Main Menu

November, 2018

 

બ્રેકિંગ ન્યૂઝ.. રાજુલા તાલુકા કોંગ્રેસ માં ઝટકો રાજુલા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ સહિત ત્રણ સદસ્ય સસ્પેન્ડ કરવામાં આવ્યાં..

બ્રેકિંગ ન્યૂઝ..
રાજુલા તાલુકા કોંગ્રેસ માં ઝટકો
રાજુલા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ સહિત ત્રણ સદસ્ય સસ્પેન્ડ કરવામાં આવ્યાં

પંચાયતી ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગ નો નિર્યણ
તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ માંથી કોંગ્રેસ મા ગયા હતાં.
સસ્પેન્ડ કરેલા ત્રણ સભ્યો:
૧.શ્રી ગીતાબેન જગુભાઈ ઘાખડા
૨.શ્રી જયાબેન રમેશભાઈ ઘાખડા
૩.હુસેનભાઇ જમાલભાઇ મકવાણા.


બ્રેકીંગ ન્યૂઝ…ખાંભા પંથકમાં વાડીમાં ચાર સિંહબાળ સાથે સિંહણનું આગમન…

બ્રેકીંગ…..
અમરેલી-ખાંભા પંથકમાં વાડીમાં ચાર સિંહબાળ સાથે સિંહણનું આગમન…

સિંહણ સિંહબાળ સાથે આવતા ખેડૂત ચડી ગયો નળિયાવાળા મકાન પર…..
ખેડૂતે નળીયા પર બેસીને સિંહણ સિંહબાળનો ઉતાર્યો વિડીયો…..
ચાર ચાર સિંહબાળો પ્રથમવાર સિંહણ સાથે મળ્યા જોવા….
સિંહણ સિંહબાળે વાડીના અવેડામાં પીધું પાણી….
મકાનની છત પર સિંહણ ખેડૂતને જોઈ જતા સિંહણ સિંહબાળ સાથે થઈ રવાના….
ચાર સિંહબાળ સાથે સિંહણનો વિડીયો થયો સોસીયલ મીડિયામાં વાયરલ…..
ખાંભા પંથકના ગામડાનો વિડીયો હોવાનું જાણકારોનુ માનવું……
સોસીયલ મીડિયામાં સિંહણ સિંહબાળનો વિડીયો થયો હીટ……


બ્રેકીંગ ન્યૂઝ…રાજુલા નગરપાલિકાના ૧૦૬ સફાઈ કર્મીઓને છુટા કરવાનો મામલો……

બ્રેકીંગ ન્યૂઝ…

રાજુલા નગરપાલિકાના ૧૦૬ સફાઈ કર્મીઓને છુટા કરવાનો મામલો……

૩૦ નવેમ્બર સુધી સફાઈ કર્મીઓએ આપ્યું હતું અલ્ટીમેટમ…..
૨ સફાઈ કર્મીઓ ૧ ડિસેમ્બરે પાલિકા કચેરીએ કરવાના હતા આત્મવિલોપન…..
આત્મવિલોપનની ચીમકી બદલ પોલીસે કરી બન્ને સફાઈ કર્મીની અટકાયત….
સફાઈ કર્મીને પોલીસ મથકે લાવતા સફાઈ કર્મીઓ ઉમટ્યા પોલીસ મથકે…..
પોલીસ મથક બહાર સફાઈ કર્મીઓ શરૂ કર્યા ધરણા…..
બન્ને સફાઈ કર્મીઓને છોડો અથવા પાલિકામાં પરત ફરજ પર લેવા સફાઈ કર્મીઓની માંગ…..
મામલો ગરમાયો……


અમરેલીના ખેડૂતે કરી આત્મહત્યા ૧૨ વિઘાનો પાક નિષ્ફળ જતા ટ્રેન નીચે ઝંપલાવી જીવન..

