Main Menu

Wednesday, October 10th, 2018

 

સાવરકુંડલાના ભુવા રોડ રેલ્વે પાટા પરથી અજાણ્યો માનવ કંકાલ મળી આવ્યો

સાવરકુંડલાના ભુવા રોડ રેલ્વે પાટા પરથી અજાણ્યો માનવ કંકાલ મળી આવ્યો.

પોલીસની ધોરણસરની કાયૅવાહી પુણૅ થતા વિર જશરાજ સેના દ્વારા અંતિમ વિધી કરાઈ.

સા.કુંડલાના ભુવા રોડ પર તા.8/10 ના રોજ માનવ રહિત ફાટક પાસે સિગ્મા સ્કુલના પાછળના ભાગે 51/7 રેલ્વે માઈલ સ્ટોનની બાજુમા પાટા વચ્ચેથી એક માનવ કંકાલ મળી આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભુવા રોડ પર આવેલ રેલ્વે ફાટકમા રેલ્વે કમૅચારી ગેંગમેન પાટાના વેલ્ડિંગ ચેક કરવા પેટ્રોલીંગ હતો તે દરમિયાન સવારે 10 વાગ્યે રેલ્વે ટ્રેક પર એક અજાણ્યુ માનવ કંકાલ પડેલુ નજરે પડતા સા.કુંડલા રુરલ પોલીસને જાણ કરાઈ હતી.પીએસઆઈ શ્રી બોરીસાગરની સુચનાથી એ બીટના એમ.એમ.કુરેશી અને રામદેવસિંહ સરવૈયા એ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ કરી કંકાલનો કબ્જો સંભાળી ડોગ સ્ક્વૉડ, એફએસએલ ટીમને બોલાવી તપાસ આરંભી હતી.કંકાલને જસરાજ સેનાની એમ્બ્યુલન્સ મારફત સા.કુંડલા સિવીલ હોસ્પિટલ પહોંચાડેલ.બાદમા પોલીસે અજાણ્યા માનવ કંકાલને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવા માટે તેમજ કંકાલ સ્ઞી કે પુરૂષ, મોતનુ કારણ, ડીએનએ ટેસ્ટ, મોત કેટલા સમય પહેલા થયેલ છે તે જાણવા માટે કંકાલને ભાવનગર સર ટી હોસ્પિ.ખાતે મોકલવામા આવેલ.હોસ્પિટલ ખાતે પીએમ પ્રક્રિયા પુણૅ થયા બાદ માનવ કંકાલને સા.કુંડલાની વિર જશરાજ સેના સંસ્થાના હિતેશ સરૈયાને રૂરલ પીએસઆઈ શ્રી બોરીસાગર દ્વારા કંકાલની અંતિમવિધી માટે સોંપવામા આવેલ.અંતિમવિધી દરમિયાન પોલીસ સ્ટાફને સાથે રાખી લાશને શાસ્ઞોક્ત વિધીથી અંતિમ સંસ્કાર કરી વિર જશરાજ સેના દ્વારા ભગીરથ કાયૅ કરવામા આવેલ.
મળેલ માનવ કંકાલ વિશેની હકિકત તમામ રિપોટૅ આવ્યા બાદ જ માલુમ પડશે.


બાબરા શ્રી તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામદાસજી મહારાજ શ્રી ના જન્મોત્સવ ને લઈ ને તડામાર તૈયારીઓ

બાબરા શ્રી તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામદાસજી મહારાજ શ્રી ના જન્મોત્સવ ને લઈ ને તડામાર તૈયારીઓ ચાલી રહી છે

અમરેલી જિલ્લાના બાબરા શ્રી તાપડીયા આશ્રમ ખાતે આગામી તારીખ ૨૦/૧૦/૨૦૧૮ ને શનિવાર ના રોજ પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામદાસજી મહારાજ શ્રી ના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

જેમાં શ્રી રામ મહાયજ્ઞ તથા છપ્પન ભોગ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અનૅ અત્યારૅ આશ્રમ મા તડામાર તૈયારી થઈ રહી છૅ..

