Main Menu

Thursday, October 11th, 2018

 

રાજુલા સમસત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત ભવ્ય નવરાત્રિ નું આયોજન પાંચ માં વષૅ માં મંગળ પ્રવેશ…

રાજુલા સમસત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત ભવ્ય નવરાત્રિ નું આયોજન પાંચ માં વષૅ માં મંગળ પ્રવેશ
રાજુલા સમસત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય નવરાત્રિ નું આયોજન કરવામાં આવ્યુ છે સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઈઓ અને બહેનો દિકરી ઓ માતાજી  ની આરાધના અને સ્તુતિ અને રાસ ગરબા રમે છે. આ આયોજન સફળ બનાવવા
બ્રહ્મ ઓફ યુનિટી જય પરશુરામ યુવા ગુ્પ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ના અગ્રણી ઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય તેમજ આરતી કરવામાં આવેલ હતી. બ્રહ્મ સમાજ નાં વિવિધ ક્ષેત્રોમાંં રહેલા ઓ હાજર રહેલ હતાં.

બીજા નોરતા માં મહા આરતી નો લાભ લેતા એસ. એન. ન્યૂઝ ના તંત્રી સંજીવ જોષી તથા લોક સરકાર વિધાનસભા ઇન્ચાર્જ જયેશ દવે તથા બ્રહ્મ સમાજના આગેવાનો.


સિંહોની સુરક્ષા માટે વધુ પ્રયત્‍નશીલ અને એલર્ટરહેવા કલેકટરશ્રી આયુષ ઓકની સૂચના

સિંહોની સુરક્ષા માટે વધુ પ્રયત્‍નશીલ અને એલર્ટરહેવા કલેકટરશ્રી આયુષ ઓકની સૂચના

અમરેલી જિલ્‍લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને ધારી ખાતે વન વિભાગ સહિતના અધિકારીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી.

કલેકટરશ્રી ઓકે વન વિસ્‍તારમાં સરકાર નિયમો અને સૂચનાઓનું પાલન ચૂસ્‍તપણે કરવા ઉપરાંત સિંહો અને તેમની સલામતી માટેની પૂરતી તકેદારી લેવા જણાવ્યું હતુ.

વન વિભાગને ઉપયોગી તમામ માહિતી એકઠી કરવા અને વન-પોલીસ વિભાગને સંયુક્ત રીતે ચેકપોસ્‍ટ ઉભી કરવા તેમણે કહ્યુ હતુ. વન વિસ્‍તારની આજુબાજુના વિસ્‍તારોમાં સતત પેટ્રોલીંગ કરવા અને બહારથી અવર-જવર કરતા વાહનોનું સઘન ચેકીંગ કરવા સૂચના આપી હતી. ફરજોનું પાલન કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે જોવા અને સિંહોની સુરક્ષા માટે વધુ પ્રયત્‍નશીલ અને એલર્ટ રહેવા કલેકટરશ્રી ઓકે સૂચના આપી હતી.

વર્ષ-૨૦૧૪માં ઇકો સેન્‍સેટીવ ઝોન જાહેર કરવામાં આવતા વન વિસ્‍તારમાં તૈયાર કરવામાં આવેલી યાદીઓ અને તેમાં થયેલા ફેરફાર મુજબ કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા સઘન પગલા લેવા જણાવ્યું હતુ.

ઓકટોબર થી ફેબ્રુઆરી દરમિયાન વન વિસ્‍તારમાં પ્રવાસીઓની સંખ્‍યામાં ધસારો થવાની સંભાવના રહે છે, સતત અને સઘન મોનીટીરંગ-ચેકીંગ તથા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું સંબંધિતોએ ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતુ.

રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કૂતરાંઓને સ્‍ટરીલાઇઝ કરવામાં આવશે. અંદાજે ૨૧ દિવસમાં લગભગ ૩૦૦ થી ૩૫૦ કૂતરાઓને પકડીને સ્‍ટીરીલાઇઝ કરવાની કામગીરી કરવામાં આવશે.

શ્રી ઓકે ઉમેર્યુ કે, ફરજ પરના અધિકારી-કર્મચારીઓએ મર્યાદા-મુશ્કેલીઓ બાબતે ધ્‍યાન દોરવાનું રહેશે.

જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ કહ્યું કે, પશુઓના રસીકરણની કાર્યવાહી કરવામાં આવી છે. રસીકરણ ઝૂંબેશમાં તમામ પશુઓને આવરી લેવા માટેનું સુચારું આયોજન કરવામાં આવ્‍યું છે. આ માટે સંબંધિત ગામોના તલાટી મંત્રીશ્રીઓની પણ મદદ લેવામાં આવશે. લક્ષ્‍યાંક મુજબ કામગીરી કરવામાં આવી રહી છે ત્‍યારે ૧૦ ગામોમાં પશુ રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

વન સંરક્ષકશ્રી પી. પ્રસન્‍નાએ કહ્યું કે, વન વિભાગ દ્વારા સખત પગલાઓ ધરવામાં આવશે. વન વિસ્‍તારની આજુબાજુના વિસ્‍તારોમાં વન અને પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઝૂંબેશ હાથ ધરીને નજીકના તમામ વિસ્‍તારોના પશુઓની વિગતો અપાવામાં આવશે.

નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી દેસાઇએ જણાવ્યું હતુ કે, સિંહ-સિંહણના સંવર્ધન માટે નડતરરૂપ તત્‍વોની ઓળખ કરી તેમના સામે કાયદાકીય સખત પગલા લેવામાં આવશે.

પ્રાંત અધિકારીશ્રી આર.કે. ઓઝાએ સમગ્ર બેઠકનું સંચાલન કરી અત્‍યાર સુધી હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનો ચિત્તાર આપ્‍યા હતો.

ધારી સ્‍થિત પ્રાંત કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં વન સંરક્ષકશ્રી ડૉ. પ્રિયંકા ગેહલોત, એસીએફશ્રી વિનય ચૌધરી, સાવરકુંડલા નાયબ પોલીસ અધિકારીશ્રી માવાણી, વન, પોલીસ, મહેસૂલ, પશુપાલન સહિતના વિભાગનો અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તેવા હેતુને સાકાર કરવા જિલ્લા પોલીસ વડા નીરલિપ્ત રાય સતત પ્રયત્ન શીલ સાવરકુંડલા શહેરમાં નવરાત્રી દીપવલીનો પાવન અવસરને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા નીરલિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન તળે ડી.વાય.એસ.પી.આર.એલ.માવાણી ની રાહબરી નીચે નવરાત્રીના પ્રથમ દિવસે સાવરકુંડલા શહેરમાં લુખ્ખાતત્વો ની રંજાડ, અસામાજિક તત્વોની કનડગત કોઈપણ જાહેર જનતા કે વેપારીઓને ન રહે તેમાટે સાવરકુંડલા સીટી ના બાહોશ ઇન્ચાર્જ પી.આઈ. પી.બી.ચાવડા એ સાંજના 6 થી 8 ફુટ પેટ્રોલીંગ આખા શહેરભરમાં આદર્યું

 