અમરેલીઃ રાજ્યમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે. અમરેલીનાા લઠી ના કાચરડી ગામે રહેતા કમલેશભાઇ બાવચંદ વસાણી એ આત્મહત્યા કરી.   ૧૨ વિઘાનો પાક નિષ્ફળ જતા ખેડૂતે ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા. રાજ્યમાં ઓછો વરસાદ થતા કેટલીક જગ્યાઓ પર પાક નિષ્ફળ ગયા છે. બીજી બાજુ મોંઘા બિયારણો સહિતના વિવિધ વિવાદો વચ્ચે જગતનો તાત હવે હિંમત હાર્યો છે. ત્યારે તેઓ હવે આત્મહત્યાનું પગલું ભરી રહ્યા છે.

છેલ્લા ૨૦ દિવસમાં રાજ્યમાં ૭ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
મહત્વનું છે કે, ૨ દિવસ અગાઉ ૨૮ નવેમ્બરના રોજ સુરેન્દ્રનગરમાં કપાસ સહિતનો પાક નિષ્ફળ જતા ખેડૂતે વાડીએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જ્યારે ૨૫ નવેમ્બરના રોજ રાજકોટના તરઘડિયા ગામમાં નબળી આર્થિક પરિસ્થિતિએ એક ખેડૂતનો ભોગ લીધો હતો. જ્યારે ૨૪ નવેમ્બરે સુરેન્દ્રનગરના નાગડકા ગામે ખેડૂતે આપઘાત કરી લીધો હતો.

આ ઉપરાંત ૧૪ નવેમ્બરના રોજ જસદણમાં પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતે આત્મહત્યા કરી હતી. તો ૧૩ નવેમ્બરના રોજ દ્વારકામાં પણ જગતના તાતે પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ૭ નવેમ્બરના રોજ પણ અમરેલીના ખેડૂતે વિવિધ સમસ્યાઓ સામે હિંમત હારી જીવનને અલવિદા કહ્યું હતું. ત્યારે રાજ્ય સરકાર પણ ખેડૂતોના એક બાદ એક થઈ રહેલા મોત મામલે સતર્કતા દાખવે અને જરૂરી તમામ સહાય પુરી પાડે તે પણ ખુબ જરૂરી છે.


બે માસ અગાઉ અમરેલી શહેરમાં થયેલ હત્યાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડતીઅમરેલી એસ.ઓ.જી.એલ.સી.બી. ટીમ..

બે માસ અગાઉ અમરેલી શહેરમાં થયેલ હત્યાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડતીઅમરેલી એસ.ઓ.જી.એલ.સી.બી. ટીમ

ગઇ તા.૦૧/૧૦/૨૦૧૮ નાં રોજ અમરેલી શહેરમાં રહેતા મહેશભાઇ રામજીભાઇ ઝાલા રહે.અમરેલી વાળાની છરીનાં ઘા મારી હત્યા નિપજાવેલ હોય, અને આ કામે આરોપી તરીકે (૧) ચિરાગ ગીજુભાઇ ઠાકર (૨) રણજીત ફતેસિંગ મોરી (૩) વનરાજ બાબુભાઇ ધાધલ રહે. ત્રણેય અમરેલી વાળાઓનાં નામ ખુલેલ હતા.

સદરહું બનાવ અનુસંધાને શ્રી નિર્લિપ્ત રાય સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ સદરહું ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ સદરહું ગુન્હાની તપાસ શ્રી.એલ.બી.મોણપરા, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગનાઓને સોંપેલ તેમજ સદરહું આરોપીઓને પકડી પાડવા માટે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા, અમરેલી એસ.ઓ.જી.ના પો.સબ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પેરોલ ફર્લો સ્કોડ અમરેલી તેમજ શ્રી.એમ.એ.મોરી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. અમરેલી સીટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા સુચના આપેલ હતી.
સદરહું ગુન્હાનાં આરોપીઓનાં ફોટાઓ પ્રિન્ટ મિડીયા, ઇલેકટ્રીક મિડીયા, સોશ્યલ મિડીયાનાં માધ્યમથી પ્રસિધ્ધ કરવામાં આવેલ અને આરોપીઓની માહિતી આપનારને ઇનામ જાહેર કરવામાં આવેલ.

