Main Menu

October, 2018

 

સરદાર પટેલ જન્‍મ જયંતી-રાષ્‍ટ્રીય એકતા દિન નિમિતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે. અમરેલી જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.

રન ફોર યુનિટી-૨૦૧૮

કલેકટરશ્રી આયુષ ઓકે લીલી ઝંડી આપી રેલી પ્રસ્‍થાન કરાવ્‍યું

અમરેલી શહેરના મુખ્‍ય માર્ગો પર રેલી ફરી

અમરેલી તા.૩૧ ઓકટોબર, ૨૦૧૮ બુધવાર

સરદાર પટેલ જન્‍મ જયંતી-રાષ્‍ટ્રીય એકતા દિન નિમિતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે. અમરેલી જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.

અમરેલી સ્‍થિત પોલીસ હેડકવાર્ટસ ખાતે યોજવામાં આવેલ રન ફોર યુનિટી રેલીનું પ્રસ્‍થાન કલેકટરશ્રી આયુષ ઓકે લીલી ઝંડી આપી કરાવ્યું હતુ.

આ કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે, જિલ્‍લા પોલીસ અધિકારીશ્રી નિર્લિપ્‍ત રાય, અમરેલી પ્રાંત અધિકારીશ્રી ડી.એન. સતાણી, નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી દેસાઇ, જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, અમરેલી મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી પાઠક, શ્રી ભીમાણી, અગ્રણીશ્રી કૌશિકભાઇ વેકરીયા સહિતના જોડાયા હતા.

રન ફોર યુનિટી રેલી અમરેલી શહેરના પોલીસ હેડકવાર્ટસ થી સરદાર સર્કલ, નાગનાથ, રાજકમલ, કાશ્મીરા ચોક, ગર્લ્સ સ્‍કુલ અને ગાંધીબાગ સહિતના મુખ્‍ય માર્ગો પર ફરી હતી. રન ફોર યુનિટી રેલીમાં પોલીસ જવાનો, અધિકારી-કર્મચારીશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિતના જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશ જોષીએ કર્યુ હતુ.

છાટબાર                                     


બાબરા તાલુકા ના ખેડૂતો ને મગફળી ના પાણીપત્રક નો નિર્ણય તાત્કાલિક લેવા રજૂઆત ” તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી દ્વારા કલેકટરશ્રી અને સાંસદ શ્રી ને રજૂઆત. 

“બાબરા તાલુકા ના ખેડૂતો ને મગફળી ના પાણીપત્રક નો નિર્ણય તાત્કાલિક લેવા રજૂઆત ”
તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી દ્વારા કલેકટરશ્રી અને સાંસદ શ્રી ને રજૂઆત.
રાજ્ય સરકાર દ્વારા ૧૦૦૦/- રૂપિયા ના ટેકા ના ભાવે મગફળી ખરીદવા નો નિર્ણય કરવામાં આવ્યો છે જેનુ ઓનલાઈન રજિસ્ટ્રેશન ૧ લી નવેમ્બર થી શરૂ થવાનુ છે. તેમાં મગફળી વાવેતર નો આધાર એટલે કે પાણીપત્રક રજુ કરવાનુ હોય છે આ પાણીપત્રક તલાટી મંત્રી દ્વારા આપવામાં આવે છે પરંતુ પંચાયત તલાટી અને રેવન્યુ તલાટીઓ પોતાની જવાબદારી એક બીજા ઉપર નાખતા હોવાથી ખેડૂતો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે આથી તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી મામલતદાર શ્રી ખીમાણી સાહેબ ને રૂબરૂ રજૂઆત કરતા તેઓ ના જણાવ્યા મુજબ આ કામગીરી હાલ પંચાયત તલાટીઓ એ કરવાની છે તેવો રાજ્ય સરકાર નો પરીપત્ર હોવા છતાં તલાટી મંડળ ના આદેશ મુજબ કામગીરી નો ઈન્કાર કરી રહ્યા છે આથી કલેકટર, પ્રાંત અધિકારી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા જણાવ્યુ છે.


ગીરસોમનાથ એસ.પી સાહેબની સૂચના અને ડી.વાય.એસ.પી ચાવડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ઉના પી.આઈ ખાંભલા સાહેબે પાડ્યો દારૂનો દરોડો…..

ગીરસોમનાથ એસ.પી સાહેબની સૂચના અને ડી.વાય.એસ.પી ચાવડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ઉના પી.આઈ ખાંભલા સાહેબે પાડ્યો દારૂનો દરોડો…..

