Main Menu

Wednesday, September 19th, 2018

 

પીપાવાવ મરીન પોલીસ દ્વારા ગણતરીના દિવસો માં બોટ માથી ચોરી થયેલ વાયરલેસ સેટ નંગ-૨ ની ચોરી નો ભેદ ઉકેલી ચોરી માં ગયેલ મુદામાલ કિ. રૂ. ૪૦૦૦૦/-નો કબ્જે કરી બંને આરોપી ને ઝડપી પાડતી પીપાવાવ મરીન પોલીસ

પીપાવાવ મરીન પોલીસ દ્વારા ગણતરીના દિવસો માં બોટ માથી ચોરી થયેલ વાયરલેસ સેટ નંગ-૨ ની ચોરી નો ભેદ ઉકેલી ચોરી માં ગયેલ મુદામાલ કિ. રૂ. ૪૦૦૦૦/-નો કબ્જે કરી બંને આરોપી ને ઝડપી પાડતી પીપાવાવ મરીન પોલીસ
પોલીસ અધિક્ષકશ્રી અમરેલી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા ડીવીઝન તેમજ સી. પી. આઇ. શ્રી રાજુલા સર્કલના ઓના માર્ગદર્શન અને સુચના અન્વયે આજરોજ પો. સબ. ઇન્સ. વી. એલ. પરમાર સાહેબ તથા પીપાવાવ મરીન પોલીસ સ્ટાફ ગુ. ર. નં૪૯/૨૦૧૮ IPC કલમ ૩૭૯ તથા ગુ.ર.નં-૫૦/૨૦૧૮ IPC કલમ-૪૫૪-૪૫૭-૩૮૦ ની તપાસમાં તે દરમ્યાન એવી હકીકત મળેલ કે મરીન પીપાવાવ પો. સ્ટે. ગુ.ર.નં૪૯/૨૦૧૮ IPC કલમ ૩૭૯ મુજબ ના ગુન્હામાં ચોરી માં થયેલ વાયરલેસ સેટ નંગ-૦૨ બે ઇસમો મો. સા. લઇ ને શિયાળ બેટ પીપાવાવ પોર્ટ જેટી પર વેચવા આવેલ છે. તેવી હકીકત આધારે પીપાવાવ મરીન પોલીસ સ્ટાફ શિયાળ બેટ પોર્ટ જેટી પર તપાસ કરતા બે ઇસમો બંગ હાલતમાં મો. સા. સવાર થઇને બેઠેલા અને તેમની વચ્ચે પાછળના ઇસમના ખોળામાં પ્લાસ્ટીકની થેલી માં પંચ રૂબરૂ તપાસ કરતાં સદરહું ચોરીમાં ગયેલ વાયરલેસ સેટ નંગ-૦૨ હોવાનું જણાવતાં કિ.રૂ.૪૦૦૦૦/- તથા મો. સા. કિ. રૂ. ૧૦૦૦૦/- ગણી ઉપરોકત ગુન્હાના કામે હાજર મળી આવેલ ચોર ઇસમો (૧) શકીલ ઉર્ફે ગુંડા ઉસ્માનભાઇ દિવેલીયા ઉવ-૨૪ જાતે-તુર્કી મુસ્લિમ રહે. તુર્કી મહોલ્લા લાઇટ હાઉસ રોડ જાફરાબાદ (૨) આદિલ ઉર્ફે મસ્તાન હબીબભાઇ સોરઠીયા ઉવ-૨૫ જાતે તુર્કી મુસ્લિમ રહે. તુર્કી મહોલ્લા લાઇટ હાઉસ રોડ જાફરાબાદ ના ઓને અટક કરી ઘોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી મા પો. સબ. ઇન્સ. વી. એલ. પરમાર સાહેબ, હેડ કોન્સ્ટેબલ વિજુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ હિંમતભાઇરાઠોડ, હેડ કોન્સ્ટેબલ કમલેશભાઇ વાઢેર, પો. કોન્સ્ટેબલ કનુભાઈ સાંખટ, પો. કોન્સ્ટેબલ મહેશભાઈ બારૈયા મરીન પીપાવાવ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.


