Main Menu

Tuesday, October 9th, 2018

 

સત્ય ની સાથે રહેતા પત્રકારો બની રહ્યા છે હુમલા નાં ભોગી ચોથી જાગીર નાં રખેવાળ જ ખતરા માં . રાજુલા નાના એવા વિકટર માં રહી સત્ય ની લડાઈ લડતાં યુવા પત્રકાર શાહિદભટ્ટી નાં પરિવાર પર જીવલેણ હુમલો હુમલા ખોરો પત્રકાર શાહિદ નાં ઘરે પહોંચ્યા પરંતુ શાહિદ ન મળતા તેમના વયોવૃધ્ધ પિતા અને ભાઈ પર હીંચકારો જીવલેણ હુમલો. પત્રકાર નાં પિતા તથા ભાઈ ને મહુવા હનુમંત હોસ્પિટલમાં માં ગંભીર અવસ્થા માં ખસેડાયા હાલત સ્થિર

સત્ય ની સાથે રહેતા પત્રકારો બની રહ્યા છે હુમલા નાં ભોગી
ચોથી જાગીર નાં રખેવાળ જ ખતરા માં .
રાજુલા નાના એવા વિકટર માં રહી સત્ય ની લડાઈ લડતાં યુવા પત્રકાર શાહિદભટ્ટી નાં પરિવાર પર જીવલેણ હુમલો
હુમલા ખોરો પત્રકાર શાહિદ નાં ઘરે પહોંચ્યા પરંતુ શાહિદ ન મળતા તેમના વયોવૃધ્ધ પિતા અને ભાઈ પર હીંચકારો જીવલેણ હુમલો.
પત્રકાર નાં પિતા તથા ભાઈ ને મહુવા હનુમંત હોસ્પિટલમાં માં ગંભીર અવસ્થા માં ખસેડાયા
હાલત સ્થિર

સત્ય ની સાથે ચાલતા પત્રકારો પર જીવલેણ હુમલા નાં બનાવો માં ઉતરોતર વધારો થઈ રહ્યો છે અને હુમલા ખોરો વૃદ્ધ અશક્તો પર દયા ભાવ વિના તૂટી પડે છે અહીં આવીજ ઘટના રાજુલા તાલુકા નાં વિકટર ગામ માં બની છે અહીં નવગુજરાત સમય સહિત નાં અખબારો નાં રિપોર્ટર શાહિદ ભટ્ટી પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી રહ્યા છે જેથી અનેકો અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો ને સતત કણા માફક ખટકતા હોવાથી શાહિદ ભટ્ટી નાં ઘરે શાહિદ ને મારવા પહોંચે છે પરંતુ શાહિદ ઘરે ન હોવાથી તેમના વયો વૃદ્ધ પિતા પર હુમલો કરી તેમના નાના ભાઈ ને પણ ગંભીર ઇજા પહોંચાડે છે જેથી 108 મારફત તેમને હનુમંત હોસ્પિટલ મહુવા રીફર કરવા માં આવે છે જ્યાં હાલ શાહિદ નાં પિતા ની હાલત સ્થિર છે . ત્યારે હુમલા ખોરો દારૂ નાં વ્યવસાય માં સંકળાયેલા હોય તે દારૂ ની રેડ કરાવી જેવા આરોપો સાથે પત્રકારો નાં ધર પર પહોંચી હુમલા કરી રહ્યા છે જેથી પત્રકારો નાં પરિવાર પણ હાલ સુરક્ષિત ન હોવાથી હાલ પત્રકાર શાહિદ ભટ્ટી નો પરિવાર હિજરત કરી અન્ય જતો રહ્યો છે જયારે તેમના પિતા અને ભાઈ ગંભીર અવસ્થા માં હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે . ત્યારે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેવી પરિસ્થિતિ અહીં નિર્માણ પામી છે અને 60 વર્ષ નાં વયો વૃદ્ધ પર સામાં પક્ષે છેડતી ની ફરિયાદ કરતા હાલ પત્રકાર આલમ પણ ચોંકી ઉઠ્યું છે કે ચોરી પર સીના ચોરી હાલ આરોપી ઓ કરી ઉંમર નો લિહાજ રાખ્યા વિના પત્રકાર નાં વયોવૃધ્ધ પિતા અને ભાઈ પર છેડતી ની ફરિયાદ કરી તે કરવા શુ. માંગે તે તપાસ નો વિષય છે
જ્યારે પત્રકાર શાહિદ ભટ્ટીદ્વારા હુમલા નાં આગલા દિવસો માં જ પોલીસ ને ફરિયાદ આપેલી અને પોતાને મારવાની દહેશત વ્યક્ત કરી હતી છતાં

