Main Menu

Sunday, December 2nd, 2018

 

લોકરક્ષક દળની લેખિત પરિક્ષા રદ્ થતાં રાજુલા ખાતે કોંગ્રેસ દ્વારા પૂતળાં દહન કરવામાં આવ્યું સરકાર વિરુદ્ધ નારા લગાવી રોષ વ્યક્ત કર્યો

લોકરક્ષક દળની લેખિત પરિક્ષા રદ્ થતાં રાજુલા ખાતે કોંગ્રેસ દ્વારા પૂતળાં દહન કરવામાં આવ્યું સરકાર વિરુદ્ધ નારા લગાવી રોષ વ્યક્ત કર્યો

આજે રાજ્યમાં લોકરક્ષકની ૯૭૧૩ જગ્યા માટે પરીક્ષા યોજાવાની હતી તેમાં ૮૭૬૩૫૬ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા પરીક્ષા નો સમય બપોરે ૩:૦૦ થી ૪:૦૦ સુધી હતો ઉમેદવારોએ ૧૨:૦૦ કલાકે કેંદ્ર પર પહોંચવાનું હતું પરંતુપરીક્ષા ચાલુ થાય તે પહેલાં જ બપોરના સમયે રાજ્યના પોલીસ વિભાગના અધિકારી વિકાસ સહાય એ પેપર લીક થતા લોકરક્ષક દળની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો અને એક મહિના પછી પરીક્ષા યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તેના પડઘા રાજુલામાં પડ્યા રાજુલા કોંગ્રેસ એનએસયુઆઇ યુથ કોંગ્રેસ સહિતના લોકોએ પેપર લીક ના વિરુદ્ધ માં પુતળા દહન કરવામાં આવ્યું હતું અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ જોષી યુથ કોંગ્રેસ શહેર પ્રમુખ નિરવભાઈ ભટ્ટ એનએસયુઆઇ શહેર પ્રમુખ રવિરાજભાઈ ધાખડા એનએસયુઆઇ તાલુકા ઉપપ્રમુખ રમેશભાઈ લાખણોત્રા, કોંગ્રેસ તાલુકા ઉપપ્રમુખ દુલાભાઈ વાજા કોંગ્રેસ મહામંત્રી શીવાભાઈ મકવાણા, લોક સરકાર વિધાનસભા ઈનચાર્જ લાલાભાઈ વાધ યુથ કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ વાળા નગરપાલિકા સદસ્ય પ્રવિણભાઇ વાધેલા, રમેશભાઈ કાતરીયા, કિશોરભાઈ ધાખડા સહિત ના કોંગી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો


સાવરકુંડલા માં ગુજરાતી અપંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી

*સાવરકુંડલા માં ગુજરાતી અપંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી*
પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલા ના દેવળાગેઈટ ખાતે આવેલ ગુજરાતી અપંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરવા માં આવેલ. આ તકે ભરતભાઈ વાઢેર,શેલડીયા,દિપકભાઈ પંડ્યા,રાજુભાઈ બોરીસાગર,વિમલભાઈ પંડ્યા,પ્રફુલભાઈ ગૌસ્વામી,જીજ્ઞેશભાઈ કારીયા,ધારાબેન તેમજ નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં સાવરકુંડલા ના ખુબ જ મોટી સંખ્યામાં દિવ્યાંગો હાજર રહ્યા હતાં. આમંત્રણ મહેમાનો દ્વારા કાર્યક્રમ ને અનુરૂપ પ્રવચન આપેલ મહેમાનો નું સ્વાગત દિપકભાઈ પંડ્યા અને આભાર વિધી બળવંતભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ.


મંદી ના માહોલ અને દુષ્કાળ ના કપરા સમય માં ઉદ્યોગકાર ભગીરથ પીઠવડી વાળા એ કર્યો સો જેટલા ગરીબ બાળકો ને વિદ્યા દાન નો સંકલ્પ આંતરરાષ્ટ્રીય કથા કાર પૂજ્ય જીજ્ઞેશ દાદા ની સુરત સ્થિત કથા માં દાતારી નામ આવતાજ મનુ ભાઈ ડાયા ભાઈ પીઠવડી વાળા ને યાદ કરાયા મનું બાપા ના નકશે કદમ પર તેમના પુત્ર ભગીરથ પીઠવડી એ 100 ગરીબ બાળકો ને દત્તક લીધા આજીવન ભણતર નો ખર્ચ ઉઠાવશે અમરેલી કે સુરત ના બાળકો ને વિદ્યા નું દાન ભગીરથ ભાઈ એ કર્યું

સાવરકુંડલા
આંતરરાષ્ટ્રીય કથા કાર પૂજ્ય જીજ્ઞેશ દાદા ની સુરત સ્થિત કથા માં દાતારી નામ આવતાજ
મનુ ભાઈ ડાયા ભાઈ પીઠવડી વાળા ને યાદ કરાયા મનું બાપા ના નકશે કદમ પર તેમના પુત્ર ભગીરથ પીઠવડી એ 100 ગરીબ બાળકો ને દત્તક લીધા આજીવન ભણતર નો ખર્ચ ઉઠાવશે અમરેલી કે સુરત ના બાળકો ને વિદ્યા નું દાન ભગીરથ ભાઈ એ કર્યું

 


સરકારની ભવાઈઓ એ સીમાઓ તોડી, 9 લાખથી વધુ વિધાર્થીઓ ની મહેનત પૈસા અને સમય ઉપર ટાઢું પાણી ઢોળતી સરકાર – વિરજીભાઈ ઠુમ્મર ધારાસભ્ય..

