Main Menu

Sunday, January 6th, 2019

 

અલ્ટાટ્રેક સિમેન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ ઇસમને પકડી પાડતી જાફરાબાદ પોલીસ

અલ્ટાટ્રેક સિમેન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ ઇસમને પકડી પાડતી જાફરાબાદ પોલીસ

મે. પોલીસ અધિક્ષક શ્રી નિર્લીપ્ત રાય સાહેબ અમરેલીનાઓએ અમરેલી જીલ્લામાં બનતા મીલ્કત સબંધી ગુન્હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા તથા ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી મુળ માલીકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અંગે ખાસ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ જાફરાબાદ પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.ચનુરા સાહેબ તથા જાફરાબાદ પોલીસ સ્ટાફે અલ્ટાટ્રેક સિમેન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડેલ છે.
બનાવની વિગત એવી છે કે, ગઇ તા-૦૨/૦૧/૧૯ ના ક.૨૧/૩૦ થી તા-૦૩/૦૧/૧૯ ના ક.૦૮/૦૦ દરમ્યાન વાંઢ ગામની સર્વે નં- ૨૫૦ વાળી જમીનમાં આવેલ ઓટોમેટી વે-બ્રિજની ઓફીસનુ તાળુ તોડી તેમાં રાખેલ ડેલ કંપનીનુ કોમ્પ્યુટર CPU કી-બોર્ડ, માઉસ, કિં.રૂ-૩૫,૦૦૦/- તથા ઓફીસમાં રાખેલ ટાવરની મોટી પાંચ લાઇટો જે એક લાઇટની કિ.રૂ- ૧૧,૦૦૦/- ની તે સીગ્માં સર્ચ લાઇટ લીમેટેડ કંપનીની પાંચ લાઇટો કિં.રૂ-૫૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ-૯૦,૦૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરીને લઇ ગયેલ હોય જે અંગે જાફરાબાદ પો.સ્ટે. માં ફ.ગુ.ર.નં- ૦૧/૧૯ IPC કલમ ૩૮૦,૪૫૪,૪૫૭, મુજબનો ગુન્હો રજી. થયેલ હોય
પકડાયેલ આરોપીઓ
1⃣ પરેશભાઇ પાંચાભાઇ સાંખટ ઉ.વ- ૨૦ ધંધો- ડ્રાઇવીંગ રે. બાબરકોટ તા- જાફરાબાદ
2⃣ શૈલેષભાઇ સોમાભાઇ ચુડાસમાં ઉ.વ- ૩૦ ધંધો- મજુરી રે. વાંઢ તા- જાફરાબાદ
3⃣ પ્રવિણભાઇ હાદાભાઇ શિયાળ ઉ.વ- ૨૩ ધંધો- ડ્રાઇવીંગ રે. હાલ- ભાકોદર તા- જાફરાબાદ મુળ રે. રાણીવાડા તા- મહુવા જી- ભાવનગર
પકડાયેલ આરોપીઓ પાસેથી ચોરાયેલ ડેલ કંપનીનુ કોમ્પ્યુટર CPU કી-બોર્ડ, માઉસ, કિં.રૂ-૩૫,૦૦૦/- તથા ઓફીસમાં રાખેલ ટાવરની મોટી પાંચ લાઇટો જે એક લાઇટની કિ.રૂ- ૧૧,૦૦૦/- ની તે સીગ્માં સર્ચ લાઇટ લીમેટેડ કંપનીની પાંચ લાઇટો કિં.રૂ-૫૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ-૯૦,૦૦૦/- નો મુદામાલ મળી આવેલ હોય જેથી સદરહુ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ, જાફરાબાદ પોલીસને અલ્ટાટ્રેક સિમેન્ટ કંપનીમાં થયેલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.ચનુરા સા. તથા પો.સબ.ઇન્સ. કે.જે. વાળા સાહેબ તથા હેડ.કોન્સ.આઇ.એલ.ગોહીલ તથા પી.ડી.કલસરીયા તથા વી.વી.ડાભી તથા અજયભાઇ વાઘેલા તથા ભુપતભાઇ તથા પ્રવિણભાઇ વિગેરે જોડાયેલ હતા


બ્રેકિંગ ન્યૂઝ… રાજુલામા આવેલ ઘાતરવડી ૨ ડેમનો ૧ દરવાજો ખોલવાની મળી મંજૂરી….


