Main Menu

Thursday, November 1st, 2018

 

ગોંડલ શહેર વિસ્‍તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલો નંગ- ૨૫૬૮ કિ. રૂ. ૧૦,૯૨,૯૦૦/- ના જથ્‍થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી

 

ગોંડલ શહેર વિસ્‍તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલો નંગ- ૨૫૬૮ કિ. રૂ. ૧૦,૯૨,૯૦૦/- ના જથ્‍થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી

ફારૂક કાદરી દ્રારા :જકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી *બલરામ મીણા સાહેબ* ના ઓની સુચના અન્વયે એલ.સી.બી. ને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી જે.એમ.ચાવડા સા. તથા પો.સબ ઇન્‍સ. એચ.એ.જાડેજા સા. નાઓને મળેલ હકિકત આધારે ગોંડલ શહેર વિસ્‍તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ નો જથ્‍થા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવેલ છે.

એમ.ઓ. –
આ કામના આરોપીઓએ પોતાને આર્થીક લાભ થાય તે માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં આવેલ બાથરૂમમાં નીચે ભોંયરૂ બનાવી તેમાં રાખી ગુન્હો કરેલ છે.

અટક કરેલ આરોપીઓ-

*(૧) અરૂણભાઇ નંદલાલભાઇ પરમાર જાતે અનુ.જાતી ઉ.વ. ૩૪ ધંધો- મજુરી રહે- ગોંડલ, હરભોલે સોસાયટીની બાજુમાં વિરજીભાઇ પાર્ક*

કબજે કરેલ મુદામાલ-

ભારતીય બનાવટની વિદેશી દારૂ ની જુદી જુદી બ્રાંડની કુલ બોટલ નંગ-૨૫૬૮ કિ.રૂ.૧૦,૯૨,૯૦૦/-
મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/- રૂ.

કામગીરી કરનાર ટીમ –

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના ઇન્ચાર્જ

 1. *પોલીસ ઇન્સ. શ્રી જે.એમ.ચાવડા તથા*
  *પો.સબ ઇન્સ. શ્રી એચ.એ.જાડેજા*
  *પો.હેડ કોન્સ. મહિપાલસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા*
  *રમેશભાઇ કાળાભાઇ બોદર*
  *રવિદેવભાઈ બારડ*
  *બ્રીજરાજસિંહ જાડેજા*
  *અનીલભાઈ ગુજરાતી*
  *અમીતભાઈ કનેરીયા*
  *જયેન્દ્રસિંહ વાઘેલા*
  *મનોજભાઈ બાયલ*
  *રહીમભાઈ દલ*
  *દિવ્યેશભાઈ સુવા*
  *રાયધનભાઇ ડાંગર* નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

ત્રણ દિવસો પુર્વે ધોરાજી શહેર વિસ્તારમાં નદીબજારમાં જલારામ મોબાઇલ નામની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને ચોરીના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી

ત્રણ દિવસો પુર્વે ધોરાજી શહેર વિસ્તારમાં નદીબજારમાં જલારામ મોબાઇલ નામની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને ચોરીના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

ફારૂક કાદરી દ્રારા: રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓની સુચના અન્વયે એલ.સી.બી.ના ઇન્ચા.પો.ઇન્સ. જે.એમ. ચાવડા તથા પો.સબ.ઇન્સ. એચ.એ. જાડેજા ના માર્ગદર્શન મુજબ અનડીટેક્ટ ગુન્હા શોધી કાઢવા ને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ધોરાજી જુનાગઢ રોડ તોરણીયાના પાટીયા પાસેથી બે ઇસમોને પકડી પાડવામાં આવેલ છે.

અટક કરેલ આરોપીઓ

(૧) જાવીદભાઇ સતારભાઇ મીનીવાડીયા જાતે- પીંજારા ઉ.વ. ૨૯ રહે- હાલ- રાજકોટ, કોઠારીયા સોલવન્ટ, રસુલપરા
મદ્રેશાની બાજુમાં પીંજારના મકાનમાં મુળ- ધોરાજી, બહારપુરા પાંચપીરની વાડી
(૨) એજાજભાઇ ઉર્ફે રોક અબુભાઇ ગરાણા જાતે- જુલાયા ઉ.વ. ૨૬ રહે- જુનાગઢ, સરદારબાગની અંદર ઘાંચીપટ

કબજે કરેલ મુદામાલ
 મોબાઇલ ફોન નંગ-૪૯ કિ. રૂ. ૮૫,૫૦૦/-
 હિરો હોન્ડા કંપનીનું ગ્લેમર મો.સા. નં. GJ-03-CH-2795 કિ.રૂ. ૨૫,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૧૦,૫૦૦/-

એમ.ઓ.