– સરકારની ભવાઈઓ એ સીમાઓ તોડી, 9 લાખથી વધુ વિધાર્થીઓ ની મહેનત પૈસા અને સમય ઉપર ટાઢું પાણી ઢોળતી સરકાર – વિરજીભાઈ ઠુમ્મર ધારાસભ્ય

– સરકારી પરીક્ષાના પેપર લીક થવા એ કઈ નવીન વાત નથી, પૈસાના વહીવટોથી જ સરકારી ભરતી કરવી હોય તો આ બધા ફતવાઓ શા માટે..? વિરજીભાઈ ઠુમ્મર ધારાસભ્ય

– સરકારી કર્મચારીઓ સાથે સરકારના પણ લાખો રૂપિયાનો ધુમાડો, કરોડો રૂપિયાના ઉઘરાણા કરીને ચૂંટણી ફંડ ભેગું કરવાનો કારસો – વિરજીભાઈ ઠુમ્મર ધારાસભ્ય

– ગુજરાત સરકાર દ્વારા સરકારી પરિક્ષા માટે પારદર્શક ભરતીઓ કરવી એ હવે હાથબારું વઇ ગયું લાગે છે. કરપશન ઘટાડવાની મોટી મોટી વાતો કરતી આ સરકાર ના મંત્રી બાબુઓ જ જેટલું થાય એટલું ભેગુ કરી જ લેવાની નીતિ સાથે જે તે મંત્રી પદ લઈને ગોઠવાય ગયા છે. અનેક વાર સરકારી પરીક્ષામાં મોટા વહીવટો બહાર આવી ગયા છે શિક્ષણમંત્રી ચુડાસમા નું નામ પણ લિસ્ટમાં એક વાર ચડી ગયેલું છતાં સરકાર દ્વારા આ અંગે કોઈ પણ જાતની કાર્યવાહી કે કોઈ પણ અધિકરીઓ કે મંત્રીઓ ઉપર પગલાં લેવાતા નથી. આશાસ્પદ યુવાનો વર્ષોથી રાત દિવસ મહેનત કરે અને પરીક્ષા દેવામાં સ્થળ સુધી પહોંચવા પૈસા અને સમય બંને વેડફે ને અંતે તો પરિણામ શુ તો કે ભાજપ સરકારના ભ્રષ્ટ થી પણ ખરાબ નેતાઓ ને અધિકારીઓ પાંચ દસ લાખ રૂપિયાની લાલચમાં લાખો વિધાર્થીઓ ની ભવિષ્ય ની દશા બેસાડી દે છે. આ પહેલા નાયબ ચિટનીસ નું પેપર ફૂટ્યું હતું એવો વીડિયો વાયરલ થયો હતો પણ ક્યાં ભીનું સંકેલાઈ ગયું એ ખબર જ ના રહી. આજે રાજ્યમાં કોન્સ્ટેબલ ની પરીક્ષામાં નવ લાખ થી વધુ લોકો પોતાના ભાવિના નિર્માણ માટે મહેનત કરી ગયા હતા પણ સરકારની મેલી નીતિ ને લઈને પેપર ફૂટી જતા વિધાર્થી ની મહેનત ઉપર સરકારે પાણી ફેરવી દીધું. આ અંગે હવે જે વિધાર્થી રૂપિયા બગાડી ને ગયા હોય એમને સરકાર શુ કરી આપશે ? ગરીબ ઘરના વિધાર્થી નુ આમાં શુ? ક્યાં સુધી સરકાર આવી ભરતીમાં વહીવટી ધોરણો ચલાવશે ? ક્યારે પરીક્ષા ભરતીમાં પારદર્શક તા લાવી શકશે ? આવું વારેવારે બનતા હવે લોકોને પણ સરકારી નોકરી પરીક્ષામાં રસ ઉડવા લાગશે કેમ કરી પોતાની મહેનત તો આખરે સરકારના પૈસા ભરવાના ખાડામાં જ જાય છે તો પોતાનું ભવિષ્ય અને સમય બગાડવાનો શુ ફાયફો આવા અનેક રોષ પરીક્ષા કેન્દ્ર ની બહાર જોવામાં આવી રહ્યો છે. ક્યારે જાગશે આ ભ્રષ્ટ સરકાર જેને લોકો ના વિકાસમાં નહિ પણ પોતાના વિકાસમાં જ રસ છે.અંત માં શ્રી ઠુમ્મર જણાવ્યું હતું કે કરોડો રૂપિયાની ગાડીઓમાં ફરવું છે ને મોજ કરવી છે પ્રજાના રૂપિયે પ્રજાને રાજ્યનું ભલે જે થવું હોય તે થાય


error: Content is protected !!