(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-7482154010129071",
enable_page_level_ads: true
});

window.dataLayer = window.dataLayer || [];
function gtag(){dataLayer.push(arguments);}
gtag('js', new Date());

gtag('config', 'UA-128615410-1');

Main Menu

Saturday, October 20th, 2018

 

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી આયુષ ઓક ની અધ્યક્ષતા માં મળી

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી આયુષ ઓક ની અધ્યક્ષતા માં મળી

 અમરેલી જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતીની બેઠક ને સંબોધતા  કલેકટરશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, વિકાસ પ્રક્રિયા વેગવાન બને અને લોકોના પાયાના પ્રશ્ર્નો નો સત્વરે ઉકેલ આવે તેવો અભિગમ અપનાવવા અધિકારીઓને સુચવ્યું હતું તેમણે આગામી સમયમાં એકતાયાત્રા,ક્રોપ કટીંગ,ગ્રામસભા જેવા કાર્યક્રમમાં સુદ્ઢ આયોજન કરીને યોજવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું.જિલ્લાની સંકલન અને ફરીયાદ સમિતીની બેઠક દરમિયાન ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમરે ગામડાના પરા વિસ્તારમાં વિજજોડાણ આપવા,પ્રધાનમંત્રી આવાસ યોજના,સીસી રોડની તપાસણી ,એસ.ટી.બસ સેવા,ડ્રાઇવીંગ લાયસન્સ આપવામાં સરળતા,રસ્તાના રીપેરીંગ કામોના પ્રશ્ર્નો રજૂ કર્યા હતા.જે નિવારવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ધારાસભ્યશ્રી અમરીશભાઇ ડેરે તેમના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે બસસેવામાં વધારો કરવા,ખેડૂતો ને જમીનના ઉતારાઓ આપવા વિજળીકરણના કામો,જંગલ વિસ્તારના ખેડૂતોને ઘાંસચારણ સહિતના જરૂરી પ્રશ્ર્નો રજૂ કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રવજીભાઇ વાઘેલા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિરગુડે,જિલ્લા પોલીસ વડાશ્રી નિર્લિપ્ત રાય,નાયબ વન સંરક્ષકશ્રી અમરેલી,ધારી,અધિક કલેકટરશ્રી પાન્ડોર તેમજ અન્ય વરિષ્ડ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.