Main Menu

Tuesday, January 8th, 2019

 

બ્રેકિંગ ન્યૂઝ : ગીર સોમનાથ વેરાવળ નજીક ના ઇન્દ્રોય ગામે 150 ફૂટ ઊંડા ખુલ્લા કુવા માં ખાબકતા સિંહણ નું મોત…

બ્રેકિંગ : ગીર સોમનાથ
વેરાવળ નજીક ના ઇન્દ્રોય ગામે 150 ફૂટ ઊંડા ખુલ્લા કુવા માં ખાબકતા સિંહણ નનું મોત…

ઇન્દ્રોય ગામ ના જોગી તળાવ નજીક ની વરસિંગ વીરા બારડ ની વાડી ના કુવા માં પડી સિંહણ…

વેરાવળ વન વિભાગ ને જાણ થતાં રેસ્કયુ ટિમ ઘટના સ્થળે પહોંચી…
2 કલાક ની જહેમત બાદ કુવા માં નાણાં વડે ખાટલો ઉતારી સિંહણ નો મૃતદેહ બહાર લવાયો…

અંદાજે બે દિવસ પૂર્વે સિંહણ નું મોત થયા નું વન વિભાગ નું અનુમાન…

સિંહણ ના મૃતદેહ ને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો…

સિંહણ ના મોત ને પગલે સિંહ પ્રેમી ઓ માં રોષ…

રેવન્યુ વિસ્તાર ના ખુલ્લા કુવા બની રહ્યા છે એશિયાટિક લાયન ના મોત નું કારણ….


બ્રેકિંગ ન્યૂઝ…પીપાવાવ પોર્ટ ઉપર જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રૂા.૪૯ લાખના મુદામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ….

એસ.એન.ન્યૂઝ દ્વારા :પીપાવાવ પોર્ટ ઉપર જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રૂા.૪૯ લાખના મુદામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ..

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ચોરી છુપીથી ધણા વ્યક્તિઓ જુગાર રમતાં હોય અને તેઓની આ જુગાર રમવાની પ્રવૃતિથી જુગાર રમવાથી ધણા- પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે. અને જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને તે રીતે તમામને કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે આજરોજ  એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે. કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ પીપાવાવ પોર્ટમાં આવેલ એ.પી.એમ. ટર્મીનલની એમ.ટી.ઓ. ઓફીસની બાજુમાં જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને ઝડપી પાડેલ છે.

-:પકડાયેલ આરોપીઃ-
1⃣ જીતેન્દ્રભાઇ ગોપાલભાઇ સચાણીયા રહે.વીકટર તા.રાજુલા
2⃣ હરેશભાઇ બાબુભાઇ વાળા રહે.કોટડી તા.રાજુલા
3⃣ યુનુસભાઇ બચુભાઇ ગાહા રહે.ડુંગર તા.રાજુલા
4⃣ ઇરફાનભાઇ સતારભાઇ સોરઠીયા રહે.રાજુલા
5⃣ હિતેષભાઇ મીઠાભાઇ ધુરકા રહે.રાજુલા કડીયાળી રોડ

પકડાયેલ મુદામાલઃ– ઉપરોકત પાંચેય આરોપીઓ પાસે રોકડ રકમ રૂા.૧૧૭૯૦ /- મોબાઇલ નંગ-૦૬ કિ.રૂા.૩૦,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા ઇનોવા કાર નંગ-૦૪ કિરૂા.૪૯,૦૦,૦૦૦/- સાથે કુલ મુદામાલ રૂા.૪૯,૪૧,૭૯૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમોની સામે ધોરણસર ફરીયાદ આપી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે સોંપી આપવામાં આવેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને બાતમી આધારે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં પાંચ ઇસમોને કુલ રૂા.૪૯,૪૧,૭૯૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.


