Main Menu

December, 2018

 

રાજ્યમાં આંગણવાડી ના ભ્રષ્ટાચાર ની વિજિલન્સ મારફત જીણવટ ભરી તપાસની માંગ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

રાજ્યમાં આંગણવાડી ના ભ્રષ્ટાચાર ની વિજિલન્સ મારફત જીણવટ ભરી તપાસની માંગ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર
ભાજપ શાસિત રાજ્યો આસામ અને ઉત્તરપ્રદેશમાં આંખો ફાડી નાખે તેવો ભ્રષ્ટાચાર બહાર આવ્યો ઠુંમર,
રાજ્યના આંગણવાડી વાડી કેન્દ્રો માં આધાર લિંકપ પદ્ધતિ વિકસાવવા ની હિમાયત કરતા ઠુંમર
————– – ——————–
અમરેલી જિલ્લાના લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના ચાલતી આંગણવાડી ના ભ્રષ્ટાચાર ને ખૂલો પાડવા વિજિલન્સ કમિશન દ્વારા ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રી ને પાઠવ્યો છે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ની સાથે મહિલા અને બાલવિકાસ મંત્રી ને પણ પત્ર પાઠવી જણાવ્યું છે કે રાજ્યમાં તમામ આંગણવાડી માં બે ફામ ભ્રષ્ટાચાર ચાલે છે અને અને તમામ આંગણવાડી ની તપાસ વિજિલન્સ કમિશન મારફત થવી જોઈએ
ધારાસભ્ય ઠુંમર દ્વારા વધુમાં જણાવ્યું હતુંકે ભાજપ શાસિત રાજ્ય આસામ તેમજ ઉત્તરપ્રદેશમાં આંખો પહોળી થઇ જાય તેવો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આંગણવાડી કેન્દ્રોમાં આચરવા આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યની કેટલી આંગળવાડી રજીસ્ટરર થયેલ છે? તેમજ તેમાં લાભાર્થીઓ ની સંખ્યા કેટલી છે? તેની માહિતી ની માંગવા ની સાથે ગુજરાત રાજ્યમાં પણ આસામ અને ઉત્તરપ્રદેશ ની જેમ નકલી લાભાર્થીઓ ના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની શક્યતા દર્શાવી છે
ત્યારે રાજ્યના આંગળવાડી ના લાભાર્થીઓ ને આધારકાર્ડ સાથે લિંકપ કરાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર અટકાવી શકાય તેમ છે ત્યારે તમામ આંગણવાડી કેન્દ્રમાં આધાર કાર્ડ લિંકપ પદ્ધતિ વિકસાવવા ની રજુઆત કરી હતી

 


રામ સમગ્ર વિશ્વના, તેથી રામ મંદિર પણ વિશ્વ મંદિર છે : પૂ. મોરારીબાપુ

સ્વીકાર અને સંવાદની આધારશીલા આ પ્રેમયજ્ઞ દ્વારા ઉભી થઇ છે, આવો તેના ઉપર આપણે રામમંદિરનું નિર્માણ કરીએ…: અયોધ્યામાં આયોજીત ‘માનસ ગણિકા’ શ્રીરામકથાનો વિરામ : રામકથામાં ઐતિહાસિક ઘટના – રામાયણ પોથીજીને પૂ. મોરારીબાપુએ ગણિકાના મસ્તક ઉપર મુકી.