ઉપરોકત આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. એસ.ઓ.જી. ટીમો દ્વારા ટેકનીકલ સોર્સીસ તેમજ બાતમીદારોથી સતત આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમી રાહે તેમજ ટેકનીકલ સોર્સીસથી જાણવા મળેલ કે સદરહું ગુન્હાના આરોપીઓ સુરત મુકામે છુપાયા હોવાની હકિકત આધારે શ્રી.બી.એમ.દેસાઇ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓની સુચના અન્વયે અમરેલી એલ.સી.બી. એસ.ઓ.જી. ટીમ દ્વારા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી (૧) ચિરાગ ગીજુભાઇ ઠાકર, ઉ.વ.૨૮, રહે.અમરેલી, માણેકપરા (૨) વનરાજ બાબુભાઇ ધાધલ, ઉ.વ.૨૪, રહે.અમરેલી, ચિતલ રોડ, ગોળીબારના ટેકરા વાળાઓઓને ઝડપી લઇ સદરહું ગુન્હાની તપાસ શ્રી.એલ.બી.મોણપરા, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, અમરેલીનાઓ કરતા હોય પકડેલ આરોપીઓ તેઓને સોંપી આપેલ છે. સદરહું ગુન્હાનાં આરોપીઓ ગુન્હો કર્યા બાદ કયાં કયાં રોકાયા હતાં તેમજ ગુન્હામાં વપરાયેલ છરી તથા અન્ય મુદ્દામાલ અંગે પુછપરછ કરવાની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઓનો ગુનહાહિત ઇતિહાસઃ-
(1⃣) આરોપી ચિરાગ ગીજુભાઇ ઠાકર વિરૂધ્ધમાં (૧) અમરેલી સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૪/૧૮ ઇ.પી.કો.ક.૩૦૭ વિ. (ર) સે.ગુ.ર.નં.૧૬/૧૨ એમ.વી.એકટ ૧૮૫ (૩) પ્રોહી ગુ.ર.નં.૭૧/૧૨ (૪) પ્રોહી ગુ.ર.નં.૮૮/૧૨ (પ) પ્રોહી ગુ.ર.નં.૨૮/૧૩ (પ) પ્રોહી ગુ.ર.નં.૮૮/૧૩ (૬) પ્રોહી ગુ.ર.નં.૫૬૦/૧૫ તેમજ (૭) અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન સે.ગુ.ર.નં.૨૨/૧૮ એમ.વી.એકટ ક.૧૮૫ મુજબનાં ગુન્હા નોંધાયેલ છે.
(2⃣) આરોપી વનરાજ બાબુભાઇ ધાધલ વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૮૪/૧૬ ઇ.પી.કો. ક.૩૨૬ વિ. મુજબનો ગુન્હો નોંધાયેલ છે.

સદરહું કામગીરી શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના અન્વયે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ. દેસાઇ સાહેબ તથા તપાસ કરનાર અમરેલી વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી એલ.બી.મોણપરા સાહેબ તથા શ્રી.ડી.કે.વાઘેલા, ઇન્ચાંર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી.અમરેલી તથા શ્રી.આર.કે.કરમટા, પો.સબ ઇન્સ. એસ.ઓ.જી. અમરેલી તથા એલ.સી.બી. એસ.ઓ.જી. અમરેલી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


બગસરામાં પરપ્રાંતીય બ્રાહ્મણ યુવકે બસ સ્ટેન્ડમાં પેટ્રોલ છાંટી જાત જલાવી સાંજના સમયે જાહેર સ્થળ પર ઘટના બનતા લોકો સ્તબ્ધ

રૂપેશ રૂપારેલિયા બગસરા

 

બગસરામાં પરપ્રાંતીય બ્રાહ્મણ યુવકે બસ સ્ટેન્ડમાં પેટ્રોલ છાંટી જાત જલાવી

સાંજના સમયે જાહેર સ્થળ પર ઘટના બનતા લોકો સ્તબ્ધ

સારવાર માટે અમરેલી ખસેડાયો: હાલત ગંભીર

બગસરા તા.

