Main Menu

Thursday, October 4th, 2018

 

બગસરા પીએસ.આઈ.ની બદલી રોકવા માટે શહેરની સંસ્થા આવી મેદાનમાં ચેમ્બર ઓફ કોમર્સ હોલસેલ રિટેલર કરીયાના એસોસિયેશન દ્વારા એસ.પી શ્રીને એ લેખિતમાં માંગણી કરી બદલી રોકવામાં નહીં આવેતો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી

બગસરા પીએસ.આઈ.ની બદલી રોકવા માટે શહેરની સંસ્થા આવી મેદાનમાં

ચેમ્બર ઓફ કોમર્સ હોલસેલ રિટેલર કરીયાના એસોસિયેશન દ્વારા એસ.પી શ્રીને એ લેખિતમાં માંગણી કરી
બદલી રોકવામાં નહીં આવેતો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી
કાળુ રૂપરેલીયા બગસરા
            બગસરા શહેરમાં ભૂતકાળ ના સમયમાં રોમિયોગીરી આવારા તત્વો તેમજ પાણીની જેમ કેફી દ્રવ્યો છડે ચોક વેચાઈ રહ્યા હતા અને રાત્રીના સમયે કોઈ વેપારીઓ કે બહેન દીકરીઓ સાંજ સમયે રોમિયોગીરી ના લીધે ઘર વપરાશ ની ચીજવસ્તુઓ બહાર લેવાજવા માટે ભય અનુભવાતી હતી અને શહેર ની અનેક સંસ્થાઓ દ્વારા એસ.પી.સાહેબ ને આવી બધી બદીયો નાથવા માટે બગસરા પોલીસસ્ટેશન માં કડક પીએસાઈની માંગણી કરેલ ત્યારે આવા કપરા સમય માં હોનહાર પીએસઆઇ શ્રી મોરિસાહેબ ને બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર મુકવામાં આવેલ ત્યારે ટૂંકા સમયમાજ બગસરા તેમજ ગ્રામ્યવિસ્તાર માં થતી ગેરકાનૂની પ્રવુતિ ઉપર યુદ્ધના ધોરણે કામગીરી કરી અટકવેલ અને અનેક ચમરબધી ને પણ કોઈની સ્નેહ સરમ રાખ્યા વગર કાયદાનું ભાન કરાવેલ છે ત્યારે અમોને જાણવા મુજબ પીએસઆઇ શ્રી મોરીસાહેબ ની બદલી કરવામાં આવેલછેતો આ બદલી તાત્કાલીક રોકવામાં આવે તેવી અમારી તેમજ શહેરના સમગ્ર વેપારીઓ ની માંગણી છે જો આ બદલી રોકવામાં નહીં આવેતો અમારી સંસ્થાઓ તેમજ શહેરના વેપારીઓ ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે જશે
અત્રે ઉલ્લેખનીય છેકે આવતા દિવસોમાં નવરાત્રી તેમજ દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યાછે જેથી શ્રી મોરિસાહેબ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજ પર હશે તો શહેર ના વેપારીઓ સાંતી પૂર્ણ વેપાર વ્યવસાય કરી શકશે અને નવરાત્રી ની રાતે અમારી બહેન દીકરીઓ રાત્રીના સમયે મા જગદંબાની આરાધના કરી શકશે તો  આ બદલી તાત્કાલિક રોકી આપવામાં આવે અને બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજ પર પીએસઆઇ મોરી સાહેબ રહે તેવી અમારી અરજ છે

ગીર સોમનાથ એશિયાટિક સિંહો ના એકમાત્ર રહેઠાણ એવા સાસણ ગીર માં યોજાઈ સર્વ ધર્મ શ્રદ્ધાજલી પ્રાર્થના… હિન્દુ અને મુસ્લિમ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર બોલાયા… ગીર માં 23 સિંહો ના અકાળે અવસાન સંદર્ભે યોજાયો કાર્યક્રમ…

રાકેશ આહીર ગીરસોમનાથ

બ્રેકીંગ : ગીર સોમનાથ
એશિયાટિક સિંહો ના એકમાત્ર રહેઠાણ એવા સાસણ ગીર માં યોજાઈ સર્વ ધર્મ શ્રદ્ધાજલી પ્રાર્થના…

હિન્દુ અને મુસ્લિમ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર બોલાયા…

ગીર માં 23 સિંહો ના અકાળે અવસાન સંદર્ભે યોજાયો કાર્યક્રમ…

મૃત સિંહો ની આત્મા ને શાંતી માટે અને બીમાર સિંહો ના દીર્ધ આયુષ્ય માટે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના…

પર્યાવરણ બચાવ સમિતિ ના નેજા તળે સિંહ પ્રેમી ઓ દ્વારા યોજાયો કાર્યક્રમ…

વન વિભાગે છેલ્લી ઘડી એ કાર્યક્રમ ની મંજૂરી ના આપતા સાસણ ગીર ના જાહેર માર્ગ પર યોજાયો કાર્યક્રમ…

કાર્યક્રમ માં વિસાવદર ના ધારાસભ્ય હર્ષદ રિબડીયા પણ જોડાયા…