ધર્મેશ જેઠવા દ્વારા :આ બનાવની હકીકત એવી છે કે ગીર સોમનાથ એસપી સાહેબ તેમજ ડી.વાય.એસ.પી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઉના ના પીઆઇ શ્રી ખાંભલા સાહેબ તથા પી.એસ.આઇ રાજ્યગુરુ સાહેબ પોતાના સ્ટાફને લઈ ઉના ટાઉન વિસ્તારમાં અનમોલ સોસાયટીમાં રહેતા અશ્વિન મજેઠીયાના ઘરે દરોડો પાડતા તેના પોતાના કબજામાં નાની મોટી ઈંગ્લીશ દારૂની 844 બોટલો તેમજ 174 બિયરના ટીન મળી આવેલ તેમ જ આરોપી અશ્વિન મજેઠીયા નાસી ગયેલ હોય મુદ્દામાલ સાથે હરેશ કનુભાઈ સોલંકી રે, ઉનાવાળાની અટક કરેલ હોય કુલ મુદ્દામાલ 1,92260 મળી આવેલ છે આ બાબત ની વધુ તપાસ પીઆઈ ખાંભલા ચલાવી રહ્યા છે


ખાંભા તાલુકા ના રાયડી ડેમ પર 10 ગામ ના 200 જેટલા ખેડૂતો એ કર્યો ઘેરો પાણી છોડવાની માંગ સાથે

એસ. એન. ન્યૂઝ ખાંભા :ખાંભા તાલુકા ના રાયડી ડેમ પર ૧૦ ગામ ના ૨૦૦ જેટલા ખેડૂતો એ કર્યો ઘેરો. પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો પહોંચ્યા ડેમ સાઈડ નો ઓફિસઓફિસ માં તાળા લટકતા હોય ખેડૂતો દ્વારા ડેમ સાઈડ પર સૂત્રો ચાર કરી વિરોધ દર્શાવ્યોબે દિવસ માં પાણી નહિ છોડાય તોગાંધી ચીંધ્યો માર્ગે અને લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરશે ની તંત્ર ને ચીમકી આપી


બ્રેકીંગ ન્યૂઝ… અમરેલી સાવરકુંડલા ના લોક પ્રતિનિધિ અને સુરત ના ઉદ્યોગકાર ની સિંહો સાથે ની સેલ્ફી થઈ સોશ્યલ મીડિયા માં વાઇરલ.

દિલીપ જીરૂકા દ્વારા :અમરેલી સાવરકુંડલા ના લોક પ્રતિનિધિ અને સુરત ના ઉદ્યોગકાર ની સિંહો સાથે ની સેલ્ફી થઈ સોશ્યલ મીડિયા માં વાઇરલ. વન્યજીવ અધિનિયમ ના કાયદા નો ધારાસભ્ય અને ઉદ્યોગ પતિ એ કર્યો ઉલાળીયો
કાયદો બધા માટે સમાન તો દસ હજાર કરોડ ના આસામી ભગીરથ પીઠવડી અને સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત કાયદા થિ પર હોય તેમ ગીર ના સિંહો સાથે સેલ્ફી લઇ વિવાદ માં ફસાણા છે અહીં બૃહદ ગીર માં ક્રાકચ ગામ એ પ્રતાપ દુધાત નું વતન છે અને અહીં જ તેમની ચારસો વીઘા થિ વધુ તેની બાપ દાદા ની જમીન આવેલી છે ત્યારે આ અવિસ્તાર માં ઘણા સિંહો નો કાયમી વસવાટ છે તેથી સ્થાનિક ધારાસભ્ય દુધાત અને સુરત ના ઉદ્યોગ પતિ ભગીરથ પીઠવડી વાળા અંકિત કાછડિયા સહિત ના સિંહ પ્રેમી ઓ અહીં લાયન શો કરી સિંહો સાથે સેલ્ફી લીધી હતી અને તે સિંહો સાથે ના ફોટા સોશ્યલ મીડીયા માં વાઇરલ થતા અનેક તર્ક વિતર્ક થવા પામ્યા હતા ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ દ્વારા શુ પગલાં લેવાના રહ્યા


ધારી નાં આંબરડી નજીક બળદ નો સિંહણે કર્યો શિકાર આંબરડી પુલ પાસે વહેલી સવાર નાં સિંહણ આવી ચડી

ધારી નાં આંબરડી નજીક બળદ નો સિંહણે કર્યો શિકારઆંબરડી પુલ પાસે વહેલી સવાર નાં સિંહણ આવી ચડી

બાજુ માંથી પસાર થતા બળદ પર સિંહણ તૂટી પડી
લાઈવ મારણ નો ફોટો થયો
સોશ્યલ મીડિયા માં વાઇરલ
સિંહણ દ્વારા બળદ નું મારણ કરતા
રાહદારી ઓ થંભી ગયા
અનેક લોકો એ સિંહ નું લાઈવ મારણ નજરે નિહાળ્યું
લોકો નો જમાવડો


ખાંભા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોના દેવા માફી માટે માર્કેટિંગ યાર્ડ ખાંભા ખાતે ખેડૂત સંમેલન યોજાયું .વિશાર રેલી યોજી ખાંભા મામલતદાર ને આવેદનપત્ર પાઠવાયું ..