સાથે આ આશ્રમ માં વિશાળ ગાયો માટે નિ ગૌસાળા છે આ આશ્રમ ના અનેક ભાવિક ભક્તો તેમજ બાબરા ના તમામ લોકો આ સમગ્ર પ્રસંગ નો લ્હાવો લેશે..

ન્યૂઝ રાજુ કારિયા વડિયા જી અમરેલી


ખોટી અફવાઓમાં ન દોરાવવાની અપીલ રાજ્ય પોલીસતંત્ર તરફથી થઈ રહી હોય ત્યારે રાજકોટ ના પોલીસ અધિક્ષક બલરામ મીના ખુદ રાજકોટ માં આવેલી જી.આઈ.ડી.એ.વિસ્તારોમાં ફરીને પરપ્રાંતીયો સાથે બેઠક કરીને આશ્વાસન આપ્યું હતું કે રાજ્યની સરકાર દરેક નાગરિકની સુરક્ષા આપવા સક્ષમ છે

રાજ્યમાં પરપ્રાંતીયો વિરુદ્ધ ખોટી અફવાઓને કારણે ગુજરાત રાજ્યમાં વસેલા પરપ્રાંતીયો પોતાના વતન તરફ વળી રહ્યા છે ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પરપ્રાંતીયો જે પોતાની રોજી રોટી રળી રહ્યા છે તેવા પરપ્રાંતીયોને ખોટી અફવાઓમાં ન દોરાવવાની અપીલ રાજ્ય પોલીસતંત્ર તરફથી થઈ રહી હોય ત્યારે રાજકોટ ના પોલીસ અધિક્ષક બલરામ મીના ખુદ રાજકોટ માં આવેલી જી.આઈ.ડી.એ.વિસ્તારોમાં ફરીને પરપ્રાંતીયો સાથે બેઠક કરીને આશ્વાસન આપ્યું હતું કે રાજ્યની સરકાર દરેક નાગરિકની સુરક્ષા આપવા સક્ષમ છે હાલ ચાલી રહેલી ખોટી અફવાઓમાં ન દોરાઈને ગુજરાત રાજ્યને પોતાનું વતન બનવેલા પરપ્રાંતીયો માટે સુખ, શાંતિ, અને સલામતી નો પર્યાય હોય ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના સાથે રાજકોટ એલ.સી.બી. સ્ટાફ દ્વારા જી.આઈ.ડી.સી.વિસ્તારોના શાપર વેરાવળ, મેટોડા, રાવકી સહિતના વિસ્તારો રાત્રીના જ ખુદ એસ.પી.બલરામ મીના સાથે પોલીસ તંત્ર રહીને સમજાવટ કરી હતી દરેકને વિશ્વાસ આપ્યો હતો કે ખોટી અફવાઓ ગેર માન્યતાઓમાં ન દોરાવવા અપીલ કરી હતી અને પરપ્રાંતીયો ને કોઈપણ મુશ્કેલી જણાઈ તો વોના સંકોચે પોલીસનો સહયોગ માંગાવાની સલાહ આપી હતી એક ગુજરાત રાજ્યમાં સલામતી છે દરેકને બંધારણની જોગવાઈ મુજબ દરેક પ્રાંત, રાજ્યમાં રહેવાનો અધિકાર છે ત્યારે હાલ ગુજરાતમાં ખોટી અફવાઓ ફેલાઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર અફવા ફેલાવનારા સામે કડકાઈ ભર્યા પગલાં ભરવા સક્ષમ છે અને 24 કલાક અને 365 દિવસ પોલીસતંત્ર જાહેર જનતા ની સુરક્ષા માટે જાગૃતિ સાથે પ્રજાના મિત્ર બનીને ખડે પગે રહેવાની ખાતરી રાજકોટ એસ.પી.બલરામ મીના એ આપી હતી