ચીફ રિપોર્ટર . ફારૂક કાદરી દ્વારા

સાવરકુંડલા

અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તેવા હેતુને સાકાર કરવા જિલ્લા પોલીસ વડા નીરલિપ્ત રાય સતત પ્રયત્ન શીલ છે ત્યારે સાવરકુંડલા શહેરમાં નવરાત્રી દીપવલીનો પાવન અવસરને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા નીરલિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન તળે ડી.વાય.એસ.પી.આર.એલ.માવાણી ની રાહબરી નીચે નવરાત્રીના પ્રથમ દિવસે સાવરકુંડલા શહેરમાં લુખ્ખાતત્વો ની રંજાડ, અસામાજિક તત્વોની કનડગત કોઈપણ જાહેર જનતા કે વેપારીઓને ન રહે તેમાટે સાવરકુંડલા સીટી ના બાહોશ ઇન્ચાર્જ પી.આઈ. પી.બી.ચાવડા એ સાંજના 6 થી 8 ફુટ પેટ્રોલીંગ આખા શહેરભરમાં આદર્યું હતું સાથે બાઈક ફોરવહીલ વાહનો લઈને પોલીસતંત્ર શહેરની બજારોમાં નીકળતા વેપારીઓમાં પોલીસતંત્રની કામગીરીની સરાહના થઈ હતી. લુખ્ખા તત્વો માટે આફત બનેલ સીટી પી.આઈ. ચાવડા કોઈપણની શહેશરમ વિના કાયદાની મર્યાદામાં અસામાજિક તત્વો માટે “સિંઘમ” સાબિત થઈ રહ્યા છે સાવરકુંડલા શહેરમાં કાયદો વ્યવસ્થા સાથે લોકોના જાનમાલની સુરક્ષા માટે કટિબદ્ધ જિલ્લા પોલીસ તંત્ર છે ત્યારે સાવરકુંડલા સિટી વિસ્તારમાં દરેક વિસ્તારો, બજારો માં પોલીસ કાફલા સાથે પોલીસ અધિકારીઓએ પગપાળા ફરીને વેપારીઓને અનુરોધ કર્યો હતો કે કોઈપણ અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો વેપારીઓ કે રાહદારીઓ કે જાહેર જનતા માટે પોલીસ તંત્ર 24 કલાક અને 365 દિવસ ખડેપગે સુરક્ષા આપવા સક્ષમ છે દરેક તહેવારો કોમી એકતાના ભાવથી લોકો નિર્ભય બનીને ઉજવી શકે તેવા હેતુને ખરા અર્થમાં સાર્થક કરવા ઇન્ચાર્જ પી.આઈ. પી.બી.ચાવડા, પી.એસ.આઈ પી.વી.ખીમસુરીયા, પી.એસ.આઈ.પી.એન.મોરી અને મહિલા પી.એસ.આઈ.એમ.એસ.ગોહિલ સાથે 50 પોલીસકર્મીઓ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરતા પ્રજામાં પોલીસતંત્રની સરાહના થઈ રહી છે જ્યારે પોલીસ અધિકારી જાતે રોડ રસ્તા પર પેટ્રોલિંગ કરીને પ્રજાનો સહયોગ પણ માંગ્યો હતો કે પોલીસ પ્રજાનો મિત્ર છે હરહંમેશ પોલીસ તંત્ર સુરક્ષા માટે સજ્જ છે વાર તહેવારો હોય કે ન હોય પણ અસામાજિક પ્રવૃતિઓ સાવરકુંડલા શહેર સાથે અમરેલી જિલ્લામાં સદંતર બંધ કરવાના જિલ્લા પોલીસ પોલીસ અધિક્ષક નીરલિપ્ત રાય ના અભિગમને સાર્થક સાબિત કરવા ક્યાંય પણ અનૈતિક પ્રવૃત્તિ, અસામાજીક તત્વોની રંજાડ, લુખ્ખા તત્વો હોય કે રોડ રોમીયો અમરેલી જિલ્લા પોલીસ તંત્ર પ્રજાના સહયોગમાં હતું અને હમેશા રહેશે તેમ ઇન્ચાર્જ પોલીસ અધિકારી પી.બી.ચાવડા એ જણાવ્યું હતું


બાબરા શહેરમાંથી થયેલ અપહરણના ગુન્હાનો ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. /એસ.ઓ.જી. તથા બાબરા પોલીસ ટીમ

બાબરા શહેરમાંથી થયેલ અપહરણના ગુન્હાનો ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. /એસ.ઓ.જી. તથા બાબરા પોલીસ ટીમબાબરા શહેરમાં કરીયાણા રોડ ઉપરથી અલ્ટો કારમાં ભરબપોરે અપહરણ થયેલ હોય *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ* તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એમ.દેસાઇ સાહેબ મુ.મ.અમરેલી તથા શ્રી એલ.બી.મોણપરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, નાઓએ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુન્હાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી અપહરણ થયેલ વ્યક્તિને સહી-સલામત છોડાવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપી રેપીડ એક્શન પ્લાન તૈયાર કરેલ હોય જે મુજબ એલ.સી.બી. અમરેલી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ‍. શ્રી.ડી.કે.વાઘેલા તથા એસ.ઓ.જી. અમરેલી પો.સ.ઇ. શ્રી.આર.કે.કરમટા તથા બાબરા પો.સ.ઇ.શ્રી એ.વી. સરવૈયા નાઓએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓ અને અપહરણ થયેલ વ્યક્તિ અંગે સઘન તપાસ હાથ ધરી બાબરા તાલુકાના કીડી કરીયાણા ગામની સીમમાંથી અપહરણકારોને અલ્ટો કાર સાથે પકડી પાડી જેનુ અપહરણ થયેલ હતું તે વ્યક્તિને સહી-સલામત છોડાવેલ છે.

