Main Menu

Thursday, September 27th, 2018

 

વડિયા ખાતે યોજાયો ત્રિવિધ કેમ્પ

વડિયા ખાતે યોજાયો ત્રિવિધ કેમ્પ

વડિયા ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત આ કેમ્પ માં આંખ ના તમામ ઈલાજ સુદર્શન હોસ્પિટલ દ્વારા તેમજ રાજકોટ ના પ્રખ્યાત ડોકટર ભાર્ગવ પંડ્યા ઓર્થોપેન્ડિક સર્જન તેમજ ડેન્ટિસ્ટ એકતા બી પંડ્યા ના સહયોગ થી અને તે પણ 50 ટકા માં જે કોઈ દર્દી હોઈ તેને ઓપરેશન કરી આપશે એવા ઉદેશ્ય સાથે તપાસ કરી હતી

સાથે સાથે કુંકાવાવ થી માઅમૃતમ કાર્ડ રીન્યુ અને નવા ગરીબ પરિવારો ને જે લોકો ને નવા બનાવવા ના હોઈ તે લોકો માટે નો પણ કેમ્પ રાખવામાં આવેલો

આ સમગ્ર કેમ્પ નું udhghatan વડિયા માજી ધરા સભ્ય શ્રી બાવકુભાઈ ઉંઘડે કર્યું હતું

આ સમગ્ર કેમ્પ માં વડિયા પંચાયત ટિમ તેમજ વડિયા ચેમ્બર ઓફ કોમર્શ ની ટિમ ની મહેનત થી સફળ થયો હતો

ન્યુઝ રાજુ કારિયા વડિયા જી અમરેલી


ડુંગર નાં વાડી વિસ્તાર માંથી લાશ મળી. લાશ નો ભેદ ઉકેલાયો

આજ રોજ તા.26-09-2018 રાજુલા તાલુકાના ડુંગર ગામમાં
રહેતાં ભરવાડ સમાજનાં ભોળાભાઇ અરજણભાઇ ગોહિલ નું તેની જ પત્નીએ અને તેમના પ્રેમીએ ખેલ્યો ખુની ખેલ.આ બનાવની પ્રાપ્ત હકીકત એવી છે કે રાજુલા તાલુકાના ડુંગર ગામે રહેતાં જગાભાઈ અરજણભાઈ ગોહિલ ના જણાવ્યા મુજબ તેમના ભાઈ ભોળાભાઇ અરજણભાઇ ગોહિલ આજથી 6 વષૅ પહેલા ડુંગર ગામના જ રહેવાસી કાજલબેન નરોતમભાઈ કોળી સાથે પ્રેમ લગ્ન કરેલ હાલમાં તેમને 4 વષૅ ના કાન્હા નામનો દિકરો છે ભોળાભાઇ અને કાજલબેન રાજુલાના રીંગણીયાળા ગામે ખેડૂત ધમેઁશભાઇ ભીમાભાઈ ડાવરા ની વાડી માં રહીને ભાગ્યા તરીકે ખેત મજુરી કરે છે તા.24-09-2018 ના રોજ કાજલબેન અને ભોળાભાઇ ના મિત્ર નાગજીભાઈ મંગાભાઇ મેવાડા (ભરવાડ) અને ભોળાભાઇ ના પુત્ર કાન્હા ને ડુંગર ભોળાભાઇ ના મમ્મી ને ત્યા મુકવા આવેલ અને કાજલબેને કહયું કે કાન્હા ને ઘરે રાખો અમારે હટાણુ કરવા જાવું છે તેમ કહીને કાજલબેન અને નાગજીભાઈ નિકળી ગ્યાં. આખો દિવસ વિતવા છતાંય કાજલબેન કાન્હા લેવા ન આવતા અને કાંઈક અજુગતું લાગતા માજીએ તેમનાં મોટા પુત્ર જગાભાઈને જાણ કરેલ. જગાભાઈ તેમજ તેમના ભાઈઓ અને તેમના પિત્રાઈ ભાઈઓ દ્વારા રીંગણીયાળા ગામે જઈ ખેડૂત ધમેઁશભાઇ ભીમાભાઈ ની વાડી એ જઈ તપાસ કરતા ભોળાભાઇ કે તેમના પત્ની કાજલબેન કે તેમનો મિત્ર નાગજીભાઈ ત્યાં મળેલ નહીં આ બાબત ની ડુંગર પોલીસ સ્ટેશન માં પોતાના ભાઈ,ભાભી ગુમ થયેલ હોવાની ફરિયાદ નોંધેલ.ત્યાર બાદ જગાભાઈ તેમજ તેમના ભાઈઓ દ્વારા રીંગણીયાળા ગામે ધમેઁશભાઇ ની વાડી ની આજુબાજુના વિસ્તારમાં પુછપરછ અને શોધખોળ કરતા ધમેઁશભાઇ ના શેઢા પાડોશી વિનુભાઈ લાભુભાઈ માંડણકાના ખેતરમાં તપાસ કરતા તાજુ ખોદકામ કરેલું હોય તે બાબતે જગાભાઈને શંકા જતા તે જગ્યા ઉપર માટી હટાવતાં ભોળાભાઇ નો મૃતદેહ મળી આવેલ આ બાબતે જગાભાઈ દ્વારા કાજલબેન અને નાગજીભાઈ આરોપી હોય તે બાબતે ફરિયાદ કરેલ. ડુંગર પોલીસ સ્ટેશનનાં જાંબાઝ ઈનચાજૅ વિ.એલ.પરમાર સાહેબ દ્વારા ઘડીના છઠ્ઠા ભાગમાં આરોપી ને ઉના વિસ્તારમાંથી પકડીને ધોરણસરની કાયઁવાહી કરેલ.

રિપોટઁ..
આતાભાઈ વી વાઘ
વિકટર.રાજુલા


-સાવરકુંડલા માં એશિયાકપની મેચમાં સટ્ટો રમાંડતો શકશ ઝડપાયો….. અમરેલી એલ.સી.બી.નો સપાટો

બ્રેકીંગ…..

અમરેલી-સાવરકુંડલા માં એશિયાકપની મેચમાં સટ્ટો ઝડપાયો…..
અમરેલી એલ.સી.બી.નો સપાટો…..
પાકિસ્તાન-બાંગ્લાદેશ ની મેચમાં 2 સટોડીયા 3 લાખની રોકડ રકમ સાથે ઝડપાયા…..
3 મોબાઈલ અને રોકડ સાથે 3 લાખ 60 હજારનો મુદ્દામાલ જડપી પાડ્યો……