.6/10/18ના 9:30વાગ્યા ના સુમારે પત્રકાર શાહિદ ભટ્ટી શકીલ ભટ્ટી અને તેના મિત્રો વિક્ટર ના બંદર રોડ નજીક જમી રહ્યા હતા ત્યારે નશો કરેલી હાલત મા ત્યા સલીમ ગાહા નામ નો શખ્સ આવ્યો અને ત્યા બાઈક ઉભુ રાખી ને મન ફાવે તેમ ગાળો અને અપ શબ્દો બોલવા લાગેલ ત્યારે શાહિદ ભટ્ટી દ્વારા તેને જતુ રહેવા કહેલ અને શકિલે ફોન કરી ને મારા પિતા ને જાણ કરતા ત્યાથી મરા પિતા અમને ઘરે લઈ ગયા હતા અને આ શખ્સો દ્વારા ગેર કાયદે જૂથ મંડળી રચી ને અમારા ઘર પર હુમલા ની તેયારી મા હતા તેવુ અમને જાણવા મળતા અમારા દ્વારા મરીન પોલીસ પીપાવાવ અને બીટ જમાદાર કમલેશ ભાઈ વાઢેર ને ટેલિફોન જાણ કરતા રાત્રિ ના 11:00વાગ્યા ના સુમારે કમલેશ ભાઈ વાઢેર .મકવાણા ભાઈ અને અન્ય એક એમ તણ પોલીસ જવાનો આવી ને અમારી અરજી લીધી હતી અને આરોપી ના ઘરે પૂછપરછ માટે ગયા નુ જાણવા મળેલ ત્યારે તા .7/10/18બપોર ના રોજ2:30વાગ્યા ના સુમારે મારો ભાઈ અને મારા પિતા જમી ને દુકાન ખોલવા માટે ગયા ત્યરે ત્યા સલીમ મીઠુ ગાહા .ગીગા સલીમ ગાહા .આદિલ ફારૂક ગાહા .સાહિલ ઉર્ફે કાળુ ફારૂક ગાહા .તનવીર ઉર્ફે સિકુ ફારૂક ગાહા .જમીલા મીઠુ ગાહા .અને સનબાઈ ફારૂક ગાહા ત્યા પાઇપ અને છરી સાથે ઘસી આવ્યા અને સલીમ ભાઈ અને શકીલ પર જીવલેણ હુમલો કરતા બને ને ગમ્ભીર ઇજાઓ પહોચતા 108ની મદદ વડે હનુમંત હોસ્પિટલ મહુવા મા સારવાર અર્થે ખસેડવા મા આવ્યા હતા અને આરોપી ઓ દ્વારા પત્રકાર શાહિદ ભટ્ટી ના ઘરે પણ પહોચી ને હુમલો કરવા ની દહેશત ફેલાવી ને ત્યાથી ફરાર થઈ ગયા હતા આ અંગે શાહિદ ભટ્ટી દ્વારા પોલીસ ને જાણ કરાતા મરીન પોલીસ ના કમલેશ ભાઈ વાઢેર સહિત નો પોલીસ કાફલો ત્યા અમારી દુકાન પર પહોચ્યો હતો અને બંદોબસ્ત જાળવ્યો હતો
તે દરમિયાન આરોપી ઓ ની મહિલા ઓ દ્વારા પોલીસ સાથે પણ બોલાચાલી કરવા મા આવી હતી અને ત્યાર બાદ મહિલા પોલીસ ને પણ બોલાવાઈ હતી તેવુ જાણવા મળ્યુ હતુ ત્યરે ફરિયાદના આધારે બીટ જમાદાર કમલેશ ભાઈ વાઢેર અને પી એસ ઈ ધામા સાહેબ વધુ તપાસ ચલાવી રહ્યા છે
પરંતુ ચોથી જાગીર પર નાં હુમલા થી હાલ પત્રકાર આલમ પણ સ્થિર છે અને આ હુમલા ખોરો નાં વલણ અંગે જીલા પોલીસ વડા ને પણ જાણ કરી યોગ્ય કરવા વિનંતી કરવા માં આવશે નું પત્રકાર આલમ નાં મિત્રો એક સંયુક્ત પત્રકાર યાદી માં જણાવી રહયા છે


error: Content is protected !!