*ફરિયાદની વિગતઃ-* વિજયભાઇ ઉર્ફે લાલો બટુકભાઇ આખજા (પટેલ) રહે.બાબરા ધારપરા ચીતલ રોડ જી.અમરેલી વાળાએ જાહેર કરેલ કે, પોતાનાભાઇ સંજયભાઇ બટુકભાઇ આખજા નું બપોરના પોણા બારેક વાગ્યાના અરસામાં પોતાનાભાઇને ચારેક જણા સફેદ કલરની અલ્ટો ગાડીમાં અપહરણ કરી લઇ ગયેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરેલ હતી.જે અન્વયે નીચે મુજબના આરોપીઓને અપહરણ કરવામાં ઉપયોગમાં લીધેલ અલ્ટો કાર સાથે ધરપકડ કરવામાં આવેલ છે.

*બનાવ બનવાનું કારણઃ-* આજથી દોઢેક વર્ષ પહેલા વિજયભાઇ બટુકભાઇ આખજાને કેરાળા ગામે રહેતાં રાજુભાઇ શેખ (કોળી) ની પત્ની કાજલ સાથે પ્રેમ સબંધ હોય જે ખબર પડી જતાં આ વિજય ઉર્ફે લાલાનું અપહરણ કરવા માટે આવેલ હોય પરંતુ વિજય ઉર્ફે લાલો તેની કરીયાણા રોડે આવેલ દુકાનએ હાજર ન હોય જેથી તેના ભાઇ સંજયભાઇ બટુકભાઇ આખજાનું અપહરણ કરવામાં આવેલ હતુ.

*પકડાયેલ આરોપીઓઃ-*
1⃣ ધનશ્યામ વલ્લ્ભભાઇ ગોહિલ રહે.દેવધરી તા.વિછીંયા જી.રાજકોટ
2⃣ નિકુલ બુધાભાઇ ગોહિલ રહે.દેવધરી તા.વિછીંયા જી.રાજકોટ
3⃣ રાજુ શંભુભાઇ શેખ રહે.કેરાળા તા.ગઢડા જી.બોટાદ
4⃣ નાનજી ઉર્ફે નનુ વશરામભાઇ શેખ રહે.કેરાળા તા.ગઢડા જી.બોટાદ
5⃣ સુભાષ ભનુભાઇ જાપડીયા રહે.ઇશ્વરીયા તા.બાબરા જી.અમરેલી

*પકડવાના બાકી આરોપીઓઃ-*
1⃣ ભરત શેખ રહે.કેરાળા તા.ગઢડા જી.અમરેલી
2⃣ રાજુ ધરજીયા રહે.દેવધરી તા.વિછીંયા જી.રાજકોટ

💫 ઉપરોકત પાંચેય આરોપીઓએ અપહરણનો ગુન્હો કરવા ઉપયોગમાં લીધેલ અલ્ટો કાર રજી.નં. GJ03JR-7883 ની સાથે પકડી પાડી બાબરા પો.સ્ટે.માં સોંપી આપેલ છે. અને જેનુ *અપહરણ થયેલ તે વ્યક્તિ સંજયભાઇ બટુકભાઇ આખજા રહે.બાબરા વાળાને સહી-સલામત છોડાવવામાં આવેલ છે.*

આમ, *શ્રી નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી તથા ના.પો.અધિ.સાહેબશ્રી. મુખ્ય મથક, અમરેલી વિભાગ અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ બાબરા શહેરમાંથી થયેલ અપહરણના ગુન્હાનો ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી અપહરણ થયેલ વ્યક્તિને સહી-સલામત છોડાવવામાં અમરેલી એલ.સી.બી./એસ.ઓ.જી.ટીમ તથા બાબરા પોલીસને સફળતા મળેલ છે.*


