Main Menu

Thursday, October 18th, 2018

 

બ્રેકીંગ ન્યૂઝ…. અમરેલી-સોમનાથ સ્વામી નારાયણ ગુરુકુલના બે સંતો પાસે મંગાઈ ખંડણી…

બ્રેકીંગ…..
અમરેલી-સોમનાથ સ્વામી નારાયણ ગુરુકુલના બે સંતો પાસે મંગાઈ ખંડણી….
અમરેલીના બે શખસોએ માંગી અઢી કરોડની ખંડણી…..
સંતના ફોટા મેળવી મહિલા સાથે એડીટીંગ કરીને કરીને સોસીયલ મીડિયામાં વાયરલ કરવાની અપાઈ ધમકી….
સોમનાથથી સંતોને અમરેલી બોલાવીને આપી ધમકી…..
સ્વામી નારાયણના સંતે નોંધાવી પોલીસ ફરીયાદ….
પોલીસે બન્ને આરોપીની ગણતરીની કલકોમાં કરી ધરપકડ….


રાજુલા જાફરાબાદ સૂર્યસેના આયોજિત શસ્ત્ર પૂજન સાથે એતિહાસિક અશ્વ સાથે રેલી શહેર ના મુખ્ય માર્ગો પર શૂરવીરતા ના સંગીત સાથે ક્ષત્રિય સમાજ નું શક્તિ પ્રદશન યોજાયું 

જયદેવ વરૂ દ્વારા :રાજુલા જાફરાબાદ સૂર્યસેના આયોજિત શસ્ત્ર પૂજન સાથે એતિહાસિક અશ્વ સાથે રેલી શહેર ના મુખ્ય માર્ગો પર શૂરવીરતા ના સંગીત સાથે ક્ષત્રિય સમાજ નું શક્તિ પ્રદશન યોજાયું
રાજુલા પોલીસ તંત્ર દ્વારા ચુસ્તબંદોબસ્ત વચ્ચે શહેર માં બપોર બાદ ભવ્ય રેલી
દશેરા નિમિતે સમગ્ર દેશ માં શસ્ત્ર નું પૂજન થતું હોય છે ત્યારે સૂર્યસેના દ્વારા સમગ્ર ગુજરાત માં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર શસ્ત્ર પૂજન જોવા મળિયા પરંતુ રાજુલા જાફરાબાદ પંથક માં સૂર્યસેના નવરાત્રી ગ્રાઉન્ડે ખાતે શસ્ત્ર પૂજન બપોર બાદ રાખવા માં આવ્યું હતું અહીં શહેર અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર માંથી અશ્વ હથિયારો સાથે આવ્યા હતા અને દશેરા નિમિતે શસ્ત્ર પૂજન બાદ શહેર ના મુખ્ય માર્ગો પર કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂત સહીત મોટાભાગ ના ક્ષત્રિય સમાજ ના યુવાનો થી લઇ ને અગ્રણી ઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને રેલી ની મેદની માં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા અહીં આ વર્ષે એતિહાસિક ભવ્ય સફળતા સાથે યુવાનો મોટી સંખ્યા માં જોડાયા હતા અને ક્ષત્રિયો ની પરમ્પરા મુજબ સાફા સાથે હથિયારો નું પૂજન કરી અશ્વ સાથે શહેર ભર માં રેલી કાઢી હતી અને ખુબ ઉત્સાહ પૂર્વક આ વર્ષે શસ્ત્ર પૂજન ની ઉજવણી કરવા માં આવી હતી જોકે અહીં દર વર્ષે આ કાર્યક્મ કરવા માં આવે છે પરંતુ આ વર્ષે ક્ષત્રિય સમાજ નો ઉત્સાહ અદભુત જોવા મળિયો હતો સાથે સાથે અન્ય જ્ઞાતિ ના લોકો પણ આ શક્તિ પદર્શન નિહાળવા ઉમટી પડ્યા હતા આવનારા દિવસો માં રાજુલા જાફરાબાદ પંથક માં કાઠી ક્ષત્રિય સમાજ નું સંગઠન વધુ મજબૂત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે
ક્ષત્રિય સમાજ એ આજે પણ તેમની પરંપરા જાળવી રાખી 

કાઠી ક્ષત્રિય સહીત રાજપૂત સમાજ ની વર્ષો બાદ તેમની પરંપરાઓ જાળવી રાખી છે આજે પણ શસ્ત્ર પૂજન હથિયારો નું કર્યું સાથે અશ્વો સાથે શહેર ભર માં રેલી નીકળી ત્યારે તેમનું હજુ પણ સમાજ ની પરંપરાજોવા મળી રહી છે અને આજે આ અશ્વ સાથે રેલી આકર્ષણ નું કેન્દ્ર બની હતી