તળાજા મહુવા તાલુકાના ખેડૂતો પર કરવામાં આવેલા લાઠીચાર્જ મુદ્દે રાજુલા કોળી સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી*

*તળાજા મહુવા તાલુકાના ખેડૂતો પર કરવામાં આવેલા લાઠીચાર્જ મુદ્દે રાજુલા કોળી સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી*

આજ રોજ રાજુલા પ્રાંત કચેરી ખાતે રાજુલા જાફરાબાદ કોળી સમાજ યુવાનો અને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તે તા. ૨/૧/૨૦૧૯ ના રોજ ભાવનગર જીલ્લાના તળાજા-મહુવા તાલુકામાં અલ્ટ્રાટેક કંપની માઈનિંગ કરવા પરવાનો આપતા અસરગ્રસ્ત ગામોનાં ખેડૂતો દ્વારા ખોદકામનો વિરોધ કરવા અને માઈનિંગ કામગીરી અટકાવવા છાવણી ઉપર ધરણાં કરવા જતાં ખેડૂતોને બંધારણના પોતાનો વિરોધ દર્શાવવાનો અને શાંત, અહિંસક દેખાવ કરતાં અટકાવા પોલીસે ત્યાં હાજર ખેડૂતો તેમજ સ્ત્રીઓ અને બાળકો પર બળ પ્રયોગ કરતા ખેડૂતો ઉપર ટીયરગેસ તેમજ અંધાધુન્ધ લાઠીચાર્જ કરાતાં જમીનનાં હક માટે લડતા અને વિરોધ દર્શાવતા ગરીબ ખેડૂતો સાથેની મહિલાઓને પુરૂષ પોલીસકર્મીઓ એ ઢોરમાર મારે પચાસથી વધુ ખેડૂતો અને તેના પરીવારજનો ઈજાગ્રસ્ત થયેલ અને નિર્દોષ ખેડૂતો ઉપર વારંવાર થતાં અત્યાચાર અને ગેરકાયદેસર પોલીસ કાર્યવાહી તેમજ ખોટી રીતે ગંભીર ગુના લગાવી કરેલ ધરપકડ બદલ તમામ નિર્દોષ ખેડૂતો ઉપર થયેલ કેસમાં તમામને તાત્કાલિક મુક્ત કરવા તેમજ થયેલા કેસો પરત ખેંચવા અને ખેડૂતોની માતા સમાન જમીનોનુ વ્યાપારીકરણ કરતી સરકાર દ્વારા અલ્ટ્રાટેક કંપનીનો માઈનિંગ પરવાનો રદ કરી ખેડૂતોની જમીન તેમજ રોજીરોટી બચાવવા અમો લેખિત માંગણી કરીએ છીએ તેમજ અમો સરકારના ખેડૂત વિરોધી વલણને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ખેડૂત પર લાઠી વરસાવનાર પોલીસકર્મી તેમજ પોલીસકર્મીને આદેશ આપનાર એસપી જેમણે અખબારી નિવેદન માં પોલીસો પર કાશ્મીર જેમ પથ્થર મારો કરવાનું કહેલ જે ખેડૂતોને આતંકવાદી ગણાવવા જેવું હોય એસપી સાહેબ અસરગ્રસ્ત ગામોનાં ખેડૂતોની માફી માંગે તેમજ અમાનવીય લાઠીચાર્જ કરનાર તમામ જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી તેમનાં ઉપર યોગ્ય ધોરણસરની કાર્યવાહી કરાવવા લાગું પડતાં ડિપાર્ટમેન્ટને આમારી માંગની રજૂઆત પહોંચાડવા અમોની માંગ છે અને ભવિષ્યમાં ખેડૂતોને હાલાકી ન પડે તે માટે કડક સુચના પાઠવશો તેવી પ્રબળ રજૂઆત છે અમારી માંગણીઓ સંતોષવામાં વિલંબ થશે તો સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનાં સમર્થનમાં જનઆંદોલન કરવામાં આવશે જેની સમગ્ર જવાબદારી તંત્ર અને સરકાર શ્રી ની રહેશે તેવી રજૂઆત રાજુલા જાફરાબાદ તાલુકાના યુવા આગેવાન હિતેશભાઈ વાળા અજયભાઈ શિયાળ દેવદાનભાઈ સાંખટ ભાણાભાઈ ગુજરીયા બાલાભાઈ સાંખટ લોઠપુર ઉકાભાઇ સોલંકી વલ્લભભાઈ વાજા મંગાભાઈ બારૈયા દુલાભાઈ વાજા શીવાભાઈ મકવાણા દેવાતભાઈ ગુજરીયા અશ્વિનભાઈ શિયાળ કાળુભાઇ બારૈયા પાચાભાઈ ધુંધળવા વનરાજભાઈ મકવાણા બાબુભાઈ બાંભણિયા સંતોષ ગુજરીયા ભાવેશભાઈ ગુજરીયા પ્રતાપભાઈ ગુજરીયા સહિતના લોકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી


error: Content is protected !!