વિશ્વમાં ઉત્સુકતા જગાડનાર, સમસ્ત સમાજને અચંબિત કરનાર અને બંધિયાર પરંપરાથી સંકુચિત થયેલ માનસિકતાને આન્ચકો આપનાર રામકથા ‘માનસ ગણિકા’ને વ્યાસપીઠ પરથી કાલે  મોરારીબાપુએ કરૂણાભીંના નેત્રે વિરામ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ‘ગણિકા કલ્યાણ નિધિ’માં સાડા છ કરોડ જેવી માતબર રકમ જમા થઈ ગઈ છે,ત્યારે  બાપુ એ જણાવ્યું અકિલા કે આ રકમની પાઈએ પાઈ ગણિકા બહેનો માટે જ ઉપયોગમાં લેવાશે. તેમના આરોગ્ય, સંતાનોના શિક્ષણ અને તેમના પુનર્વસન માટે જવાબદાર  સંસ્થાઓ સાથે પરામર્શ કરી, ૨૭ જાન્યુઆરી સુધીમાં બધી જ વ્યવસ્થા ગોઠવાય  જાય એવી કોશિશ રહેશે. કેટલીક ગણિકા બહેનોએ તલગાજરડા આવવાની  ઈચ્છા વ્યકત કરતા, બાપુ એ કહ્યું કે બાપ ના ઘરે દિકરી અવશ્ય આવી શકે છે. પોતે જયારે તલગાજરડા હશે ત્યારે એ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવશે. તેમણે  કહ્યું કે નવદિવસીય આ વિરાટ પ્રેમયજ્ઞ પ્રસન્નતાપૂર્વક નિર્વિઘ્ને સંપન્નઙ્ગ થાય છે એ મોરારીબાપુને કારણે નહીં પણ કેવળ પરમાત્માની કૃપાથી થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી, સમગ્ર સંત સમાજ, વિધવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વિવિધ પંથના વડાઓ અને સમસ્ત સમાજને અપીલ કરતા બાપુએ  કહ્યું કે ‘સ્વીકાર અને સંવાદની આધારશીલા આ પ્રેમયજ્ઞ દ્વારા ઉભી થઈ છે. આવો, તેના ઉપર આપણે રામ મંદિરનું નિર્માણ કરીએ. રામ સમગ્ર વિશ્વના છે  તેથી રામ મંદિર પણ વિશ્વ મંદિર છે.’ બાપુએ માર્મિક રીતે જણાવ્યું કે વધસ્તંભ પર ચઢતા પહેલાં કહેલું કે હે પરમાત્મા! આ લોકોને માફ કરજે કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. આજે મારા શબ્દો નોંધજો. હું કહું છું કે ‘હે પરમાત્મા! આ લોકોને માફ કરજો કારણકે તેઓ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે!’ કોઈ પણ સમજદાર માણસનું હૃદય વલોવાય જાય એવા એક સર્વ સ્વીકારક, શુદ્ઘ અને શીલવંત સાધુને સમાજ સમજી શકે તો મોટાભાગની સમસ્યાઓનો અંત આવી જાય! સાચા અર્થમાં સામાજિક – આધ્યત્મિક ક્રાંતિના પક્ષધર મોરારીબાપુએ રામકથા જેમને કેન્દ્રમાં રાખીને કરી, તે ગણિકાઓને દિકરી તરીકે સ્વીકારી, કથા ગાન સંભળાવ્યું એ તો ભારતીય ઇતિહાસમાં એક અલગ પૃષ્ઠ રૂપે આલેખાશે જ, પણ બાપુ જે કાર્ય હાથ પર લે છે, તેને સંપુરણ કરે છે એ સાબિત કરતી ઘટના આજે કથા વિરામ સમયે દુનિયાને જોવા-જણવાં મળી. કથા પ્રારંભે યજમાન પરિવારની કન્યા કે ગૃહલક્ષ્મી દ્વારા મસ્તકે પોથી ધારણ કરી, શોભાયાત્રા બાદ વ્યાસપીઠ પર પધરાવાય છે. એ જ રીતે કથા વિરામ પામે ત્યારે શ્રી હનુમાનજીને વિદાય અપાયા પછી ફરી એ જ રીતે પોથીજીને શિર પર ધારણ કરવામાં આવે છે. આ લ્હાવો અમૂલ્ય ગણાય છે. બાપુએ આજે પુનઃ ગણિકા દીકરીઓને વ્યાસપીઠ પર બોલાવી, આરતીનો લાભ આપ્યા બાદ પોથીજીને ગણિકાઓનાં મસ્તક પર મુકાવી,તેમના જીવતરને ધન્ય કરી બતાવ્યું. બાપુએ ખરેખર બાપ બની ને સમાજની ઉપેક્ષિતા નારીઓને સાચા અર્થમાં સન્માનિત કરી છે


