Main Menu

Friday, January 4th, 2019

 

ગીર ના જંગલ માંથી સામે આવી વિશ્વની સૌ પ્રથમ અભૂતપૂર્વ વિરલ ઘટના સિંહણ પોતાના ૨ બચ્ચા સાથે ઉછેરી રહી છે દીપડાના બચ્ચાને…

ગીર ના જંગલ માંથી સામે આવી વિશ્વની સૌ પ્રથમ અભૂતપૂર્વ વિરલ ઘટના સિંહણ પોતાના ૨ બચ્ચા સાથે ઉછેરી રહી છે દીપડાના બચ્ચાને.

સુભાષ સોલંકી દ્વારા: જંગલ બુકની પ્રસિધ્ધ કથા ઉપર થી વન કર્મચારીઓ એ સિંહણ નું નામ “રક્ષા” અને દીપડાના શાવક ( બચ્ચા) ને નામ આપ્યું “મોગલી”

સામાન્ય રીતે સિંહ અને દીપડા એક બીજાના દુશ્મન હોય છે પરંતુ જો કોઈ સિંહણ દીપડાના બચ્ચાનું લાલન પાલન કરે તેતો નવાઈ કહેવાઈને ? તો આવીજ એક નવાઈ પમાડે તેવી વિરલ ઘટના ગીરના જંગલ માં બની છે. જેમાં રક્ષા નામની સિંહણ પોતાના બે બચ્ચા સાથે મોગલી નામના એક દીપડાના બચ્ચાનો ઉછેર કરી રહી છે તો આવો જોઈએ અમારો ખાસ અહેવાલ.

જંગલ ગીર નું હોય કે આફ્રિકાનું હોય હંમેશા સિંહ અને દીપડાઓ વચ્ચે દુશ્મનાવટજ હોય છે, જયારે જયારે આમનો સામનો થઇ જાય ત્યારે એક બીજાને મારી નાંખવા માટે જીવલેણ હુમલાઓ કરતા હોય છે, પરંતુ દુનિયામા ક્યાંય પણ ના બની હોય તેવી હેરત પમાડે તેવી ઘટના ગીરના જંગલ માંથી સામે આવી છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે એક સિંહણ એક દીપડાના બચ્ચાને સાચવી રહી છે. આ વાત કોઈ પ્રાણી સંગ્રહાલયની નથી પરંતુ ગીરના જંગલના પૂર્વ વિસ્તારમા આ પ્રકારની વિરલ ઘટના સામે આવી છે. આ પ્રકારની ઘટના વિશ્વમાં ક્યાંય પણ બન્યા હોવાનું નોંધાયું નથી. આફ્રિકાના જંગલમાં પણ આ પ્રકારની ઘટના ક્યારેય જોવામા આવી નથી.

સિંહણ દ્વારા દીપડાના બચ્ચા ના લાલન પાલન ની આ જે વિરલ ઘટના બની છે તે અંગે ગીર ફોરેસ્ટના પૂર્વ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ.ધીરજ મિત્તલ લે માહિતી આપતા જણાવ્યું હતું કે જયારે જંગલમાં વન કર્મચારીઓએ એક સિંહણ ને તેના બે બચ્ચા સાથે એક દીપડાના બચ્ચાને એક સાથે જોયા ત્યારે હેરત માં પડી ગયા હતા ત્યાર પછી સતત તેની ઉપર દેખરેખ રાખવામાં આવતા દીપડાનું આ બચ્ચું સિંહણ સાથે છેલ્લા એક અઠવાડિયા થી રહે છે. ડૉ ધીરજ મિત્તલે જણાવ્યું કે દીપડાનું આ બચ્ચું ક્યાંથી અને કેવી રીતે આવ્યુ તે અંગે કોઈને ખબર નથી પરંતુ સિંહણ તેના બે બચ્ચાંની જેમ જ દીપડાના બચ્ચાને સાચવી રહી છે અને દૂધ પણ પીવડાવે છે. સિંહણ તેનું બીજા જાનવરો થી તેનું રક્ષણ પણ કરી રહી છે.