ખાંભા
દશરથસિંહ રાઠોડ
ખાંભા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોના દેવા માફી માટે માર્કેટિંગ યાર્ડ ખાંભા ખાતે ખેડૂત સંમેલન યોજાયું .વિશાર રેલી યોજી ખાંભા મામલતદાર ને આવેદનપત્ર પાઠવાયું …

ખાંભા તાલુકા માં આ વર્ષ ચોમાસા માં એક જ વરસાદ થયો હોય અને ખેડૂતો ની હાલત દયનિય બની છે અને પાક વરસાદ વગર નો સૂકાઈ ગયો છે તેમજ પીવાના પાણી તેમજ ઘાસચારા ની અત્યાર થી અછત ઉભી થઇ છે ત્યારે આજે ખાંભા તાલુકાના હજારો ની સંખ્યા માં ખેડૂતો ભેગા થયા હતા અને એક મહાસંમેલન યોજાયું હતું.જેમાં ખાંભા તાલુકા માં સરકાર દ્વારા અન્યાય કરવા આવ્યો છે જેમાં ચાલુ સાલ વરસાદ ઓછો પડવાથી ખેડૂતો પોતાનો પાક લઈ શકેલ નથી તેમજ કફોડી સ્થિતિ થયેલ હોય ખાંભા તાલુકાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવા માં આવે , તેમજ ખેડૂતો નો પાક નિષ્ફળ ગયો હોય અને ખેત પેદાશોના પૂરતા ભાવ ન આવવાના કારણે છેલ્લા ઘણા સમય થી ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે અને આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે એવી અતિ વિકટ સંજોગોમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા માં આવે , ખરીફ વર્ષ 2018- 19 નો પાક વીમો સરકારશ્રી દ્વારા તાત્કાલિક ચુકવવામાં આવે , ખાંભા તાલુકાના પશુપાલકોની કફોડી સ્થતી હોય તાત્કાલિક ધોરણે ઘાસચારો ફારવવા માં આવે , ખેતીમાં ઉપજ ન હોય ખાંભા તાલુકાના ખેત મજૂરોને રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોય તાત્કાલિક ધોરણે રોજગારી પુરી પાડવામાં આવે , તાજેતરમાં ખેડૂતોની જમીનોના જે સર્વે કરવામાં આવેલ છે તેમાં ગંભીર પ્રકારની ભૂલો રહી ગયેલ હોય સરકારશ્રી દ્વારા ખેડૂતોને સાથે રાખી ફરીથી રી -સર્વે કરવામાં આવે , જંગલી જાનવરો જેવા કે ભૂંડ ,રોજના ત્રાસના કારણે ખેડૂતોને તાર ફેનસિંગમાં 100% સબસીડી આપવામાં આવે , ખાંભા તાલુકાને ટેકાના ભાવથી કપાસ અને માગફરી જેવી જણસીઓની સરકારશ્રી દ્વારા ખરીદી કેન્દ્ર આપવામાં આવે વગેરે માંગણી ને લઈને ખાંભા ના ધારાસભ્ય જે વી કાકડીયા અને અંબરીશભાઈ ડેર , જેનીબેન ઠુમર સહિત બહોરી હજારો ની સંખ્યા માં આજે સવારે 10:30કલાકે માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતોને પકવીમાં પ્રશ્ને અન્યાય સામે નું સંમેલન યોજાયું હતું , અને સમેલન પૂર્ણ થયા બાદ ખેડૂતો ની બહોરી સંખ્યા માં રેલી કાઢી ખાંભા મામલતદાર ને ખાંભા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોના દેવા માફી ના પ્રશ્ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું


જૂનાગઢ માં મહિલા ASI ની ઘાતકી હત્યા

બ્રેકીંગ ન્યૂઝ…
જૂનાગઢ માં મહિલા ASI ની ઘાતકી હત્યા

ધર્મેશ જેઠવા દ્વારા :વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિરણબેન જોષી ની હત્યા