એસ.એન.ન્યૂઝ દ્વારા :રાજુલામા આવેલ ઘાતરવડી ૨ ડેમનો ૧ દરવાજો ખોલવાની મળી મંજૂરી….
રાજ્ય સરકારે આપી મંજૂરી…..
રાજુલા તાલુકા ના રામપરા, વડ, ભચાદર, ભેરાઈ, સહિત ૫ જેટલા ગામના ખેડૂતોને પાણીની હતી જરૂરીયાત……
ધારાસભ્ય અંબરીશ ડેરની રજુઆતને મળી સફળતા….
૨૪ કલાક સુધી ડેમનો દરવાજો રહેશે ખુલો……..
ગ્રામીણ પંથકના ધરતી પુત્રો ખુશ ખુશાલ……
ખેડૂતોના પાક માટે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કરવામાં આવી હતી રજુઆત……


ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની મહેફીલ કરતા આઠ ઇસમોને પકડી પાડતા મરીન પીપાવાવ અને જાફરાબાદ ટાઉન/મરીન પોલીસ

એસ.એન.ન્યુઝરાજુલા:ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની મહેફીલ કરતા આઠ ઇસમોને પકડી પાડતા મરીન પીપાવાવ અને જાફરાબાદ ટાઉન/મરીન પોલીસ

શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી નાઓને અમરેલી જીલ્લામાં દારૂની મહેફીલ કરતા અને ગેરકાયદેસર પરપ્રાંતીય વિદેશી દારૂ અંગેની છુપીથી હેરાફેરી કરતા અને પરપ્રાંતીય વિદેશી દારૂનું વેચાણ કરતા ઇસમો અને જીલ્લાના લીસ્ટેડ પ્રોહી બુટલેગર્સની પ્રવૃતી અંગે વોચ રાખવા અને દારૂની બદી દુર કરવા અને વ્યસન મુકત કરવા વધુમાં વધુ પ્રોહીબીશનના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓની બાતમી આધારે ના.પો.અધિ.શ્રી સાવરકુંડલા કે.જે.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ ટાઉન પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.ટી.ચનુરા સાહેબ તથા મરીન પીપાવાવ પો.સ્ટે.ના પો. સબ ઇન્સ. એસ.આર.શર્મા સાહેબ દ્રારા જાફરાબાદ મરીન/ટાઉન અને પીપાવાવ પો.સ્ટે. સ્ટાફ દ્રારા સંયુકત રીતે જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં રહેતા માજી નગર પાલીકા પ્રમુખ ભગુભાઇ ગાંડાભાઇ સોલંકીના પુત્ર સુરેશ ભગુભાઇ સોલંકીના રહેણાંક મકાને કેટલાક ઇસમો પરપ્રાંતીય દારૂની મહેફીલ કરતા હોય જયાં રેઇડ કરતા પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ , બીયર તથા દારૂની મહેફીલની ચીજ વસ્તુ સાથે કેફી પીણું પીધેલ હાલતમાં આઠ ઇસમો પકડાય ગયેલ અને અંધારાનો લાભ લઇ નાસી ગયેલ ચાર ઇસમો વિરૂધ્ધ ઇંગ્લીશ દારૂની મહેફીલનો ગુન્હો રજી. કરેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-
1⃣જગદીશભાઇ બાબુભાઇ બારૈયા
2⃣કિશોરભાઇ લાખાભાઇ બારૈયા
3⃣બાબુભાઇ રાણાભાઇ સોલંકી
4⃣તુલસીભાઇ છનાભાઇ સોલંકી
5⃣કરશનભાઇ રામજીભાઇ બાંભણીયા
6⃣હરેશભાઇ રામભાઇ બારૈયા
7⃣વિનોદભાઇ છનાભાઇ બારૈયા તથા
8⃣લખમણભાઇ શુકરભાઇ બારૈયા રહે. તમામ જાફરાબાદ

નાસી ગયેલ આરોપીઓઃ-
1⃣સુરેશભાઇ ભગુભાઇ સોલંકી તથા
2⃣રાકેશભાઇ ભગુભાઇ સોલંકી તથા અન્ય બે અજાણ્યા ઇસમો રહે. તમામ જાફરાબાદ

મળી આવેલ મુદ્દામાલઃ-

1⃣ઇંગ્લીશ દારૂની રીંગ પેક બોટલ નંગ- ૦૨
2⃣મહેફીલમાં ઉપયોગ કરેલ અડધી ભરેલ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧
3⃣બીયરના રીંગ પેક ટીન નંગ-૦૩
4⃣ઇંગ્લીશ દારૂની ખાલી બોટલ નંગ-૦૨
5⃣બીયરના ખાલી ટીન નંગ-૦૨ તથા ગ્લાસ અને ચવાણું
6⃣મોબાઇલ નંગ-૧૦ મળી કુલ દારૂની મહેફીલનો પ્રોહી મુદ્દામાલ કિ.રૂ.૧૫,૧૦૦/- નો મુદ્દામાલ સાથે મળી આવેલ