શ્રી સોમનાથ દાદા સમક્ષ આસ્થાપૂર્વક શીશ ઝૂકાવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ : મધ્યાહન આરતી અને પૂજાનો લાભ લીધો

વેરાવળ : કચ્છ અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે અરબી સમુદ્રના તટે બિરાજતા ભારત વર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન શ્રી સોમનાથ દાદા  સમક્ષ શીશ ઝૂકાવી આસ્થાપૂર્વક વંદના કરી હતી. પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ દાદાની રાષ્ટ્રપતિશ્રી સાથે તેમના પરિવારજનોએ પણ પૂજા, અર્ચના,અભિષેક  કરી સૌના કલ્યાણ માટે મંગલ પ્રાર્થના કરી હતી. દેશના રાષ્ટ્રપતિ તરીકે તેઓ બીજી વખત ભગવાન સોમનાથ દાદાના દર્શનાર્થે આવ્યા હતા. તેમણે સોમનાથ દાદાની મધ્યાહન આરતીનો પણ શ્રધ્ધાપૂર્વક લાભ લીધો હતો. રાષ્ટ્રપતિશ્રી સોમનાથ ગોલોકધામ હેલીપેડ આવી પહોંચતા વન અને પર્યાવરણ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, કલેકટરશ્રી  અજય પ્રકાશ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ તેઓને આવકારી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ત્યાંથી  રાષ્ટ્રપતિશ્રી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળે આવી સરદાર સાહેબને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. અહિં સોમનાથ દાદાના  દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ રાષ્ટ્રપતિશ્રીને વંદે માતરમના નારા સાથે આવકાર્યા હતા.  બાદમાં રાષ્ટ્રપતિશ્રી સોમનાથ પરિસરમાં આવી પહોંચ્યા હતા.  સોમનાથ તીર્થક્ષેત્રના વિદ્વાન  બ્રાહ્મણોએ વેદ મંત્રોનું ગાન કરી તેઓને આવકાર્યા હતા. મંત્ર ગાનથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું.  સોમનાથ  મંદિરે જિલ્લા વિકાસ અધિકારશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર અને સોમનાથ ટ્રસ્ટના સલાહકારશ્રી યશોધર ભટેૃ રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કર્યુ હતુ.  દેવાધિદેવ સોમનાથ મહાદેવ કૈલાશપતિને રાષ્ટ્રપતિશ્રીએ શ્રદ્ઘાપૂર્વક વંદના કરી ભાવવિભોર થયા હતા. પૂજારીએ સ્તુતિ મંત્રોનું મંગલમય ગાન કરી પૂજા-અર્ચના કરાવી હતી. તેમણે શિવલિંગ ઉપર ગંગાજળનો અભિષેક કરી દેશ-વિશ્વના કલ્યાણ માટે કામના કરી હતી. આચાર્યશ્રી ધનંજયભાઇ દવેએ પૂજાવિધિ કરાવી હતી. આ અવસરે દેશના પ્રથમ મહિલા અને રાષ્ટ્રપતિશ્રીના ધર્મપત્નિ તેમજ તેમના પરિવારજનો સાથે જોડાયા હતા. પૂજા-અર્ચના બાદ રાષ્ટ્રપતિશ્રીએ મહેમાનો સાથે સાગરદર્શન ખાતે  ભોજન લીધુ હતુ. સોમનાથ મંદીર ખાતે રાષ્ટ્રપતિશ્રીને મંત્રીશ્રી વસાવા, સોમનાથ ટ્રસ્ટના સલાહકારશ્રી યશોધર ભટૃ અને જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડાએ સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યુ હતુ.રાષ્ટ્રપતિશ્રીની સોમનાથ મુલાકાત પ્રસંગે  કલેકટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા પોલીસવડાશ્રી રાહુલ ત્રિપાઠી અધિક કલેકટરશ્રી એચ.આર. મોદી સહિત જિલ્લાના વરીષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. અત્રે ઉલ્લેખનીયછે કે, તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી રાજેન્દ્ર પ્રસાદ, કે.આર.નારાયણ, શ્રીમતી પ્રતિભા પાટિલ અને શ્રી પ્રણવ મુખર્જીએ ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર પ્રભાસતિર્થ ક્ષેત્રની મુલાકાત લઇ ભગવાન સોમનાથનાં આશીર્વાદ મેળવ્યા હતા.