બાબરા તાલુકાના નાનીકુંડળ કીડી શીરવાણીયા ઈશ્વરીયામા સ્વચ્છતા હી સેવા અંતર્ગત રેલી તથા ચિત્રસ્પર્ધા યોજાઈ

 

બાબરા તાલુકાના નાનીકુંડળ કીડી શીરવાણીયા ઈશ્વરીયામા સ્વચ્છતા હી સેવા અંતર્ગત રેલી તથા ચિત્રસ્પર્ધા આજ રોજ ચારેય ગામ ની પ્રાથમિક શાળા ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી ના સંયુકત પ્રયાસ થી પ્રાથમીક શાળાના ધોરણ ૬ થી ૮ ના બાળકો દ્વારા માનનીય વડાપ્રધાન શ્રીના સ્વચ્છ ભારત મિશન તથા ભારત ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નીમિતે નાનીકુંડળ શિરવાણીયા કીડી ઈશ્વરીયા ગામના લોકોમા સ્વચ્છતા અંગે જાગૃતિ આવે. ગામલોકોને ઘરે ઘરે શૈચાલય બનાવવા અંગેનુ મહત્વ સમજાય તે હેતુથી રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.શાળા સ્વચ્છતા તથા શારીરીક સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે એ હેતુ થી ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી ઈનામ વિતરણ કરવામા આવ્યુ હતું….રીપોર્ટર નારણભાઈ ભાલીયા નાનીકુંડળ બાબરા


સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી માં તમામ 14 પેનલો દિપક ભાઈ માલાણી જીતી જતા દિપક ભાઈ નાં અંગત જોડીદાર સતીશ મહેતા જીરા વાળા એ વડીલ ને નમન કરી . પોતે રાખેલી માનતા પૂર્ણ કરી દિપક ભાઈ ની જીત માટે રાખેલ અનેકો બાધા માનતા તેઓ હજુ પૂર્ણ કરશે

દિલીપ જીરૂકા

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી માં તમામ 14 પેનલો દિપક ભાઈ માલાણી જીતી જતા
દિપક ભાઈ નાં અંગત જોડીદાર સતીશ મહેતા જીરા વાળા એ વડીલ ને નમન કરી . પોતે રાખેલી માનતા પૂર્ણ કરી
દિપક ભાઈ ની જીત માટે રાખેલ અનેકો બાધા માનતા તેઓ હજુ પૂર્ણ કરશે

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ માં દિપક માલાણી ની પેનલ નો ભવ્ય વિજય થયો હતો અને 14 માંથી તમામ 14 બેઠકો દિપક ભાઈ એ કબજે કરી હતી જેથી તેમના અંગત મદદ નિશ અને તેમના સાથી મિત્ર સતીશ મહેતા દ્વારા અનેકો બાધા માનતા રાખવા માં આવી હતી જે દિપક ભાઈ ની જીત થતા તેમને પગે લાગી મીઠા ની બાધા પૂર્ણ કરી હતી ત્યારે સતીશ ભાઈ દ્વારા અનેકો માનતા ઓ દિપક ભાઈ અને તેમના સાથી ઓ ની જીત માટે રાખવા માં આવી હતી જે માનતા ટૂંક સમય સતીશ મહેતા પૂર્ણ કરશે નું તેમના અંગત મિત્ર એહમદ ભાઈ ફ્રુટ વાળા જણાવી રહયા છે ત્યારે આંબરડી થી સુભાષ સોલંકી. મુકેશ ભાઈ. ડો. જીગ્નેશ સોલંકી   જયસુખ ભાઈ કસવાળા  બાવચંદ ભાઈ છોડવડિયા નિલેશ ભાઈ માલાણી બાબુ ભાઈ શેખડા  દિલાવર ભાઈ શેખ સહિત નાં અગ્રણી ઓ એ દિપક ભાઇ ને શુભેચ્છા પાઠવી હતી


બાબરા ના યુવાન પત્રકાર રાજુ બસીયા નુ થયુ પોરબદર ખાતે સન્માન પોરબદર ખાતે આવેલ બિરલા હોલ ખાતે રાષ્ટ્ર સુજન અભિયાન

બાબરા ના યુવાન પત્રકાર રાજુ બસીયા નુ થયુ પોરબદર ખાતે સન્માન
પોરબદર ખાતે આવેલ બિરલા હોલ ખાતે રાષ્ટ્ર સુજન અભિયાન દારા એક ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું
આ કાયકમમા કથાકાર રમેશભાઈ ઓજા પોરબદર ધારાસભ્ય બાબુ ભાઈ બોખરીયા કલેક્ટર ક્ષી જીલા પોલીસ વડા તેમજ દિલ્હી થી પધારેલ સંસ્થા ના પ્રમુખો અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામા આવ્યા હતા
બાબરા ના યુવા પત્રકાર રાજુ બસીયા ને તેની કામગીરી ને। બિરદાવી પ્રમાણપત્ર અને સિલડ આપી સન્માનિત કરવામા આવ્યા હતા
સૌરાષ્ટ્ર ના જુદી જુદી પવુતિ કરતા ઘણા લોકો ને સન્માનિત કર્યા હતા
જેમા યુવા પત્રકાર રાજુ બસીયા ને પત્રકારત્વ ક્ષેત્રે સારી કામગીરી કરી રહ્યા હોય તેની નોંધ લઈ સન્માનિત કર્યા હતા