વિગત:-
ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ જાફરાબાદ મરીન પો.સ્ટે.માં ધી પ્રોહી એકટ ક.૬૬(૧)બી,૮૪,૬૮,૬૫એ.ઇ,૧૧૬બી, ૮૧ મુજબ ગુન્હો રજી. કરી સદરહું ગુન્હાની તપાસ ઇન્ચાર્જ જાફરાબાદ મરીન પો.સબ ઇન્સ.શ્રી એસ.આર.શર્મા સાહેબ નાઓ ચલાવી રહેલ છે અને નાસી ગયેલ આરોપીઓને પકડવા તજવીજ ચાલુ છે.
આમ, મ્હે. પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ નાઓની બાતમી આધારે જાફરાબાદ ટાઉન પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.ટી.ચનુરા સાહેબ તથા જાફરાબાદ ટાઉન/મરીન સ્ટાફ અને પીપાવાવ પો.સ્ટે. સ્ટાફના સહયોગથી મરીન પીપાવાવ પો.સ્ટે.ના પો. સબ ઇન્સ. એસ.આર.શર્મા સાહેબ નાઓ ભારતીય બનાવટના વિદેશી દારૂની મહેફીલ માણતા ઇસમોને પકડી પાડવામાં સફળતા મળેલ છે.


અમરેલી જિલ્લાબ્રેકીંગ હેડલાઈન..

અમરેલી જિલ્લાબ્રેકીંગ હેડલાઈન
તા.૬/૧/૧૯, રવિવાર

🔴 *તત્કાલિન PSI નિદોૅષ જાહેર: સા.કુંડલાના વંડા પોલીસ કસ્ટડીમા આરોપીના મોત મામલે CID ક્રાઈમ દ્વારા ચાલી રહેલ તપાસમા 3 વષૅ બાદ PSI શ્રી આચાયૅને અંતે કોટેૅ નિદોૅષ જાહેર કયાૅ – 2015 મા શ્રી આચાયૅ વિરૂદ્ધ આરોપીના ભાઈએ મારના લીધે મોત થયાનો લગાવ્યો હતો આક્ષેપ*
🔹 *અમરેલીમા વેપારીઓ દ્વારા રિલાયન્સ મોલનો માલ શહેરમા આવતા અટકાવ્યો – ટેરીટરીના નિયમનો ભંગ થા માલ અટકાવ્યો મામલો પોલીસ મથકે પહોંચ્યો*
🔴 *અમરેલીની સુદશૅન નેઞાલય મેનેજમેન્ટ દ્વારા સવેૅમા થયો ખુલાસો ચિંતિત ખુલાસો: સ્માટૅ ફોનના ઉપયોગના કારણે અમરેલીમા 15 વષૅ સુધીના 50 ટકા બાળકો આંખોના રોગનો શિકાર બન્યા હોવાનુ તારણ*
🔹 *ધારાસભ્ય ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે – સા.કુંડલાના MLA પ્રતાપ દુધાતે એક દિવસમા 15 ગામોની મુલાકાત કરી*
🔴 *અમરેલી જીલ્લા સહિત રાજ્યમા આજે LRD પરિક્ષા – પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સખ્ત બંદોબસ્ત વચ્ચે લેવાશે પરિક્ષા- અમરેલીમા 21 હજાર વિદ્યાથીૅઓ આપશે પરિક્ષા*
🔹 *વિપક્ષનેતા પરેશ ધાનાણીની રજુઆત ફળી: અમરેલી તાલુકામા રોડ રસ્તા માટે 1490 લાખના કામોને સરકારે મંજુર કયાૅ*
🔴 *પઞકાર પુઞએ મેળવી પ્રસિદ્ધી: અમરેલીના ન્યુજ 18 ના પઞકાર રાજુ ગઢીયાના પુઞ હષૅ ગઢીયાની સૌરાષ્ટ્ર અંડર -14 ક્રિકેટ ટીમમા પસંદગી – જીલ્લા માટે ગૌરવની વાત*
🔹 *જાફરાબાદ પોલીસે શરાબની મહેફીલ માણતા રાજકીય આગેવાન પુઞ સહિત 8 ને ઝડપી પાડ્યા – મુદ્દામાલ કબ્જે લઈ કાયૅવાહી હાથ ધરી*
🔴 *અમરેલી નજીક આવેલ ઓઈલ મીલમા આગ ભભુકતા લાખોની મગફળીનો જથ્થો ખાખ – ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો*
🔹 *સા.કુંડલા 108 એમ્બ્યુલન્સ સ્ટાફનુ કલેક્ટરશ્રીના હસ્તે સન્માનિત કરાયા*
🔹 *આહિર રેજીમેન્ટની ખાંભા ખાતે વિશાળ રેલી યોજાઈ – ભારતીય સેનામા માંગને લઈ યોજાઈ રેલી*
🔴 *સા.કુંડલા માનવ મંદિરના મનોરોગી બહેનોનો એક દિવસીય પ્રવાસ યોજાયો – કાગવડ,પરબ,વિરપુર સહિત સ્થળોએ યોજાયેલ પ્રવાસમા પુ.ભક્તિબાપુ, સંદેશના સુયૅકાંત ચૌહાણ જોડાયા*
🔹 *સા.કુંડલાના પીઠવડી ગામે ધારાસભ્યશ્રી દુધાતના હસ્તે સ્મશાન કમ્પાઉન્ડ વોલનુ ખાતમૂહતૅ કરાયુ*
🔹 *ખાંભાના ડેડાણ ગામે આઝાદી બાદ સૌપ્રથમ બનેલ માગૅને ખાનગી કંપનીએ તોડી નાંખતા વેપારીઓએ રોષભેર મામલતદારને આવેદન પાઠવ્યુ*
🔹 *સા.કુંડલામા જીલ્લા વહિવટી તંઞ દ્વારા સેવાસેતુ કાયૅક્રમનુ આયોજન*
🔴 *જંગલના રાજા સાથેની લડાઈમા દિપડાનુ મોત – ખાંભા, તુલશીશ્યામ રેન્જના સાળવાની ઘટના – દિપડાના મૂતદેહને પીએમ માટે ખાંભા રેન્જ ઓફિસે લવાયો*
➡ *ચોથી ટેસ્ટમા ઓસ્ટ્રે.સામે ફોલોઓનનો ખતરો*
🔴 *અમરેલી સહિત સૌરાષ્ટ્રમા ફરી કોલ્ડવેવ સજાૅવાની સ્થિતીના મંડાણ – ઉત્તર ભારતમા ભારે હિમવષાૅથી જનજીવન ઠપ્પ – સૌરાષ્ટ્રમા વતાૅશે અસર*


