Main Menu

Monday, November 12th, 2018

 

ગારીયાધાર તાલુકા ના લુવારા માં ચાલી રહેલી . ભક્તિરામ બાપુ ની કથા માં પાટીદાર નેતા હાર્દિક પટેલ ની હાજરી કથા સ્થાને થિ માનવ મંદિર ના પૂજ્ય ભક્તિ રામ બાપુ ના આશીર્વાદ મેળવ્યા

દિલીપ જીરુકા

અમરેલી
ગારીયાધાર તાલુકા ના લુવારા માં ચાલી રહેલી . ભક્તિરામ બાપુ ની કથા માં પાટીદાર નેતા હાર્દિક પટેલ ની હાજરી
કથા સ્થાને થિ માનવ મંદિર ના પૂજ્ય ભક્તિ રામ બાપુ ના આશીર્વાદ મેળવ્યા
સાવરકુંડલા ના થિ નજીક અને ગારીયાધાર તાલુકા ના લુવારા ગામ માં હાલ માનવ મંદિર ના સંત પૂજ્ય ભક્તિ રામ બાપુ ની કથા ચાલી રહી છે અને હજારો ભક્તો કથા નું રસ પાન કરી રહ્યા છે ત્યારે કથા માં હાજરો ભાવિકો હાલ પૂજ્ય ભક્તિરામ બાપુ ની આગવી અંદાજ માં કથા સાંભળી રહ્યા છે અને પુણ્ય નું ભાથું બાંધી રહ્યા છે ત્યારે આજ રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા આ કથા માં પહોંચ્યા હતા અને અહીં કથા માં રસ પાન કર્યું હતું અને પૂજ્ય ભક્તિરામ બાપુ માનવ મંદિર ના આશીર્વાદ મેળવ્યા હતા


અમરેલી સામાજિક વનિકરણ વિભાગના રાજુલા રેંજના વાવેરા રાઉન્ડમાં તા.૭/૧૧/૨૦૧૮ ના રોજ રેંજ સ્ટાફના ફેરણા દરમ્યાન ર થી ૩ વષૅ નો સિંહ ઇનફાઇટમા ઘાયલ થયેલ સિંહ નું મોત

એસ. એન. ન્યૂઝ રાજુલા દ્વારા : એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ ગીર જંગલમાં સિંહણોને પામવા કે ટેરેટરી પર કબ્જો જમાવવા નર સિંહોની અંદરો-અંદરની લડાઈના કિસ્સાઓ વારંવાર બહાર આવતા હોય છે. તેવી સ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલા રેન્જના વાવેરા રાઉન્ડમાં આશરે ર થી ૩ વર્ષનો નર સિંહ ઈન્ફાઈટમાં ઘાયલ થયા બાદ તેને રેસ્ક્યુ કરી બાબરકોટ એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો  જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

ગિર જંગલમાં પ્રાકૃતિક અવસ્થામાં રહેતા સિંહોમાં જુદા-જુદા વિસ્તારો બનાવી પ થી ૬ સિંહણો, બચ્ચાઓ, એકાદ-બે નાના નર અને એક મુખ્ય નર શિકાર કરી આખા પ્રાઈડનો નિભાવ કરતા હોય છે  તેવી સ્થિતિ વચ્ચે આ પ્રાઈડ પર કબ્જો જમાવવા કે વિસ્તાર પર કબ્જો જમાવવા બીજી પ્રાઈડમાંથી બહાર કાઢી મુકાયેલ એક કે વધુ સિંહ અને મુખ્ય પ્રાઈડના સિંહ-સિંહણો વચ્ચે આંતરિક લડાઈ થતી રહેતી હોય છે.

આવી જ લડાઈના એક ભાગરૂપે અમરેલી જિલ્લાના રાજુલા રેન્જના વાવેરા રાઉન્ડમાંથી મળેલા ૩ વર્ષના  સિંહને ઈન્ફાઈટમાં પાછલા પગે ઈજા થવાથી જખમમાં જીવાત પડી જવાથી વનવિભાગે રેસ્ક્યુ કરી તેને બાબરકોટ એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડયો હતો. જ્યાં તેનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. મૃત સિંહનું પી.એમ. કરવા સહિતની કામગીરી વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્રે યાદ આપવુ ઘટે કે ગિર જંગલ વિસ્તારમાંથી સ્થળાંતર કરી અમરેલી અને ભાવનગર પંથકમાં સિંહોની કેટલીક પ્રાઈડ સ્થિર થઈ છે જેમાં અમરેલીના રાજુલા જંગલ વિસ્તારનો પણ સમાવેશ થાય છે.


ખાંભા નજીક પાતળા ગામ ના રહેણાંક મકાન માં સિંહ ઘૂસ્યો

દશરથસિંહ રાઠોડ દ્વારા :ખાંભા નજીક પાતળા ગામ ના રહેણાંક મકાન માં સિંહ ઘૂસ્યો
સિંહે મગફરીના ઢગલા પર આસન જમાવ્યું , એક કલાકની જહેમત બાદ સિંહ ઘરની બહાર નીકળ્યો .
વન વિભાગ ના ડીસીએફ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર ……..