વિજયભાઇ રૂપાણી દ્વારા પરેશભાઇ ધાનાણીના પિતાશ્રીને પુષ્પાંજલી અર્પણઃ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ નેતા પરેશભાઇ ધાનાણીના પિતાશ્રીના દુઃખદ અવસાન અંગે યોજાયેલી પ્રાર્થના સભા (બેસણા) માં ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઇએ સદગતની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરવા સાથે પરેશભાઇના પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી. ધારાસભ્ય અને ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.


બ્રેકિંગ ન્યૂઝ… રાજુલા માં રિટાયર્ડ ડી.વાય.એસ.પી. જે.એમ.ઠાકર ના ઘરે થી હરણ ની ખોપરી અને 4 શિંગડા પકડયા…….

એસ. એન. ન્યૂઝ દ્વારા :રાજુલા માં રિટાયર્ડ ડી.વાય.એસ.પી. જે.એમ.ઠાકર ના ઘરે થી હરણ ની ખોપરી અને 4 શિંગડા પકડયા…….

રાજુલા વનવિભાગ એ શિંગડા કર્યા કબ્જે………

જે.એમ.ઠાકર ને 25000 નો દંડ ફટકાર્યો………

રાજુલા રેન્જ ના આર.એફ.ઓ.રાજલ પાઠક એ કરી કાર્યવાહી………..

વન્યપ્રાણી ના અંગ ગેરકાયદેસર રહેણાંક મકાન માં રાખી શોપીસ માં રાખવા નો શોખ રીટાઈટ ડી.વાય.એસ.પી. ને ભારે પડ્યો……

રાજુલા પંથક માં વન્યપ્રાણી પર બનતી ઘટના ને લઈ ને રાજુલા વનવિભાગ એલર્ટ થય કરી રહી છે સતત કાર્યવાહી……….

વન્યપ્રાણી ના ઓરિજન ચાંબડા ઘરે રાખવા નો સૌરાષ્ટ્ર મા છે ક્રેઝ…….

વધુ વાંચો


અમરેલી જિલ્લાના દરિયાકાંઠે બાબરકોટ અને રાજુલા તાલુકાના ડોળિયા તથા વિકટર મા.શાળાનુ બિલ્ડિંગ જ નથી શિક્ષકો ની પણ ઘટ, સ્થાનિક આગેવાનોમાં રોષ..

અમરેલી જિલ્લાના દરિયાકાંઠે બાબરકોટ અને રાજુલા તાલુકાના ડોળિયા તથા વિકટર મા.શાળાનુ બિલ્ડિંગ જ નથી શિક્ષકો ની પણ ઘટ, સ્થાનિક આગેવાનોમાં રોષ..

