Main Menu

Tuesday, January 1st, 2019

 

રાજુલામાં શાકમાર્કેટમાં બાંકડા ખાલી અને નીચે બેસતા ફેરિયાઓ -સર્જાતી ટ્રાફિક સમસ્યા બાબતે મહિલા આગેવાનની રજુઆત…

રાજુલામાં શાકમાર્કેટમાં બાંકડા ખાલી અને નીચે બેસતા ફેરિયાઓ
-સર્જાતી ટ્રાફિક સમસ્યા બાબતે મહિલા આગેવાનની રજુઆત

રાજુલાની શાકમાર્કેટમાં સર્જાતી સમસ્યા બાબતે મહિલા આગેવાનોની રજુઆત કરવામાં આવી છે તાકીદે જરૂરી કાર્યવાહી થવી જરૂરી છે મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે

આ બાબતે મહિલા આગેવાન ભાવનાબેન બામભણીયા એ રજુઆત કરતા જણાવ્યું હતું કે રાજુલાની શાકમાર્કેટમાં બાંકડાઓ હોવા છતાં ફેરિયાઓ નીચે બેસે છે આથી ભારે ટ્રાફિક રસ્તાઓ બ્લોક થવાથી મહિલાઓ પુરુષો સામસામે અથડાય છે પરિણામે પરિસ્થિતિ વિકટ બની રહી છે

આ બાબતે તાકીદે પગલાં ભરવા માંગ ઉઠી છે


જૂનાગઢ ડાયેટ ખાતે ત્રણ જીલા કક્ષાઓની અમરેલી, જૂનાગઢ, અને ગીર સોમનાથ ના સંયુક્ત રીતે તારીખ ૨૮ ડિસેમ્બર ના રોજ યોજાયેલ ઇંસ્પાયર એવોર્ડ..

 નારણભાઈ ભાલીયા  દ્વારા: જૂનાગઢ ડાયેટ ખાતે ત્રણ જીલા કક્ષાઓની અમરેલી, જૂનાગઢ, અને ગીર સોમનાથ ના સંયુક્ત રીતે તારીખ ૨૮ ડિસેમ્બર ના રોજ યોજાયેલ ઇંસ્પાયર એવોર્ડ માનકમાં શ્રી નાની કુંડળ પ્રાથમીક શાળાની કૃતિ જેનો વિષય ઉર્જા બચાવ કરવા નો હતો. એ જિલ્લા કક્ષાની ૩૮કૃતિમાંથી શ્રેષ્ઠ ચાર કુર્તિમાં પસંદગી મેળવેલ છે હવે રાજ્ય કક્ષાના કચ્છ ખાતેના યોજનાર ઇન્સાપયર એવોર્ડ માનાકમાં ભાગ લેશે.. શ્રી નાની કુંડળ પ્રાથમિક શાળાના ત્રણ બાળકો મેર ઉમેશ ભરતભાઇ , ઉતેળીયા સંદીપ ઘુઘાભાઈ તથા મકવાણા મૌલિક બાલાભાઈ તથા શાળા ના શિક્ષક રોશનભાઈ પટેલ માં માર્ગદર્શન હેઠળ બનાવી રજુઆત કરવામાં આવી હતી. NIF દિલ્લી થી આવેલ રાષ્ટ્રીય કક્ષાના નિર્ણયાકો દ્વારા પસંદગી પામેલ છે…રીપોર્ટર નારણભાઈ ભાલીયા નાનીકુંડળ બાબર


બ્રેકિંગ ન્યૂઝ… અમરેલી પોલીસ દ્વારા 31 ડિસેમ્બર ની ઉજવણી ને લઈ દિવ તરફ થી આવતા 40 લોકો સામે પ્રોહીબિશનના ગુન્હા કર્યા દાખલ……

અમરેલી બ્રેકીંગ…….

અમરેલી પોલીસ દ્વારા 31 ડિસેમ્બર ની ઉજવણી ને લઈ દિવ તરફ થી આવતા 40 લોકો સામે પ્રોહીબિશનના ગુન્હા કર્યા દાખલ દિવ તરફ થી 31 ડિસેમ્બરની ઉજવણી કરી પીધેલી હાલતમાં ખડાધાર ચેક પોસ્ટ તેમજ રાજુલા માંથી કુલ 40 પીધેલ ઝડપાયા દારૂ પી ને ખાનગી વાહનોમાં આવતા તમામ સામે થયા ગુન્હા દાખલ…..

પીધેલી હાલત માં ઝડપાયેલા માં બોટાદ 1, પીપલગળ અમરેલી 4,ગોંડલ 1, રાજકોટ 1,જસદણ 5,સુરેન્દ્રનગર 1 નો સમાવેશ થાય છે….