ચાંદગઢ ગામે શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૨ ડમ્પર સહિત સાડા છ લાખ મુદામાલ સાથે પકડી પાડી ગુન્હા રજી.કરાવતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

ચાંદગઢ ગામે શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૨ ડમ્પર સહિત સાડા છ લાખ મુદામાલ સાથે પકડી પાડી ગુન્હા રજી.કરાવતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીના ઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સા. તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં શેત્રુજી નદીમાંથી રેતીચોરી કરી ચાંદગઢ ગામ તરફ આવતાં કાચા રસ્તેથી નીચે મુજબના ઇસમોને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

રેતી ચોરી કરતાં પકડાયેલ આરોપીઓ
1⃣મુકેશભાઇ બતુભાઇ ડામોર રહે.હાલ ગોખરવાળા મુળ વતન હોલાતલાય બીમ જિ.ધાર (મધ્યપ્રદેશ)
2⃣ રાજુભાઇ મનજીભાઇ વાધેલા રહે.સાવરકુંડલા

*પકડવાના બાકી આરોપીઓ*
1⃣ રોહીતભાઇ દાદભાઇ ધાધલ રહે.ચાંદગઢ તા.જી.અમરેલી
2⃣ સુરેશભાઇ મુળાભાઇ જાદવ રહે.ચાંદગઢ તા.જી.અમરેલી

કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ
રેતીના ચોરી કરવા આવેલ ડમ્પર વાહનો ૦૨ કિમત રૂા. ૬,૬૦,૦૦૦ /- ના મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. તેમજ સદરહું જગ્યાએથી રોહીતભાઇ ધાધલનું લોડર નાશી ગયેલ હોય તે લોડર કબ્જે કરવા તેમજ બન્ને ડમ્પરોના માલીકોની ધરપકડ કરવા સારૂ આગળની વધુ તપાસ થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.

આમ,અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટા સા. તથા અમરેલી એસ.ઓ.જી.ટીમને ચાંદગઢ ગામેથી શેત્રુજી નદીમાંથી ચાંદગઢ તરફ આવતાં કાચા રસ્તેથી રેતી ચોરી કરતાં બે ડમ્પરોને પકડવામાં સફળતા મળેલ છે.


રાજુલા જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટ માં સાધુ સંતો ના હસ્તે પાર્ટી પ્લોટ નું દીપ પ્રગટય કરાયું…….

રાજુલા જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટ માં સાધુ સંતો ના હસ્તે પાર્ટી પ્લોટ નું દીપ પ્રગટય કરાયું…….

સાધુ સંતો ઉદ્યોગ ના અધિકારી ઓ રાજકીય પ્રતિષ્ઠિત વેપારી ઓ રહ્યા હાજર…….

રાજુલા શહેર માં 6 વર્ષ થી જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટ ફ્રી માં થાય છે અહીં કોઈ એન્ટ્રી ફી લેવાતી નથી જેમાં આજે પ્રથમ દિવસે વાવડી માં મહંત બાબબાપુ,લાવકુશબાપુ સહિત સાધુ સંતો ના વરદ હસ્તે દીપ પ્રગટય કરી મા અંબા ની આરાધના કરી હતી પ્રથમ દિવસે મોટી સંખ્યા માં લોકો આરતી માં જોડાયા હતા અને ખેલેયા ઓ પણ પહેલા દિવસે મોટી સંખ્યા માં આવ્યા હતા અને અવનવા સ્ટેપ રમતા જોવા મળીયા હતા પ્રથમ દિવસે અદભુત સફળતા મળી હતી અહીં આ વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી,સ્વાન એનર્જી ના ધાધલ, દ્વિવેદી,સીંટેક કંપની ના બી.કે.સિંગ સહિત ના આસપાસ માં આવેલ કંપની ના અધિકારી ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શહેર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુઝ બકુલભાઇ વોરા,રવુભાઈ ખુમાણ,મયુરભાઈ દવે,પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા,મનુભાઈ ધાખડા,સરપંચ શિવરાજભાઈ કોટીલા,દિલીપભાઈ વોરા,કમલેશભાઈ મકવાણા,રણજિતભાઈ ધાધલ, જેન્તીભાઈ જાની, બાબુભાઇ જાલંધરા,પીઠુભાઈ બોરીસા,વનરાજ વરૂ,મહેન્દ્રભાઈ ધાખડા,સહિત વિવિધ પક્ષ સમાજ ના અગ્રણી ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા


જુનાગઢ કોઇ શખ્સ નશીલા પ્રદાર્થનું સેવન કરીને વાહન ચલાવતા પકડાશે તો ખેર નથીઃ આકરી કાર્યવાહી

જુનાગઢ રેન્જ આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીની સુચના અને એસપી શ્રી સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ શહેર ટ્રાફિક પોલીસના મહિલા પી.એસ.આઇ. શ્રી વિધી કે. ઉંજીયા દ્વારા નવરાત્રી તેમજ દિવાળીના તહેવારો દ્વારા ટ્રાફિક સમસ્યા નીવારવા વિવિધ પગલા ભરવામાં આવનાર છે. શહેરના રાજમાર્ગો પર ઓકટોમ્બર માસ દરમ્યાન થનાર ડ્રેક એન્ડ ડ્રાઇવરની કામગીરી અંગે વિગતો સુશ્રી વિધી ઉંજીયાએ જણાવ્યું હતું કે આગામી દિવસો દિવાળીના તહેવારો અને પ્રવર્તમાન સમયમાં નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે નવરાત્રી દરમ્યાન જુનાગઢ શહેર ટ્રાફીક બ્રાન્ચ દ્વારા ઓકટો-ર૦૧૮ દરમ્યાન ડ્રેક એન્ડ ડ્રાઇવની કામગીરી ઝૂંબેશ હાથ ધરવામાંં  આવશે. જે અંતગર્તમાં જો કોઇ ઇસમ નશીલા પ્રદાર્થ કે દારૂનુ સેવન કરીને વાહન ચાલવતા માલુમ પડશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. શ્રી ઉંજીયાએ વધુમાં જણાવ્યું હતું કે જુનાગઢ ટ્રાફિકના જવાનો શહેરના નિયત પોઇન્ટ પર દારૂનૂં સેવક કર્ય અંગે તપાસણી મશીન સાથે તૈનાત રહેશે. જો કોઇ ઇસમ નશીલી હાલતમાં ડ્રાઇવ કરતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે ટ્રાફિકને અડચણરૂપ વાહનોને ડિટેઇન કરવાની કાર્યવાહી કરાશે. જેના માટેથી ડ્રેક ડ્રાઇવ શરૂ કરવામાં તે ઓકટોમ્બર માસ દરમ્યાન આજથી આ ઝૂંબેશ કરવામાં આવી છે  આ ડ્રાઇવ દરમ્યાન જો વાહન ચાલક કાયદા વિરૂદ્ધ વાહન ચલાવતા કે નિયમ ભંગ કરતા માલુમ પડશે તો દંડાશે. શ્રી ઉંજીયાએ વધુમાં ઉર્મેયુ હતું કે જુનાગઢ શહેરના રાજમાર્ગોની ગીચતા અને વધતા વાહનોથી ટ્રાફિકના કારણે  અવાર નવાર સમસ્યાઓ ઉભી થતી જોવા મળે છે આવા સંજોગોમાં ટ્રાફિક શાખા દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. આ તકે શહેર ટ્રાફિક પોલીસના મહિલા પી.એસ.આઇ. શ્રી વી.કે. ઉંજીયાએ જુનાગઢવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે સુખરૂપ મુસાફરી માટે પોતાના વાહનોમાંથી ફેન્સી નંબર પ્લેટ અને એરહોર્ન સત્વરે હટાવી લેવા અને આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ હોય તે ઇચ્છનીય છે વાહનો જયાં ત્યા પાર્ક ના કરવા નિયમ વિરૂદ્ધ વાહન ચલાવનાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવનાર હોય તો જુનાગઢવાસીઓ આ ટ્રાફિક નિવારણ ઝૂંબેશમાં સાથ સહકાર આપવા અપીલ કરી છે. જુનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યા નીવારવા રેન્જ આઇજી પી શ્રી સુભાષ ત્રિવેદીની સુચના અને એસ.પી.શ્રી સૌરભસિંઘના સીધામાર્ગદર્શન હેઠળ શ્રી ઉંજીયા અનેતેના સ્ટાફ દ્વારા ટ્રાફિક સમસ્યા સંદર્ભે સર્વે હાથ ધરવામાં જુનાગઢના કેટલાક વિસ્તારોમાંં જટીલ ટ્રાફિક સમસ્યા જોવા મળી જેમાં ઢાલ રોડ પંચહાટડી રોડ, માલીવાડા રોડ, માંગનાથ રોડ, છાંયાબજાર, એમ.જી.રોડ, તળાવ દરવાજા રોડ, બસ સ્ટેશન રોડ વગેરે સ્થળોએ સતત વધતા જતા વાહનોને કારણે ટ્રાફિક નિયમન કરવુ આવશ્યક જણાતા ઓકટોમ્બર માસ દરમ્યાન ટ્રાફિક ડ્રાઇવ આજેરાત્રે ૧૦ થી૧ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.