ગીરના જંગલમાં કુલ મળીને 625 થી વધુ જેટલા સિંહો અને તેનાથી ડબલ વસ્તી દીપડાઓની છે પરંતુ અત્યાર સુધીમાં ક્યારેય આ પ્રકારની ઘટના ગીરમાં જોવા મળી નથી ગીર ફોરેસ્ટના પૂર્વ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ.ધીરજ મિત્તલે જણાવ્યું કે આ પ્રકારની પ્રાણીઓમાં પણ માતૃત્વની ભાવના દર્શાવતી સુપ્રસિદ્ધ વાર્તા જંગલ બુક ની યાદ અપાવી રહી છે. અને એટલેજ વન વિભાગના સ્ટાફે સિંહનું નામ રક્ષા અને દીપડાના બચ્ચાનું નામ મૌગલી રાખી દીધી છે અને તેની ઉપર સતત મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે.


બ્રેકિંગ ન્યૂઝ … રાજુલા તાલુકા ના પીપાવાવ પોર્ટ ની અંદર કન્ટેનર યાર્ડ પાસેની ઘટના 3 સિંહો પીપાવાવ પોર્ટ ના કન્ટેનર યાર્ડ પાસે આવેલી બાવળ ની કાટ નજીક શિકાર ની શોધ મા આવી ચડ્યા………

બ્રેકિંગ ન્યૂઝ … રાજુલા તાલુકા ના પીપાવાવ પોર્ટ ની અંદર કન્ટેનર યાર્ડ પાસેની ઘટના 3 સિંહો પીપાવાવ પોર્ટ ના કન્ટેનર યાર્ડ પાસે આવેલી બાવળ ની કાટ નજીક શિકાર ની શોધ મા આવી ચડ્યા……….

1 સિંહ 2 શ્વાન પાછળ છુપાયને શિકાર કરે તે પહેલાં બંને શ્વાન એ છલાંગ લગાવી જીવ બચાવી ભાગ્યા……..

બંને શ્વાન સિંહને જોતાજ નાસી છૂટ્યા…….

સિંહો એ પીપાવાવ પોર્ટ ની અંદર કન્ટેનર યાર્ડ નજીક જમાવ્યો અડિંગો…….

સ્થાનિક વનવિભાગના ટ્રેકરો પહોંચ્યા ઘટના સ્થળે………


સાવરકુંડલા જેસર રોડ ઉપર મોબાઇલની ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ..

સાવરકુંડલા જેસર રોડ ઉપર મોબાઇલની ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓ ગુન્હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ ચોરીના ગુન્હાના આરોપીને ઝડપી પાડેલ છે.

બનાવની હકિકત એવી છે કે ગઇ તા.૦૮/૧૧/૨૦૧૮ ના રોજ સાવરકુંડલા જેસર રોડ ઉપર નંદિગ્રામ સોસાયટીમાં રાજેશગીરી કાશીગીરી ગૌસ્વામી નાઓના રહેણાંક મકાનએથી દિવસ દરમ્યાન ચોરી બે મોબાઇલની ચોરી થયેલ હતી.અને જે અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૭૭/૧૮ ઇ.પી.કો.ક.૪૫૪,૪૫૭ મુજબનો ગુન્હો રજી.થયેલ છે.

પકડાયેલ આરોપીઃ- ઇશ્ર્વરભાઇ નારણભાઇ રાઠોડ ઉ.વ.૨૨ ધંધો. મજુરી રહે.ઢસા પોલીસ સ્ટેશન સામે જુંપડપટ્ટી તા.ગઢડા જી.બોટાદ

આરોપી પાસેથી મળી આવેલ મુદામાલઃ- ચોરીમાં ગયેલ વીવો કંપીનીનો કાળા કલરનો મોબાઇલ કિરૂા.૧૨,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.અને આરોપીને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને સાવરકુંડલામાં થયેલ મોબાઇલ ચોરી અંગેનો ભેદ ઉકેલવામાં સફળતાં મળેલ છે.