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ માધ્યમિક શાળા માં સરકાર શ્રી દ્વારા માધ્યમિક શાળાને ૨૦૧૨ માં મંજૂરી આપવામાં આવી હતી સમગ્ર અમરેલી જિલ્લાની માધ્યમિક શાળામાં સૌથી વધુ ૨૩૮ વિધાર્થીઓ છે તેની સામે આ શાળામાં ફક્ત એક શિક્ષક અને આચાર્ય જ છે તેમજ ગ્રામપંચાયત દ્વારા માધ્યમિક શાળાના નવા બિલ્ડિંગ માટે જમીન ફાળવણી માટે ઠરાવ કરીને ધણાં વર્ષોથી મોકલી આપેલ છે પરંતુ સરકાર શ્રી દ્વારા આજદિન સુધી આ ગામમાં માધ્યમિક શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું નથી તેનાં કારણે માધ્યમિક શાળા નાં વિધાર્થીઓ પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં અભ્યાસ કરી રહ્યા છે તેના કારણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો પણ અભ્યાસ બગડે છે માધ્યમિક શાળામાં સરકાર શ્રી દ્વારા નવાં બિલ્ડિંગમાં વિજ્ઞાન પ્રયોગ લેબ લાઈબ્રેરી રમત-ગમત નું મેદાન રમત-ગમત ના સાધનો વગેરે સુવિધાઓ આપવામાં આવે છે પરંતુ બાબરકોટ માધ્યમિક શાળા માં બિલ્ડિંગ ના હોવાના કારણે વિધાર્થીઓને આ સુવિધા નથી મળતી તેનાં કારણે વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે શિક્ષકોની ઘટને કારણે પણ વિધાર્થીઓનું ભાવિ બગડી રહ્યું છે ધોરણ ૧૦ નાં વિધાર્થીઓને બોર્ડ ની પરીક્ષા હોય મહત્વનું વર્ષ હોવાં છતાં આ ગામના શિક્ષણની ઘોર ખોદવામાં આવી રહી છે તેમજ ગ્રામપંચાયતના સરપંચ અનકભાઈ સાંખટ દ્વારા આ અંગે અનેક વખત શિક્ષણ વિભાગમાં રજૂઆતો કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી તેમજ આ શાળાના આચાર્ય પણ પોતાની મનમાની કરતાં હોય તેવું સરપંચ દ્વારા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આચાર્ય દ્વારા સરપંચને કહ્યું હતું કે તમારે શાળામાં દખલગીરી કરવાની નહીં આમ આવી રીતે બાબરકોટ માધ્યમિક શાળાનું શિક્ષણ કથળી રહી રહ્યુ છે સરકાર નવા બિલ્ડિંગ માટે તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી લોક માંગ ઊઠી છે તેમજ જો આગામી દિવસોમાં મા માધ્યમિક શાળા નાં નવા બિલ્ડિંગ નું કામ વહેલી તકે ચાલુ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે
બીજી તરફ રાજુલા તાલુકાના ડોળિયા ગામમાં પણ માધ્યમિક શાળાનું ૮ વર્ષથી બિલ્ડિંગ જ નથી તેનાં કારણે માધ્યમિક શાળાનાં વિધાર્થીઓ પ્રાથમિક શાળાનાં બિલ્ડિંગમાં બેસે છે તેનાં કારણે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડી રહ્યું છે તેમજ રાજુલાના વિકટર ગામમાં પણ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ કોળી સમાજની જ્ઞાતિની વાડીમાં અભ્યાસ કરી રહ્યા છે આમ આ ત્રણ ગામમાં છેલ્લા ધણાં વર્ષોથી માધ્યમિક શાળાનું બિલ્ડિંગ જ નથી જો આગામી દિવસોમાં આ ગામોની માધ્યમિક શાળાના નવા બિલ્ડિંગ નું કામ ચાલુ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે


ગેરકાયદેસર સિંહ દર્શન કરાવાના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ..

ગેરકાયદેસર સિંહ દર્શન કરાવાના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ મહાનિર્દેશક સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના તરફથી ગુજરાત રાજયમાં નાસતા-ફરતાં તેમજ પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ રાખવામાં આવેલ હતી. જે અન્વયે શ્રી નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ આરોપીઓ પકડવા બાબતે ખાસ સુચના આપેલ જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇ ઇ.ચા. પોલીસ અધિક્ષક અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર.કે.કરમટા પોલીસ સબ ઇન્સ. એસ.ઓ.જી. અમરેલી તથા ટીમ એસ.ઓ.જી. એ આરોપીને અમરેલી બસ સ્ટેન્ડમાંથી પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઃ- ઇલ્યાસ અબ્દેરેમાન બ્લોચ ઉ.વ.૩૮ ધંધો. ખેતીર રહે. ઝાંખીયા તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ

બનાવની વિગતઃ-

આજથી છ-સાત માસ પહેલાં બાબરીયા રેન્જ ગીર ગઢડા ખાતે ઝાંખીયા ગામની સીમમાં મજકુર આરોપીએ ‘‘ભકતાણી‘‘ નામની સિંહણને જીવતી મુર્ગી રાખી ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવાનો ગુન્હો રજી. થયેલ હતો. અને આ બનાવનો વિડીયો સોશીયલ મિડીયામાં ખુબજ વાયરલ થયેલ અને ચર્ચાસ્પદ બનેલ હતો. જે અંગે બાબરીયા રેન્જ ના રે.ફો.ઓ.ગુન્હા. નંબર ૦૧/૨૦૧૮-૧૯ ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિ.૧૯૭૨ની કલમ ૨(૧૬) ૨(૩૬) ૯, ૩૯,૫૧ અને ૫૨ મુજબનો ગુન્હો રજી. થયેલ હતો.

મજકુર આરોપી છ માસથી ઉના સબ જેલ ખાતે હતો અને નામદાર હાઇકોર્ટમાંથી દિન-૫ ના પેરોલ રજા ઉપર ગયેલ અને ત્યાંથી આરોપી વોન્ટેડ થયેલ હતો જે અંગે સિંહ પ્રેમીઓમાં ખુબ જ રોષ ઉત્પન થયેલ હતો.

મજકુર આરોપીના સસરા બિહારના હોય આરોપી અમરેલીથી મુંબઇ અને ત્યાંથી બિહાર મુકામે સ્થાયી થઇ જવાનો હતો. તે દરમ્યાન ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી. અમરેલીની ટીમએ અમરેલી શહેરમાંથી બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમએ ગેરકાયદેસર સિંહ દર્શન કરાવાના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપીને પકડી પાડવામાં સફળતાં મળેલ છે.


બ્રેકિંગ ન્યૂઝ… જાફરાબાદ નજીક અલ્ટ્રાટેક કંપનીને 3 લાખ 75 હજારનો ફટકાર્યો દંડ….. અલ્ટ્રાટ્રેક કંપનીના ડંપર ટ્રકે જરખ (hanya) ને હડફેટે લેતા જરખનું થયું હતું મોત….રાજુલા વન વિભાગ દ્વારા ખાનગી કંપની ને દંડ ફટકરાયો

બ્રેકીંગ….

ઉસ્માન ગૌરી દ્વારા રાજુલા

અમરેલી-જાફરાબાદ નજીક અલ્ટ્રાટેક કંપનીને 3 લાખ 75 હજારનો ફટકાર્યો દંડ…..
અલ્ટ્રાટ્રેક કંપનીના ડંપર ટ્રકે જરખ (hanya) ને હડફેટે લેતા જરખનું થયું હતું મોત….
જરખનું મોત થતા કંપનીએ જેસીબી લાવીને જરખનું કર્યો હતો નિકાલ…..
વનતંત્રને જારખના મોતની ઘટનાની જાણ થતાં ડમ્પર ટ્રક અને જેસીબી કર્યું કબ્જે….
શેડ્યુલ 3 ના પ્રાણીને મોતને ઘાટ ઉતારીને નિકાલ કરતા વનવિભાગે ફટકાર્યો દંડ….
જાફરાબાદના વારાહસ્વરૂપ અલ્ટ્રાટ્રેક કંપનીની માઇનિંગ ખાણ નજીકની ઘટના….


ખોટી નંબર પ્લેટ લગાવી સાચા તરીકે ઉપયોગ કરતાં ટ્રક સાથે બે ઇસમોને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

ખોટી નંબર પ્લેટ લગાવી સાચા તરીકે ઉપયોગ કરતાં ટ્રક સાથે બે ઇસમોને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