મિલ્કત માટે હત્યા કરવામાં આવી હોવાનો આરોપ

પતિ, સાસુ સહિત 5 સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢ ના મધુરમ વિસ્તારોમાં રહેતા ઘરમાજ કરાઈ હત્યા

તીક્ષ્ણ હથિયાર વડે માથા તેમજ પેટના ભાગે ગંભીર ઈજાઓ ના કારણે મોત

જૂનાગઢ સી- ડિવિઝન પોલીસ ઘટના સ્થળે, તાપસ શરૂ,

હત્યાના ના ગુનામાં પતિ સાસુ સહિત ની પોલીસે કરી ધરપકડ


બ્રેકીંગ ન્યૂઝ :- શા માટે થઈ રહયું છે સિંહો નું છુપી રીતે રસીકરણ ?

ધર્મેશ જેઠવા દ્વારા :શા માટે થઈ રહયું છે સિંહો નું છુપી રીતે રસીકરણ ?

:- સમગ્ર વિશ્વમાં ક્યારેય ના બની હોય તેવી ઘટના ગીર ના જંગલ માં બની રહી છે
સમગ્ર વિશ્વમાં ક્યારેય મુક્ત રીતે વિહરતા બિલાડી કુળ ના કોઈપણ પ્રાણી નું આજ સુધી રસીકરણ થયું નથી (સિંહ , વાઘ દીપડા, ચિત્તા).
:- શા માટે જંગલી સિંહ , વાઘ , દીપડા કે ચિતા નું રસીકરણ ભૂતકાળ માં કરવામાં નથી આવ્યું?

:- શા માટે વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ના નિષ્ણાત લોકો સિંહ ના રસીકરણ પ્રબળ વિરોધ કરી રહ્યા છે?
:- કારણ કે…..

:- આ સિંહો ના રસીકરણ માટે 40 દિવસ ની અંદર ત્રણ વાર અલગ અલગ સમયે ડોઝ આપવા પેડ છે જેના માટે સિંહો ને40 દિવસ સુધી પકડી ને કેદ રાખવા પેડ છે અથવા તો બેભાન કરવા પડે છે. અથવા તો અલગ પ્રકારના પાંજરામાં જબરદસ્તી દબાવી ને પુરવાર પડે છે. આ બધીજ પ્રક્રિયાઓ સિંહ માટે જોખમી અને પીડાદાયક છે

:- સિંહો ને 40 દિવસ સુધી પુરી રાખવામાં એમને ઇન્ફેક્શન થવાનો , સ્નાયુ જકડાઈ જાવાનો કે પેરાલીસીસ થાવનું જોખમ રહે છે.

:- સિંહો ને જ્યારે ટ્રેનકયુલાઈઝ કરીને બેભાન કરવામાં આવે છે એપ્રક્રિયા માં મૃત્યુ સુધીનું પણ જોખમ રહેલું છે.

:- જ્યારે સિંહોને રસીકરણ માટે નાના પાંજરામાં દબાવી ને જકડી ને પુરવામાં આવે છે ત્યારે સિંહના માથા, હાથપગ અને નખ ના ભાગમાં પાંજરામાં અથડાવાથી ઘણી બધી ઈજાઓ થતી હોય છે જે સિંહ ના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે

:- આ રસી સંપૂર્ણ પણે સુરક્ષિત નથી તેનાથી પ્રાણી ને તાવ આવીશકે, નબળાઈ આવીશકે અને અમુક કિસ્સાઓ માં એલર્જીક રિએકશન આવવા થી મૃત્યુ થવાની શકયતા રહેલી છે.

:- આટલા જોખમો અને આટલી શારિરીક અને માનસિક યાતના આપવા છતાં કેનાઇન ડીસ્ટેમ્પર રોગ સામે માત્ર એક વર્ષ જ રક્ષણ મળે છે. આજ કારણ થી સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ કુદરતી રીતે વિહરતા સિંહ, વાઘ કે દીપડા નું ક્યારેય રસીકરણ કરવા માં આવેલ નથી .

:- વાઈલ્ડલાઈફ ઓફ ઇન્ડિયા ના નિષ્ણાત Y.V. Zhala ( વાઈ. વી. ઝાલા) ના જણાવ્યા મુજબ ગીર ના સિંહો નું રસીકરણ કરવુંજોઈએ નહીં. કેમકે તેનાથી અન્ય રોગો સામેની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવા ની સંભાવના રહેલી છે . જે સિંહો ના લાંબાગાળા ના ભવિષ્ય માટે જોખમ કારક સાબિત થઈ શકે છે.