બગસરામાં આજે સાંજના સમયે પરપ્રાંતિય બ્રાહ્મણ યુવક દ્વારા બસ સ્ટેન્ડમાં પોતાની જાત પર પેટ્રોલ છાંટીને જીવ આપવા માટે પ્રયત્ન કર્યો હતો. આ બનાવને પગલે બસ સ્ટેન્ડમાં સન્નાટો છવાઇ ગયો હતો સારવાર અર્થે બગસરા દવાખાને લાવ્યા બાદ તેને અમરેલી રીફર કરાયો હતો જ્યાં હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

વિગત અનુસાર બગસરામાં રહેતા પરપ્રાંતિય બ્રાહ્મણ યુવક રાહુલ મિશ્રા નરેન્દ્ર કુમાર પાંડે ઉમર વર્ષ 22 દ્વારા કોઈ અકળ કારણ ને લીધે સાંજના પાંચ વાગ્યા આસપાસ બગસરા બસ સ્ટેન્ડમાં આવીને કામચલાઉ ઉભા કરવામાં આવેલા પતરાના પીકઅપ સ્ટેન્ડ પાછળ જઈને પોતાના શરીર પર પેટ્રોલ છાટીને આગ ચાપી દીધી હતી આ બનાવ સમયે બસ સ્ટેન્ડમાં મુસાફરો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર હતા. જે તમામ લોકો સ્તબ્ધ બની ગયા હતા. તાબડતોબ 108ની મદદથી આ યુવકને બગસરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને તુરંત અમરેલી રીફર કરવામાં આવેલ હતો. બગસરાના અલગ-અલગ રેસ્ટોરન્ટમાં કામ કરી ચૂકેલા આ યુવકે હાલ બેકારી ને લીધે આ પગલું ભર્યું હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું.


સાવરકુંડલા માં ૩ ત્રીજી ઓક્ટોમ્બરે વિશ્વ દિવ્યાંગ  દિન ની ઉજવણી થશે જેમાં દિવ્યાંગ ભાઈ ઓ ને કીટ વિતરણ સહીત ખેલ મહા કુંભ માં સિલેક્ટ થયેલા દીવ્યાન્ગો  નું સન્માન તેમજ

સાવરકુંડલા માં ૩ ત્રીજી ઓક્ટોમ્બરે વિશ્વ દિવ્યાંગ  દિન ની ઉજવણી થશે

જેમાં દિવ્યાંગ ભાઈ ઓ ને કીટ વિતરણ સહીત ખેલ મહા કુંભ માં સિલેક્ટ થયેલા દીવ્યાન્ગો  નું સન્માન તેમજ

દિવ્યાંગ સ્નેહ મિલન નોકાર્યક્ર્મ નું આયોજન

ભારત સરકાર દ્વારા ૩ જી ઓક્ટોમ્બર ને વિકલાંગ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે વિકલાંગ ને વિકલાંગ નહિ પરંતુ દીવયાંગ તરીકે ઉદબોધન કરવાનું સરકાર નું ફરમાન છે અને દિવ્યાંગ ને પણ સરકાર શ્રી ના તમામ લાભા લાભ મળે તે માટે સરકાર જયારે કટી બધ છે ત્યારે સાવરકુંડલા દીવયાંગ એશોશીયેશ્ન ના પ્રમુખ ભરત ભાઈ વાઢેર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસે એક સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં તારીખ ૨ ઓક્ટોમ્બર ના રોજ દેવલા ગેઇટ વિસ્તાર માં આવેલ દિવ્યાંગ કાર્યાલય માં જ આયોજન થયેલ  જેમાં સવાકુન્ડલા તાલુકા સહીત ના દીવયાંગો અહી ઉપસ્થિત રહેશે જેમાં દીવયાંગો ને કીટ વિતરણ તેમજ જે દીવયાંગો ખેલ મહા કુંભ માં પ્રથમ દ્વિતીય આવેલ છે તે દીવ્યાન્ગો ને સન્માનિત કરવા માં આવશે અને સાથે સાથે તમામ દીવયાંગો નો સ્નેહ મિલન નો કાર્યક્રમ પણ રાખેલ છે જેથી તાલુકા ના સહેર ના તમામ દિવયાન્ગોઅહિ સવાર્કુન્ડલા દીવયાંગ ઓફીસ પર ઉપસ્થિત રહે તેમ દીવયાંગ એશોશોયેશ્ન ના પ્રમુખ ભરત ભાઈ વાઢેર ની એક અખબારી યાદી માં જણાવ્યું છે


ગીરગઢડાના આકોલાળી ગામે સન.૨૦૧૨/૧૩ માં દલિત યુવાનને તેના જ ઘરમાં પુરી આખા ઘરને આગ લગાવવા મામલો.