બાબરામાં માં ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ માં બાળકોને બટુક ભોજન કરાવ્યું

રાજુ બસિયા બાબરા

બાબરામાં માં ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ માં બાળકોને બટુક ભોજન કરાવ્યું

બાબરામાં વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અહીં ગણેશ મહોત્સવ દરમિયાન ધૂન ભજન અને ભક્તિ ના ત્રિવેણી સંગમ ના કારણે ધાર્મિક વાતાવરણ ઊભું થયું છે
અહીં વિવિધ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે
ત્યારે અહીં ભગવતપરા વિસ્તારમાં માં ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે સાંજે માં ગ્રુપ ના સભ્યો દ્વારા બાળકો ને બટુક ભોજન કરાવી ઉત્તમ સેવાનું કાર્ય કર્યું હતું અહીં મોટી સંખ્યામાં બાળકો એ બટુક ભોજન નો લાભ લીધો હતો આ તકે બાબરા શહેર ના સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી તેમના વરદ હસ્તે તમામ બાળકો ને બટુક ભોજન કરાવ્યું હતું
જેમા જીલા ક્ષિક્ષણ સમિતિ ના ચેરમેન પ્રભાત ભાઈ કોઠીવાળ , ખીમજીભાઈ મારુ , બીપીનભાઈ રાદડીયા , વનરાજભાઈ વાળા , બાવકુભાઈ બસીયા , ભુપતભાઈ બસીયા , મયુરભાઈ રાવળ , નીતીનભાઈ રાઠોડ, મુનાભાઈ મલકાણ , ડાયાભાઈ સેલીયા , નરુભાઈ ત્રિવેદી , સુરેશભાઈ ભાલાળા , સૌકતભાઈ ગાગાણી , અનિલભાઈ ચોહાણ , તેજસભાઈ તના , અને પત્રકારો રાજુભાઈ બસીયા , પંકજભાઈ ઈનદોડીયા , દિપકભાઈ કનૈયા અને મોટી સંખ્યામાં મા ગુપ ના સભ્યો ઉપસથીત રહ્યા હતા
કાયકમનુ સંચાલન અરવિદભાઈ ત્રીવેદી કરવામા આવ્યું હતું


ભેરાઈ ની સિમ માં સિંહણ નો શંકાસ્પદ મૃત દેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક લાયન નેચર ફાઉન્ડેશન નાં ભીખુભાઇ બાટા વાળા અને આતા ભાઈ વાઘ દ્વારા જવાબદાર અધિકારી ઓ સામે પગલાં લેવા માંગ કરાઈ ?

આજ રોજ તારીખ ૧૯/૯/૨૦૧૮ ના રોજ રાજુલા તાલુકાના ભેરાઇ ગામેથી સિંહણ નો મૃતદેહ મળી આવેલ.
રાજુલા વનવિભાગ દ્વારા કાયમી ખોટા બણગાં ફુકે છે તે સાબીત થયું.હજી થોડાં સમય પહેલાં ડુંગર નાં સીમાડા માંથી એક સિંહણ નો મૃતદેહ મળેલ હતો ત્યાં આજે ભેરાઇની સીમ માંથી પણ એક સિંહણ નો મૃતદેહ મળી આવેલ. તેની જાણ થતાં સિંહપ્રેમીઓ શોકમય થયા. ક્યાં ગયા રાજુલાના વનવિભાગ ના બાહોશ નિષ્ઠાવાન અધીકારીઓ અને એની ફોજ છ છ મહીનાઓ વિતવા છતાંય હજું રાજુલા તાલુકાના ડુંગરમાં સિંહણ ને મોત ના ઘાટ ઉતાર નાર આરોપીને હજું સુધી વન વિભાગે પકડેલ નથી તે ખુલ્લી હવામા ફરે.બતાવો તમારી બહોશી આ બાબતે આતાભાઈ વાઘ દ્રારા જણાવેલ કે હાલમાં વન વિભાગ મા બાહોશ અધીકારી તેમજ તેમની ફોજ વન્ય પ્રાણી ની સુરક્ષામાં નિષ્ફળ નિવડ્યું છે. ક્યા ગયા રાજુલા ની બજારોમાં સફાઇ કરનારા તેમજ શિકારી ની સાથે બાથ ભીડનાર દબંગ અધીકારી.માત્ર પેપરોમાં ફોટા પડાવવા થી બાહોશ કે દંબગ બનાતુ નથી ખોટી વાહ વાહ કરાવનાર અધીકારી ને જો જરાઇ નાક કે શરમ હોય તો લાજી મરવા નો વારો આવ્યો કહેવાય આ બાબતે પયાઁવરણ પ્રેમીઓ દ્વારા રાજુલા વનવિભાગ ની આખી ખોટી ફોજ ની બદલી ની માંગ કરેલ છે.જયાં સુધી ભેરાઇ સિંહનું મોત નુ કારણ અને ડુંગર સિંહણ ને મોત ને ઘાટ ઉતારનાર આરોપી ન ઝડપાઇ ત્યાં સુધી જવાબદાર અધીકારીઓ ને સસ્પેન્ડ કરવા