આજ રોજ રાજુલા તાલુકા ના જોલાપર અને નિંગાળા ગામ વચ્ચે વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે હાલ મા કાળ મુખો ગોજારો રોડ સાબીત થયો છે

આતાભાઇ વાઘ. વિકટર રાજુલા. .આજ રોજ રાજુલા તાલુકા ના જોલાપર અને નિંગાળા ગામ વચ્ચે વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે હાલ મા કાળ મુખો ગોજારો રોડ સાબીત થયો છે . હમણા થોડા દિવસ પહેલા જ એજ જગ્યા એક સાથે આઠ લોકો એ જાન ગુમાવેલ તેજ જગ્યા આજ ફરીવાર એક સકડો રીક્ષા નુ એકસીજન્ટ થતા તે રીક્ષા ના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ડ્રાઇવર નુ ખુદ નુ મોત નીપજેલ. . બનાવ ની હકીકત એવી છે કે વેરાવળ ભાવનગર રોડ જયાર નો ફોર લાઇન બની રહયો છે તૈયાર ના એક્સીડન્ટ થવા મા સતત વધારો થઇ રહયો છે. રોડ. ના કોન્ટાકટરો . સૈફટી બાબતે કોઇ પણ જાતની કાળજી રાખતા નથી નીયમો ને ઘોળી ને પીય જાય છે . રોટ ની હાલત તો એટલી ખરાબ છે કે ના પુસો વાત. કોઇ રાજકારણી કે અધીકારી કોઇ જાત ની પરવા ન હોય તેવુ લાગી રહ્યુ છે. કોઇ પણ જગ્યા એ રોડ નુ કામ ચાલુ છે કે નાળા પુલ્યા નુ કામ ચાલુ છે તેવા બોડ પણ લગાવેલ. નથી કે ચેતવણી બોડ પણ નથી જેથી કરી ને આ રોડ ઉપર અવાર નવાર એક્સીડન્ટ થાઇ છે . . . તા. ૧૧/૧૦/૨૦૧૮ ના રોજ તળાજા બાજુથી એક રીક્ષા લોંખડ ની પ્લેટો ભરી ને જાફરાબાદ તરફ જતા આજે વહેલી સવારે નીંગાળા બાજુ મા કે જ્યા પુલ નુ ચેંટીગ કામ ચાલુ છે ત્યા ઓચીંતા સ્પીડ બ્રેકર આવી જતા રીક્ષા ના ડ્રાઇવરે કાબુ ગુમાવતા રીક્ષા જયા ચેંટીગ ના લોંખડ ના સળીયા બાંધેલ હતા તેમા ખાબકતા રીક્ષા નો ડ્રાઇવર ખુદ જ રીક્ષા દબાઇ ગયેલ અને નીચે લોંખડ ના સળીયા ડ્રાઇવર ને શરીર મા ઘુસી જવાથી અને રીક્ષા માથે પડવા થી ડ્રાઇવર નુ ઘટના સ્થેળે જ મોત નીપજેલ. નિગાળા ના સેવા ભાવી. લોકો એ આ રીક્ષા ના ડ્રાઇવર ને . જે સી બી મસીન થી રીક્ષા ઉસી કરી ને મહામુસીબતે બહાર કાઢેલ. જેમા નિંગાળા ના સરપંચ હરસુર ભાઇ. વાલભાઇ. ભગુભાઇ. નાકરાભાઇ. મુળુભાઇ હરસુરભાઇ. મહેશભાઇ. તેમજ જોલાપર ના દેવદાસભાઇ. હાદાભાઇ. વાઉભાઇ રામભાઇ. બાબભાઇ. પ્રતાપભાઇ જોલાપર ના સરપંસ સુમરાભાઇ બૂધાભાઇ વાજસુરભાઇ. બાઘાભાઇ ૮૭વિગેરે આબન્ને ગ્રામ જનો એ મ્રૂતદેહ ને બહાર કાઢેલ પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ. આગળ ની કાયૅવાહી હાથ ધરેલ. મરનાર ડ્રાઇવર ત્રાપજ તણસા વિસ્તાર નો આહીર યુવાન મોભ નારણભાઇ મોતીભાઇ હોવાનુ જાનવા મળેલ લાશ ને રાજુલા સરકારી હોસ્પીટલે પી એમ માટે ખસેડેલ. .