આ કામના આરોપીઓએ પોતાને આર્થીક લાભ થાય તે માટે રાત્રીના સમયે ધોરાજી નદી બજારમાં આવેલ જલારામ મોબાઇલની દુકાનના શટર તોડી કુલ-૪૬ મોબાઇલની ચોરી કરી ગુન્હો કર્યા બાબત.

કામગીરી કરનાર ટીમ

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી જે.એમ.ચાવડા તથા પો.સબ ઇન્સ. શ્રી એચ.એ.જાડેજા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પ્રભાતભાઇ બાલાસરા તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, રમેશભાઇ બોદર, રવીભાઇ બારડ, અમિતભાઇ પટેલ, બ્રિજરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. રહીમભાઈ દલ, જયેન્દ્રસિંહ વાઘેલા, દિવ્યેશભાઇ સુવા, મનોજભાઇ બાયલ, રસીકભાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા, કુમારભાઇ ચૌહાણ, તેજશભાઇ મહીધરીયા, અમુભાઇ વીરડા તથા વિનયભાઇ રાજપુત નાઓ દ્રારા કરવામાં આવેલ છે.


સૌરાષ્ટ્ર ના સૂફી સંત ગુલામ અલી બાપુ કાદરી ફાતમી નું ઉર્ષ   મુબારક શાનો શોકત થિ સાવરકુંડલા માંઉજવવા માં આવ્યું

દિલીપ જીરુકા દ્વારા
સૌરાષ્ટ્ર ના સૂફી સંત ગુલામ અલી બાપુ કાદરી ફાતમી નું ઉર્ષ   મુબારક શાનો શોકત થિ સાવરકુંડલા માંઉજવવા માં આવ્યું

ગુલામ અલી બાપુ નું ઉર્સ દર વર્ષ ની જેમ આ વર્ષ પણ હિન્દૂ મુસ્લિમ કોમી એકતા થિ ઉજવવામાં આવ્યું તેમાં સૂફી સંત એવા હિન્દૂ મુસ્લિમ ના આદરણીય શ્રી દાદા બાપુ કાદરી અને તેમના લખતે જીગર સૌયદ મુનિર બાપુ કાદરી અને તેમના સાહિબ જાદા નુરાની બાબા તશરીફ લાવ્યા હતા સૌરાષ્ટ્ર ના ઇતિહાસ માં ગુલામ અલી બાપુ નો ઉર્ષ કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડતું એતિહાસિક ઉર્સ લાખો હિન્દૂ મુસ્લિમ ભાઈ ઓ પોતાનું શીશ જુકાવવા દરગાહ શરીફ પહોંચી પોતાની આસ્થા વ્યક્ત કરે છે . ત્યાંરે ઉર્ષ માં નામાંકિત વિદ્વાનો આવી અહીં લોક કલ્યાણ ની વાતો લોકો સુધી પહોંચાડી પૂજ્ય દાદા બાપુ કાદરી નું મિશન કામિયાબ કરી રહ્યા આ ઉર્ષ મુબારક ના કાર્યકમ ની સંચાલન જુમાં મસ્જિદ ના પેશ ઇમામ હાફિસ સાદિક સાહેબ દ્વારા કરવા માં આવ્યું હતું
અહીં નોંધ નિય છેં કે પૂજ્ય બાપુ દ્વારા હજારો લોકો ને વ્યસન મુક્તિ કાર્યક્રમ અંતર્ગત વ્યસન મુક્ત કર્યા છે અને લોકો ની કિસ્મત સવારી છે ત્યારે હાલ મુનિર બાપુ કાદરી પણ પૂજ્ય દાદા બાપુ કાદરી નું લોક કલ્યાણ અને વ્યસન મુક્તિ નું કાર્ય કરી દરેક સમાજ ને નેક રાહ પર ચાલવાની પ્રેરણા આપી રહયા છે .


ક્યારે આવશે પિતાનો મૃત્યુ દેહ..?