:- આ રસી ની જોખમી આડઅસરો ને લીધે જ આફ્રિકામાં જયારે 1000 સિંહો મરીગયા હતા તો પણ બીજા કોઈપણ સિંહનું ક્યારેય રસીકરણ કરવામાં આવેલ નથી.

:- ટૂંક માં કહીએ તો સમગ્ર વિશ્વમાં જે નથી થયો એવો અખતરો આપણે એશીયાઇ સિંહો પર કરવા જઈ રહ્યા છીએ. વળી આ વેકશીન સિંહ માટે બનાવેલી ખાસ વેકશીન નથી.
હકીકત માં બિલાડી કુળ ના પ્રાણીઓ માટેની કોઈ ખાસ રસી ઉપલબ્ધ જ નથી.

:- અમેરિકાથી મંગાવેલી આ રસી હકીકતમાં નોળિઆ કુળના પ્રાણીઓ માટે વિકસાવાયેલી રસિ છે.

:- સિંહો ને આપવામાં આવેલી આ રસિની બોટલપર નોળિઆ નો ફોટો દોરેલ છે.

:- સમગ્ર વિશ્વમાં ક્યાં પણ ન થયેલું રસીકરણ નો જોખમી અખતરો આપણે કરવા જઈ રહ્યા છીએ અને એ પણ વૈજ્ઞાનિકો ની સલાહ વિરૃદ્ધ નોળિયો કુળ ના પ્રાણીઓ માટે બનાવેલી રસી દ્વારા.

:- જંગલખાતા ના એક નિવૃત અધિકારીએ નામ નહી આપવા ની શરતે જણાવેલ છે કે આ કામગીરી માત્ર દેખાડવા પૂરતી થઈ રહી છે. આનાથી સિંહો ને ફાયદો થવાને બદલે લાંબા ગાળાનું નુકસાન થવાની શક્યતા વધુ છે.

:- આ અધિકારીએ જણાવ્યું હતું કે અમરેલીના રાજુલામાં મુક્તરીતે વિહરતા અને સંપૂર્ણ રીતે સ્વસ્થ એવા અંદાજીત 20 સિંહોનું ગેરકાયદેસર રીતે અને અતિશય ગુપ્ત રીતે રસીકરણ કરવામાં આવેલ છે.

:- આમાંથી અમુક સિંહોની તબિયત બગડેલી હોવાનું જાણવા મળેલ છે.

:- નિવૃત વનકર્મી એ આપેલી માહિતિ ની ચકાસણી કરતા સ્થાનિક વનકર્મીઓ અને રાજુલાના સ્થાનિક પ્રકૃતિ પ્રેમીઓ એ પણ આ 20 સિંહોના ગુપ્ત રસીકરણ ની વાત ને સમર્થન આપેલ છે.
:- સામાન્ય ખેડૂતો અને માલધારીઓ પાસે નાની નાની વાતમાં લેખિત પરવાનગી માંગતુ વનવિભાગ ચોરીછુપે થી ગેરકાયદેસર રીતે સીહો ને નુકસાન થાય એ રીતે જે રસીકરણ ની પ્રક્રિયા કરી રહ્યા છે એ અત્યંત ગંભીર બાબત છે
:- જો આ રસિ હકીકતમાં સિંહો ને ફાયદા કારક હોય તો શા માટે ચોરીછુપે થી રસીકરણકરવા માં આવી રહ્યું છે?

:- નોળિયા પ્રજાતિ માટેની રસિ સિંહો ને આપવાથી ભવિષ્ય માં સિંહો ની રોગપ્રતિકારક શક્તિ નબળી પડશે અને સિંહો નો અકુદરતી મૃત્યુ આંક વધશે તો તેના માટે કોણ જવાબદારી લેશ?


અમરેલી વડિયા ના ખાખરીયા ગામ ની સિમ માં સિંહ પરિવાર ના ધામ થી ખેડૂતો માં ફફડાડ

બ્રેકીંગ ન્યૂઝ ..

અમરેલી વડિયા ના ખાખરીયા ગામ ની સિમ માં સિંહ પરિવાર ના ધામ થી ખેડૂતો માં ફફડાડ

.શેરડી ના વાડ માં સિંહ પરિવાર …આશરે 7 થી 10 સિંહ નું ટોળું

અમરેલી જીલા નાં એક માત્ર વડિયા તાલુકા માં જ સિંહો નથી
હવે સિંહો નું ટોળું આવી જતા અમરેલી નાં તમામ જિલ્લા માં સિંહો નો વસવાટ


error: Content is protected !!