સાવરકુંડલા મા NSUI દ્વારા સાઈકલ સ્પર્ધા નું આયોજન કરવા મા આવ્યું…..

સાવરકુંડલા મા NSUI દ્વારા સાઈકલ સ્પર્ધા નું આયોજન કરવા મા આવ્યું…..

દિવાળીબેન રૂગનાથભાઈ દોશી આયોજિત 2019 સાઈકલ સ્પર્ધા સાવરકુંડલા ખાતે સવારે 5:30 કલાકે રાખવામાં આવી હતી…..

1093 છોકરા છોકરી એ ભાગ સ્પર્ધા લીધો હતો વિજેતા થયેલ તમામ સ્પર્ધકો ને મુમેન્ટ આપી સન્માનિત કરવા મા આવ્યા હતા……

સાવરકુંડલા ના વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ
વિજેતા થયેલ ને ને સન્માનિત કરવા મા આવ્યા હતા…

તમામ સ્પર્ધકો માટે NSUI દ્વારા ચા પાણી નાસ્તા ની વેવસ્થા રાખવામાં આવી હતી….

આ તકે માનવમંદિર ના મહંત ભક્તિરામબાપુ,માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન દીપકભાઈ માલાણી,વલ્લભાઈ જિજવાડિયા,ગુજરાત NSUI ના પ્રમુખ માહિપતસિંહ ગઢવી સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ….


સાવરકુંડલા નો વિદ્યાર્થી કેવિન બગડા સ્ટેટ લેવલના ઇન્ડિયન સાયન્સ એન્ડ એન્જિનિયરનીગ ફેરમાં સિલ્વર મેડલ જીતી સવારકુંડલનું ગૌરવ વધાર્યું છે.

સાવરકુંડલા નો વિદ્યાર્થી કેવિન બગડા સ્ટેટ લેવલના ઇન્ડિયન સાયન્સ એન્ડ એન્જિનિયરનીગ ફેરમાં સિલ્વર મેડલ જીતી સવારકુંડલનું ગૌરવ વધાર્યું છે. શિક્ષક દાદા અને દાદીના માર્ગદર્શન હેઠળ કેવીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કેવિન હાલ રાજકોટ ની આત્મીય કોલેજ મા એન્જીનેરિંગ ના ત્રીજાવર્ષમા સ્ટડી કરે છે…


error: Content is protected !!