ભીખુભાઇ બાટા વાળા તથા આતા ભાઈ વાઘ દ્વારા માંગ કરાઈ છે

રીપોટૅ.
આતાભાઈ વી વાઘ (લાયન નેચર ફાઉન્ડેશન)
વિકટર રાજુલા.


ડેડાણ સ્ટેટ ના જાજરમાન દરબાર શ્રી ટપુબાપુ ઉનડબાપુ કોટીલા શ્યામ ચરણ પામતા ડેડાણ માં શોક ની લાગણી

ડેડાણ
રીપોર્ટ મોહસીન પઠાણ ડેડાણ
ડેડાણ સ્ટેટ ના જાજરમાન દરબાર શ્રી ટપુબાપુ ઉનડબાપુ કોટીલા શ્યામ ચરણ પામતા ડેડાણ માં શોક ની લાગણી

 

 

આજરોજ તા ૧૯/૯/૨૦૧૮ ને બૂધવાર ના ડેડાણ સ્ટેટ ના જાજરમાન દરબાર શ્રી ટપુબાપુ ઉનડબાપુ કોટીલા
નૂ ૯૫ વર્ષની આયુષ્ય ભોગવી ભગવાન શ્રી શ્યામ સુંદર ના ચરણોમાં સમાયા
સ્વ શ્રી ટપુબાપુ  ડેડાણ ના રાજવી સ્વ જીલૂબાપૂ તથા સ્વ વલકૂબાપુ ના નાના ભાઈ તેમજ કુમાર શ્રી જયવંતભાઈ તથા પુથ્વીરાજભાઈ ના પીતા શ્રી તેમની અંત્યેવઠી મા સમસ્ત બાપુ દંતા કોટીલા ના વારસો તેમજ મહાજનો બ્રહ્મ સમાજ મૂસ્લીમ બીરાદરો તેમજ ડેડાણ સ્ટેટ ના પ્રજાજનો મોટી સંખ્યામાં હાજર રહી ટપુબાપુ ને શ્રદ્ધાંજલી અર્પી હતી
દરબાર શ્રી ટપુબાપુ કોટીલા   રાજાશાહી બાદ લોકશાહીમાં પણ બાપૂ એ સહકારી મંડળીમાં  અગ્રીમ સ્થાાનન તેમજ ગ્રામ પંચાયતમાં ૨૦ વર્ષ સેવા આપી હતી તેઓએ વઢવાણ તાલૂકદાર કોલેજમાં મેટ્રીકયૂલેટ સૂધીનો અભ્યાસ ૧૯૪૬ મા કરેલ


ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતાં મહુવા બે ઇસમોને વિદેશી દારૂ સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતાં મહુવા બે ઇસમોને વિદેશી દારૂ સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી બી.એમ.દેસાઈ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલા ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરતાં મહુવાના બે ઇસમોને મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.

*પકડાયેલ આરોપીઃ-*
1⃣ સોહીલ સાહીદભાઇ સૈયદ રહે.મહુવા મુનીવર સોસાયટી
2⃣ ફીરોજમહમદ યુસુફભાઇ કુરેશી રહે.મહુવા રેલ્વે સ્ટેશન પાસેપકડાયેલ મુદામાલઃ- હીરો હોન્ડા મોટર સાયકલ કિરૂા.૨૫૦૦૦/- તથા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ-૦૮ (બે લીટરની) ૭૫૦ એમ.એમ.ની બોટલ નંગ-૦૩ મળી કિરૂા.૧૫૪૦૦/- સાથે મળી કુલ મુદામાલ કિરૂા.૪૦૪૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

ઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉના ખાતેથી ઇમરાન પાસેથી લાવેલાની હકીકત જણાવેલ હોય જેથી ઇમરાન રહે.ઉના વાળાની ધરપકડ કરવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.અને સદરહું ગુન્હાની વધુ તપાસ રાજુલા પોલીસ ચલાવી રહેલ છે.આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમને વિદેશી દારૂની બોટલ નંગ-૧૧ તથા મોટર સાયકલ સહીત કુલ રૂા.૪૦૪૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.