ધર્મેશ જેઠવા દ્વારા :ક્યારે આવશે પિતાનું મૃત્યુ દેહ..?

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામ ના નાનુભાઈ કાનાભાઈ સોલંકી કે જેઓ પાક જેલમાં 15/ 9/2018ના અગમ્ય કારણોસર મૃત્યુ પામેલ છે. જેની જાણ એક ચિઠ્ઠી મારફતે તેમના પરિવારને 15 દિવસ પહેલા મળેલ.. તેમ છતાં સરકાર શ્રી તરફથી કે તંત્ર તરફથી હજુ સુધી આ અંગે કોઈ નક્કર પુરાવા કે લાશ (મૃતદેહ) માદરે વતન ભારત લાવવા માટેની વ્યવસ્થા નથી કરવામાં આવી. નથી મળી રહ્યા કોઈ જવાબ તંત્ર પાસેથી..આઠ હજારની વસ્તી ધરાવતું કાજરડી ગામ ના લોકો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા છે .આશરે 300થી વધુ પરિવારો માછીમારી ધંધામાં જોડાઈને મજૂરી કરી ગુજરાન ચલાવે છે.. નાનુભાઈ કાનાભાઈ સોલંકી ને પરિવારમાં પાંચ પુત્રો તેમજ ત્રણ પુત્રીઓ છે નાનુભાઈ પણ પોરબંદર ખાતે માછીમારી કરવામાં બંધાયેલા.. અગિયાર મહિના પહેલા તેમને પાક મરીન સિકયુરિટી દ્વારા પકડી લેવામાં આવેલા જ્યાંથી તેઓ ઘર સાથે ચિઠ્ઠી મારફતે સંકળાયેલા રહેલા.. થોડા સમય પહેલા તેમના પુત્રીના દિયર કે જે હાલ પાક જેલમાં જ છે તેમની ચિઠ્ઠીમાં નાનુભાઈ ના 15/ 9 /2018 ના રોજ પેટમાં રસી થઈ જવાના લીધે મૃત્યુ થયાના સમાચાર નાનુભાઈ ના પરિવારજનોને મળ્યા.. નાનુભાઈ ના અવસાન થવાથી પરિવાર હતપ્રભ થઈ ગયો ગ્રામજનો દ્વારા આ અંગે ફિશરીઝ વિભાગના અનેકવાર જાણ કરવામાં આવે તેમ છતાં હજુ સુધી નાનુભાઈ ના મૃત્યુ અંગે કોઈ સમાચાર ભારત સરકાર તરફથી કે પાકિસ્તાન તરફથી પણ મળેલ નથી..

નાનુભાઈ સોલંકીના પાંચ પુત્રો માના ત્રણ પુત્રો હજુ પણ માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા છે અને હાલ પંદર દિવસથી પિતાના મૃતદેહ માદરે વતન આવે તેની રાહ માં ઘરે બેઠા છે.. પિતાના મૃતદેહની રાહમાં તેમની આજીવિકા પણ છીનવાઈ રહી છે મજુરી કરીને ગુજરાન ચલાવતા પરિવારને તેમના પિતાનું મૃતદેહ જલ્દી થી મળે તેની રાહ જોઈ રહ્યા છે.. સરકાર પાકિસ્તાનથી માછીમારોને તો છોડાવી ન શકે પરંતુ પાક જેલમાં મૃત્યુ પામેલા નાનજી ભાઈ નો મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં પણ શા માટે આટલી રાહ જોવડાવી રહ્યો છે શું નથી દેખાતી આ ગરીબ પરિવારની વેદના કોઈને..? શું કરી રહ્યો છે ફિશરીઝ વિભાગ અને તેમના અધિકારીઓ ? પાક.જેલમાં નાનુભાઈ ના મૃત્યુ થયા ને ૪૫ દિવસ જેટલો સમય થવા આવ્યો છતાં હજુ સુધી તેમનો મૃતદેહ પણ તેમના પરિવારને મળ્યો નથી કે આ અંગેના સમાચાર પણ સરકાર શ્રી તરફથી તેમને મળ્યા નથી..

શું નથી રહી માનવતા ? પાક જેલમાં નાનજીભાઈ ના મૃત્યુ થયાના 45 દિવસ બાદ પણ નથી કરવામાં આવી જાણ તેમના પરિવારજનોને કે હજુ સુધી નથી મળી તેમનું મૃત્યુ દે તેમના પરિવારજનોને..