અમરેલી જિલ્લાના મોર્નિંગ SN ન્યુઝ .. વધુ વાંચવા લિંક દબાવો

🔴 આજ રોજ રાજુલા તાલુકા ના જોલાપર અને નિંગાળા ગામ વચ્ચે વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે હાલ મા કાળ મુખો ગોજારો રોડ સાબીત થયો છે . હમણા થોડા દિવસ પહેલા જ એજ જગ્યા એક સાથે આઠ લોકો એ જાન ગુમાવેલ તેજ જગ્યા આજ ફરીવાર એક સકડો રીક્ષા નુ એકસીજન્ટ થતા તે રીક્ષા ના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ડ્રાઇવર નુ મોત નીપજેલ. .

🔴 અમરેલી જીલ્લામા પ્રથમ નોરતાથી જામી રાસ- ગરબાની રમઝટ – જીલ્લામા અમરેલી,સા.કુંડલા,રાજુલા,બાબરા,લાઠી,ખાંભા,જાફરાબાદ સહિતના વિસ્તારોમા નવરાત્રી

ની ઉજવણી શરૂ.
🔴 ગીરના સિંહો માટે અમેરિકાની CDV રસીનો પ્રથમ તબક્કો પૂણૅ – 31 સિંહોને સઘન સારવાર અપાઈ – રસીને માઈનસ 26 ડિગ્રીએ સાચવીને રખાઈ છે.
🔴 રાજ્ય આરોગ્યમંઞી કુમારભાઈ કાનાણી આજે અમરેલી જીલ્લામા – સા.કુંડલાના જુના સાવર ગામે નવનિમીૅત બસ સ્ટેન્ડનુ કરશે લોકાપૅણ.
🔴સા.કુંડલાના પીઠવડી ગામે માં કાડૅ કેમ્પ યોજાયો – 70 પરિવારોને કાડૅ કાઢી આપાયા – તા.પં.ના પ્રમુખ રાઘવભાઈ સાવલીયા દ્વારા આયોજન.
લાઠી- લિલીયા ખરીદ વેચાણ સંઘના તમામ ડિરેક્ટરો બિનહરીફ – 2002 થી બિન હરીફનો સીલસિલો યથાવત.
🔴સા.કુંડલા શહેરમા નવરાત્રી દરમિયાન રાતના 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા મંજુરી મળી – ચેમ્બર ઓફ કોમસૅ દ્વારા પાલિકાને કરાઈ હતી રજુઆત.
🔴રાજુલા શહેર માં નવરાત્રી ની રમઝટ ગાયત્રી શક્તિ પીઠ મંદિર (પ્રાચીન ગરબા) હવેલી ચોક બ્રહ્મસમાજ દ્વારા પાર્ટી પ્લોટ જય માતાજી ગ્રુપ દ્વારા પાર્ટી પ્લોટ પાર્થ ગ્રુપ દ્વારા પાર્ટી પ્લોટ અને સોસાયટી માં પણ ગરબી નું આયોજન થાય છે.

 


error: Content is protected !!