અમરેલી જિલાના સાવરકુંડલા ની એ.પી.એમ.સી.ની ચુંટણી માં કોંગ્રેસના સહયોગથી બનેલી ભાજપ પ્રેરિત પેનલના સુપડા સાફ થઇ ગયા છે ૧૨ બેઠકોની ચૂટણીમાં ભાજપ પ્રેરિત પેનલના પૂર્વ ધારાસભ્ય કાળું વિરાણી સહીત બારેય ઉમેદવારો ની હાર

અમરેલી જિલાના સાવરકુંડલા ની એ.પી.એમ.સી.ની ચુંટણી માં કોંગ્રેસના સહયોગથી બનેલી ભાજપ પ્રેરિત પેનલના સુપડા સાફ થઇ ગયા છે ૧૨ બેઠકોની ચૂટણીમાં ભાજપ પ્રેરિત પેનલના પૂર્વ ધારાસભ્ય કાળું વિરાણી સહીત બારેય ઉમેદવારો ની હાર થઇ હતી અને ૨૦૧૪ નું પુનરાવર્તન કરીને ગુજકોમાસોલ ના ડીરેકટર દીપક માલાણીએ જીતનો જશ્ન ધોલીઓના સંગાથે ઉજવીને સહયોગ આપનાર કોંગ્રેસીઓને આડે હાથ લીધા હત આજે  સાવરકુંડલા ની એ.પી.એમ.સી.ની ચૂટણીમાં ખેડૂત વિભાગની ૮ બેઠકો અને વેપારી વિભાગની ૪ બેઠકો પર કોંગ્રેસના સહયોગથી બનેલી ભાજપ પ્રેરિત પેનલમાં ત્રણ ટર્મના પૂર્વ ધારાસભ્ય કાળું વિરાણી એ ચૂટણીમાં જંપલાવ્યું હતું પણ ભાજપ પ્રેરેઈત પેનલનો કારમો પરાજય સહન કરવો પડ્યો હતો બાર માંથી એકપણ ઉમેદવારો ભાજપ પ્રેરિત પેનલના જીતી શક્ય ન હતા ખુદ પૂર્વ ધારાસભ્ય કાળું વિરાણી હારી ગયા હતા અને મત ગણતરી ના આરંભે જ હાર ભાળી ગયેલા કાળું વિરાણી એ મત ગણતરી કેન્દ્ર છોડી દીધું હતું ત્યારે બાર બેઠકો સાથે અગાઉ તેલીબીયા ની બે બેઠકો સહીત ૧૪ બેઠકો પત ગુજકોમાસોલના ડીરેકટર દીપક માલાણી ની ભવ્ય જીત થઇ હતી અને કોંગ્રેસ સહયોગથી ભાજપ પ્રેરિત પેનલના ના સુપડા સાફ થઇ જતા ઢોલીઓના સંગાથે રૂપિયા ની નોટો ઢોલીઓ પર જીતેલા ડીરેકટરો એ ઉડાડીને ભાજપ ના પૂર્વ ધારાસભ્યને સહકાર આપનાર કોંગ્રેસના નેતાઓને પણ વિજેતા સહકારી નેતા એ આડેહાથ લીધા હતા


બ્રેકિંગ અમરેલી : રાજુલા ના ભેરાઈ ગામ ના ખારા માં સિંહણ નો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળી આવ્યો વનવિભાગ ની ફરી બેદરકારી સામે આવી આ અગાઉ વિકટર રોડ પર થી સિંહણ નો મૃત દેહ મળી આવેલો તે તપાસ હજુ ઠેર ની ઠેર ??

બ્રેકિંગ
અમરેલી : રાજુલા ના ભેરાઈ ગામ ના ખારા માં સિંહણ નો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળી આવ્યો

વહેલી સવારે સિંહ નો મૃતદેહ મળી આવતા વનવિભાગ પોહચ્યું ઘટના સ્થળે……

વનવિભાગ ની ફરી બેદરકારી સામે આવી

આ અગાઉ વિકટર રોડ પર થી સિંહણ નો મૃત દેહ મળી આવેલો
તે તપાસ હજુ ઠેર ની ઠેર છે ત્યાં ફરી આજ ભેરાઈ પાસે થી સિંહણ મૃત હાલત માં મળી આવતા ચકચાર

સિંહણ ના મોત થી પર્યાવરણ પ્રેમી ઓ માં રોષ….


error: Content is protected !!