Main Menu

Thursday, December 6th, 2018

 

પોરબંદર એલ. સી. બી. સ્ટાફ દ્વારા પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબની સુચના થી તથા ઇન્ચાર્જ LCB PI એચ.એન.ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ સાથે કોઇપણ જાતની પ્રમાણીત ડીગ્રી ન હોવા છતા ડોકટર તરીકે પ્રેકટીસ કરતા સાકીર સલાબતભાઇ મલેક ની ધરપકડ..

આજ રોજ પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ LCB PI એચ.એન.ચુડાસમા એલ.સી.બી.સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. મસરીભાઇ ભુતિયા ને ચોક્કસ હકીકત મળેલ કે, રાણાબોરડી ગામે મસ્જીદની પાસે દુકાનમાં સાકીર સલાબત મલેક નામનો વ્યક્તિ કોઇપણ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓનો જથ્થો રાખી બીમાર દર્દીઓને સારવાર આપી ડોક્ટર તરીકે પ્રેકટીસ કરે છે. જે આધારે સદર જગ્યાએ તપાસ કરતા આરોપી સાકીર સલાબતભાઇ મલેક જાતે-મુસલમાન ઉ.વ.૪૭ રહે.રાણાવાવ શકિત હોસ્પીટલની સામે જી.પોરબંદર વાળાને કોઇપણ જાતની પ્રમાણીત ડીગ્રી ન હોવા છતા ડોકટર તરીકે પ્રેકટીસ કરતા ટેથોસ્કોપ-૧ તથા બીપી માપવા મીટરનું નંગ-૧ તથા હાથબતી નંગ-૧ તથા અલગ અલગ કંપનીની એલોપેથીક દવાઓ મળી કુલ કિ.રૂ.૬૨૭૯/- સાથે પકડી પાડી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ-૧૯૬૩ ની કલમ-૩૦ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.


બ્રેકીંગ ન્યૂઝ ..  રાજુલા ખાંભા રોડ પર ભુંડણી ગામ પાસે મોટરસાયકલ ને છકડો રીક્ષા અથડાતા બે ને ઈજા થતાં 108 દ્વારા માં રાજુલા હોસ્પિટલ લાવવાં માં આવ્યા….

બ્રેકીંગ ન્યૂઝ ..

રાજુલા ખાંભા રોડ પર ભુંડણી ગામ પાસે મોટરસાયકલ ને છકડો રીક્ષા અથડાતા બે ને ઈજા થતાં 108 દ્વારા માં રાજુલા હોસ્પિટલ લાવવાં માં આવ્યા….

ઇજાગ્રસ્ત પામેલ :
૧.વિમલ ભાઈ રાજુભાઇ વેગડ ઉ. વષૅ. ૩૩.રે. રાજુલા
૨.હિતેશ અર્જનભાઈ મકવાણા ઉ.વષૅ ૪૩. રે. પીપાવાવ આ ઇજાગ્રસ્ત નેે ગંભીર ઇજા થતાં સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.


અક્સમાતે મુત્યુ પામેલ બાબુભાઈ છગનભાઈ મેચીયા ના વારસદાર લાભુબેન બાબુભાઈ મેચયા ને અકસ્માત વીમા કલેમ નો ચેક નો ચેક અર્પણ

તા.6.12.2018 ના રોજ જાબુડા ગામે 31.3.2018 ના રોજ અક્સમાતે મુત્યુ પામેલ બાબુભાઈ છગનભાઈ મેચીયા ના વારસદાર લાભુબેન બાબુભાઈ મેચયા ને અકસ્માત વીમા કલેમ નો ચેક પંચાજ હજાર નો ચેક આપતા સા.કુ ર્યાડ ના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી તથા વાઈચ ચેરમેન શ્રી મનજીભાઈ તળાવયા તથા જીલ્લા પંચાયત ના સદસ્ય શ્રી લાલભાઈ મોર તથા ભમર ના સરપંચ ભગવાનભાઈ તથા સા.કુ ર્યાડ ના ડીરેકટર શ્રી ધીરૂભાઈ વોરા તથા ર્યાડ ના ડીરેકટર ચેતનભાઈ માલાણી ર્યાડ ના ડીરેકટર હીમતભાઈ તથા મઢડા મંડળી ના પ્રમુખ શ્રી ગોલળભાઈ તથા સેકરેટી રાદડીયાભાઈ તથા સરપંચ મુળજીભાઈ તથા માજી સરપંચ મનજીભાઈ તથા જાબુડા મંડળી ના ડીરેકટર શ્રી દીલીપભાઈ વ્યાસ તથા મંડળી ના મંત્રી શ્રી મનહરદાદા તથા વીઠલભાઈ ધાનાણી તથા ગ્રામજનો તથા બહેનો બહોળી સખ્યા મા હાજર રહેલ તેમ સતીષ મહેતા ની અખબાર યાદી મા જણાવેલ