બ્રેકિંગ ન્યૂઝ…. અમરેલી-રેવેન્યુના લીલીયા પંથકનો સિંહની પજવણીનો વિડીયો થયો વાયરલ……

બ્રેકીંગ……

અમરેલી-રેવેન્યુના લીલીયા પંથકનો સિંહની પજવણીનો વિડીયો થયો વાયરલ……
પાંચ સિંહો ને પજવણી કરતા શખશોનો વિડીયો સોસીયલ મીડિયામાં થયો વાયરલ…..
બાઈક પર સવાર બે શખ્સો અને અન્ય એક વ્યક્તિ સિંહો પાછળ દોડતો વિડીયો….
લીલીયાના ગુંદરણ એકલારા ના ખારાનો વિડીયો હોવાનું અનુમાન……
સિંહોની સુરક્ષા કરતા વનવિભાગ સામે ઊઠ્યાં સવાલ…..
સિંહોની પજવણી થતી હોવા છતાં વનતંત્ર મુકપ્રેક્ષકની ભૂમિકામાં…..
સિંહોની પજવણીને લઈને સિંહપ્રેમીઓમાં ભભૂખ્યો રોષ…….


બ્રેકીંગ ન્યૂઝ…  સાવરકુંડલા વિસ્તારમાં ટ્રેન નીચે સિંહના મોત બાદ રેલવે જાગ્યું રેલવે ડ્રાઇવરઓ દ્વારા સિંહને બચાવવાના પ્રયત્નો શરૂ

બ્રેકીંગ ન્યૂઝ…

સાવરકુંડલા વિસ્તારમાં ટ્રેન નીચે સિંહના મોત બાદ રેલવે જાગ્યું રેલવે ડ્રાઇવરઓ દ્વારા સિંહને બચાવવાના પ્રયત્નો શરૂ

29 તારીખે ગુડ્ઝ ટ્રેનના દ્રાઈવર સિંહને ટ્રેક ઓળંગતા જોતા બ્રેક મારી સાવરકુંડલાથી પીપાવાવ તરફ જઈ રહી હતી ગુડ્ઝ ટ્રેન થોડા દિવસો પહેલા આ વિસ્તારમાં ત્રણ સિંહોના ટ્રેન નીચે થયા હતા મોત


એમડી ગ્રુપ તરફ થી વર્ષની અંતિમ રાત્રે જરૂરીયાત્ત મંદો અને ગરીબો ને ગ્રામીણ વિસ્તાર માં બ્લેન્કેટ નું વિતરણ..

વર્ષની અંતિમ રાતે જરુરીયાત્ત મંદો અને ગરીબો ને ગ્રામીણ વિસ્તાર માં એમડી ગ્રુપ તરફ થી બ્લેન્કેટ નું વિતરણ

સાવરકુંડલા આંબરડી અભરામ પરાં જાંબાળ સુરજવાડી કૃષ્ણગઢ સહીત ગ્રામ્ય વિસ્તારો માં મજૂરો ગરીબ લોકો પરપ્રાંતીય ખેત મજુરો ને ગરમ ધાબળા નું વિતરણ કરાયું . અગ્રણી ઓ ના હસ્તે બ્લેન્કેટ નું વિતરણ

હાલ અમરેલી જીલ્લા માં ૮ ડીગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે ગ્રામીણ વિસ્તાર માં કડકડતી ઠંડી પડતા અહી ગરીબ લોકો મજુરો ખેત મજુરી કરી રહેલા પર પ્રાંતીય ગરીબ મજુરો જે સીમ ખેતરો માં વસવાટ કરી રહ્યા છે તે ઠંડી ને કારણે પરેશાન હાલ છે તેવા લોકો નો વિસ્તાર વાઇજ સર્વે કરી જરૂરિયાત મંદો ને વર્ષ ની અંતિમ રાતે એમડી ગ્રુપના ચેરમેન ભગીરથ ભાઈ પીઠવડી વાળા તરફ થી ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જંગલ કાંઠા ના ગામો ની સીમ માં અને સાવરકુંડલા ના ગ્રામ્ય વિસ્તારો માં સતત રાત્રી દરમિયાન આ કાર્ય ચાલુ હતું ત્યારે અહી આંબરડી ના ગ્રામ્ય વિસ્તારો માં ગરીબ માણસો નાં બ્લેન્કેટ ના વિતરણ દરમિયાન આંબરડી ના અગ્રણી સરપંચ ઉપસરપંચ તેમજ સાવરકુંડલા ના સહકારી આગેવાન માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન દીપક માલાણી સહીત સાવરકુંડલા ના ઉદ્યોગ પતિ સત્યમ ધકાણ સુભાષ સોલંકી ખેડૂત સમાજ ના મહેશ ભાઈ ચોડવડીયા બશીર ભાઈ ઝાંખરા સહીત ના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એમ ડી ગ્રુપ તરફ થી આ ભગીરથ કાર્ય વર્ષો થી ચાલુ છે માજી ધારાસભ્ય મનુભાઈ પીઠવડી વાળા તરફ થી દર શિયાળા માં ગરીબો ને ધાબળા વિતરણ થતું હતું જે પ્રથા આજ વર્ષો થી તેમના કુટુંબી અને તેમના દીકરા ભગીરથ ભાઈ દ્વારા આ પ્રથા ચાલુ છે જે ના સંદર્ભે આજે સાવરકુંડલા પાંચ ગ્રામ્ય વિસ્તારો માં ગરમ ધાબળા નું વિતરણ કરાયું હતું.


error: Content is protected !!