શું નથી કોઈ કાયદા ? શું ભારત પણ પાકિસ્તાન ના માછીમારો સાથે આવો વ્યવહાર કરતું હશે ? પાકિસ્તાન જેલમાં સબડી રહેલા માછીમારોને યોગ્ય સારવાર ના મળતી હોવાનો પુરાવો છે..


સરકાર શ્રી દ્વારા ઓન લાઈન મગફળી ખરીદવા ની પ્રક્રિયા ચાલુ સાવરકુંડલા એપી એમ સી માં ખેડૂતો માટે અલગ વ્યવસ્થા કરાઈ ઘટતા ડોક્યુમેન્ટ્સ અને ખેડૂત ખાતેદાર ના દાખલા કાઢવાની વ્યવસ્થા બગોયા ગ્રામ પંચાયત દ્વારા કરાઈ . એપીએમ સી સાવરકુંડલા ખાતે ઓન લાઈન અલગ કંટ્રોલ રૂમ ઉભો કરાયો ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ની સતત હાજરી માં તાલુકા ભરના ખેડૂતો ને તુરંત દાખલા કાઢી આપવામાં આવે છે

સરકાર શ્રી દ્વારા ઓન લાઈન મગફળી ખરીદવા ની પ્રક્રિયા ચાલુ સાવરકુંડલા એપી એમ સી માં ખેડૂતો માટે અલગ વ્યવસ્થા કરાઈ

ઘટતા ડોક્યુમેન્ટ્સ અને ખેડૂત ખાતેદાર ના દાખલા કાઢવાની વ્યવસ્થા બગોયા ગ્રામ પંચાયત દ્વારા કરાઈ . એપીએમ સી સાવરકુંડલા ખાતે ઓન લાઈન અલગ કંટ્રોલ રૂમ ઉભો કરાયો ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ની સતત હાજરી માં તાલુકા ભરના ખેડૂતો ને તુરંત દાખલા કાઢી આપવામાં આવે છે

–          સરકાર શ્રી દ્વારા આજ થીં ટેકા ના ભાવે મગફળી ખરીદવા ની ઓનલાઇન પ્રક્રિયા નો પ્રારંભ એપી એમ સી માં થઈ ગયો છે  ના પ્રાંત કલેકટર અને મામલતદાર સહિત નો સ્થાફ એપી એમ સી માં ઓનલાઇન પ્રક્રિયા પર રાખો રહ્યો છે ત્યારે ભાવન્તર યોજના માં યાર્ડ બંધ ના એલાન નો અમરેલી જીલ્લામાં ફિયાસ્કો થયો છે તો ટેકા ના ભાવ ની ઓનલાઇન પ્રક્રિયા માં ખેડૂતો પોતાના રજીસ્ટ્રેશન માટે લાઈનો લગાવી રહ્યા છે અને એપી એમ સી સાવરકુંડલા અને અમરેલી યાર્ડ સૌરાષ્ટ્ર ના બંધ માંજોડાયા નથી , ખેડૂતો ના હિત માં આ માર્કેટિંગ યાર્ડ હાલચાલુ છે અને હજારો ખેડૂતો પોતાનો ખેત જણસો લઇ ને યાર્ડ માં વેચાણ અર્થે આવી રહ્યા છે નું દીપક માલાની એપી એમ સી ના  ચેરમન જણાવે છે કે હાલ દિવાળી નજીક હોવાથી ખેડૂતો ને રૂપિયા ની જરૂર હોવાથી અમે આ બંધ માં નથી જોડાયા જેમાં ખેડૂતો નું હિત છે

–          ત્યારે ખેડૂતો ને ડોક્યુમેન્ટ્સ ની ખેડૂત ખાતેદાર ના દાખલા ની જરૂર પડે તે માટે બગોયા ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ મંત્રી પરેશ જોશી ની દેખરેખ માં અહી અલગ રૂમાં ઓન લાઈન પ્રક્રિયા માં ખેડૂતો ને દાખલા કાઢી દેવાની કામ ગીરી પણ હાલ ચાલુ કરી છે જેથી ખેડૂતો ને કોઈ તકલીફ ન પડે જેથી આ લાભ લેવા યાદી માં જણાવાયું છે