ બન્યા હોવાની વાતો વહેતી થઈ ? સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે થયેલ ડામરરોડ ના નબળા કામ અંગે શાસિત જિલ્લા પંચાયતના સત્તાધીશ અને તાલુકા પંચાયત ના સત્તાધીશએ મલાઈ ખાઈને ડામર રોડની નબળી કામગીરીમાં આડકતરી ભાગબટાઈ કરી હોવાની ચર્ચા ચકડોળે ચડી ?????

અમરેલી

સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે થયેલ ડામરરોડ ના નબળા કામ અંગે શાસિત જિલ્લા પંચાયતના સત્તાધીશ અને તાલુકા પંચાયત ના સત્તાધીશએ મલાઈ ખાઈને ડામર રોડની નબળી કામગીરીમાં આડકતરી ભાગબટાઈ કરી હોવાની ચર્ચા ચકડોળે ચડી છે જાણવા મળતી માહિતી મુજબ સાવરકુંડલા થી નેસડી સુધીના ડામરરોડનું કામ ચાલુ હતું ત્યારે કોંગ્રેસના જિલ્લા પંચાયતના એક સત્તાધીશ નેતા અને તાલુકા પંચાયતના એક સત્તાધીશ નેતાએ ડામરરોડની નબળી કામગીરી થતી હોવાની બુમરાણ નાખીને કામ થોડા સમય પૂરતી બંધ કરાવીને “સેટીંગ” કર્યાની ચર્ચાએ જોર પકડયું છે ગાજયા મેઘ વરસ્યા નહિ તેમ સેટીંગ પતી જતા ડામરરોડ નબળો બનાવવાનું સર્ટીફેંકેટ આપી દીધું હોય તેમ લોટ પાણી લાકડા ની જેમ ડામર રોડની કામગીરી પૂર્ણ કરાવી દીધી બાદ હજુ પણ આ મલાઈ ખાનાર નેતાને વધી દાઢ ડલકતા ડામરરોડની બાજુમાં માટીકામ નથી થયું કહીને વધારાના અપેક્ષાઓ કોંગી નેતાઓને જાગી હોવાની વ્યાપક ચર્ચાઓ કોંગીજનોમાં થઈ રહી છે ત્યારે માંડ માંડ અમરેલી જિલ્લાની પાંચેય બેઠકો પ્રથમ વાર કોંગ્રેસએ અંકે કરીને ધારાસભ્યની હૂંફ ના સહારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નાના કોંગી નેતાઓ ભષ્ટાચારમાં ગળાડુબ બન્યા હોવાની વાતો વહેતી થઈ છે

error: Content is protected !!