૧૯૮૫ ના વર્ષના ખુનના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ….

૧૯૮૫ ના વર્ષના ખુનના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ જુંબેશ શરૂ કરવામાં આવેલ અને આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલા ખાતેના થોરડી ગામેથી એક પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઃ-આપાભાઇ સાર્દુલભાઇ ચાંદુ ઉ.વ.૫૫ ધંધો. ખેત મજુરી રહે.થોરડી તા.સાવરકુંડલા જી.અમરેલી

બનાવની વિગતઃ-
ધારી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૫૫/૮૫ ઇ.પી.કો.ક.૩૦૨,૩૪ મુજબના ગુન્હાના કામે તા.૧૨/૦૬/૧૯૮૭ ના રોજ આજીવન કેદની સજા તથા રૂા.૨૦૦ નો દંડ થયેલ હોય આ કામે આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપતા હતો.અને તા.૨૯/૦૪/૨૦૧૬ ના હુકમથી પેરોલ રજા મંજુર થયેલ હતી. અને મજકુર આરોપીને તા.૧૩/૦૫/૨૦૧૬ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર આરોપી હાજર થયેલ નહી અને પરોલ જમ્પ થયેલ હતો.અને આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન નો.કો. નં. ૧૨/૨૦૧૬ પ્રિવેન્સન એકટ ક.૫૧(૧)૨ તા.૦૫/૦૬/૨૦૧૬ ના રોજ નો.કો.દાખલ થયેલ હતી. સદરહું આરોપીને થોરડી મુકામેથી ઝડપી પાડેલ છે.

મજકુર આરોપી અગાઉ પણ આ ગુન્હામાં સજા પડતાં ૧૧ વર્ષ સુધી ફરાર રહેલ હતો.અને ત્યારબાદ પકડાયેલ અને ફરી વખતે પેરોલ રજા ઉપરથી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો.

મજુકર આરોપીને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન આગળની વધુ કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને ૩૦૨ ના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.


આંબરડી ગામે આતંક મચાવનાર ખુંખાર દિપડો આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

આંબરડી ગામે આતંક મચાવનાર ખુંખાર દિપડો આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.

સુભાષ સોલંકી દ્વારા : દિપડાના આંટાફેરાથી ખેડુતોને વાડીએ જવુ બન્યુ હતુ મુશ્કેલ. છેલ્લા કેટલાક સમયથી એક ખુંખાર દિપડાએ સાવરકુંડલાના આંબરડી ગામની સીમમા ધામા નાંખી વસવાટ કયોૅ હતો. દિપડાના વસવાટથી રાતના સમયે ખેડુતો અધ્ધર શ્વાસે વાડીએ જતા હતા.થોડા દિવસો પહેલા આ ગામની સીમમા દિવસે ખેતરમા કામ કરી રહેલ ખેતમજુર ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી નાંખ્યો હતો.જો કે હાજર અન્ય લોકોથી ખેતમજુર બચી ગયો હતો.આ વિસ્તારમા આ દિપડો ગામની સીમમાંથી ગામમા પણ આવી જતા લોકોમા ફફડાટ વ્યાપેલ હતો.દિપડો આદમમખોર બની માનવભક્ષી બને તે પહેલા તેને પાંજરે પુરવા ઉપ સરપંચ બાવચંદભાઈ વનવિભાગને વાકેફ કરતા ગઇ રાતના બાવચંદભાઈ ચોડવડીયાની વાડીમા પાંજરૂ મુકતા ખુંખાર દિપડો આજે વ્હેલી સવારે પાંજરે આબાદ પુરાઈ જતા ગ્રામજનો અને ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો હતો તેવુ ઉપસરપંચ બાવચંદભાઈએ જણાવેલ.અઞે ઉલ્લેખનીય છે કે આંબરડી ગામના રેવન્યુ વિસ્તારમા સિંહ અને દિપડાઓ આંટાફેરા અને શિકાર કયાૅની ઘટના છાશવારે અહીં બનતી રહે છે.


error: Content is protected !!