શ્રી નિર્લીપ્ત રાય, પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલ્કત સબંધી ગુન્હાઓનો ભેદ ઉકેલવા તેમજ ટેકસની ચોરી કરવા તેમજ બેંકો સાથે ઢગાઇ કરવાના ઇરાદે મોટા વાહનો ખરીદ કરી બોગસ નંબર પ્લેટ લગાવી વાહનો ચલાવતાં હોય તેવા ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. ના પોલીસ સબ ઇન્સ. આર.કે.કરમટા તેમજ ટીમ એસ.ઓ.જી.એ રાજુલા ખાતેથી ખોટી નંબર પ્લેટ લગાવી સાચા તરીકે ઉપયોગ કરતાં ટ્રક સાથે બે ઇસમોને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-
1⃣નાથાભાઇ કાનાભાઇ ધાખડા ઉ.વ.૩૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.જુની માંડરડી તા.રાજુલા
2⃣ ધમેન્દ્રભાઇ ચંદુભાઇ રાદડીયા ઉ.વ.૩૦ ધંધો.ટ્રાન્સપોર્ટ રહે.રાજુલા

આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલઃ- GJ14X-4080 નંબરની ખોટી નંબર પ્લેટ લગાવેલ ટ્રક કિરૂા.૨૭૦૦૦૦૦/- (સતાવીસ લાખ પુરા) નો મળી આવેલ છે. ઉપરોકત પકડાયેલ બન્ને આરોપીઓની પુછપરછ તેમજ નંબરો બાબતે તપાસ કરતાં ટ્રકમાં લગાવેલ નંબર GJ14X-4080 નો નંબર પેટ્રોલ/ડીઝલ ના ટેન્કરનો હોવાનું જણાઇ આવેલ છે. તેમજ પકડાયેલ ટ્રકના ઓરીજનલ નંબર RJ21GC-2199 હોવાનું જણાઇ આવેલ છે. સદરહું ટ્રક બાબતે આગળની વધુ તપાસ થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.

આમ,અમરેલી એસ.ઓ.જી. ટીમને રાજુલા ખાતેથી ખોટી નંબર પ્લેટ લગાવી સાચા તરીકે ઉપયોગ કરતાં ટ્રકને ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.


બ્રેકીંગ ન્યુઝ :-  દીવ ની મલાલા આંગણવાડી ની સિમેન્ટ કોંક્રીટ ની છત ના પોપડા પડતાં મોટી જાન હાની ટળી……

ધર્મેશ જેઠવા દ્વારા :દીવ ની મલાલા આંગણવાડી ની સિમેન્ટ કોંક્રીટ ની છત ના પોપડા પડતાં મોટી જાન હાની ટળી……

સંધ પ્રદેશ દીવ જ્યારે દિવ મુક્તિ દિન ઉજવી રહ્યું છે. ત્યારે ગમે તે ભોગે હાદસા બની રહ્યા છે.દિવ ની મલાલા આંગણવાડી 19 ની સિમેન્ટ કોંક્રીટ ની જર્જરિત છત નાં પોપડા આંગણવાડી વર્કરે દરવાજો ખોલતા જ છત નો મોટા પોપડા ધડાકાભેર નીચે પડતાં અફરા તફરી મચી જવા પામી હતી.સદ નસીબે આ આંગણવાડી માં 6 બાળકો અભ્યાસ અર્થે આવે છે.પરંતુ બનાવ નાં સમયે કોઈ બાળક હાજર ન હતું અને વર્કર પણ દરવાજા પાસે ઉભી હતી એટલે મોટી જાન હાની ટળી ગઈ હતી.હાલ આંગણવાડી ને બંધ કરી ઉચ્ચ અધિકારીઓ ને બનાવ ની જાણ કરવામાં આવી છે.

આંગણવાડી વર્કર ના જણાવ્યા પ્રમાણે બે વર્ષ થી ત્રણ વાર લેખિત માં અધિકારીઓ ને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

દિવ પ્રશાસન દ્વારા ફેસ્ટીવલો માં કલાકારોને બોલાવી કરોડો રૂપિયા નો ધુમાડો કરવામાં આવે છે પરંતુ બાળકો ના પાયાના શિક્ષણ માટે પ્રશાસન શા માટે કુણું વલણ અપનાવતાં નથી તે બાબત લોકો મા ચચાઁ નો વિષય બન્યો છે …


error: Content is protected !!