રાજુલા તાલુકા નાં પી. એસ. આઇ વી. વી. પંડ્યા સાહેબ તથા ડુંગર પોલીસની પ્રસન્રસીય કામગીરી….

વિરજી શિયાળ દ્વારા : રાજુલા તાલુકા ના ડુંગર પોલીસની પ્રસન્રસીય કામગીરી

ડુંગર ગામે ST ના અભાવને કારણે વિર્ધાર્થીઓને પ્રાઈવેટ વાહનો લકજરી બસ ભાર રીક્ષા તેમજ ટ્રક માં કરવી પડે છે મુસાફરી..

જીવના જોખમે કરી રહ્યા છે વિર્ધાર્થીઓ અપડાઉન રજળતા ભટકતા પહોચે છે પોતાના ઘરે..

ડુંગર ગામે જે એન મહેતા હાઈસ્કુલ માં અભ્યાસ કરતા વિર્ધાર્થીઓ કાયમી માટે
ડુંગર ના આસપાસ ના ગામડાઓ જેવા કે માંડણ,મોરંગી, મોભીયાણા, રીંગણીયાળા,રાજપડા, ડોળીયા, છાપરી, વિકટર, ડુંગરપરડા સાજણાવાવ, જીંજકા
જેવા અનેક ગામો માંથી અપડાઉન કરે છે…

હાલ શિયાળા ની સિઝન હોવા ના કારણે સાંજ વહેલી પડી જવાથી સ્કુલ નો સમય સાંજ ના ૫ કલાકે રજા પડે છે ST બસ ન હોવા ના કારણે વિર્ધાર્થીઓ ને પ્રાઇવેટ વાહનો માં મુસાફરી કરવી પડે છે..

વિર્ધાર્થીનીઓ એ સાંજના સમયે ડુંગર પોલીસ સ્ટેશન પહોંચી    પી. એસ. આઇ શ્રી વી. વી  પંડ્યા સાહેબ ને રજુઆત કરતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પલ્લવીબેન હડીયા ને જે વિર્ધાર્થીનીઓ ની મદદ માટે કહેલ પલ્લવીબેને તત્કાળ પ્રાઈવેટ લકઝરી બસ ઉભી રખાવી તમામ વિર્ધાર્થીનીઓને બેસાડેલ

આ બનાવ થી વિર્ધાથીઓમાં અને પોલીસ પ્રત્યે પ્રેમ ની લાગણી ઉદભવેલ અને ડર ઓછો થયેલ..
વિર્ધાર્થીઓ નો એક દિવસનો પ્રશ્નનો ઉકેલાઈ જવા પામેલ પરંતુ હવે પછી ના દિવસો માં વિર્ધાર્થીઓની આજ રીતે પોલીસ મદદ કરશે કે કેમ ?

તેમજ અમરેલી જીલ્લા ST વિભાગ દ્રારા ડુંગર ગામના વિર્ધાર્થીઓ માટે રાજુલા મહુવા લોકલ બસ સાંજ ના સમયે ચાલુ કરવામાં આવે તેવી માંગ ડુંગર “યંગ મુસ્લીમ એજ્યુકેશન ગૂપ” દ્રારા અનેક વખત રજુઆત કરવા છતા પણ આજ દિન સુધી STબસ શરૂ કરવામાં આવી નથી..
આ પહેલા પણ રાજુલા ના ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર ને રજુઆત કરી ST વિભાગ ને જાણ કરાઇહોવા છતા આજ સુધી ST તંત્ર ઉંઘતુ હોય તેવુ લાગી રહ્યુ છે..

જો ટુક સમય માં STબસ શરૂ નહી થાય તો ગાંઘી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે..

 


error: Content is protected !!