ધર્મેશજેઠવાદ્વારા :ગીરગઢડાના આકોલાળી ગામે સન.૨૦૧૨/૧૩ માં દલિત યુવાનને તેના જ ઘરમાં પુરી આખા ઘરને આગ લગાવવા મામલો.

યુવાનને જીવિત બાળી નાખવા ને લઇ કોર્ટનો ચુકાદો.

આકોલાળી ગામ ના ૧૧ આરોપીઓને ઉના સેશન્સ કોર્ટે આજે સજા સંભળાવી.

તમામને આજીવન કેદ ની સજા.

આકોલાળી ગામનાં લોકોએ દલિત યુવાનને તેના જ મકાનમાં પુરી આખા મકાનને આગ લગાવી દીધી હતી.*

કુલ ૧૧ આરોપીને આજીવન કેદની સજા.તથા આરોપી દિઠ ૫૪૫૦૦ નો દંડ કરવામા આવેલ


સાસણના દેવળીયા પાર્કમાં 3 વનકર્મીઓ પર સિંહે કર્યો હુમલો, એકનું મોત, 2 સારવાર હેઠળ

જૂનાગઢઃ સાસણગીરના દેવળીયા પાર્કમાં સિંહે વનકર્મીઓ પર હુમલો કર્યો હતો. 3 વનકર્મીઓ પર સિંહે હુમલો કરતા એક વનકર્મીનું મોત થયું છે જ્યારે 2 વનકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વનકર્મીની શોધખોળ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, સામાન્ય રીતે સિંહ કોઈ માણસ પર હુમલો કરતો નથી. અસામાન્ય સંજોગોમાં જ સિંહ હુમલો કરે છે ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સિંહ હુમલો ક્યારે કરે?
સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો કરતો નથી. ગુજરાતના ગીર વિસ્તારમાં ભાગ્યેજ સિંહના હુમલાની ઘટના બની છે. ફોટો લેનારા એક પ્રવાસી પર 2012માં સિંહે હુમલો કરીને જીવ લીધો હતો. સિંહને કોઈએ છંછેડ્યો હોય તો જ તે માણસ પર હુમલો કરે છે. જો કોઈ સિંહ ભૂખ્યા હોય અને ગુસ્સામાં હોય તેવા સંજોગોમાં હુમલો કરી શકે. સારવાર માટે આપેલી દવાઓના કારણે પણ સિંહ ગુસ્સામાં હુમલો કરી શકે. સિંહે મારણ કર્યું હોય ત્યારે તેની નજીક જનારા પર સિંહ હુમલો કરે તેવી શક્યતા છે.


બ્રેકિંગ ન્યૂઝ..  મોરબીમાં સીટીસર્વેની ઓફિસના કર્મચારીએ લાંચ લેવાનો બનાવ

બ્રેકિંગ ન્યૂઝ..

મોરબીમાં સીટીસર્વેની ઓફિસના કર્મચારીએ લાંચ લેવાનો બનાવ

એસીબીની ટીમ દ્વારા ઘરની જડતી લેવામાં આવતા આઠ લાખની રોકડ કબજે કરી

વસંત પ્લોટમાં યોગી એપાર્ટમેન્ટમાં આવેલ છે મેન્ટેનન્સ સર્વેયર જયેન્દ્ર લોદરીયાનું મકાન

મકાન ખરીદી કરનારા પાસેથી નામ ચડાવવા માંગેલી પાંચ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા સર્વેયર

સાત લાખના મુદામાલ અને આઠ લાખની રોકડનો હિસાબ માંગવામાં આવ્યોઃ પીઆઇ એમ.બી.જાની


error: Content is protected !!